સુવિચાર

* ભગવાનને જ્યારે પણ પ્રાર્થના કરવામાં આવે તો સદ્ગુણોની પ્રાપ્તિ થાય તેવી જ પ્રાર્થના કરવી જોઈએ. પરંતુ પ્રાર્થના કરવાની સાથે તેના પર અમલ પણ કરવો..

* વિચારો દ્રારા જ મનુષ્યને કાર્ય કરવાની પ્રેરણા મળૅ છે અને કાર્યોનાં જપરિણામો સુખ-દુઃખ તરીકે મનુષ્ય ભોગવતો હોય છે. જેન વિચારો ઉત્તમ છે તેઉત્તમ જ કાર્ય કરશે અને જેનાં કાર્ય ઉત્તમ હશે તેનાં ચરણોમાં સુખ-શાંતી આપમેળે જ નમતાં આવશે.

* કુસગથી સાધુનો,કુમંત્રણાથી રાજાનો,અત્યાધિક પ્રેમથી પુત્રનો અનેઅવિધાથી બ્રાહ્મણનો ના થાય છે
વિદુર…

* સમાજ,મનુષ્ય કે વસ્તીએ એક પ્રકારની તમારી કોલેજ જ છે.કારણકે સ્કુલમાંજે શીખવા નથી મળતુ તે બધુ જ માનવ સમાજ તમને કોઈ ને કોઈ પ્રકારે કંઈકનેકંઈક જરૂર શીખવે છે.

*દરેક જગ્યાએ દરેક વ્યક્તિ કદાપી પહેલો નંબર નથી હોતો કારણકે દરેકલાઈનમાં બીજા પણ હોય છે.

* જો તમે વિશ્વની સેવા કરશો તો વિશ્વ સ્વયં તમારી સેવા કરશે.

* પ્રેમની સત્તા એટલે ઐશ્વર્ય અને સત્તા પ્રત્યેનો પ્રેમ એટલે અહ્કાંર.

*અસંગતતા એ જીવનનો અવિભાજય ભાગ છે.

* જે મારે છે એ મરે પણ છે .જે દગો કરે છે એના જીવનમાં દગો પણ થાય છે.

* બાળકો શિખામણની વિરીધ્ધ નથી હોતા.. એને કહેવાની પદ્વતિની વિરૂધ્ધ હો છે.

* માણસનું મન જે ધારે,જેમાં વિસ્વાસ કરે અને જેને પામવાની હિમ્મત કરે એને એ જરૂર પ્રાપ્ત કરી શકે છે.

* કામને મજુરીના બનાવો,કામને પ્રાર્થના બમાવો.

* વિશ્વાસ ચમત્કારોની ઇચ્છા નથી રાખતો,પરંતુ ધણીવાર વિશ્વાસને કારણે ચમત્કારો થઈ જાય છે

* વિશ્વાસથી પર્વતો હલાવી શકાતા નથી,પર્વતો પર ચઢવાની તાકત મળે છે.

* જે માણસ પોતાની મુશ્કેલીમાંથી શીખીના શકે તે સૌથી મુર્ખ કહેવાય.

* પ્રાર્થના તમારી પીડા ઓછી કરવા માટે નહી પણ તમારી પીઠ મજબુત કરવા માટે હોય છે.

* બહુ ફરિયાદ ન કરો, કરણકે જે પૈડું વધારે અવાજ કરે તેને પહેલા બદલવામાં આવે છે.

* આપણામાંથી ધણા લોકો શારીરીક કરતા માનસિક રીતે વધુ આળસુ હોય છે.

* ભગવાને આપણને એક મોઢું અને બે કાન આપ્યા છે,માટે ઓછુ બોલો અને વધુ સાંભળો.

* પોતાના જ ગુણગાન ગાવા એ છિછરાપણાની નિશાની છે.

* બે પ્રકારના લોકો ત્રાસદાયક હોય છે એક જે ખુબ બોલબોલ કરે છે અને બીજા

જે ખુબ જ ઓછુ સાંભળવા તૈયાર હોય છે.

* ભગવાન અવસર ઊભા કરતા હોય છે પણ આપણી પાસે તે શોધી કાઢવાની આશા પણ રાખતા હોય છે.

* ભગવાનની ધરે ઉધારની પ્ર `થા બંધ છે માટે જીવનમાં જે વ્યવહાર કરો તે જોઈ વિચારી ને કરજો.

*નિષ્ફળતા એ સફળતાની સીડીનું પ્રથમ પગથીયું છે.

*આપણે વસ્તુઓને પ્રેમ કરીએ છીએ અને માણસોનો ઉપગોગ કરીએ છીએ.

* ભુતકાળમાંથી શીખવું,વર્તમાનમાં આનંદ પૂર્વક જીવવું અને ભવિષ્યનું આયોજન કરવું.

* મૂર્ખ વ્યક્તિ સાથે સ્વર્ગમાં રહેવા કરતાં,જ્ઞાની સાથે જેલમાં રહુવું વધુ યોગ્ય છે.

* ગઈકાલના દુઃખોને યાદ કરીને આજનો સમયના વેડફો.આજ્નો આનંદ માણો,કોને ખબર આવતી કાલ કદાચ આજે છે,એટલી સુખદ ન પણ હોય.

*સંસારમાં સર્વ વસ્તુ સુલભ છે, માત્ર કર્મહીન લોકોને જ તેનો લાભ મળી શકતો નથી.

ગોસ્વામી તુલસીદાસ

* \”હૂ હમણા અને અત્યારે ખુશ ન થઈ શકું તો પછી હુ કયારેય ખુશ નહી રહી શકુ\”

* આસક્તિ એટલે અમુક પરિસ્થિતી કે વ્યક્તિ વિના હું સુખી ન જ થઈ શકું.

સ્વામી સુખબોધાનંદ

* સ્વંયને બદલીને મેદાનમાં જઈએ તો જીવનની રમત રમવાની મજા આવશે.

સ્વામી સુખબોધાનંદ

* જીવનમાં સૌદર્ય અને ડહાપણ જવલ્લે જ સાથે જોવા મળતા હોય છે.

સ્વામી સુખબોધાનંદ

*હંમેશા આ ચાર પર વિસ્વાસ રાખજો.માતા,પિતા,સાચા ગુરૂને ઇશ્વર એ કયારેય

દગો નહી આપે.જે એમની વાત નહી માને તેઓ જરૂર દુઃખી થાશે.

* બીજાના ગુણ જોઓ.જો તમે દરેક વ્યક્તિના દોષ જોશો તો કોઈની સાથે રહી શકશો

નહી જેની સાથે રહો છો તેના ગુણ જોવા.દોષ નહી.

સ્વામી વિવેકાનંદ

* તમે જેને પ્રેમ કરો છો તેને દુઃખ ન દેશો.દુઃખ દેવામાં તો થોડી ક્ષણ લાગશે.પરંતુ તેનો પ્રેમ પાછો મેળવવામાં કેટલાય વર્ષો નીકળી જશે.

સ્વામી વિવેકાનં

* ભૂતકાળ્ની દુઃખદાયક વાતો યાદ કરવાથી દુઃખ વધશે.તેને યાદ ન કરો,ભુતકાળની સારી ધટનાઓને યાદ કરી ,તેમાથી પ્રેરણા લઈ ઉત્સાહી બનો.

સ્વામી વિવેકાનંદ

* જે વસ્તુઓ તમારી પાસે છે તેનું મૂલ્ય સમજીને તેનો લાભ લો.જે વ્હીજ પ્રાપ્ત નથી તનો મોહ ન કરશો,જેથી તમને દુઃખી નહી થાવ.

સ્વામી વિવેકાનંદ

* પૈસાથી તમે ધણૂં-બધું ખરીદી શક્શો,પરંતુ મનની પ્રસન્નતા નહી .તે તો શુભ કર્મ અને ઇશ્વર ભક્તિથી જ મળે છે.

સ્વામી વિવેકાનંદ

* બીજાનો વિસ્વાસ સંપન્ન કરવાથી કેટલાય વર્ષો કાગી જાય છે,પરંતુ વિશ્વાસભંગ થવામાં થોડો જ સમય લાગે છે.વિશ્વાસ જીતવો,તોડવો નહી.

સ્વામી વિવેકાનંદ

* આપ જે ધન કમાવો તેમાં એટલુ ધ્યાન જરૂર રાખજો કે તે અનીતિ, વગર મહેનતનું.રિશ્વત કે ચોરીનું ન હોવુ જોઈએતો જ સુખ મળશે.

સ્વામી વિવેકાનંદ

* જો તમે બીજાના એઅસ્તામાંથી કાંટા,પથ્થર વગેરે સાફ કરી દેશો તો તમારો રસ્તો આપોઆપ સાફ થઈ જશે.બીજાઓનો માર્ગ સાફ કરો.

સ્વામી વિવેકાનંદ

* જે તમારૂ કંઇ પણ ખરાબ કરે છે તેમના માટે પણ તમે કલ્યાણભાવ રાખો.તેમને માફી આપી દો.કારણકે તે કોઇ જન્મનો તમારો ભાઈ જ છે.આપણા દાંતથી જ આપણી જીભ કચડાઈ જાય છે ત્યારે ષું આપણે આપણા દાંત તોડી નાખીએ છીએ?નહી ને. દરેક માણસ પાછળ એક ખલનાયક જરૂરથી રહેલો હિય છે.તમારા ટીકાકારોથી ડરો નહી.આખરે પથ્થરો એજ ઝાડ પર ફેકવામાં આવે છે કે જે ઝાંડ પર મીઠા ફળૉ આવતા હોય.

મુની તરૂણસાગરજી

* બહુ પ્રમાણિક થશો નહિં કારણકે સીંધા ઊભેલા વૃક્ષ અને પ્રમાણિક લોકો પર જ સૌપ્રથમ વાર કરવામાં આવે છે.
-ચાણકય

* જીવનમાં દરેક ચીજ નાશવંત છે,જો સુખ મળ્યું હોૂય તો ઠીક છે.જો દેઃખ આવ્યું હોય તો તે પણ સદા રહેવાનું નથી.

* એક નાનું કાણુ પણા નાની ભરેલી ડોલને સાફ કરી દે છે,ીવી જ રીતે થોડુ અભિમાન પણ ઉત્તમ હ્રદયની બધી ઉત્તમતાને નષ્ટ કરી દેશે.

* બધા વ્યક્તિઓ ખરાબ નથી,બલકે અલગ અલગ પ્રકારના હોય છે.જો આપણે આ સત્યને સમજી લેઈશું તો ધણા બધા સંબંધો તૂટવાથી બચી શકશે.

* જે ભુલો કરી ચુકયા છો,તેની તો શિક્ષા ભોગવવી જ પડશે.કમસે કમ એવો તો સંકલ્પ કરી શકો છો કે હવે વધુ ભુલો નહી કરું.

* જો કોઈ તમને વાસ્તવમાં પ્રેમ કરે છે તો તો તે તેમને કયારેય દેઃખ નહી દે.છતાં પણ તે તેમને દેઃખ દે તો સમજો તે તમને પ્રેમ નથી કરતો.

* અસલી આસું એ નથી જે આંખોમાથી નીકળી ચહેરા પર આવી જાય છે.અસલી આંસુ એ છે

* જે હ્રદયમાંથી નીકળે છે અને આત્મા પર છવાઈ જાય છે.

* સુંદર સુખમયજીવન એક કલ્પના છે,પરંતુ ઇશ્વરની કૃપા અને બુદ્રિમતાથી જીવેલું જીવન કલ્પનાથી અધિક સુદર અને સુખમય છે.

*જીવનમાં જે ભૂલો તમે કરી એ જો ન કરી હોત તો અત્યારે તમે જેવા છો તેવા હોત ખરા? – સ્વામી વિવેકાનંદ *

*આળસુ નહીં, આતુર બનશો તો નસીબ બદલાશે

– \’\’સૂર્યને કોઈક અંધ માણસ જુએ કે ના જુએ તો પણ તે – પ્રકાશે છે…એવી રીતે સત્યને જાણવામાં આવે કે ના-આવે તો પણ તેનું અસ્તિત્ત્વ હોય છે જ.\’\’

– સંત કબીર

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors