મારી હુંડી સ્વીકારો મહારાજ રે Mari Hundi Swikaro Maharaj નરસિંહ મહેતા મારી હુંડી સ્વીકારો મહારાજ રે Mari Hundi Swikaro Maharaj નરસિંહ મહેતા

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી મારી હૂંડી શામળિયાને હાથ રે , શામળા ગિરધારી રાણાજીએ રઢ કરી, વળી મીરા કેરે કાજ ઝેરના પ્યાલા મોકલ્યાં રે, વ્હાલો ઝેરના જારણહાર રે શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયાં નરસિંહ રૂપ પ્રહલાદને ઉગારિયો રે, વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે ગજને વ્હાલે ઉગારિયો, વળી સુદામાની ભાંગી ભૂખ સાચી વેળાના મારા વ્હાલમા રે, તમે ભક્તોને આપ્યાં ઘણાં સુખ રે; શામળા ગિરધારી ! મારી હૂંડી સ્વીકારો મહારાજ રે પાંડવની પ્રતિજ્ઞા […]

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હરીના એ નામની રે અલખના એ ધામની… ધૂણી રે ધખાવી ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની… ધૂણી રે ધખાવી કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની.. ધૂણી રે ધખાવી

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી? * ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

મનના આવેગને શાંત રાખવા કઈ બાબત ધ્યાનમાં રાખવી ?

મનના આવેગને શાંત રાખવા કઈ બાબત ધ્યાનમાં રાખવી ? * ખાલી હાથે આવ્યો છુ અને ખાલખાથે જવાનો છુ,આ બાબત નિત્ય સ્મરણમાં રહે તો મનની ધણી દોડધામ ઓછી થઈ જાય.

કરમિયા – એક વ્યાપક તથા હઠીલો રોગ,ચરમ

કરમિયા એ હોજરી તથા આંતરડાના કેટલાક વિકારોમાં તેમનો ફાળો દર્શાવે છે.કરમિયા ચાર પ્રકારના હોય છે. (૧) પુટીષજ, (૨) શ્લેમજ(૩) શોણિતજ (૪) મલજ. કરમિયા કોઈને પણ થઈ શકે છે.સ્ત્રી, પુરુષ, બાળક, યુવાન માખી બેસે તેવા ભોજન, અથાણાં, તેલ, તીખું, ગળ્યું, મોડેથી પચે તેવી વસ્તુઓ વગેરે ખાવાથી કરમિયા થાય છે. કરમિયા સફેદ રંગના હોય છે. જે બાળકોની ગુદા સારી રીતે ન ધોવાથી થાય છે.દોરી જેવા કીડા ૧/૨ થી ૬ સેમી. જેટલા હોય છે. મળમાં કીડાનાં નાનાં નાનાં બચ્ચાં નીકળે છે. લક્ષણો - - કીડા પડયા હોય તો મળદ્રાર તથા નાકમાં ખંજવાળ આવે. […]

ચાંદી-સોનાની વિદેશી મુદ્રા પર મુદ્રિત એકમાત્ર ભારતીય મહામાનવ મહાત્મા ગાંધી

સ્વતંત્ર ભારતની પોસ્ટલ હિસ્ટ્રી અને કોઈનેજ એ બંને વિશે વિચારતા એમ કહી શકાય કે આપણા દેશની પોસ્ટેજ સ્ટેમ્પસના ઈતિહાસમાં વ્યક્તિ વિશેષની સ્મૃતિમાં ખાસ સ્મારક ટપાલ ટિકિટો રજૂ કરવાની પ્રથા આઝાદી પછી ટૂંક સમયમાં એટલે કે ૧૯૪૮ની શરૂઆતમાં જ પ્રસ્થાપિત થઈ ચૂકી હતી, પરંતુ ચલણી સિક્કાઓની બાબતે આવું બન્યું નહતું. ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યાર બાદ દોઢ દશક વીત્યે ૧૯૬૪માં આપણા દેશના સૌ પ્રથમ સ્મારક સિક્કા ચલણમાં આવ્યા હતા. આઝાદીની વર્ષગાંઠના અવસરે પ્રકાશિત દેશની સૌ પ્રથમ સ્મારક ટિકિટો રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા રૂપે જારી કરવામાં આવી હતી, જયારે સૌ […]

મકાઈ ના ભજીયા

જરૂરી સામગ્રી : (૧) મકાઈનાં કુમળાં ડૂંડા : ૨ (૨) લાલ મરચાં : અડધી ચમચી (૩) મીઠું : પ્રમાણસર (૪) ધાણાજીરું : અડધો ચમચો (૫) લીલું મરચું : ૧ ઝીણું સમારેલું (૬) ચણાનો લોટ : ૩ વાટકી (૭) હળદર : ૧/૪ ચમચી (૮) સોડા : ચપટી (૯) કોથમીર : ૧ ચમચો ઝીણી સમારેલી (૧૦) તેલ : તળવા માટે. બનાવવાની રીત : મકાઈ છીણીને દાણા કાઢો. ચણાના લોટમાં પ્રમાણસર પાણી નાખી ભજિયાં માટેનું ખીરું તૈયાર કરો. તેમાં છીણેલી મકાઈ અને બધો મસાલો નાખી બરાબર હલાવી ગરમ કરેલા તેલમાં ભજિયાં ઉતારો. આ […]

સુખકર્તા, દુઃખકર્તા સમ્યક દૃષ્ટિદેવ યક્ષરાજ બટુકભૈરવ

કચ્છ-માંડવીથી ૧૫ કિ.મી. બિદડા ગામે હાઈવે ઉપર યક્ષરાજ બટુકભૈરવ દેવનું શિખરબંધ મંદિર છે. તે માનવમંદિર નામથી પ્રચલિત છે. મુનિ દિનેશચંદ્રજી મ.સા.ની પ્રેરણા, માર્ગદર્શન અને આશીર્વાદથી સં.૨૦૬૨ મહા સુદ છઠ્ઠ તા. ૧૭ ફેબ્રુઆરી-૨૦૦૫ના માનવ મંદિરની ધન્ય ધરા પર વિધિવિધાપૂર્વક પ્રતિષ્ઠા કરી સ્થાપના કરવામાં આવી છે. દીન-દુખિયાના સુખકર્તા દુઃખકર્તા, ઈચ્છાપૂર્તિ કરનારા દેવોમાં યક્ષરાજ બટુકભૈરવનું નામ પ્રથમ છે. બટુકભૈરવની માનતા કરવાથી કામ સિદ્ધ થાય છે. ભાવિકભકતો મનમાં સંકલ્પ કરે છે, દર મહિનાની સુદ છઠ્ઠની યાત્રા માને છે. મુંબઈ સહિત દૂર દૂરથી શ્રદ્ધાળુઓ માનવમંદિર આવી સોના-ચાંદીનાં આભૂષમો છત્ર ચડાવી તથા સુખઢી ધરાવી બાધા માનતા […]

અનેક ગુણોથી ભરપુર અંજીર

કોણ અજાણ્યું હોય ? લીલા તેમજ સુકામેવા તરીકે વપરાતાં આ અંજીર એ ઉંબરાની જાતિના ફળ છે. તેના ફળની આકૃતિ અને તેમાંનો ગર્ભ પણ ઉંબરાનાં ફળ જેવો જ હોય છે. તેનાં વૃક્ષો પણ ઉંબરાની જેમ ક્ષીરી વૃક્ષ ( જેમાંથી દૂધ નીકળે તેવાં હોય)છે. ગુણકર્મો ઃ આશરે પંદરથી સોળ ફૂટ ફૂટ ઊંચાં અંજીરનાં વૃક્ષોને ચૂના તથા ભેજવાળી જમીન માફક આવે છે. ભારતમાં કાશ્મીર, પૂના, નાસિક, ઉત્તરપ્રદેશ,બેંગલોર,મૈસૂરમાં તેનું વાવેતર થાય છે. ભારતમાં જે અંજીર થાય છે તે બહુ મોટા અને સ્વાદિષ્ટ હોતાં નથી. ઉત્તમ પ્રકારના અંજીર તેા અરબસ્તાનથી જ આવે છે. આયુર્વેદ પ્રમાણે […]

આદિલ (ફ્રીદ)મન્સુરી – ગુજરાતી ગઝલ એવોર્ડ વિજેતા, મહાન ઉર્દૂ અને ગુજરાતી કવિ

ગુજરાતી ગઝલ એવોર્ડ વિજેતા, મહાન ઉર્દૂ અને ગુજરાતીઓ કવિઓમાંના એક એવા અમદાવાદ શહેરના આદિલ (ફ્રીદ)મન્સુરી. મનહર ઉધાસે ગાયેલી ૬૬જયારે ણયની જગમાં શરૂઆત થઇ હશે તે ગઝલથી આદિલભાઇ ચલિત છે.ગુજરાતી ગઝલને આધુનિકતાનો વળાંક આપવામાં તેમનું યોગદાન અત્યંત નોંધપાત્ર હતું. નૂતન ભાષા શૈલીમાં તિક યોજના અને બિંબ વિધાના તથા મૌનની ભાષામાં વિચારો સંક્રાંત કરવાની ખૂબીઓએ આદિલ મન્સૂરીને આધુનિક ગઝલના અગ્રણી બનાવ્યા હતા. આદિલ મન્સૂરી ૧૮મી મે ૧૯૩૬ના અમદાવાદમાં જન્મ્યા હતાં. તેમણે મોટા ભાગનો સમય અમદાવાદમાં વિતાવ્યો હતો. આદિલ મન્સૂરીનું બાળપણ સંદ્યર્ષમય રીતે વિત્યું હતું. દેશના વિભાજન પછી ૧૯૪૮માં તેમના પિતાએ કરાંચી જવાનો […]

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors