Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 1,036 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » Archive by Category

Articles in રસોઇ

ફરસી પૂરી

October 28, 2013 – 9:58 am | 590 views

ફરસી પૂરી
સામગ્રી
૧/૨ કિલો મેંદો
૧૨૫ ગ્રામ રવો
૨૦૦ ગ્રામ ઘી
૧ ચમચી જીરૂ
૧ કપ દૂધ
૫૦ ગ્રામ ચણાનો લોટ
૫૦ ગ્રામ ચોખાનો લોટ
૧/૨ ચમચી મરી
ખાંડેલા મીઠું
તળવા માટે તેલ
રીત :
સૌપ્રથમ ઘી, ચોખાનો લોટ અને દૂધ ત્રણે ભેગા કરી ખૂબ ફીણવું. પછી તેમાં મેંદો, ચણાનો લોટ, રવો તેમજ મરી, જીરૂ, મીઠું બધું નાખી ભેગું કરવું. પછી દૂધ અથવા પાણીથી રોટલી જેવો લોટ બાંધવો.ઘીવાળો હાથ કરી લોટ ખૂબ …

રતલામી સેવ

October 28, 2013 – 9:50 am | 4,846 views

રતલામી સેવ
સામગ્રી
ચણાનો ઝીણો લોટ ૫૦૦ ગ્રામ આશરે,
તેલ ૧ કટોરી, પાણી ૧ કટોરી,
સોડા બાયકાર્બ અડધી નાની ચમચી,
મીઠું-મરચું સ્વાદ મુજબ,
હિંગ ચપટી,
એક લીંબુ,
મરી, અજમો અડધી ચમચી,
રીત
અજમાને વાટી લેવો, મરીને પણ ખાંડીને ભૂકો કરી લેવો. હવે તેલ અને પાણી સરખે ભાગે ભેગાં કરીને હાથેથી અથવા મિક્ષરમાં ફીણવા. એકદમ સફેદ \’દૂધિયું\’ તૈયાર થાય તેમાં સોડા અને અડધા લીંબુનો રસ અને એકદમ ઝીણું ચાળેલું સફેદ તીખું …

પાલક શિંગોડા પાન

September 27, 2013 – 11:02 am | 841 views

પાલક શિંગોડા પાન
સામગ્રીઃ
પાલકના પાન ૮થી ૧૦ નંગ,
વટાણા ૫૦ ગ્રામ,
તુવેર ૫૦ ગ્રામ,
સમારેલી કોથમીર ૧ વાટકી,
આદુ મરચાની પેસ્ટ અ વાટકી,
ગરમ મસાલો ૧ ચમચી,
બારીક સમારેલો સુકો મેવો ૧ વાટકી,
લીબુનો રસ ૧ ચમચી,
ટુથપિક ૮-૧૦ નંગ,
ચોખાનો લોટ ૨૦૦ ગ્રામ,
લવિંગ ૮-૧૦ નંગ,
ખાંડ અને મીંઠુ સ્વાદ મુજબ,
લીલો રંગ ૧ ચમચી,
તેલ જરુર મુજબ
ગાર્નિશિગ માટેઃ
પનીરનું છીણ જરુર મુજબ
રીતઃ
પાલકના પાનને ધોઈને કોરા કરો.વટાણા અને તુવેર ક્રશ કરી તેમાં આદુ-મરચાની પેસ્ટ,સુકો …

અડદ/મગ ની દાળના દહીવડા

September 11, 2013 – 8:22 am | 4,087 views

અડદ/મગ ની દાળના દહીવડા
સામગ્રી:
૨૫૦ ગ્રામ અડદની દાળ
૨૫૦ ગ્રામ મગની દાળ
મીઠું
રીત:
બંન દાળ અલગ અલગ ૭ થી ૮ કલાક પલાળો. ઝીણી વાટી મિક્સ કરો.તેમાં મીઠું નાખો.તેના વડા ઉતારી ગરમ પાણીમાં પલાળો.પછી તેમાંથી કાઢી દહીં નાંખી પીરસો.

પનીર ખોયા કોરમાં

September 11, 2013 – 8:20 am | 4,234 views

પનીર ખોયા કોરમાં
સામગ્રી:
૧ લીટર દૂધનું પનીર
૧ ઝીણો કાપેલો કાંદો
૧ ચમચી ધાણા જીરું
૨ ચમચી લાલ મરચું
૨ ચમચી ઘી
મીઠું
૧ મધ્યમ ટામેટું
૫૦ ગ્રામ માવો
૧ ચમચી ગરમ મસાલો
૧ ચમચી કાજુના ટુકડા
અડધી ચમચી મરીનો ભૂક્કો
ઝીણી કાપેલી કોથમીર
રીત:
પનીર બનાવી હાથથી છુટું કરી લો. ટામેટાને ઉકળતા પાણીમાં ૫ મિનીટ રાખી છાલ ઉતારી ઝીણા કાપી લો. ઘી ગરમ મૂકી કાંદા સાંતળો. માવો છીણી લઇ અલગ શેકી લો.કાંદો સાંતળી …

માલપુઆ

September 11, 2013 – 8:17 am | 809 views

માલપુઆ
સામગ્રી:
મેંદો દોઢ કપ
ખાંડ ૧ કપ
ટાળવા માટે ઘી જરૂર મુજબ
દૂધ અઢી કપ એલચી જરૂર મુજબ
રીત:
મેંદાને ચારણી થી ચાળી લો.પછી દૂધ નાખી બરાબર મિક્સ કરો.એલચી ના દાણા કૂટી નાંખો ૧ કપ પાણીમાં ખાંડ નાખી ૧ તારની ચાસણી તૈયાર કરો પછી ચાસણી ઠંડી થાય ત્યારે એમાં એલચી ના દાણા નાહી દો.૧ પહોળી કઢાઈમાં ઘી ગરમ કરો પછી એમાં મેંદા નું ઘટ્ટ ખીરું પાથરો …

ફરસી પૂરી

September 11, 2013 – 8:13 am | 544 views

ફરસી પૂરી
સામગ્રી:
૨૫૦ ગ્રામ રવો
૨૫૦૦ ગ્રામ મેદો
મોણ માટે ઘી.
હળદર, જીરૂ, મીઠું અને મરી.
તળવા માટે તેલ.
રીત :
સૌ પ્રથમ રવો અને મેદો બંને ભેગા કરવા. થોડું આગળ પડતું ઘીનું મોણ નાખી ને લોટ બરાબર મીક્સ કરવો. હવે તમાં આખું જીરૂ , મીઠું, મરી અને સામાન્ય હળદર નાખવી. આ બધું બરાબર મેળવીને પૂરી જેવો લોટ બાંધવો. આ લોટને બરાબર કેળવવો. લોટના પૂરી જેવા લૂઆ …

ચટપટા કારેલાં

September 11, 2013 – 8:08 am | 540 views

ચટપટા કારેલાં
સામગ્રી – કારેલાં ૨ કપ (પાતળી ગોલ સ્લાઈસમાં કાપેલાં), પાતળી લાંબી ડુંગળી ૧ કપ,લાલ મરચું ૨ ટી સ્પૂન, જીરા પાવડર ૨ ટી સ્પૂન , આમચૂર પાવડર ૧ ટી સ્પૂન, વરિયાળી અધકચરી વાટેલી ૧/૨ ટી સ્પૂન, મીઠુ અને ખાંડ સ્વાદમુજબ, તેલ તળવા માટે.
બનાવવાની રીત – ૧ ટી સ્પૂન મીઠુ મિક્સ કરેલી કારેલાની સ્લાઈસ ૧૦-૧૫ મિનિટ સુધી રાખી મુકો. પછી બંને …

બ્રેડની ભેળ

September 11, 2013 – 8:03 am | 684 views

બ્રેડની ભેળ
સામગ્રીઃ
૮ બ્રેડ સ્લાઈસ, અડધો કપ બાફેલા મસળેલા બટાકા, અડધો કપ છીણેલી કાકડી, અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી, એક ટામેટુ ઝીણુ સમારેલુ, ૪ લીલા મરચા, અડધો કપ ઝીણા સમારેલા ધાણા, બે ચમચી સેવ, અડધો કપ પાણીપુરીનો ભુકો, ૨ ચમચી લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠુ.
બનાવવાની રીત – બ્રેડને નાના-નાના ટુકદામાં કાપી લો. થોડુ તેલ ગરમ કરી આ ટુકડાને ફ્રાય કરો જેથી …

ખમણ

September 11, 2013 – 7:59 am | 612 views

ખમણ
સામગ્રી : ૫૦૦ ગ્રામ ચણાની દાળ, છીણેલુ નારિયેળ, આદુ મરચાંનુ પેસ્ટ, ચપટી હિંગ, રાઈ, કોથમીર, તેલ, મીઠુ સ્વાદમુજબ, ખાવાનો સોડા અડધી ચમચી (ઈનો)
બનાવવાની રીત – સૌ પ્રથમ ચણાની દાળને રાત્રે પલાળી મૂકો. સવારે તેનુ પાણી નિતારી વાટીને તેમાં તેલ અને સોડા નાખી ખૂબ ફીણો. હવે તેમાં આદુ-મરચાનુ પેસ્ટ અને મીઠુ નાખી આથો આવવા દો. આથો આવ્યા પછી થાળીમાં તેલ લગાવી …