ક્રોધ,લોભ,લોભ,મોહ,મદ અને મત્સર કયારે શસ્ત્રો તજી દે છે? * આ વૃતિઓને ઇન્દ્રિયો દ્રારા વિવેકપુર્વક ઉપયોગ કરવાથી ભગવાનને આગળ રાખી આ વૃતિઓનો ખપ પુરતો ઉપયોગ કરવો. * વ્યવહારમાં કયારેય ફુફાડાની જરૃર પડે છે તો ફુફાડો રાખવો પણ કરડવાની હદ સુધી ના જવું એ વિવેક છે.

ક્રોધ,લોભ, મોહ આદિ વૃતિઓને અસર જલ્દિ કેમ પડે છે? * આ બધી વૃતિઓ સંક્રમણ કે સંચાર કરનારી છે. એની આજુબાજુના પર એની અસર થયા વિના ભાગ્યે જ રહે છે . -ક્રોધી મનુષ્ય અન્ય મનુષ્યમાં ક્રોધ પેદા કરી શકે છે;મોહમાં સપડાયેલો મનુષ્ય અન્યને મોહમાં નાખી શકે છે;ટુંકમાં રોગચાળો જ ફેલાઈ છે એવું નથી;વૃતિઓ પણ ફેલાતી હોય છે અને અન્યને ફસાવતી હોય છે સામી વ્યક્તિ જગ્રત હોય તો જ બચી શકે. * આ બધી વૃતિઓને તરત સક્રિય કરીએ છીએ એટલે તેમનાથી પકડાઈએ છીએ આ વૃતિઓને ચોવીસ કલાક મુલતવી રાખીએ તો એનું જોર […]

જીવન ધડતરમાં પાયાની બાબતો કઈ? * વિચાર અને આચાર. -નિર્મળ અને બળવાન વિચાર તેમ જ નિષ્ઠાપૂર્વકનું નિષ્કામ અને અણિશુધ્ધ આચરણ અથવા પૂરેપૂરી સાવધાની સાથે કરેલું કર્મ જીવનધડતરમાં મહત્વનો ભાગ ભજવે છે.

સર્વત્ર શ્રી હરિની ઝાંખી કયારે થાય? *દષ્ટિ મૃણ્મય મટી ચિન્મય બને તો.

પરાત્પર તત્વને કોણ પામી શકે? *શ્રુતિ કહે છે કે કોઈ ધીર્યવાન પુરુષ જ *આત્મપ્રધાન વ્યક્તિ,પછી તે સ્ત્રી હોય કે પુરુષ.

પોતાની જાતને રોજ શું યાદ કરાવવું જોઈએ? * હું આત્મા છુ શરીર નથી અને શરીરને આપેલુ નામ પણ નથી. * ભગવાન ! હું રાજી છુ તમે જે કરશો તે મને ગમશે.

દીર્ધ જીવન માટે મહત્વના ઉપાય કયાં ? * સાત્વિક આહાર. -દુધ,ધી,ફળ,ઉપવાસને દિવસે લેવાતો આહાર. * શુધ્ધ હવા,નિર્મળ જળ અને પરિશ્રમ. * ચિંતામાંથી નિવૃતિ. * વીર્યનું સંરક્ષણ. * સદાચાર. * પ્રસન્નતા મળૅ તેવી પ્રવૃતિમાં રસ. * પ્રાણાયામ.

જીવનમાં સંયોગ-વિયોગ આદિ દ્રન્દ્રો અનિવાર્ય છે? * સામાન્ય ઉત્તર\’હા\’માં છે.લાખો લોકો સંયોગ-વિયોગ,રાગ-દ્રેષ,સુખ-દુઃખ.હર્ષ-શોક જેવા દ્રન્દ્રોમાંથી સપડાયેલા રહે છે.ભલે કોઈ એના નિશ્ચિત કારણ પર આંગળી મુકી શકે કે ન મુકી શકે. * જયા સુધી આપણામાં તમોગુણ,રજોગુણ અને સત્વગુણ પ્રવર્તે છે,ીટલે કે ત્રણેય ગુણાની હાજરી છે ત્યાં સુધી દ્રન્દ્રોની એક અથવા બીજી રીતે હાજરી રહેવાની.જે સમભાવની સ્થિર સ્થિતિએ પહોચી ગયા છે તેમને સંયોગ-વિયોગ જેવા દ્રન્દ્રો સતાવતા નથી.

આંતરિક શક્તિ વિકસાવવા શું કરવું? * ઇન્દ્રિયો અને અંતઃકરણનો વિચારથી અને નિશ્ચયબળથી સંયમ કરવો. * મનને જબરદસ્ત એકગ્ર કરવું.

ઉચ્ચ જીવન કોને કહેવું? * જેનાં વિચાર,વાણી અને વર્તનમાં સચ્ચાઈ,નમ્રતા,નિર્મળતા,નિષ્ઠા અને એકવાકયતા હોય. * જેમાંથી સૌ કોઈને શુભ જીવન જીવવાની પ્રરણા મળે. * જેના સમાગમ અને સહવાસથી પરમ શાંતિ અને આનંદ મળે

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors