Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 1,193 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » Archive by Category

Articles in Headline

શેનો ત્યાગ કરવાથી સર્વનો ત્યાગ થાય છે?

July 12, 2014 – 7:14 pm | 468 views

શેનો ત્યાગ કરવાથી સર્વનો ત્યાગ થાય છે?
* હું અને મારાપણાનો ત્યાગ કરવાથી.
* મન અથવા ચિતનું વિસ્મરણ કરવાથી.
-મન એજ માયા છે જગતરુપ છે કહો કે મન એ સર્વનું બીજ છે
-મનથી મુક્ત થવા ઉદાશીનતા કેળાવવી,રાગ- વાસનાથી છુટા પડવું અનાસકત થવું.

લક્ષ્મી કોને છોડીને ચાલી જાય ?

July 7, 2014 – 2:12 pm | 536 views

લક્ષ્મી કોને છોડીને ચાલી જાય ?
* જે નિર્લજ્જ છે.
* કલહપ્રિય છે.
* નિંદાપ્રિય છે.
* મલિન, અશાંત, અસાવ છે અને આળસુ છે.

કોઈપણ કાર્ય ત્વરાથી છતાં સારી રીતે કરવાનો ઉપાય?

July 6, 2014 – 3:55 pm | 443 views

કોઈપણ કાર્ય ત્વરાથી છતાં સારી રીતે કરવાનો ઉપાય?
* એની બધી ચાવીઓ સમજી લેવી.
* નિયમાનુસાર કાર્ય કર્યા કરવું.
* પ્રમાદ રાખ્યા વિના કરવું.
* કામ પુરુ કરવાની સમયમર્યાદા બાંધવી.
* નિષ્ઠાને કેન્ટ્રિત કરવી.

ઉત્તમ પ્રકારનું ધૈર્ય કોને કહેવાય ?

July 2, 2014 – 10:50 am | 530 views

ઉત્તમ પ્રકારનું ધૈર્ય કોને કહેવાય ?
* પરિણામની ચિંતા કર્યા વિના કાર્યથી કંટાળવું નહી તે.
* અણગમતિ કે ઉશ્કેરાહટયુકત પરિસ્થિતિમાં પણ ઉગ્ર કે કઠોર વાણીને બદલે કોમળ વાણી બોલવાની જાગૃતિ રાખવી;વાણીને કયારેક ઉગ્ર કે કઠોર ન થવા દેવી.
* ક્રોધ કરવાનો પ્રસંગ ઊભો થાય તો પ શાંતિ રાખવી.
* કોઈને શિક્ષા કરવાનું મન થાય તો પ્રથમ પોતાની નબળાઈઓનો વિચાર કરવો અને મનને કઠોર ન …

આંતર-આકાશ ઉડવા માટે કઈ બે પાંખ જરૂરી છે ?

June 26, 2014 – 12:38 pm | One Comment | 1,215 views

આંતર-આકાશ ઉડવા માટે કઈ બે પાંખ જરૂરી છે ?
* નિષ્ટા  અને સાચી સમજણની.
* જ્ઞાન અને ક્રિયારૂપી બે પાંખ.

ત્યાગનો ભાવ કેળવવો અધરો ખરો ?

June 23, 2014 – 5:20 pm | 524 views

ત્યાગનો ભાવ કેળવવો અધરો ખરો ?
* ના.શરીરનું નિરીક્ષણ કરવાથી તેનો ખ્યાલ આવશે.દા.ત.હાથ મિષ્ટાન ગ્રહણ કરે છે પણ લીધા પછી પોતાની પાસે રાખી મુકવાને બદલે મોને આપી દે છે; મો કોળિયાને સંધરી રાખતું નથી પણ આંતરડાને પહોચાડે છે અને આંતરડા એને હ્રદય સુધી અને હ્રદય તેનું લોહીમાં રુપાંતર કરી અન્ય અવયવ મારફતે સમગ્ર શરીરમાં પહોચાંડે છે.
-શરીરનું કોઈપણ અંગ મિષ્ટાનને પોતાની પાસે …

યમ કોને કહેવાય ?

June 20, 2014 – 2:29 pm | 462 views

યમ કોને કહેવાય ?
* વૃતિઓને રોકવામાં લેવામાં આવતા વ્રત.
– અહિંસા,સત્ય,ચોરી ન કરવી,બ્રહ્મચર્ય અને અપરિગ્રંણ એ પાંચ સર્વ સ્વીકાર્ય યમ છે.

નિર્ભય કોને કહીશું ?

June 14, 2014 – 4:47 pm | 476 views

નિર્ભય કોને કહીશું ?
* જેનો દેહભાવ ટળી ગયો છે.
* જેને મૃત્યુનો ડર નથી.
* જેને પરમાત્મામાં અડળ શ્રધ્ધા છે.
* જે અહિંસક છે અને જીવમાત્રને પ્રેમ કરે છે.

સમયનો સદપયોગ કયારે થયો કહેવાય?

June 4, 2014 – 11:59 am | 643 views

સમયનો સદપયોગ કયારે થયો કહેવાય?
* જે સમયના ઉપયોગથી અન્તઃકરણને શાંતિ અને આનંદ મળે.
* જે સમયગાળામાં ચિત્તમાં કો વાસના કે વિકાર ન જન્મે.
* એ સમય દરમિયાન કોઈ પ્રવૃતિ થઈ હોય તો તેના પરિણામથી અન્યનું હિત થાય,ાન્યને શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય.

મનોબળ દઢ કરવા શું કરવું?

May 26, 2014 – 9:36 pm | 829 views

મનોબળ દઢ કરવા શું કરવું?
* શુરવીરનો સંગ કરવો.
* સાત્વિક કાર્યો કરવા.
* સત્સંગ કરવો.
* સદગ્રથો વાંચવા અને
* નિર્મળ હ્રદયવાળી વ્યક્તિનો સહવાસ રાખવો.