લોભ કયારે ધાતક બને છે ?

લોભ કયારે ધાતક બને છે ? * અતિ પરિગ્રહથી. *પોતાના લાભની ચિંત્તા કરવાને બદલે મનુષ્ય અન્યનુ અહિત કરવા તાકે છે ત્યારે. * લોભ વિકૃત ધારણ કરે છે ત્યારે. * લોભને અતિરેક થઈ જાય ત્યારે.

કયું જ્ઞાન આત્માની ઝંખી કરાવનારૂ છે ?

કયું જ્ઞાન આત્માની ઝંખી કરાવનારૂ છે ? * અનુભવીઓનું જ્ઞાન. * સંતના શબ્દોમાં કહીએ – કબીર કુવા એક હૈ,પનિહારી અનેક ભિન્ન ભિન્ન સબ ધટ ભયે ,પાની સબમેં એક. -એની પ્રતીતિ થઈ જાય તો સર્વવ્યાપી ચૈતન્યથી આત્મા ભિન્ન નથી તેવો અનુભવ થાય. * દ્રન્દ્રતીત અને ત્રિગુણાતીત સ્થિતિનું જ્ઞાન.

ચૈતન્યની અનિભુતિ કયારે થાય ?

ચૈતન્યની અનિભુતિ કયારે થાય ? * હ્રદયગંથનુ ભેદન અને છેદન થાય ત્યારે ઃએની પ્રક્રિયા કાંઈક આ પ્રકારની છેઃ -પ્રથમ પોતાના ચૈતન્યનું જ્ઞાન થાય છે. -બીજું,ચિદ્શક્તિનો ઉદય થાય છે.આત્મસ્ફુરણાના ચમકારા જોવા મળે છે. -ત્રીજું,નામરૂપનું બનેલું જગત આભાસ માત્ર બની જાય છે. -ચોથું,કર્તાપણાનો ભાવ નષ્ટ થાય છે. -પાચમું, અહંભાવ શૂન્યમામ લીન થાય છે અને એક માત્ર સહજ આત્મબોધ બાકી રહે છે.

અધ્યાત્મમાર્ગે જવા શું અનિવાર્ય ?

અધ્યાત્મમાર્ગે જવા શું અનિવાર્ય ? * સત્સંગ; અનુભવી વ્યક્તિઓનો સંગ. * આપણા વિચારમાંથી દેહ નીકળી જવો જોઈએ. * નામરૂપનો મોહ છુટી જવો. * બર્હિમ્રુખતાને બદલે અન્તર્મુખતા. * સાદુ જીવન,સંયમી જીવનસંતોષી વૃતિ * નિશ્ચયબળઃ આ માર્ગે જવાનો નિશ્ચય થઈ જવો જોઈએ. * હું પણાનો અને મારાપણાનો ભાવ શિથિલ કરતો જવો.

જ્ઞાન અંતરમાં ઉતરે પછી શું થાય?

જ્ઞાન અંતરમાં ઉતરે પછી શું થાય? * સાચી શાંતી અને આનંદ અવિરતપણે અનુભવાય. * હિંમત અને આત્મવિશ્વાસ જન્મે. * અનેક સંકટો વચ્ચે પણ હરિનામ ન છુટે. -હિરણ્યકશિપુએ પ્રહલાદ પર વિતાવવામાં બાકી નહોતું રાખ્યું,છતાં તેણે હરિરટણ ન છોડયું તે નજ છોડયું. -સુધન્વાએ ઉકળતા તેલની કડાઈમાં પણ ભગવાનનુ સ્મરણ ચાલુ રાખ્યું. -ઇશુએ વધસ્તંભ પરપ્રાણ અપ્રિત કરવામાં પાછી પાની ન કરી. -સૌક્રેટિસે સત્યનો મહિમા સમજાવવા ઝેરનો પ્યાલો ગડગડાવવામાંખચકાટ ના અનુભવ્યો. * રાગ-દ્રેષ સમી જાય છે. * વિશાળતાનો -વ્યાપકતાનો સંગ થઈ જાય. * સ્વીકારનો ભાવ જળવાઈ રહે. * વાદવિવાદ,તર્ક-વિતર્ક દોડધામની વૃતિ શમી જાય. * […]

પરમ તત્વને પામવાના નિશ્ચિત માર્ગ કયા?

પરમ તત્વને પામવાના નિશ્ચિત માર્ગ કયા? *અનુભવીનો સંગ કરવો. * પ્રત્યેક વ્યક્તિએ પોતાની અંદરના બંધારણ અનુસાર માર્ગ શોધવાનો હોય છેઃ પણ સર્વ સામાન્ય માર્ગ બે પ્રકારના હોય છે (૧) આત્મસ્મરણનો ઃ -પોતાનાથી બધુ ભિન્ન છે,આત્માથી અલિપ્ત છે એવું સતત ભાન રાખવાનો,સાક્ષીભાવનો માર્ગ અથવા -સર્વ વિકારો સતી જાય તેવો માર્ગ ૨) આત્મવિસ્મરણનોઃ -ભક્તિનો,ભાવજગતમાં તરબોળ રહેવાનો નમાર્ગ.

વિશ્વચેતનાનો અનુભવ કયારે થાય ?

વિશ્વચેતનાનો અનુભવ કયારે થાય ? * ચેતના એ શું છે તે સમજાય પછી. * ભગવતગીતાએ બે માર્ગ બતાવ્યા છેઃ (૧) જયારે સર્વ ભુત માત્રનું પૃથકત્વ એટલે નાનાત્વ એકત્વરૂપે (જાંણવા માંડશે) અને આ એકતત્વથી સર્વ વિસ્તાર (થયેલો છે)એમ દેખાવા માડશે,ત્યારે બ્રહ્મની પ્રાપ્તિ થશે. (૨) જેની બુધ્ધિ નિર્મલ થયેલી છે એવો યોગી દઢતાપ્રુર્વક પોતાની જાતને વશ કરીને, રાગદ્રેષ જીતીને,એકાંતનું સેવન કરીને,આહાર ઓછો કરીને,વાણી,શરીર અને મનને અંકુશમાં રાખીને ધ્યાન યોગમાં નિત્ય પરાયણ રહીને,વૈરાગ્યનો આશ્રય લઈને,અહંકાર,બળ,દર્પ,કામ,ક્રોધ અને પરિગ્રહ ત્યજી દઈઅને,મમતરહિત અને શાંત થઈને બ્રહ્મભાવને પામવા યોગ્ય બને છે.

કયો મનુષ્ય સફળતા મેળવી શકે?

કયો મનુષ્ય સફળતા મેળવી શકે? * જે માતા-પિતા અને ગુરુજનના આશીર્વાદ મેળાવી કહ્યા પ્રમાણે વર્તે. * જે સમજણ પુર્વક કર્યા કરે અને ફળની આકાંક્ષા ન રાખે. * જે પ્રમાદી ન હોય અને આળસુ ન હોય. * જેની નિષ્ઠા બળવાન હોય. * વિપતિમાં જે ધીરજ અને સમતા રાખે.

કેવળજ્ઞાન કોને કહેવાય ?

કેવળજ્ઞાન કોને કહેવાય ? * જેમાં માત્ર જ્ઞાન રહે અને જ્ઞાનીનો લોપ થઈ જાય. * હું પણાના અને મારાપણાના ભાવમાંથી છૂટી જવાય.

જ્ઞાન કોને કહેવું ?

જ્ઞાન કોને કહેવું ? *મૂળ વસ્તુને ઓળખવી તે. * પદાર્થ અને પરિથિતિ માત્રનો આત્મદર્શન માટે યોગ્ય ઉપયોગ કરવાની આવડત તે જ્ઞાન.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors