ચોરી અને પ્રાયશ્ર્ચિત માંસાહારના કાળનાં તેમ જ તે પહેલાના કાળના કેટલાક દૂષણોનુ વર્ણન હજુ કરવું રહે છે. તે વિવાહ પૂર્વના કે તે પછી તુરતના સમયના છે.મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. અમારી પાસે પૈસા ન મળે. બીડી પીવામાં કંઇ ફાયદો છે અગર તો તેની ગંધમાં મજા છે એવું તો અમ બેમાંથી એકેને નહોતું લાગ્‍યુ, પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઇક રસ છે એવુ લાગેલુ. મારા કાકાને બીડી પીવની ટેવ હતી, ને તેમને તથા બીજાને ધુમાડા કાઢતા જોઇ અમને પણ ફૂંકવાની ઇચ્‍છા થઇ. પૈસા તો ગાંઠે ન મળે, […]

દુઃખદ પ્રસંગો મારી ગણતરી બરાબર નહોતી એમ હું પાછળથી જોઇ શકયો. સુધારો કરવા સારુ પણ માણસે ઊંડા પાણીમાં ઊતરવું નહીં જોઇએ. જેને સુધારવા છે તેની સાથે મિત્રતા હોય નહીં. મિત્રતામાં અદ્વૈતભાવના હોય. એવી મિત્રતામાં સુધારાને અવકાશ બહુ ઓછો હોય છે. મારો અભિપ્રાય એવો છે મે અંગત મિત્રતા અનિષ્‍ટ છે, કેમ કે મનુષ્‍ય દોષને ઝટ ગ્રહણ કરે છે. ગુણ ગ્રહણ કરવાને સારુ પ્રયાસની આવશ્‍યકતા છે. જેને આત્‍માની, ઇશ્ર્વરની મિત્રતા જોઇએ છે તેણે એકાકી રહેવું ઘટે છે, અથવા આખા જગતની સાથે મૈત્રી કરવી ઘટે છે. ઉપરના વિચાર યોગ્‍ય હોય કે અયોગ્‍ય, મારો […]

હાઇસ્‍કૂલ મારો અભ્‍યાસ ચાલુ રહ્યો. હાઇસ્‍કૂલમાં હું ઠોઠ નિશાળિયો ન ગણાતો. શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી હતી. દરેક વર્ષે માબાપને વિદ્યાર્થીના અભ્‍યાસ તેમ જ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતાં. તેમાં કોઇ દિવસ મારું વર્તન કે અભ્‍યાસ ખરાબ હોવાની ટીકા ગઇ નથી. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધાં ને પાંચમા તથા છઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક ચાર રૂપિ‍યા ને દસ રૂપિ‍યાની શિષ્‍યવૃતિ પણ મળી હતી. આ મળવામાં મારી હોશિયારી કરતાં દૈવે વધારે ભાગ લીધો હતો. એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓને સારું નહીં, પણ જેઓ સોરઠ પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે તેને સારું […]

ધણીપણું પણ આ સદ્વિચારોનું એક માઠું પરિણામ આવ્‍યું. જો મારે એકપત્‍નીવ્રત પાળવું જોઇએ તો પત્‍નીને એકપતિવ્રત પાળવું જોઇએ. આ વિચારથી હું અદેખો ધણી બન્‍યો. ‘પાળવું જોઇએ’માંથી ‘પળાવવું જોઇએ’ એ વિચાર ઉપર આવ્‍યો. અને જો પળાવવું જોઇએ તો મારે ચોકી રાખવી જોઇએ. મને કાંઇ પત્‍નીની પવિત્રતા વિશે શંકા લાવવાનું કારણ નહોતું. પણ અદેખાઇ કારણ જોવા કયાં બેસે છે ? મારી સ્‍ત્રી હંમેશા કયાં જાય છે એ મારે જાણવું જ જોઇએ, તેથી મારી રજા વિના કયાંયે જવાય જ નહીં. આ વસ્‍તુ અમારી વચ્‍ચે દુઃખદ ઝઘડાનું મૂળ થઇ પડી. રજા વિના કયાંયે ન […]

બાળવિવાહ     ૧૩ વર્ષની ઉંમરે મારા વિવાહ થયા તેની નોંધ લેતાં અકળામણ થાય છે. આજે મારી નજર આગળ બારતેર વર્ષનાં બાળકો પડયાં છે તેમને જોઉં છું ને મારા વિવાહનું સ્‍મરણ કરું છું ત્‍યારે મને મારા ઉપર દયા છૂટે છે, અને બાળકોને મારી સ્થિતિમાંથી બચ્‍યાને સારુ મુબારકબાદી આપવાની ઇચ્‍છા થાય છે. તેર વર્ષે થયેલા મારા વિવાહના સમર્થનમાં એક પણ નૈતિક દલીલ મને નથી સૂઝી શકતી. વાંચનાર ન સમજે કે હું સગાઇની વાત લખું છું. કાઠિયાવાડમાં વિવાહ એટલે લગ્‍ન, સગાઇ નહીં. સગાઇ એટલે બે બાળકોને પરણાવવાનો મા બાપો વચ્‍ચે થયેલો કરાર. સગાઇ તુટી […]

બચપણ હાઇસ્‍કૂલના પહેલા જ વર્ષનો, પરીક્ષા વખતનો એક બનાવ નોંધવા યોગ્‍ય છે. કેળવણીખાતાના ઇન્‍સ્‍પેકટર જાઇલ્‍સ નિશાળ તપાસવા આવ્‍યા હતા. તેમણે પહેલા ધોરણના છોકરાઓને પાંચ શબ્‍દ લખાવ્‍યા. તેમાં એક શબ્‍દ ‘કેટલ’ (kettle) હતો. તેની જોડણી મે ખોટી લખી. માસ્‍તરે મને પોતાના બૂટની અણી મારી ચેતવ્‍યો. પણ હું શાનો ચેતું ? મને એમ ભાસી ન શકયું કે માસ્‍તર મને સામેના છોકરાની પાટીમાં જોઇ લઇ જોડણી સુધારવાનું કહે. માસ્‍તર તો અમે એકબીજામાંથી ચોરી ન કરીએ એ જોતા હતા એવું મેં માનેલું. બધા છોકરાના પાંચે શબ્‍દ ખરા પડયા ને એકલો હું ઠોઠ ઠર્યો ! […]

ઉત્તમ વસ્તુઓ હિન્દુ ધર્મની ઉત્તમ વસ્તુઓ પુસ્તકોમાં ; ગીતા પ્રાણીઓમાં ; ગાય પક્ષીઓમાં ; ગરુડ પ્રવાહીમાં ; ગંગાજળ દેવોમાં ; ગણપતિ ભોજનમાં  ; કંસાર પહાડમાં ; હિમાલય વાહનમાં ; રથ તીર્થમાં ; કાશી ફળોમાં ; નાળિયેર નદિમાં ; ગંગા છોડમાં ; તુલસી શુકનમા ; કંકુ ધર્મનું પ્રતીક ;ઓમ્ કોણ શુ કહે છે ? ધડીયાળ ;સમય ચુકશો નહિ. ધરતી ; સહનશીલ બનો. દરિયો ; વિશાળ દિલ રાખો. વૃક્ષ ; પરોપકારી બનો. કીડી ; સંગઠનબળ કેળવો. કુકડો ; વહેલા ઊઠી કામે લાગો. બગલો ; કાર્યમાં ચિત પરોવો. સુર્ય ; નિયમિત બનો. મધમાખી […]

Not sure about the correctness of the links below (or even if it\’s just a spam message). But if the links are correct then some of them could be quite useful. Subject: Fwd:INDIA GOVERNMENT INTRODUCED ONLINEIndian Government Online!! – Really Marvellous Effort Obtain: 1.  Birth Certificate < http://www.india.gov.in/howdo/howdoi.php?service=1 > . 2.  Caste Certificate < http://www.india.gov.in/howdo/howdoi.php?service=4 > . 3.  Tribe Certificate < http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=8 > . 4.  Domicile Certificate <http://www.india.gov.in/howdo/howdoi.php?service=5 > . 5.  Driving Licence < http://www.india.gov.in/howdo/howdoi.php?service=6 > . 6.  Marriage Certificate <http://www.india.gov.in/howdo/howdoi.php?service=3 > . 7.  Death Certificate < http://www.india.gov.in/howdo/howdoi.php?service=2 > . […]

જેને સુખી થવું છે તેણે બીજાને સમજવાની અને બીજાને સમજાવવાની બાબતોનો દૃષ્ટિકોણ રાખવો આવશ્યક છે. આ દૃષ્ટિકોણ રાખનાર કદી દુઃખી થતો નથી. તેના જીવનમાં બિનજરૂરી વિવાદ, ઝગડા, કલેશ, કંકાસ હન આવે. તેથી તે કદી દુઃખી પણ થતો નથી. જીવનમાં દરેક વ્યકિત સુખી થવા માગે છે. તે માટે દરેક પોતાને અનુકુળ રસ્તો પસંદ કરે છે. ઊંચંુ જીવન જીવવાની ઇચ્છા રાખે છે. તે માટે તેણે સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવો પડે છે તે પૂરા કરવા તેને માટે ત્રણ પગલાં છે. જે પગલાં મુજબ તે જો ચાલે તો તે સુખી થઇ શકે છે. (૧)આત્મનિરીક્ષણ (૨) […]

મનુષ્યની નિંરાંત કોણ ઝુંટવી લે છે ? ૦ ત્રુષ્ણા. ૦ લોભવ્રુતિ. ૦ સંગ્રહવ્રુતિ. ૦ કીર્તિની લાલસા. ૦ અસંતોષીનો સહવાસ. ૦ મહત્વકાંક્ષા. ૦ અહંકાર.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors