સામગ્રી : ૨૦૦ ગ્રામ ચણાનીદાળ, ૧ મોટું બાફેલું બટાકું, ૫૦ ગ્રામ પનીર, ૨ મોટાં બારીક સમારેલાં લીલાં મરચાં, થોડી બારીક સમારેલી કોથમીર, ૧ બારીક સમારેલી ડુંગળી, ૧/૨ ચમચી સંચળ, ૧/૨ ચમચી મીઠું, ૧/૨ ચમચી મરી, ૧/૨ ચમચી મરચું, ૧/૨ ચમચી શેકેલું જીરું, ૧/૨ નાની ચમચી ચાટમસાલો, ૧ લીંબુ, ૨ મોટા ચમચા આમલીનું પાણી, ૨ મોટા ચમચા લીલા ફુદીનાની ચટણી. રીત : ચણાની દાળને ધોઈને આખી રાત પલાળી રાખો. બીજા દિવસે સવારે દાળ ફૂલી જાય એટલે તેને ભીના કપડામાં બાંધીને ફરી આખી રાત રહેવા દો. હવે બીજા દિવસે એક પ્‍લેટમાં કાઢી, […]

સામગ્રીઃ ૪૫૦ગ્રામ મગ, તેલ, મરચું, હિંગ, લીલા મરચાં, ધાણાજીરું, લીંબુ, મીઠું, રાઈ, ખાંડ, લીલી હળદર બનાવવાની રીતઃ મગને સાફ કરી નવશેકા પાણીથી સવારે પલાળી, સાજે તેને ચાળણીમાં નાખી ઢાંકણ ઢાંકી દો.સવારે મગને ફણગા ફૂટશે, તેને ચાળણીથી ઢાંકી દઈ, થાળી રાખો.તેમાં વાટેલ લીલાં મરચાં, મરચું, મીઠું, ખાંડ, હળદર મસાલો ભેળવી વાસણમાં તેલ મૂકી, ગરમ થાય ત્‍યારે રાઈ-હિંગ નાખી મગ વઘારો.મગ ચડે તેટલું પાણી નાખો. તે ચડી જાય ત્‍યારે તેમાં લીંબુ નિચોવી ખાવાના ઉપયોગમાં લો. પોષકતાઃ આમાં ૨૦૦૦ કેલરી છે. આયુર્વેદમાં કઠોળ સાથે દૂધ ખાવાની મનાઈ છે. અઠવાડિયાની આહાર યોજનામાં બે – […]

સામગ્રીઃ ખીચડિયા ચોખા ૧૫૦ ગ્રામ, મગની દાળ ૧૫૦ ગ્રામ, તજ બે કટકા, આદુ કટકી, ઘી પ્રમાણસર, ડુંગળી એક, ખાંડ પ્રમાણસર, લીલાં મરચાં બે, કોથમરી થોડીક, લવિંગ પાંચ, પાણી પ્રમાણસર, મીઠું પ્રમાણસર, હળદર પ્રમાણસર, એક લીંબુનો રસ. રીતઃ ચોખાને તથા મગની દાળને વીણીને તથા ધોઈને સાફ કરવી. પછી એક તપેલામાં ઘી લઈનેએને ચૂલે ચડાવવું અને તેમાં તજ- લવિંગનો વધાર કરી તેની અંદર ડુંગળીનું કચુંબર નાખવું. પછી તે બદામી રંગનું થાય એટલે તેમાં મગની દાળ અને ચોખા નાખવાં. પછી તેમાં પાણી, મીઠું, હળદર, મરચું અને વાટેલાં આદુ – મરચાં નાખવાં. પછી જયારે […]

વજન ઘટાડવા કે વજન જાળવી રાખવાની સાથે તંદુરસ્‍ત રહેવું પણ એટલું જ જરૂરી છે. તે માટે તંદુરસ્‍ત ખોરાક સૌથી મહત્‍વની બાબત છે. વજન ઘટાડવા, સુંદર દેખાવા, તંદુરસ્‍તી મહેસૂસ કરવા તથા સ્‍વસ્‍થ જીવન જીવવા નીચે આપેલી ગાઈડલાઈન્‍સ અનુસરો. (૧) દિવસમાં બે વાર પેટ ભરીને ખાવા કરતાં દર ત્રણ- ચાર કલાકે થોડું પણ ધીમેથી ચાવીને ખાવું જોઈએ. વચ્‍ચે વચ્‍ચે થોડું થોડું ખાતા રહેવાથી ભૂખના કારણે થતો પેટનો દુખાવો નહીં થાય અને શરીરમાં શકિત પણ રહેશે. આ સાથે તે તમારા મેટાબોલિઝમની પણ કુશળતાથી સંભાળ રાખશે. (૨) ભોજનમાં જુદી જુદી જાતના ખોરાકનો સમાવેશ કરવો […]

સામગ્રી : ૧ લિટર દૂધ, ૩ ટે.સ્‍પૂન ખમણેલું કોપરું, ૨ ટી.સ્‍પૂન પલાળીને વાટેલા બાસમતી ચોખાનો પલ્‍પ, ૧ ટે. સ્‍પૂન પનીર, ૧ ટી. સ્‍પૂન કાજુનો ભૂકો, ૧૫૦ ગ્રામ ખાંડ, ૦।। ટી. સ્‍પૂન ઇલાયચીનો ભૂકો, ચપટી જાયફળનો ભૂકો. રીત : દૂધને ઉકાળવા મૂકવું. એક ઉભરો આવે એટલે ચોખાની પેસ્‍ટ તેમાં ભેળવી દેવી.દૂધ જરા જાડું થાય એટલે ખાંડ નાંખી સતત હલાવતા રહી દૂધને ઊકળવા દેવું.ત્‍યાર બાદ કોપરાનું છીણ તથા કાજુનો ભૂકો ઉમેરવા.બરાબર ઊકળી દૂધપાક તૈયાર થાય એટલે નીચે ઉતારી પનીર, ઇલાયચી, જાયફળ નાંખવા. ધીરે ધીરે હલાવી બધું મિકસ કરી ફ્રિજમાં ઠંડો કરવો. (કોપરાનું […]

સામગ્રી : ૧ કપ ચોખાનો લોટ, ૧/૨ કપ મગફળીનો પાઉડર, ૧/૨ કપ ચણાનો શેકેલો લોટ, ૧/૨ ચમચી તજનો પાઉડર, ૪-૫ સમારેલાં લીલાં મરચાં, ૧/૨ ચમચો ઘી, ૧ ચમચી મીઠું, ૧/૨ ચમચો સમારેલી કોથમરી, તળવા માટે પ્રમાણસર તેલ. રીત : ચોખાનો લોટ, મગફળીનો પાઉડર તથા ચણાનો લોટ મિક્સ કરી તેમાં મીઠું, લીલાં મરચાં, કોથમીર, તજનો પાઉડર તથા ઘી નાખી કઠણ લોટ બાંધો. અડધા કલાક સુધી લોટને રહેવા દઈ તેને ફરીવાર ગૂંદો. લોટ નરમ લાગે, ત્‍યારે તેના નાના નાના લૂઆ બનાવી લો. કડાઈમાં તેલ ગરમ કરો તથા બધા લૂઆની નાની નાની પૂરીઓ […]

સામગ્રીઃ- ૨૫૦ ગ્રામ છડેલી બાજરી, ૧ થી દોઢ લિટર દૂધ, ૩૦૦ ગ્રામ ખાંડ, ૨ચમચા બદામની કતરણ, ૧ ચમચો ચારોળી, ૧ ટી સ્‍પૂન ઈલાયચી પાઉડર રીતઃ- છડેલા બાજરામાં અર્ધા ભાગનું દૂધ નાખીને કુકરમાં બાફવી. પછી જરૂર પ્રમાણે એક વાસણ લઈ એમાં બાફેલો બાજરો નાખી, વધેલું દૂધ રેડી ગેસ પર મૂકી હલાવ્‍યા કરવું. જયારે દૂધ એકદમ ઘટ્ટ બને અને લચકા જેવું થઈ જાય એટલે એમાં ખાંડ નાખી હલાવવું(ખાંડ ઓછી લાગે તો વધારે નાખવી) ખાંડનું પાણી બળી જાય અને એમ લાગે કે ઘટ્ટ થયું છે એટલે એમાં ઈલાયચી પાઉડર નાખી ૨ ચમચો બદામની […]

સામગ્રી : બેસન : ૨૫૦ ગ્રામ, કાજુ : ૬, દહીં : ૨૫૦ ગ્રામ, ધાણાજીરું : ૨ ચમચી, લીલું મરચું : ૧ ચમચો, જીરું : ૧ ચમચી, મીઠું : પ્રમાણસર, માવો : ૨૫૦ ગ્રામ, કિસમિસ : ૧૦, લાલ મરચાં : ૪ ચમચી, હળદર : ૧ ચમચી, હીંગ : ૧/૨ ચમચી,ઘી, કોથમીર. રીત : બેસનમાં મીઠું અને ૧ ચમચી લાલ મરચું નાખી ઘીનું મોણ એટલું નાખવું કે લોટ હાથમાં લેતાં તેનો લાડુ બાંધી શકાય. હવે તેમાં થોડું પાણી નાખી લોટ બાંધવો. માવાને હલકો ગુલાબી શેકવો. લોટના ગોળ ગોળ નાના લુઆ બનાવવા. દરેક […]

સામગ્રીઃ ૫૦૦ગ્રા. પરવળ, ૨ ચમચી ચણાનોલોટ, આદું, હિંગ, મરચું જીરું, હળદર, મીઠું. રીતઃ પરવળને છોલીને લાંબા સમારો.એક તપેલીમાં તેલ મૂકી, રાઈ-જીરું-હિંગનો વધાર કરી, પરવળના કટકા વઘારી દઈ, પાણી, મીઠું, મરચું નાખી ચડવા દો.ચઢી જાય એટલે હળદર અને તેલ ભેળવેલો ચણાનો લોટ છાંટી ધીમા તાપે ઢાંકી રાખો.ચણાનો લોટ સીઝે નહિ ત્‍યાં સુધી ધીમા તાપે હલાવ્‍યા કરો. બધું બરાબર થઈ જાય એટલે નીચે ઉતારી લઈ પીરસો. પોષકતાઃ આમાં ૫૦૦ કેલરી છે. પરવળમાં જીવનક્રિયા માટે આવશ્‍યક કોષોથી તે સમૃધ્ધ હોઈ, વ્‍યકિતને આવશ્‍યક બધાં પોષક- દ્રવ્‍યો પરાં પાડે છે.

સામગ્રી : ૪ કપ દૂધ, ૨ ચમચા સાકર, દોઢ સ્લાઇસ બ્રેડ (સ્લાઇસ કાઢી લેવી.), ૧ ચમચી ચારોળી, ઘી,૨ ઇલાયચી વાટેલી. રીત : પ્રથમ બ્રેડને ઘીમાં આછા તળીને લઈ લેવાં. દૂધ ઉકાળી લેવું. તળેલા બ્રેડને દૂધમાં નાખી ધીમા તાપે ઊકળવા દો. બ્રેડ ગળી ના જાય ત્યાં સુધી એકસરખું ચમચાથી હલાવતા રહો. બ્રેડ ગળી જાય અને દૂધમાં એકરસ થઈ જાય અને દૂધ જાડું પડે ત્યાં સુધી હલાવતા રહેવું. સાકર નાખી ગળવા દો. જ્યારે ખીર પડે ત્યારે ગેસ ઉપરથી લઈ લેવી. પછી તેમાં ચારોળી અને વાટેલી ઇલાયચી નાંખવી. પછી ફ્રિજમાં ઠંડી થવા મૂકવી.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors