Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 601 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

તારી આંખનો અફીણી

July 29, 2010 – 12:51 pm | 711 views

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)
આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….
પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ
કમર કરે છે લચક …

જાણવા જેવું

July 29, 2010 – 12:31 pm | 922 views

* સૂતા પહેલાં હુંફાળા પાણી સાથે ત્રણ ગ્રામ જેટલી વરિયાળીનો ભૂક્કો ફાકવાથી કબજિયાતમાં ફાયદો કરે છે.
* સાંધાના દુખાવાથી છૂટકારો પામવા અજમાને પાણીમાં ઉકાળવો. દુખાવો થતો હોય તે ભાગ પર આ પાણીથી શેક  કરવો.
* તજ ઘસીને કપાળે લગાડવાથી માથાના દુખાવામાં રાહત થાય છે.
* દાંતના દુખાવાથી રાહત પામવા હીંગ અથવા લવિંગને વાટીને દાંત પર લગાડવું.

પ્રેમમસ્તી

July 29, 2010 – 12:26 pm | 548 views

ભૂલાતી પ્રેમમસ્તીની કહાની લઇને આવ્યો છું
“કલાપી”, “બાલ”ની અંતિમ નિશાની લઇને આવ્યો છું.
તમોને ભેટ ધરવા ભરજવાની લઇને આવ્યો છું,
મજાના દી અને રાતો મજાની લઇને આવ્યો છું.
સિતારા સાંભળે છે શાંતચિત્તે રાતભર, ‘ઘાયલ’
ઉદાસ આંખો મહીં એવી કહાની લઇને આવ્યો છું
– અમૃત ‘ઘાયલ’

જીવન કલાત્મક પદ્ધતિ

July 27, 2010 – 12:27 pm | 1,063 views

જિંદગી જીવવી એક કળા છે ’ એમ સાંભળીને અનેક લોકોને આશ્ચર્ય જેવું લાગતું હશે, પરંતુ જીવન એક કલા છે એ વાસ્તવિકતા છે. જે લોકો જીવન જીવવાની કળા નથી જાણતા અથવા તેને કલાત્મક કર્તવ્ય નથી માનતા, તેઓ જીવતા હોવા છતાં પણ સારી રીતે નથી જીવી શકતા. ઘણા લોકો જીવનની વિવિધ ઉપકરણો વડે શણગારવાને જ કળા સમજે છે, પરંતુ બાહ્ય પ્રસાધનોથી જીવનને …

જીવન એક હીંડોળો છે – ઉદ્રિગ્ન ન થશો.

July 27, 2010 – 12:20 pm | 999 views

દુઃખ કે મુશ્કેલી આવી ૫ડતાં લોકો ચિંતા, શોક, નિરાશા, ભય, ગભરાટ, ક્રોધ, કાયરતા, વિષાદ વગેરે આવેશોથી ગ્રસ્ત થઈ જાય છે અને સં૫ત્તિ આવતાં અહંકાર, મદ, મત્સર, અતિભોગ, ઈર્ષ્યા, દ્રેષ વગેરે ઉત્તેજનાઓમાં ફસાઈ જાય છે. આ બંને પ્રકારની ઉત્તેજનાઓ મનુષ્યની આંતરિક સ્થિતિને રોગીઓ કે પાગલ જેવી બનાવી દે છે. મનુષ્ય માટે આવી સ્થિતિ વિ૫ત્તિ,ત્રાસ, અનિષ્ટ, અનર્થ અને અશુભ ૫રિસ્થિતિ સિવાય બીજું …

શું કહે છે ગુજરાતી બારખડી!

July 26, 2010 – 12:54 pm | 706 views

ક – કહે છે કલેશ ન કરો.
ખ – કહે છે ખરાબ ન કરો.
ગ – કહે છે ગર્વ ન કરો.
ઘ – કહે છે ઘમંડ ન કરો…
ચ – કહે છે ચિંતા ન કરો.
છ – કહે છે છળથી દૂર રહો.
જ – કહે છે જવાબદારી નિભાવો
ઝ – કહે છે ઝઘડો ન કરો.
ટ – કહે છે ટીકા ન કરો.
ઠ – કહે છે ઠગાઇ ન કરો.
ડ …

સપ્તપદીના સૂત્ર

July 26, 2010 – 12:41 pm | 798 views

સપ્તપદીના સૂત્ર (સફળ લગ્નની ગાઈડ) હું+તું=આપણે
૧ આપણા વિચાર અને વર્તનમાં સંવાદિતા ધરાવતા એવા સારા સહચર બનીએ.
૨ આપણે જીવનમાં તડકા-છાયા સાથે ઝીલીએ.
૩ આપણે સુસંતાન માટે પ્રભુને પ્રાથીએ.
૪ આપણે સુખી અને પ્રસન્નદાંપત્ય જીવનના સથીદાર બનીએ.
૫ આપણે ઉદ્દાત અને આદર્શ જીવન જીવીએ.
૬ આપણે સક્રિય અને ગતિશીલ જીવનના સહભાગી બનીએ.
૭ આપણે જીવન પથનું પ્રથમ પગલું સાથે માંડીએ.

ગ્લાસ

July 26, 2010 – 12:31 pm | 561 views

એક આશાવાદી વિચારે છે કે ગ્લાસ અધુરો ભરેલો છે નિરાશાવાદી વિચારે છે કે ગ્લાસ અડધો ખાલી છે અને યર્થાથવાદી વિચારે છે કે તે થોડી વાર વધારે ઉભો રહેશે તો અંતે ગ્લાસ તેને જ ધોવો પડશે.

શ્રધ્ધા

July 26, 2010 – 12:24 pm | 565 views

પ્રભુ ઉપર શ્રધ્ધા રાખનાર કયારેય નિરાશ થતો નથી.

આત્મા સ્વામી વિવેકાનંદ

July 26, 2010 – 12:20 pm | 661 views

જયારે આત્મા કઈ કહે અને બુધ્ધિ સાવ બીજું જ કહે,
એવા સમયે તમે આત્માનું કહ્યું જ કરજો.

-સ્વામી વિવેકાનંદ