સામગ્રીઃ ૪૫૦ગ્રા. ભીંડી, ૫૦ગ્રા. તેલ, હળદર, મરચું, લીલાં મરચાં, ધાણાજીરું, મીઠું, રાઈ,હિંગ. બનાવવાની રીતઃ ભીંડીને ભીના કપડાથી સાફ કરી, સુધારી તેના નાના ટુકડા કરો.તેલ અથવા ઘી ગરમ કરી, તેમાં રાઈ અને હિંગનો વઘાર કરી તેમાં ઘીંડી નાખી સિઝવા દો. બાદ મસાલો નાખો.બાદ તેને હલાવી ઢાંકી દઈ, ધીમા તાપે ૨૫ મિનિટ સુધી પકાવો. પોષકતાઃ આમાં ૧૦૦૦ કેલરી છે. ભીંડામાં કેલ્શિયમ પ્રચુર પ્રમાણમાં છે અને શરીરમાં તેનો સંપૂર્ણ ઉપયોગ થાય છે.

સામગ્રી : વાટેલાં લીલાં મરચાં સ્વાદ અનુસાર, 500 ગ્રામ પાપડી, આદુની પેસ્ટ અડધી ચમચી, 200 ગ્રામ રતાળુ, કોથમીર સો ગ્રામ, 200 ગ્રામ શક્કરિયાં, લીલું લસણ 50 ગ્રામ, 200 ગ્રામ બટાકા, ધાણા પાઉડર 2 ટેબલ સ્પૂન, 100 ગ્રામ રીંગણ (નાનાં), મીઠું સ્વાદ અનુસાર, 3 નંગ પાકાં કેળાં, અધકચરા વાટેલા તલ 50 ગ્રામ, 100 ગ્રામ લીલા વટાણા (વાટેલા), 500 ગ્રામ લીલા કોપરાનું ખમણ, બે ચમચી ખાંડ, એક ચમચી અજમો, એક ચપટી સોડા બાયકાર્બ, અડધી ચમચી શાકનો ગરમ મસાલો. રીત : સૌ પ્રથમ વાટેલા લીલાં મરચાં, જરા વાટેલું આદુ, કોથમીર, સમારેલું લીલું લસણ, […]

સામગ્રી – નારંગીનો રસ 400 મિલી.લી, લીંબૂનો રસ દોઢ કપ ખાંડ, નારંગી રંગના થોડાક ટીપા, મોસંબીનું એસેંસના કેટલાક ટીપા, કેએમએસ એક ચપટી. વિધિ – મોસંબીનો ગાળી લો. ખાંડમાં થોડુ પાણી નાખીને 2 તારની ચાસણી બનાવો. તેમાં લીંબૂનો રસ ભેળવી ગાળી લો. ચાસણીમાં ધીરે ધીરે નારંગીનો રસ ભેળવો, એક મિનિટ ઉકાળ્યા પછી ઉતારી લો. આમાં થોડુ શરબત કાઢી લો અને તેમા કેએમએસ સારી રીતે ભેળવી બધામાં મિક્સ કરો. એસેંસ અને નારંગી રંગ પણ ભેળવો. એસેંસ અને નારંગી રંગ પણ ભેળવો અને બોતલમાં ભરો. સ્વાદિષ્ટ શરબત તૈયાર છે

સામગ્રી : ૨ મોટાં રીંગણ, ૧/૨ કપ દહીં, ૧ ચમચી લીંબુનો રસ, ૧ ચમચો ખાંડેલી શિંગ, ૧ ચમચો કોથમીર સમારેલી, મીઠું અને મરી સ્‍વાદાનુંસાર. રીત : રીંગણ ધોઈને વચ્‍ચેથી બે ભાગમાં કાપો. દરેક ભાગમાંથી સ્‍કૂપ વડે વચ્‍ચેથી ગર કાઢો, પણ રીંગણનું એક સે.મી. જેટલું જાડું પડ રહેવા દો. તેને ચીકણું કરી સ્‍ટીમ કરો. રીંગણના માવાને પકાવો અને મસળી નાંખો. તેમાં દહીં, લીંબુનો રસ, મીઠું-મરી મિક્સ કરો. આ તૈયાર મિશ્રણને ખાલી રીંગણમાં ભરો અને છેલ્‍લે કોથમીરથી સજાવીને પીરસો.

પેટ તથા હ્રદય માટે ઉતમ,પૌષ્ટિક પપૈયું પપૈયું બારે માસ મળતું મધુર ફળ છે. તે ઘરને આંગણે વાવીને બારે માસ મેળવી શકાય છે. તેની ખેતી પણ થાય છે. પપૈયું સ્વાદે મીઠું, તાસીરે ઠંડું, પચવામાં ભારે, સહેજ ચીકણું, મળને સાફ લાવનાર, વાત અને કફકર તથા પિત્તનાશક છે. કાચું પપૈયું ગરમ છે અને પિત્તકર છે. જેમનો જઠરાગ્નિ મંદ હોય, બીમારી પછી અશક્તિ આવી ગઈ હોય, ખોરાક ખાઈ શકતા કે પચાવી શકતા ન હોય તેવી વ્યક્તિ પપૈયામાં મીઠું-મરી ભેળવી ખાઈ શકે. પપૈયાના બી પેટના કૃમિને મારે છે. રોજ પાંચથી સાત પપૈયાના બીનો ભૂકો ખાવો. […]

શક્તિ તથા સ્ફૂર્તિવર્ધક દ્રાક્ષ દ્રાક્ષનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે એવું આ રસાળ ફળ છે. દ્રાક્ષ સ્વાદે મીઠી અને ખાટી હોય છે. તાસીરે તે ઠંડી, પચવામાં ભારે, સહેજ ચીકણી, મળને સાફ લાવનાર, વાતકર અને પિત્તશામક છે. દ્રાક્ષ પેશાબ સાફ લાવનાર, આંખો માટે સારી, વીર્ય વધારનાર, લોહી બગાડ અને પિત્તપ્રકોપના રોગી માટે સારી છે. તે બલ્ય, પોષક, રોચક અને દાહશામક છે. મોંની કડવાશ, ઉધરસ, થાક, તરસ, દમ, અવાજ બેસી જવો, ક્ષયરોગ, કમળો, તાવ, વાતરક્ત, પેશાબની રૂકાવટ, બળતરા વગેરેમાં દ્રાક્ષ સારી છે. અમ્લપિત્ત, લોહી બગાડ, કબજિયાત, ચામડીના રોગો, શરીર […]

તાસીરે ગરમ શિયાળુ ફલ બોર શિયાળાનો આ સસ્તો મેવો ત્રણ પ્રકારનો હોય છે – અજમેરી બોર, સામાન્ય બોર અને ચણી બોર. મોટા બોર સ્વાદે મીઠા, તૂરા અને ખાટા હોય છે. તાસીરે ગરમ પચવામાં ભારે, સહેજ ચીકણા, ઝાડાને સાફ લાવનાર, વાત-પિત્તશામક અને કફકર છે. તેને વીર્યવર્ધક, પોષક, સ્વાદિષ્‍ટ અને પથ્ય કહ્યાં છે. સામાન્ય બોર ભારે, ગ્રાહી, રોચક, ત્રિદોષ પ્રકોપક છે. ચણી બોર ખાટા તૂરા, થોડા મીઠા, ભારે, ચીકણા, વાત – પિત્તનાશક છે. હરસ, ઝાડા, અવાજ બેસી જવો, ખાંસી, ક્ષય, તરસ, લોહી બગાડ, મરડો, પ્રદર વગેરેમાં આ બોર સારા છે. બોરના ઠળિયાની […]

અમ્રુત ફળ પાકી કેરી પાકી કેરી જો મીઠી હોય તો તેની લિજ્જત જ કંઈ ઓર હોય છે. દુનિયાના દેશોને ભારતની કેરીનું અનેરું આકર્ષણ છે. પાકી કેરી સ્વાદે મીઠી, તાસીરે ઠંડી પચવામાં ભારે, ચીકણી, અગ્નિદીપક, મળભેદક, વાત- પિત્તનાશક અને કફકારક છે. તે વીર્યવર્ધક, બળવર્ધક, સુખકારક, શરીરનો રંગ સુધારનાર અને રોચક છે. પાકી કેરીને બરાબર ધોઈ, સારી રીતે ઘોળી અને ચૂસીને ખાવી જોઈએ, જેથી તે તરત પચી જઈને શરીરને પોષણ અને શક્તિ આપે છે. પાકી કેરીનો રસ પાણીમાં મેળવી તેનાથી શરીરે ચોળીને નહાવાથી અળાઈ મટે છે. કેરીની ગોટલી શેકીને તેનો ઉપયોગ કરવો. […]

તન-મનને તરબતર કરતાં તરબૂચ ઉનાળુ ફળ તરબૂચ – ટેટી નદીના રેતાળ પ્રદેશમાં વાડા કરીને ઉગાડાતાં આ ઉનાળુ ફળો છે. ધોમધખતા તાપમાં તન-મનને આ બંને ફળો તરબતર કરે છે. બંને ફળો સ્વાદે મીઠા, તાસીરે ઠંડા, પચવામાં ભારે, સહજ ચીકાશયુક્ત, પેટ સાફ લાવનાર, પિત્તશામક, વાત-કફકર છે. વળી તેઓ મૂત્રલ હોઈ પેશાબ સાફ લાવે છે. સાકર ટેટી સાકર જેવી મીઠી લાગે છે. તે ખરજવા માટે ખૂબ લાભ કર છે. ખરજવાના રોગીએ તેનું નિત્ય સેવન કરવું જોઈએ. બંને ફળો મૂત્રલ છે. તે પેશાબ સાફ લાવે છે અને પેશાબના રોગો મટાડે છે. પેશાબની બળતરા અને […]

શક્તિ, સ્ફુર્તિ વધારનાર ફળ ફણસ – ફાલસા ફણસ સૌથી મોટું ફળ. ફાલસા ચણીબોર જેવડા નાનાં ગોળ. ફણસ સ્વાદે મધુર, સહેજ તૂરાશ પડતું હોય છે. તે તાસીરે ઠંડું, પચવામાં ભારે, ચીકાશયુક્ત, વાતકર, કફકર, પિત્તશામક, મંદાગ્નિ કરનાર, મેદવર્ધક અને દાહશામક છે. તે રોચક, બળવર્ધક, વીર્યવર્ધક, હ્રદ્ય, ભ્રમહર, વિષધ્ન, માંસવર્ધક, ક્ષય, ક્ષત, વ્રણનાશ વગેરેમાં સારું છે. ફાલસા ખટમીઠા, ઠંડા, હલકાં, લૂખા, અગ્નિવર્ધક, મળને રોકનાર, વાત-કફનાશક અને પિત્તકર છે. તે પ્રમેહ, તાવ, આમવાત, ક્ષય વગેરેમાં સારા છે. ફાલસાનું શરબત બળતરા, પિત્તવિકાર, તરસ, થાક વગેરે મટાડે છે. ફાલસાના મૂળનો લેપ ડૂંટીથી પેડું વચ્ચે કરવાથી ગર્ભપાત […]

jeevanshailee-requirement-ad
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors