Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 647 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » Archive by Category

Articles in Headline

અગ્નિથી વધારે તાકત વાળુ કોણ છે ?

March 18, 2015 – 3:07 pm | 452 views

અગ્નિથી વધારે તાકત વાળુ કોણ છે ?
* ક્રોધ.
– અગ્નિ પદાર્થમાત્રને સળગાવે,પણ ક્ષુલ્લક અગ્નિને સામાન્ય મનુષ્ય પ્રગટાવે છે અને ધણુ ખરૂ તેને હોલવી પણ શકે છે પણ ક્રોધ અગ્નિ કરતા બળાવાન એટલા માટે છે કે મનુષ્ય તેના પર અંકુશ રાખી શકતો નથી.ક્રોધ મનુષ્યના અંતઃસત્ત્વ પર પ્રહાર કરે છે અથવા તેને બાળે છે.

આ જગતમાં કોણ અનેક રૂપ ધારણ કરી શકે છે?

March 13, 2015 – 7:49 pm | 355 views

આ જગતમાં કોણ અનેક રૂપ ધારણ કરી શકે છે?
* ઇશ્વરની અતકર્ય માયા.
* માનવીની બુધ્ધિ.
* ક્રિયાશક્તિના સંબંધ દ્રારા ઇચ્છાશક્તિ અને જ્ઞાનશક્તિ

ભયમાંથી મુકત થવા શું કરવું ?

March 9, 2015 – 3:51 pm | 390 views

ભયમાંથી મુકત થવા શું કરવું ?
* આત્મવિશ્વાસ કેળવવો.
* જે બાબત ભય નિર્માણ કરતી હોય તેનું પૃથ્થકરણ કરવું વધારેમાં વધારે કેટલું ખરાબ કે હાનિકારક બની શકે એ બરાબર સ્પષ્ટ થઈ જશે પછી એ કેટલું ભયજનક નહી લાગે.
* જેનાથી મન વિશેષ પરિચિત થઈ ગયું હોય એ વિશેષ ભયપ્રેરક ન રહી શકે.
* જેનાથી ભય લાગતો હોય તેનાથી ભાગવાને બદલે વારંવાર એ બાબત કરવી …

મનુષ્ય દુન્યવી પદાર્થો પ્રત્યે કેમ આકર્ષાય છે ?

March 5, 2015 – 3:56 pm | 342 views

મનુષ્ય દુન્યવી પદાર્થો પ્રત્યે કેમ આકર્ષાય છે ?
* તેમની વિવિધતા અને સુદરતા જોઈએ.
* આંતરિક સમૃધ્ધિનો સ્પર્શ થયો નથી એટલે.

સાચી લક્ષ્મી ખરેખર કયાં વાસ કરે છે ?

February 25, 2015 – 5:38 pm | 619 views

સાચી લક્ષ્મી ખરેખર કયાં વાસ કરે છે ?
* જયાં ધર્મ છે.
* સત્ય છે.
* તેજસ્વિતા છે.
* ઉદારતા છે.
* વ્રત,શક્તિ અને શીલ અથવા ચારિત્ર છે,

વ્યવહાર કરતી વેળા શું ધ્યાનમાં રાખવું ?

February 12, 2015 – 6:01 pm | 529 views
dhyaan

વ્યવહાર કરતી વેળા શું ધ્યાનમાં રાખવું ?
* કશું કાયમી માનીને વ્યવહાર ન કરવો.

અશાંતીથી બચવા શું કરવું?

January 30, 2015 – 10:25 am | 613 views
ashanti

અશાંતીથી બચવા શું કરવું?
* જે કાંઈ બની રહ્યુ છે તે કર્મના નિયમાનુશાર બરાબર છે એવો ભાવ કેળવવો.
* જે આવી મળૅ તેને ચલાવી લેવું અથવા પ્રિય ગણી લેવું.
* સ્થળ-કાળ-પરિસ્થિતિ-ધટનાને અનંતગણા અનુકુળ માની લેવાં.
* ગમા- અણગમાના પ્રદેશમાં પ્રવેશ ન કરવો.

સંસારરુપી સાગર કોણ તરી જાય છે ?

January 29, 2015 – 10:11 am | 1,598 views
sanshar

સંસારરુપી સાગર કોણ તરી જાય છે ?
* જે અનાસકત છે.
* જે કોઈપણ પદાર્થ કે વ્યક્તિ પરત્વે મમત્વ રાખતો નથી.
* જે સત્વ,રજસ અને તમસ એ ત્રણેય ગુણોથી પર થઈ જાય છે.
* કર્મનો ફળ અને કામ્ય કર્મોનો ત્યાગ કરી દ્રન્દ્રાતીત થઈ જાય છે.
* સંતોની સેવા કરે છે.
* કેવળ ભગવત-પ્રેમમાં લીન રહે છે.
* જેનું અન્તઃકરણ નિર્મળ થઈ ગયું છે અથવા જેની ચિતશુધ્ધિ થઈ …

વિપતિના સમયે આપણને કોણ ટકાવી રાખે છે?

January 25, 2015 – 9:37 am | 451 views

વિપતિના સમયે આપણને કોણ ટકાવી રાખે છે?
* અપાર ધીરજ.
* ધર્મમાં દઢ નિષ્ઠા.
* અનુભવી પુરુષોના ઉત્તમ ગ્રંથોનું મનન-ચિંતન.
*વિવેકબુધ્ધિનો ઉપયોગ.
* પોતા પરની શ્રધ્ધા.
* નિશ્ચયબળ અને
* પરમતત્વ પ્રત્યેની અવિચળ આસ્થા.

છેતરપિંડી કોને કહેવાય?

January 20, 2015 – 5:20 pm | 318 views
chetrpindi

છેતરપિંડી કોને કહેવાય?
* કપટને.
* હોય કંઈક અને કહેવું કંઈક.
* બતાવવું કંઈક અને આપવું કંઈક.
* બોલવું કંઈક અને આચરવું કંઈક.