ધર્મ કોના જીવનમાં સ્થિરતા ધારણ કરે છે ?

ધર્મ કોના જીવનમાં સ્થિરતા ધારણ કરે છે ? * જેના જીવનમાં સર્વ પ્રકારની સમતુલા છે. -જે વ્યક્તિ મન અને બુધ્ધિની સમતુલા જાળાવી રાખે છે જેના મન અને બુધ્ધિ સંપીને એક જ લક્ષ્ય ભણી ગતિ કરે છે તે ધર્મને ધારણ કરે છે. -ધર્મમાં માત્ર તત્વ કે સત્યને સમજીને સંતોષ માની લેવાનો નથી ધર્મમાં સમજીને સ્વીકારવાની,ગ્રહણ કરવાની બાબત પણ આવી જાય છે બુધ્ધિ સમજી લે અને મન તત્વને સ્વીકારી લે પછી ધર્મ દઢ બની શકે છે

રાશિ અનુસાર ધરમાં પ્રયોગ કરો અને સફળતાનું બારણું ખોલો.

રાશિ અનુસાર ધરમાં પ્રયોગ કરો અને સફળતાનું બારણું ખોલો.   જ્યોતિષ શાત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે તમે સાશિને અનુસાર પગલાં લો તો તમને આર્થિક સમસ્યાઓ ઘટાડવા અને દરેક કામ માં સફળતા મેળવવા લાભ થાય છે. કેટલાક ખાસ પગલાં નીચે મુજબ આપવામાં આવ્યા છે જો તને તમારા જીવનમાં અપનાવશો તો જરુર લાભ થશે. મેષ – ઘરની દક્ષિણ ભાગમાં ગોળનો એક ભાગ મુકીને કોઈ શુભ કાર્ય અથવા પ્રવાસ કરો.આમ કરવાથી આપને જરુર સફળતા પ્રાપ્ત થાશે. વૃષભ – કાચા ચોખા સફેદ ગાયને ખવડાવવાથી લાભ થાય છે. શુક્રવારેથી  આ દૈનિક પ્રક્રિયા ચાલુ […]

ચિંતામાંથી  મુકત થવાનો ઉત્તમ ઉપાય કયો?

ચિંતામાંથી  મુકત થવાનો ઉત્તમ ઉપાય કયો? * કર્મ કરતા રહેવું પણ કર્તાભાવ ન રાખવો, નારાયણ કર્તા છે આપણે માત્ર નિમિત છીએ એવી સ્પષ્ટ સમજણ કેળવવી. * ભગવાનને જ કર્તા અને ભોકતા તરીકે પુર્ણ પણે સ્વીકારી લેવા. * આપણો એકડો કાઢી નાખવો અને પરમાત્માને રહેવા દેવા તેનું કારણ સરળ છે જે સમગ્ર વિરાટનું સંચાલન કરે છે તે આપણું ધ્યાન રાખશે જ એટલે સારથિસ્થાને તેમને રાખવા ઇષ્ટ છે.

આ શરીરમાં આત્મા કેવી રીતે રહેલો છે ?

આ શરીરમાં આત્મા કેવી રીતે રહેલો છે ? * લાકડામાં અગ્નિ અને તલમાં રહેલા તેલની જેમ. * દુધમાં ગુપ્ત રીતે ધી રહેલું છે તેમ.દુધમાથી દહિ.દહીમાથી માખણ અન્ર માખણમાથી તપનક્રિયા બાદ જેમ ધીનો અનુભવ થાય છે.તેવું જ શરીરમાં રહેલ તત્વોનું મંથન કરવાથી,તેમને વિવિધ પ્રકારની સાધના કે તપશ્ચર્યઆમાથી પસાર કરવથી અખંડ,નિર્મળ અને શાંત તેમજ અવર્ણનીય આત્મતત્વનો અનુભવ થાય છે.

સુખી દામ્પત્ય જીવન માટૅ અપનાવો આ પ્રયોગઃ સુખી દામ્પત્ય જીવન માટૅ અપનાવો આ પ્રયોગઃ

સુખી દામ્પત્ય જીવન માટૅ અપનાવો આ પ્રયોગઃ   કહેવાય છે કે લગ્ન એક લોટરી જેવા હોય છે.લાગે તો જીવનમાં મજા આવી જાય અને ના લાગે તો.તે તો આપ જાણૉ જ છો. પણ આજે તમારે તમારુ દામ્પત્ય જીવન જો સુખી રાખવું હોય તો અમુક બાબતો ગાંઠ બાંધીને રાખી લો.   આજકાલના વ્યસ્ત શિડ્યુલમાં લોકોં પાસે પોતાના જીવનસાથી માટે પણ સમય રહેતો નથી. એકબીજાને સમય આપવો પણ મુશ્કેલ બની જાય છે. એવામાં જ્યારે તમારા પતિ ઓફિસથી થાકીને પાછા ઘરે આવે તો તેમને ગળે લગાવો અથવા તો માત્ર તેમનો હાથ પકડી લો. તો […]

ચોળાફળી સામગ્રી- ચણાનો લોટ ૨ વાડકી,મગનો લોટ ૧ વાડકી,અડદનો લોટ ૧ વાડકી,સાજીના ફૂલ,મીઠું,તેલ,મરચું અને સંચળ રીત : ઉપર આપેલા ત્રણેય લોટ લઈને તેમાં મીઠું તેમજ સાજીના ફૂલ નાખી કઠણ લોટ બાંધવો. તેને તેલ વાળા હાથ કરી બરાબર મસળવો. હવે તેના લુઆ બનાવી તેને મેંદાના અટામણ માં રગદોળી ને ભાખરી જેટલી સાઈઝ ના વણવા. વણ્યા બાદ તેને સહેજ સુકાવા દઈ તેના વચ્ચેના ભાગમાં કાપા પાડવા. હવે તેલ મૂકીને ચોળાફળીને તળી લેવી. આ રીતે તૈયાર થયેલી ચોળાફળી પર મરચું અને સંચળ ભભરાવી ઉપયોગમાં લેવી

મઠિયા

મઠિયાઃ         સામગ્રીઃ ૫૦૦ ગ્રામ મઠનો લોટ,૩૦૦ ગ્રામ અડદનો લોટ,૬ ટેબલ સ્પૂન મીઠું,૧૫૦ ગ્રામ ખાંડ,અજમો ૨ ટી સ્પૂન,ચપટી હળદર,૨ ટે. સ્પૂન સફેદ મરચું. રીત : મીઠું તથા ખાંડ જુદા જુદા ઉકાળવા, લોટમાં ઉપર મુજબનો મસાલો નાખવો, મીઠું અને ખાંડના પાણીને ભેગા કરી તેનાથી કઠણ લોટ બાંધવો. તેમ જ બરાબર કૂટવો. એક સરખા લુઆ પાડવા. ઘી અને લોટને ફીણી લુઆને તેમાં રગદોડવા. પછી તપેલીમાં ભરી લેવા. મઠિયા પાતળા વણી લેવા. તેને ઉપરાઉપરી મૂકવા જેથી સૂકાઈ જાય નહીં. પછી તેને તેલમાં તળી લેવા.

સુંવાળી

સુંવાળીઃ                   સામગ્રીઃ ૧ કિલો મેંદો,૨૦૦ ગ્રામ દળેલી ખાંડ,૪ ચમચા ઘી,૪ ચમચા તલ,લોટ બાંધવા માટે દૂધ,તળવા માટે ધી. રીત : મેંદાને ચાળણીથી ચાળી નાંખવો પછી તેમાં ઘીનું મોણ નાંખી લોટ બરાબર મસળવો. તેમાં અધકચરા ખાંડેલા તલ નાંખવા. દૂધમાં દળેલી ખાંડ ઓગાળી દૂધથી લોટ બાંધવો. લોટને દસ્તા વડે થોડો કચરવો અને નરમ બનાવવો. ત્યારબાદ એક સરખા નાના લુઆ કરી સુંવાળી વણી લેવી. બહુ સુકાવા દેવી નહીં.ઘીમાં તળી લેવી.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors