Home » Archive by Category

Articles in રસોઇ

સાબુદાણાની ખીચડી

May 10, 2012 – 8:23 am | 1,351 views

સામગ્રી
૧ કપ સાબુદાણા
૫૦૦ ગ્રામ બટાકા
૪ ટેબલ સ્પુન સીંગદાણાનો ભૂકો
2 નંગ ઝીણા સમારેલા લીલા મરચા
૪-૫ મીઠો લીમડાના પત્તા
૩ ટેબલસ્પુન ખાંડ
૧ નંગ લીંબુ
૧ ચમચી આખુ જીરુ
૩ ટેબલ સ્પુન તેલ વઘાર માટે ૨ ચમચા સમારેલી કોથમીર
૨ ચમચો કોપરાનું છીણ
૧ ચપટી હીંગ
મીઠું સ્વાદ પ્રમાણે
રીત :-
સાબુદાણાને સાફ કરી ધોઈને એક વાસણમાં સાબુદાણા ડૂબે તેટલું પાણી અને ચપટી મીઠું નાખી ત્રણ ચાર કલાક પલળવા દો.
પલાળેલા સાબુદાણા …

ગાજરનો હલવો

April 21, 2012 – 5:20 pm | 1,420 views

સામગ્રીઃ
૧કીલોગાજર,૧ લીટરદુધ,૪૫૦ ગ્રામખાંડ,૩ ચમચાદેશી ઘી,૧૫૦ગ્રામ કાજુ કાપેલાઅને.થોડો કાજુનો ભુકો
૧/૪ ચમચી એલચી પાવડર,૧૦ -૧૨નંગ બદામ
બનાવવાની રીતઃ
૧ કીલો ગાજર ખમણી એક વાસણ મા નાંખવા,
ત્યારબાદ તેમાં ૧લીટર દુધ ઉમેરવુ,તેને મધ્યમ તાપે ગેસ પર ૫થી૭ મિનિટ રાખવુ,
ત્યાર બાદ, ૪૫૦ ગ્રામ ખાંડ નાંખી તે ઓગળી ન જાય અને દુધ પુરુ શોષાય નહિ…
ત્યાં સુધી ધિરે ધિરે હલાવતા રેહવું,
ત્યાબાદ,૩ મોટા ચમચા દેશી ઘી તેમાં નાંખવુ અને તેને …

ગુલકંદ

April 18, 2012 – 12:15 pm | 1,652 views

સામગ્રી :
દેશી ગુલાબની પાંખડી ૨૫૦ ગ્રામ,
સાઇટ્રીક એસીડ ૩ ગ્રામ,
ખાંડ ૪૦૦ ગ્રામ.
બનાવવાની વિધિ :-
ગુલાબ પાંદડી તોડીને અલગ કરો અને તેને સાફ પાણી વડે ધોઇ લો. પછી તેને કોરી ખાંડી લો. ત્યાઅરબાદ તેમાં ખાંડ ભેળવીને ઊંડી થાળીમાં રાખીને તેને ખૂબ મસળો. જેથી ગુલાબની પાંદડીમાં ખાંડ સરખી રીતે ભળી જાય. તેને પીસી લો. તો પણ ચાલશે. ત્યા રબાદ તેમાં સાઇટ્રીક એસીડ ભેળવીને આ …

તુવેરની દાળ

April 18, 2012 – 11:37 am | 623 views

સામગ્રીઃ
તુવેરની દાળ ૧ નાની વાટકી,
ગરમ મસાલો,
ચપટી આંબોળિયા થોડાંક,
હળદર થોડીક,
મેથી ચપટી,
મીઠું પ્રમાણસર,
રાઈ ચપટી,
લીલાં મરચાં બે,
આખાં સૂકા મરચાં બે,
ગરમ મસાલો ચપટી,
હિંગ ચપટી,
ગોળ થોડોક,
કોથમરી અડધી ઝૂડી,
આદુ એક કટકી,
પાણી પ્રમાણસર,
ઘી એક ચમચો.
રીતઃ
એક તપેલીમાં પાણીનું આંધણ મૂકવું. પછી દાળને સારી રીતે ધોઈને આંધણનું પાણી ઉકળે એટલે એમાં ઓરવી. પ્રેશર કૂકર હોય તો દાળ જલદી બફાઈ જાય એટલે ઝેરણીથી દાળને એકરસ બનાવવી. પછી તેમાં મીઠું, હળદર, …

બટાકા અને સાબુદાણાની ટિક્કી

April 18, 2012 – 11:36 am | 822 views

સામગ્રી:
બટાકા – ૫૦૦ ગ્રામ,
સાબુદાણા – ૫૦૦ ગ્રામ,
આદું અને મરચાં – ૫૦ ગ્રામ,
કાળાં મરી – સ્વાદ પ્રમાણે,
તેલ – તળવા માટે,
મરચું, સિંધવ મીઠું – સ્વાદ અનુસાર,
શિંગોડાનો લોટ – જરૂર પડે તો
રીત :
સૌ પ્રથમ બટાકા બાફીને છોલી નાખો, પછી તેને છૂંદી નાખો.
સાબુદાણાને પલાળીને થોડી વાર રહેવા દો. સાબુદાણા સોફટ થઈ જાય પછી તેને બટાકાના છૂંદામાં ભેળવી દો.
હવે તેમાં સિંધવ, લાલ મરચું, કાળાં મરી …

શીંગબટેટાની ખીચડી

April 18, 2012 – 11:35 am | 528 views

સામગ્રી :
૨૫૦ ગ્રામ બટેટા,
૧૫૦ ગ્રામ શીંગદાણા,
વઘાર માટે જીરુ,
૧ ચમચી લીલા મરચાંની પેસ્ટ,
૪ ચમચા તેલ, કોથમીર,
૪ ચમચી ખાંડ, ૧ નંગ લીંબુ,
મીઠું જરૂર મુજબ.
રીત :
બટેટાને બાફીને તેનાં નાના નાના ટૂકડા કરી લો. ઍક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરુ નાખી લીલા મરચાંની પેસ્ટ નાખી સાંતળો. હવે તેમાં બટેટાનાં ટુકડા નાખી તેમાં મીઠું, ખાંડ અને લીંબુ નાખી બરાબર મીકસ કરો. ત્યારબાદ તેમાં શેકેલાં …

દૂધીપાક

April 18, 2012 – 11:35 am | 515 views

સામગ્રી :
દૂધી : ૨ કિલો,
ખાંડ : ૧ કિલો,
સફેદ મરી,
બદામ પીસેલી,
દૂધ : ૪ લિટર,
વરખ,
પીપરીમૂળ,
ઘી : અડધો કિલો.
રીત :
પ્રથમ દૂધીને છોલીને ખમણી લેવી. દૂધનો ઊભરો આવે પછી તેમાં દૂધી નાખવી. ધીમા તાપે હલાવવું. દૂધીનો માવો બને ત્યાં સુધી હલાવતા રહેવું. માવો બન્યા પછી તેમાં ઘી નાખવું. પછી થોડીવારમાં ખાંડ નાંખવી. ખાંડનું પાણી બળી જાય પછી તેમાં બદામ, સ્વાદ પ્રમાણે પીપરીમૂળનો ભૂકો, સફેદ …

કોપરાપાક

April 18, 2012 – 11:34 am | 873 views

સામગ્રી :
નાળિયેર : અડધું છીણેલું (ફક્ત સફેદ ભાગ)
દૂધ : અડધો કપ
ઘી : ૧ ચમચી
ગુલાબજળ : ૩ ચમચા
સાકર : ૧ કપ
બદામ : ૨ ચમચા (છોલીને સમારેલી.).
રીત :
પ્રથમ નાળિયેરનું છીણ, સાકર, ગુલાબજળ, ઘી અને દૂધ ભેગાં કરી કડાઈમાં ધીમા તાપે સીજવો. એકસરખું હલાવતાં રહેવું. જ્યાં સુધી મિશ્રણ બરાબર મિક્સ ના થઈ જાય ત્યાં સુધી હલાવતાં રહેવું. પછી એક થાળીમાં અથવા સાફ આરસપહાણના …

વટાણાનાં ખસ્‍તાં

April 18, 2012 – 11:34 am | 491 views

સામગ્રી :
૧/૨ વાટકી રવો,
૧/૨ વાટકી મેંદો,
૧૦૦ ગ્રામ લીલા બાફેલા વટાણા,
૧ ચમચી મીઠું,
૧ ચમચી ગરમમસાલો,
૧ ચમચી ધાણાજીરું,
૧ વાટકી ઘી તળવા માટે,
૧/૨ વાટકી ઘી મોણ માટે,
૨ ટીપાં ખાવાનો લાલ રંગ.
રીત :
રવા તથા મેંદાને ચાળીને તેમાં મોણ નાખો. ૧/૨ ચમચી મીઠું તથા રંગ નાખી નવશેકા પાણીથી ઢીલો લોટ બાંધો. તેના પ્રમાણસર લૂઆ બનાવી કચોરીની માફક લૂઆને હાથ પર મૂકી, થોડા પહોળા કરો. બાફેલા …

પાલક મટર પનીર

April 18, 2012 – 11:33 am | 1,138 views

સામગ્રી :
પાલકની ઝૂડી : ૪,
ટામેટાં : ૨૫૦ ગ્રામ,
મોળું દહીં : ૧/૨ કપ,
મીઠું : પ્રમાણસર,
વટાણા : ૧ કિલો,
માખણ : ૨ ચમચા,
પનીર : ૨૫૦ ગ્રામ,
ક્રીમ : ૧૦૦ ગ્રામ,
પાંચ લીલાં મરચાં,
૧ ચમચી જીરું : વાટેલું.
રીત :
પનીરના ટુકડા કરીને તળી લેવા. પાલકના પાનને મીઠું નાખી ઊકળતા પાણીમાં પાંચ મિનિટ રાખો. પછી ચાળણીમાં કાઢીને નિતારીને ઠંડા પાડો. તેની બારીક ચટણી વાટો.ટામેટાંને ગરમ પાણીમાં મૂકો. છાલ …