Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 1,201 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » Archive by Category

Articles in યુવા જીવનશૈલી

‘નેટ’-લગ્ન અને ભેટ જુદાઈ

March 12, 2011 – 12:09 pm | 1,136 views

આજકાલ ટીવી ચેનલો પર એક જાહેરખબર ખૂબ જોવા મળે છે. દશ્યાવલિમાં એક પિતા અને એક પુત્રી જોવા મળે છે. પુત્રી ખાસ્સી ઉંમરલાયક થઈ છે એટલે સ્વાભાવિક જ પિતાને એનાં લગ્ન કરવાની ઈચ્છા છે. આથી એ મૂરતિયા બતાવવા માંડે છે. જાહેર ખબરમાં આ બાબતને પ્રતિકાત્મક રીતે દર્શાવવામાં આવી છે. પિતા લગ્નની પાઘડી એક પછી એક જુવાનને શીરે …

\”ગુજરાતીઓને ખુબ શુભેછાઓ\”

February 22, 2011 – 10:38 am | 1,611 views

ના ગુડમોર્નીગ(GOOD MORNING) નાં ગુડનાઇટ (GOOD NIGHT),બોલો જય શ્રીકૃષ્ણ
ના હાવ આર યુ(HOW ARE YOU)? કેમ છો ? જ કહોને
ના હવે બોલો ફાઈન(FINE) મજામાં છુ જ કહોને
ના ભાઈ ને કહો બાઈ(BYE) આવજો જ કહોને
ના જીવતી બા ને કહો ઈજીપ્તની, મમ્મી ,બા ને બાજ કહોને
નાં જીવતા પિતાને કહો ડેડ, પિતાજીને પિતાજી જ કહોને
ના માણસ ગાય જેટલો પવિત્ર છે તેને ન કહો ગાય(GYE),ગાય …

ભેદભાવ

November 27, 2010 – 9:26 am | 1,316 views

ધર્મોના ભેદભાવ પર મુસ્તાક ના રહો,
સમજી લો એમ, કોઈ વિના ચાલતું નથી,
દાણાની સંગે દોરી નું હોવું છે ફરજીયાત,
તસ્બીને પણ જનોઈ વિના ચાલતું નથી.
કોઈ કાબા હો કે મંદિર,ભેદ છે સ્થાપત્ય નો,
પૂજ્ય થઇ જાય છે પત્થર, આ તો આસ્થાનું કામ છે.
કોઈને નાત ખટકે છે, કોઈને જાત ખટકે છે,
અમોને સંકુચિત દ્રષ્ટી તણો ઉત્પાત ખટકે છે.
નથીએ ધર્મના, ટીલા કલંકો છે મનુષ્યોના
વિરાટોના લલાટે અલ્પતાની ભાત …

તમારે લગ્ન કરવા છે?

November 19, 2010 – 9:26 am | 1,400 views

તમારે લગ્ન કરવા છે? …. પૂર્વશરતો અને પૂર્વધારણાઓ …
તમને સાડીઓના ઢગલા સહેતા આવડે છે?
તો કરો….
તમને મેક અપ સાથે સમયની જેમ વહેતા આવડે છે?
તો કરો….
તમને સાસુ વહુના ધારાવાહીકો જોતા આવડે છે?
તો કરો….
તમને રસોઈ પછી કચરો વાસણ પોતાં આવડે છે?
તો કરો….
તમને અખતરા ભર્યા ભોજનો પચાવતાં આવડે છે?
તો કરો….
તમને સવાર બપોર સાંજ રાત મનાવતા આવડે છે?
તો કરો….
તમને કેશ ચેક અને ક્રેડીટકાર્ડ બચાવતાં આવડે …

આબરૂ

November 17, 2010 – 9:17 am | 1,179 views

ફુલો કાગળના વેચાય છે છડેચોકે ભાઈ,
સારું કે લેનારે છાંટયું છે અત્તર,
બાકી સુગંધની આબરૂનું શું થાત..?
જેઠમાં તાપથી તરબતર ઇચ્છા બળી ગઈ,
સારું કે એક નાની વાદળી વરસી ગઈ,
બાકી વરસાદની આબરૂનું શું થાત…?
ખોલી જ નંઇ મે બંધ મુઠ્ઠી,એટલે રહી ગઈ,
સામે હાજરી હતી હજોરોની,બાકી આપની
આબરૂનું શું થાત…?
એ\’ધટના\’ને અકસ્માતમાં ખપાવી દો ભાઈ,
સારું કે નિશાન ચૂકયું એમનું.
બાકી મિત્રોની આબરૂનું શું થાત…?
\’બંધ\’માં એ લોકોની \’મજબુરી\’ભળી ગઈ,
જાણે છે …

મનને સમજાવો

November 17, 2010 – 9:14 am | 1,032 views

મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે,
આ સમજ, આ અણસમજ એ ખુદ સરજતું હોય છે.
છે ને કલકોલાહલે આ સાવ મૂગું મૂઢ સમ,
એકલું પડતાં જ તો કેવું ગરજતું હોય છે!
એક પલકારે જ જો વીંધાય, તો વીંધી શકો,
બીજી ક્ષણ તો એ જ સામા સાજ સજતું હોય છે.
એ જ વરસે વાદળી સમ ઝૂકતું આકાશથી,
એ જ તો મોતી સમું પાછું નીપજતું હોય છે.
ઓગળે …

ચાણક્યના નીતિશાસ્ત્ર

October 27, 2010 – 11:10 am | 1,682 views

ચાણક્યના નીતિશાસ્ત્રના અપનાવવા જેવા સુત્રો
* ભવિષ્યની આપત્તિથી બચવા માટે ધનની બચત કરવી જોઈએ.
* જ્યાંઆદર સન્માન ના હોય ત્યાં આજીવિકાનું સાધન ના મળે ત્યાં રહેવું નહિ.
* કામ સોંપો ત્યારે નોકરીની, દુઃખમાં ભાઈ તથા મિત્રની અને ધન નાશ પામે ત્યારે પત્નીની સાચી ઓળખ થાય છે.
* જે નિશ્વિતને છોડી, અનિસ્વિતની પાછળ દોડે છે, તે નાશ પામે છે.
* નીચ વ્યક્તિ પાસે પણ કોઈ સારો …

\”મનુષ્ય\”

October 27, 2010 – 7:23 am | 876 views

મનુષ્ય અવતારમાં મુલ્યવાન શું છે ?
૦ ભક્તિ.
૦ શરીર.
૦ સમય.
મનુષ્યને શોભા અપાવે તેવા ગુણો કયાં?
૦ દયા.
૦ ક્ષમા.
૦ શાંતી.
૦ સત્યપ્રીતી.
૦ નમ્રતા,સહિષ્ણુતા, ઉદારતા.
૦ ધુતિ-સ્થિરતા,ધૈર્ય,મક્કમતા.
૦ પવિત્રતા.
૦ મુદ્રુવાણી.
૦ વિશ્વસનિયતા.
મનુષ્યે દૈનિક જીવનમાં કઈ બાબત ધ્યાનમાં લેવી જોઇઅ?
૦ સમયના સદઉપયોગની .
૦ અન્તઃકરણને નિર્મળ રાખવાની.
૦ બુધ્ધિનો સર્વાગી વિકાસ સાંધવાની.
૦ વિષયવાસનાનો ત્યાગ કરવાની.
૦ સ્વાર્થવ્રુતિ છોડવાની.
૦ પવિત્ર અને ભક્તિપરાયણ જીવન જીવવાની.

પ્રેમ એટલે કે,

October 20, 2010 – 11:14 am | 726 views

સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો
પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો
ક્યારે નહીં માણી હો,
એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે.
દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ છે.
પ્રેમ એટલે કે,
સાવ ઘરનો જ એક ઓરડોને તોય આખા ઘરથી અલાયદો,
કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,
એક …

દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે

October 20, 2010 – 11:05 am | 506 views

દિલ પૂછે છે મારૂં….દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?…જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે,દિવાળી હોય કે હોળી, બધું ઓફીસમાં જ ઉજવાય છે.આ બધું તો ઠીક હતું, પણ હદ તો ત્યાં થાય છે,લગ્નની મળે કંકોત્રી ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે.દિલ પૂછે છે મારૂં, અરે …