સંતરાની છાલોનું ચૂર્ણ બનાવીને તેમાં બે ચમચી મધ મેળવીને તૈયાર કરેલો મલમ ત્‍વચા પર લગાડવાથી ત્‍વચા નીખરી ઉઠે છે અને કાતિવાન બને છે.કબજિયાતમાં ટમેટું અથવા સંતરાના રસમાં એક ચમચી મધ નાખીને સેવન કરવાથી લાભ થાય છે.શુષ્‍ક ત્‍વચા પર મધ, મલાઈ તેમજ બેસન મેળવીને તૈયાર કરાયેલો મલમ ત્‍વચા પર લગાડવાથી ત્‍વચાની શુષ્‍કતા દૂર થાય છે અનેલાવણ્‍યમય ત્‍વચા બને છે.એક ગ્‍લાસ દૂધમાં ખાંડ નાખ્‍યા વિના મધ ઘોળીને રાત્રે પીવાથી શરીરનું દૂબળાપણું દૂર થાય છે અને શરીર સુડોળ, રુષ્‍ટપુષ્‍ટ અને બળવાન બને છે.મધના નિત્‍ય સેવનથી નિર્બળ આંતરડાને બળ મળે છે.ડુંગળીનો રસ અને મધ […]

લીવર, માસિક અને દાઝ્યાનું પરમ ઔષધ – કુંવાર પાઠું પરિચય : ગુજરાત અને ભારતમાં ઘરગથ્થુ ઔ‍ષધિ તરીકે વપરાતી કુંવાર પાઠું (કુમારી, ગ્વારપાઠા) ઔષધિનાં છોડ વેરાન ભૂમિમાં આપમેળે ઊગી નીકળે છે, તેમજ તેને ઘર આંગણે કુંડામાં કે બાગ-બગીચામાં ખાસ વવાય છે. તેના બહુવર્ષાયુ છોડ ૨ થી ૩ ફુટ ઊંચા થાય છે. તેના મૂળમાંથી ચારે તરફ જાડા, ચીકણા પાણી જેવા રસાળ ગર્ભવાળા, કિનારીએ કાંટાવાળા અને છેડેથી અણીદાર, ૧૦ ઈંચથી ૨ ફૂટ લાંબા અને ૨ થી ૪ ઈંચ (નીચેનો ભાગે) પહોળા પાન થાય છે. પાનનો રસ ગર્ભ સફેદ પડતો આછો પીળો, કડવો હોય […]

અંગના સોજા મટાડનારી સુલભ ઔષધિ – સાટોડી પરિચય : ગુજરાતમાં વાડી-ખેતરોમાં, રસ્તાની પડખેની કે મેદાનની રેતાળ જમીનમાં સર્વત્ર ‘સાટોડી‘ (પુનર્નવા, વિષ ખપરા / હટસિટ) નામની વનસ્પતિના છાતલા છોડ વધુ વ્યાપકપણે થાય છે. તેની બે જાતો છે. સફેદ ફૂલની સાટોડી અને લાલ ફૂલની ડાળખીવાળો સાટોડો કે સાટોડી. વૈદકમાં સાટોડી સોજા, લીવર, પાંડુ, જળોદર, તથા કિડનીના દર્દમાં ખૂબ જ વપરાય છે. તેનાં છોડ-છાતલા જમીન પર પથરાય છે. કે વાડે ચડે છે. તેની ડાંડી અને શાખા સુતળી જેવી જાડી હોય છે. એક મૂળમાંથી શાખાઓ ચારે તરફ ફેલાય છે. પાન જરા ગોળ જેવા, તાંદળજાની […]

વીર્યવર્ધક, સંતાનપ્રદ મહાવૃક્ષ – વડ પરિચય : હિંદુપ્રજા પીપળાની જેમ વડ (વટવૃક્ષ, બડ કા પેડ, બરગદ)ને પણ પૂજ્ય – પવિત્ર વૃક્ષ ગણે છે. ગુજરાત અને ભારતમાં વડના વૃક્ષથી પ્રાયઃ બધા પરિચિત છે. તે મંદિરોનાં પ્રાંગણમાં તથા ગામના ગોંદરે તથા માર્ગો પર છાંયો કરવા ખાસ વવાય છે. સર્વ વૃક્ષોમાં વડ ઊંચાઈ અને વિશાળ ઘેરાવામાં પ્રથમ નંબર લે છે. વડ એક દીર્ઘાયુ, ઊંચું, વિશાળ અને ૨૦ થી ૩૦ ફૂટનાં ઘેરાવાવાળો થડ ધરાવતું મહાવૃક્ષ છે. તેની પર સૂતળી જેવી જટાઓ ડાળીઓ પરથી નીકળી જમીનમાં પ્રવેશી ત્યાંથી નવા થડરૂપે ફેલાય છે. પાન ગોળાકાર ૪ […]

દંતરોગમાં ઉત્તમ – બાવળ બાવળને કોણ નહિ ઓળખતું હોય ? રોજ સવારે બાવળના દાતણ કરવાની મજા જેણે માણી હશે તે બાવળને કદાપિ નહીં ભૂલે. બાવળનો રસ તૂરો, તાસીરે ઠંડો, ગુણમાં ભારે, લૂખો, કફ-પિત્તશામક, રક્તરોધક, વ્રણરોપણ, સ્તંભક, સંકોચક, કૃમિધ્ન, મૂત્રલ, બલ્ય અને વિષધ્ન છે. બાવળની છાલમાં તાજું કલોરોફીલ પ્રચુર પ્રમાણમાં છે. તેથી તાજું દાતણ કરવાથી મુખશુદ્ધિ થાય, મોંની ચીકાશ દૂર થાય, મોંની દુર્ગંધ મટે, જંતુ અને સડો અટકે, દાંત મજબૂત બને અને તેના રોગો દૂર થાય છે. સગર્ભા સ્ત્રી બાવળના સૂકા કે લીલાં પાન ચાવીને ખાય તો બાળક ગોરું આવે છે, […]

વૃક્ષ મહિમા શ્ર્લોકો (વિવિધ પુરાણોમાંથી) યઃ પુમાન રોપયેદ વૃક્ષાન્ છાયા પુષ્‍પફલોપગાન્ । સર્વસત્વોપભોગ્યાય સયાતિ પરમાં ગતિમ્ ॥ ૧ ॥ જે મનુષ્‍ય સર્વ પ્રાણીઓના ઉપભોગ માટે છાયા, ફૂલ અને ફળવાળા વૃક્ષો રોપે છે તે પરમ ગતિને પામે છે. છાયાપુષ્‍પોગાત્રત્રિશત્ ફલપુષ્‍પદ્રુમાત્રસ્તથા | રોપયિત્વા સશાખાત્રસ્તુ નરો ન નરકત્ર બ્રજેત્ ॥ ૨ ॥ છાયા-પુષ્‍પોવાળા તથા ફળ- પુષ્‍પોવાળા અને શાખાવાળા ત્રીસ વૃક્ષો જે મનુષ્‍ય રોપે છે તે નરકમાં જતો નથી. દેવદાનવગન્ધર્વાઃ કિન્‍નરનાગગુહ્યકાઃ । પશુપક્ષીમનુષ્‍યા શ્ચ સંશ્રયન્તિ સદા દ્રુમાન્ ॥ ૩ ॥ દેવ, દાનવ, ગંધર્વો, કિન્‍નર, નાગ, યક્ષો તથા પશુ, પક્ષી અને મનુષ્‍યો પણ હંમેશાં વૃક્ષોનો […]

ગ્રહોની શાંતિના કાર્ય અને દેવી-દેવતાઓના હોમ-હવન સમયે હોમવામાં આવતાં હોમાત્મક દ્રવ્યો ચાર  પ્રકારના લેવામાં આવે છે. તેમાં એકપણ પ્રકાર ઓછો હોય તો ફળસિધ્ધિ મળતી નથી. ચારેય પ્રકારના દ્રવ્યો હોય તો જ સંપૂર્ણ ફળ સિધ્ધિ પ્રાપ્‍ત થાય છે. (૧)સુગંધીત દ્રવ્યો : કેસર, કસ્તુરી, અંબર, શ્વેતચંદન, કપુર, જાવંત્રી, જાયફળ, અગર, તગર, પાંદડી, એલાયચી. (૨)પુષ્‍ટીકારક દ્રવ્યો : ગાયનું ઘી, ફળ, કંદ, અન્ન, તલ, સાલમ, મૂસળી, બદામ, કાજુ, અંજીર, જરદાલુ. (૩) મિષ્‍ટ દ્રવ્યો : સાકર, છૂઆરિ, ખારેક, દ્રાક્ષ, મધ, ટોપરું દૂધ. (૪) રોગનાશક ઔષધિઓ : ગળો, સોમવેલી, બ્રાહ્મી તથા ગ્રહો માટે નિયત ઔષધિઓ વાપરવામાં […]

વૃક્ષ વાવો…. સમૃદ્ધિ લાવો…. આગામી ઋતુમાં તમે પણ તમારી રાશિ મુજબ તમારા ઘરમાં, આંગણામાં, બગીચામાં, ઓફિસે, ફેકટરીમાં કે સ્કુલમાં વૃક્ષો વાવો અને દેવતાઓને તથા ધરતીમાતાને પ્રસન્ન કરો. * કાગડા અને વૃક્ષથી થતાં શુકન (૧) વૃક્ષો પર કાગડા બેસીને રમતાં હોય કે આનંદ પ્રમોદ કરતા હોય તો નીચે મુજબ લાભ થાય છે. અ.નં.    વૃક્ષનું નામ      શું લાભ થાય ૧.    આસોપાલવ     = ધન લાભ ૨.    અખરોટ    =  સ્ત્રી લાભ ૩.    શાબોર =  વિદ્યાલાભ ૪.    કેળ/આંકડો    =  પ્રભુ પ્રાપ્તિ ૫.    નારિયેળી    =  મધુર ભોજન પ્રાપ્ત ૬.    વડ    =  દ્રવ્ય લાભ ૭.    આંબો    […]

કફદોષનાશક અને વાળ કાળા કરનાર – બહેડાં પરિચય : પથરાળ અને ચૂનાવાળી જમીન પર તથા જંગલોમાં ખાસ થનારા બહેડા (બિભીતક, બહેડા)ના ઝાડ ૧૫ થી ૧૦૦ ફુટ ઊંચા, હરડેના ઝાડ જેવા થાય છે. એના પાન વડના પાન જેવાં ૩ થી ૬ ઈંચ લાંબા ઈંડાકાર પણ જરા પહોળાં, તામ્રવર્ણના, જરા દુર્ગંધયુક્ત થાય છે. તેની ઉપર ૩-૬ ઈંચ લાંબી સળી ઉપર નાના નાના પીળાશ પડતાં પુષ્‍પોની મંજરી આવે છે. બહેડાના ફળ ૧ ઈંચ લાંબા, ભૂખરા (ધૂળિયા)રંગના અને ઉપર જાડી છાલ પણ વચ્ચે કઠણ ઠળિયો હોય છે. તે ઠળિયામાં વચ્ચે સફેદ મીંજ હોય છે. […]

પેશાબના દર્દોમાં અકસીર – વાંસ કફ-શરદી-શ્વાસ નાશક – વાંસકપૂર (વંશલોચન) પરિચય : ગુજરાતના ડાંગ, આહવા, પંચમહાલ, ગીરનાર જેવા પ્રદેશોના જંગલોમાં વાંસ (વંશ, બાંસ, વંશલોચન, બાંસકપૂર) તેના ખાસ બેટમાં જથ્થાબંધ થાય છે. વાંસ ૨૦ થી ૫૦ ફૂટ ઊંચા, સીધા, કાંટાવાળા, ૬-૭ ઇંચ વ્યાસના, લગભગ ૨૦ ઇંચ ૧ નક્કર ગાંઠવાળા હોય છે. બહારની છાલ પીળી, લિસ્સી, ચમકતી હોય છે. વાંસ પોલા અને નક્કર એમ બે જાતના થાય છે. સામાન્ય રીતે બે ગાંઠ વચ્ચેના ભાગે વાંસ અંદર પોલો થાય છે. તેની પર ૭ ઇંચ લાંબા, ભાલા જેવા અણિદાર, નીચેથી ગોળાકાર, ગુચ્છામાં પાન આવે […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors