ભારતના ચાર ધામ :બદરીનાથ-૩ બદરીનાથ   ઉત્તરાખંડની પુણ્યભૂમિમાં કેવાં કેવાં સુંદર સ્થાનો છે તેમા બદરીનાથ હિમાલયની દેવભુમીનું પવિત્ર સ્થાન છે અલકનંદાના પવિત્ર કિનારે બદરીનાથ તીર્થ ૩૧૧૦ મીટર ઊંચાઇએ આવેલ છે.આધ્ય શંકરાચાર્ય દ્વારા પ્રસ્થાપિત ચારધામ પૈકીનું પાવનધામ બદરીનાથ અથૉત્ જ્યોતિર્મઠ. જેમ શિવ સદાય કાશીમાં રહે છે તેમ ભગવાન વિષ્ણુ સદાય સાક્ષાત્ બદરીનાથમાં વિરાજે છે. યાત્રાના ચિરપરિચિત, સર્વસુલભ પથ પરથી પસાર થતા પ્રવાસીને જુદાં જુદાં તીર્થો ને સુંદર સ્થાનોના દર્શનનું સૌભાગ્ય સ્વાભાવિક રીતે જ પ્રાપ્ત થતું હોય છે હિંદુ સંસ્કૃતિનો મૂળ આધાર ચાર વેદ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ છે. ત્યારબાદ હિંદુ […]

જગન્નાથપુરી ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે.શંકરાચાર્યે ભારતને ચાર ખૂણે જે પીઠ સ્થાપી છે તમાં એક જગન્નાથપુરીમાં છે.રાષ્ટ્રનાં પ્રમુખ પાવનધામોમાં જગન્નાથપુરી પરમ પાવનધામ મનાય છે. હિન્દુઓના ચાર ધામ પૈકીનું આ એક ધામ છે. એમ કહેવાય છે કે બદરીનાથ ધામ સત્યયુગનુ, રામેશ્વર ધામ ત્રેતાયુગનુ, દ્વારિકા ધામ દ્વાપરનુ અને જગન્નાથપુરી ધામ કળિયુગનુ છે.આ વિશાળ મુખ્ય મંદિરના અધિષ્ઠાતા દેવ છે- શ્રીજગન્નાથજી(શ્રીકૃષ્ણ). મંદિરમાં કૃષ્ણ, બલરામ અને સુભદ્રાજી એમ ત્રણ મૂર્તિઓ છે. મૂર્તિઓ અપૂર્ણ છે. રાષ્ટ્રનાં ચાર પ્રમુખ પાવનધામોમાં કળિયુગમાં જગન્નાથપુરી પરમ પાવનધામ મનાય છે. પહેલાં અહીં નીલાંચલ પર્વત હતો અને આ […]

પ્રયાગરાજ ભારતમાં ચૌદ પ્રયાગ છે તેમાં પ્રયાગ રાજનું સ્થાન પ્રથમ છે જે ગંગા,જમુના,સરસ્વતી એમ ત્રણ નદિઓના સમુહથી બને છે દર બાર વર્ષે યોજાતા પૂર્ણકુંભ કે મહાકુંભ મેળાનું મહત્ત્વ પ્રાચીનકાળથી પ્રસ્થાપિત થયેલું છે. લગભગ અઢી માસ સુધી ચાલતા આ કુંભમેળામાં ઉત્તરાયણ, પોષી પૂનમ જેવા તહેવારોમાં સ્નાનનો વિશેષ મહિમા હોય છે. કુંભમેળા સમયે જો પ્રયાગમાં ત્રિકાલ એટલે કે પ્રાતઃ, મધ્યાહન અને સાયં એટલે કે સાંજે એમ ત્રણ વાર સ્નાન કરવાથી પૃથ્વી ઉપર એક હજાર અશ્વમેઘ યજ્ઞા કરવા જેટલું પુણ્ય મળે છે. એક સમયે દેવો અને અસુરોએ ભેગા મળીને સમુદ્રમંથન કર્યું અને તેમાંથી […]

પાટણ : સરસ્‍વતી નદીના તટે વસેલું આ એક વખતનું મહાનગર ગુજરાતની રાજધાની હતું.આનું મૂળ નામ અણહિલપુર પાટણ હતું. અણહિલપુર-પાટણનું નામ. ગુજરાતના સામ્રાજ્યનો પાયો નાખનાર ગણાતા વનરાજ ચાવડાના બાળમિત્ર અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે. (ઈ.સ. ૭૪૬,૨૮ માર્ચ)ના દિવસે અણહિલ ભરવાડે બતાવેલી જગાએ વનરાજ ચાવડાએ આ શહેરની સ્‍થાપના કરી હતી પંચાસરના રાજા જયશિખરીનું કલ્‍યાણના રાજા ભુવડને હાથે યુદ્ધમાં મૃત્‍યુ થયા પછી બાળ વનરાજને મામા સુરપાળ અને તેની માતા રાણી રૂપસુંદરીએ ઉછેર્યો. વનરાજે પછી ટોળી જમાવીને રાજ્યની સ્‍થાપના કરી અને અણહિલપુર-પાટણ વસાવ્‍યું. ગુજરાતના ઇતિહાસમા મહત્વનુ સ્થાન ધરાવનાર પાટણના […]

જામનગરથી ૧૩૨ કિ.મી.ના અંતરે મુંબઇ થી ૯૪૫ કિ.મી.ના અંતરે રાજકોટથી ૨૭૦ કિ.મી.ના અંતરે અમદાવાદથી ૪૫૩ કિ.મી.ના અંતરે દ્વારિકા આવેલું છે.નજીકનું હવાઈ મથક જામનગર છે ત્યાથ દ્રારકા ૧૪૬ કિ.મી દુર છે. વિષ્‍ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્‍ણ મગધદેશના રાજા જરાસંઘના ત્રાસથી કંટાળીને દ્વારિકામાં આવીને વસ્‍યા. શ્રી કૃષ્‍ણએ પોતાની રાજધાની ગોમતી ઘાટે ‍દ્વારકાને પોતાની રાજધાની બનાવી. દ્વારિકા (જગત મંદિર) નું શિખર ૧૭૦ ફૂટ ઉંચું છે. હાલમાં જે ત્રૈલોક્યસુંદર જગદમંદિર કૃષ્‍ણના પ્રપૌત્ર વ્રજનાભે બંધાવ્‍યું હતું. જે પોતાની ધર્મપ્રિયતા માટે લોકપ્રિય હતો. હિંદુઓમાં એવી માન્‍યતા છે કે આ મંદિર રાતોરાત એટલે કે માત્ર એક જ […]

રાજકોટ એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્ય માં આવેલું શહેર છે.આ શહેર આજી નદી નાં કાંઠે વસેલું છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ તેમના જીવનકાળ ના પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યા હતાં, કે જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા. રાજકોટ એ સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર તેમજ પાટનગર છે. રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮ નં. થી ગુજરાત નાં અન્ય શહેરો સાથે જોડાયેલ છે. રાજકોટ શહેર આજે તેનાં સાંસ્ક્રુતિક અને ઐતિહાસીક વારસો સાચવીને એક આધુનિક,વિકસીત અને સમૃધ્ધ શહેર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી ચુકયુ છે. આ શહેરનાં ઈતિહાસની શરૂઆત ઈ.સ.૧૬૧૨ માં ઠાકોર […]

આ મંદિર ગુજરાતમાં વડોદરાથી ૪૫ કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિર પાછળ પણ એક વાર્તા છે. ડાકોર જે પહેલા ડંકપુરના નામે ઓળખાતું હતું, ત્યાં એક કૃષ્ણ ભક્ત ભોળાનાથ રહેતો હતો જે દર પુનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને ભગવાનના દર્શનાર્થે જતો હતો. પોતાના ભક્તની આ તકલીફ કૃષ્ણ ભગવાનથી જોઈ ના શકાઇ. આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ. ભોળાનાથે બધાને વાત કરી.દ્વારકાના પૂજારીઓને આ એકદમ આવનારા પરિવર્તનથી ખૂબ તકલીફ થઈ.તેમણે એક યુક્તિ આજમાવી કે જો ડાકોરમાં મૂર્તિ લઈ જવી હોય તો, મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું. તેઓ […]

ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વિજયનગર ગામેગામની મઘ્યમાં દિગમ્બર જૈનમંદિર આવેલ છે. ટેકરીઓ ઉપર અગાઉના રાજયકર્તાનો મહેલ છે.સાબરકાંઠા જિલ્લાના રોડા ગામમાં મૈત્રક કાલનાં (૧૦મીથી ૧૫મી સદીના) સાત મંદિરોનો સમૂહ આવેલો છે. અત્યારે આ મંદિર-સમૂહોના જે કાંઈ અવશેષો બચ્યા છે તે જોતાં એ સમયે આ સ્થાપત્યો કેવી ઉચ્ચ કોટિનાં હશે તેનો અંદાજ મળી શકે છે અને અહેસાસ થાય છે. આ મંદિરો પૈકી મંદિર નં. ૭ સિવાયનાં બધાં મંદિર કદમાં નાનાં છે. મંદિર નં.૧ પૂર્વાભિમુખ છે, જંઘાના ગવાક્ષોમાં આવેલાં શૈવ શિલ્પો પરથી આ મંદિર શિવાલય […]

ભાવનગર જિલ્લામાં આવેલું તળાજા ગામ ભાવનગરથી લગભગ ૫૦ કિ.મી. દૂર છે. તળાજામાં આમ તો ભક્ત નરસિંહ મહેતાનો જન્મ થયો હતો.ભાભીનું મહેણું સહન નહિ થવાથી તે ઘોર જંગલમાં ચાલી નીકળ્યા હતા અને સમુદ્રને કિનારે અપૂજ બાણની પૂજા કરી, તેથી મહાદેવ રાજી થયા અને તેમને હાથ પકડીને દ્વારકા લઈ ગયા હતા. ભગવાને ત્યાં તેમને રાસલીલાના દર્શન કરાવ્યાં હતા. તળાજા ગામ તાલધ્વજ (તળાજા) ગિરિની તળેટીમાં વસેલું છે. આ પર્વત ઝૂલતી પર્વતમાળ જેવો છે.શત્રુંજય પર્વતમાળાનું આ એક શિખર છે.શેત્રુંજી નદીનો પટ,ગોપનાથ મહાદેવનો દ્વીપકલ્પ,સમુદ્રમાં મોજાં દર્શનીય છે.અહીં આવેલી એભલ ગુફા જોવા જેવી છે. ડુંગર ઉપર […]

ધર્મ એટલે કે જે ધારણ કરવાથી કોઈનું અમંગળ ન થાય. જે અણુંને ધારણા કરે છે. તે ધર્મ એટલે ગુણ,લક્ષણ કે સ્વભાવ,ધર્મ માનવીના અંતઃકરણના વિકાસનું ફળ છે. ધર્મ એટલે મનને સંપૂર્ણ વશમાં કરી,ગુલાબી માંથી મુક્ત થઈ માલિક બનવાનું સામર્થ્ય.સાચો ધર્મ હૃદયની કવિતા છે. આ કવિતાને સાક્ષાત્કાર કરતું મંદિર એટલે ગઢડાનું સ્મૃતિ મંદિર. ભાવનગર જિલ્લાના ગઢડા ગામે આવેલા પ્રસિદ્ધ સ્વામિનારાયણના મંદિરનો ભવ્ય મહોત્સવ ઊજવાયો હતો. આ મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયની દરેક શાખા પ્રશાખાના લાખો ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્ય સ્થાપક શ્રી સહજાનંદ સ્વામીએ સમાજના તમામ વર્ગના લોકોના આધ્યાત્મિક સામાજિક તથા નૈતિક […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors