વાંઝીઓ પામે પુત્રને રે, નિરધનીઓ પામે ધન. ઓખાહરણ-કડવું-૮૫ બાણાસુર પખાળે ચરણ, શોભા ઘણેરી રે; ત્યાં તો બાણમતી ગાય મંગળ ગીત, શોભા ઘણેરી રે… ૧. ત્યાં તો પહેલું મંગળ વરતાય, શોભા ઘણેરી રે; પહેલે મંગળ સોનાના દાન અપાય. શોભા… ૨. દાન લેશે કૃષ્ણનો સંતાન, શોભા ઘણેરી રે; ત્યાં તો બીજું મંગળ વરતાય, શોભા… ૩. બીજે મંગળ ઘેનુનાં દાન અપાય, શોભા ઘણેરી રે; ત્યાં તો ત્રીજું મંગળ વરતાય, શોભા… ૪. ત્રીજે મંગળ હસ્તીનાં દાન અપાય. શોભા ઘણેરી રે; દાન લે છે કૃષ્ણ તણો સંતાન, શોભા… ૫. ત્યાં તો ચોથું મંગળ વરતાય, શોભા […]

વડીલોનિ હાજરીમાં ઓખા-અનિરુદ્ધનાં થતા લગ્ન ઓખાહરણ-કડવું-૮૪ અનિરુદ્ધ લગ્ન કરવા ધોડેસવાર થઈને જાય છે ( રાગ ધોડલીના) હાંરે અનિરુદ્ધની ઘોડલી, અંત્રિક્ષથી ઘોડી ઉતરી રે, પૂજીએ કુમકુમ ફૂલ; ચંચળ ચરણે ચાલતી રે, એનું કોઈ ન કરી શકે મૂલ. મોરડો મોતી જડ્યા રે, હિરા જડિત પલાણ; રત્ન જડિત જેનાં પેગડાં રે, તેના વેદો કરે છે વખાણ. અંગ જેનું અવનવું, ઝળકે તે ઝાકમઝાળ; ઝબુકે જેમ વીજળી રે, તેને કંઠે છે ઘુઘરમાળ. દેવ દાનવ માનવી રે, જોઈ હરખ્યા તે સુંદર શ્યામ, થનક થનક ચાલતી રે, એનું પંચકલ્યાણી છે નામ. રૂપવંતી ઘોડી ઉપર, અનિરુદ્ધ થયા સવાર; […]

અનિરુદ્ધને લગ્ન માટે તેયાર કર્યો ઓખાહરણ-કડવું-૮૩ હલહલ હાથણી શણગારી રે, ઉપર ફરતી સોનાની અંબાડી રે. તેના પર બેસે વરજીની માડી રે, સોનેરી કોર કસુંબલ સાડી રે. માથે મોડ ભમરીયાળો ઝળકે રે, ઉષ્ણોદકે વરને કરાવ્યું સ્નાન રે. નાનાંવિધનાં વસ્ત્ર પહેરાવ્યાં પરિધાન રે, કનક મેખલા પોંચીઓ બાજુબંધ રે, અનુપમ ઉપન્યો આનંદ રે. મુગટ મણીધર ધર્યો અનિરુધ્ધ શીશ રે, ઝળકે ઝળકે ઉદય જ જેવો દીસે રે. કસ્તુરીનું તિલક કર્યું છે લાલ રે, વળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલ રે. હળધરનો જશ બોલે બધા જન રે, જાદવ સહીત શોભે છે જુગજીવન રે. સાત […]

ઓખાહરણ-કડવું-૮૨   (રાગ-ગુર્જરી) ઓખાબાઈને લઇ સંચરો કૃષ્ણ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો, રેવંતી જાગવું રે. બળીભદ્ર કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો, રુક્ષ્મણી જાગવું રે. મહાદેવ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો, પાર્વતી જાગવું રે. ગણપતિ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો, શુધબુધ જાગવું રે. બાણાસુર કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો, બાણમતી જાગવું રે. કૌભાંડ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે; ઓખાબાઈને તે લઈ સંચરો, રૂપવતી જાગવું રે.

ઓખાહરણ-કડવું-૮૧  (રાગ-ધોળ) અનિરુદ્ધને સ્નાન ને પીઠી ચોળાય છે પારવતીને પિયરનાં નોતરડાં રે, બેસવા તો રૂડા લાવજો પાથરણાં રે; તેડાવોને ઉદિયાચળ અસ્તાચળ રે, તેડાવોને વિંધ્યાચળ પીનાચળ રે; વરરાયને નાવણ વેળા થાય રે, વરરાયને પીઠી ત્યાં ચોળાય રે.

ઓખાહરણ-કડવું-૮૦  (રાગ-સોહિણી) દ્રારિકાથી શ્રીક્રષ્ણનાં પરિવારને શોણીતપુર તેડાવ્યો હરિ હર બ્રહ્મા ત્રણે મળ્યા, દુઃખ ભાગીયાં રે; ત્યારે દાનવનું શું જોર, મળ્યા મન માનીયા રે. હર બ્રહ્મા વિષ્ણુ ત્રણ એક રે, દુઃખ ભાગીયાં રે; તેમાં શી વઢવાઢ, મળ્યા,મન માનીયા રે. શિવે બાણ કૃષ્ણને નમાવીઓ,દુઃખ ભાગીયાં રે; શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ, મળ્યા મન માનીયા રે. કાપ્યા હાથની પીડા મટી, દુઃખ ભાગીયાં રે; જ્યારે પ્રસન્ન થયા જદુનાથ, મળ્યા મન માનીયા રે. હવે ગરુડને દ્વારિકા મોકલો. દુઃખ ભાગીયાં રે; તેડાવો સઘળો પરિવાર, મળ્યા મન માનીયા રે. સોળ સહસ્ત્ર એકસો આઠ પટરાણીઓ, દુઃખ ભાગીયાં રે; તેડવા […]

ઓખાહરણ-કડવું-૭૯   (રાગ-ધનાશ્રી) બ્રહ્માએ કરાવેલ શ્રીકૃષ્ણ-શિવનું સમાધાન આ બેમાં કોને નિદુ તે, સાંભળો શિવ રણછોડજી; વિરોધને વેગળો મૂકીને, પૂરો ભગતના કોડજી. (૧) શંકર કહે છે કૃષ્ણને, તમે ક્યારે આવ્યા ભગવાનજી; હરિહર બે કોટે વળગ્યા, દીધું ઝાઝું માનજી. (૨) શિવે કૃષ્ણને તાળી મારી, બોલ્યાનો વિવેકજી; વઢનારા કોઈ હશે પણ, આપણ એકના એકજી. (૩) કૃષ્ણે ચક્રને પાછું લીધું, શિવે લીધું ત્રિશુળજી; બ્રહ્માએ આવી સમાધાન કીધું, થયું પૃથ્વીમાં શુભજી. (૪) શિવે લઈને પાસે તેડ્યો, શોણિતપુરનો નાથજી; અલ્યા તુજને ભુજ આપ્યા, માટે વઢવા આવ્યો મુજ સાથજી. (૫) વળી હોંશ હોય તો યુદ્ધ કરો, શામળિયાની સાથજી; […]

ઓખાહરણ-કડવું-૭૭  (રાગ-ગુર્જરી) બાણાસુરની પત્નિ શૃઈકૃષ્ણને કરગરી કોટરા કહે છે કરગરી, એના બાપને ચાંપ્યો પાતાળ; જાણશે તો ઘણું થાય, એ છે તમારો બાળ. કરુણાસાગર કૃપાનિધિ, ક્ષમા કરો આ વાંક; દીન જાણી દયા કરો, એ છે મારો રાંક. ચક્ર ચતુરભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ; નવસેં છન્નુ કર છેદી નાંખ્યાં, રાખિયા ચાર હાથ. રુધિરભર્યો આંસુ ગાળતો, આવિયો શિવની પાસ; એમ કહીને પાયે લાગ્યો, સાંભળો ગતિ કૈલાસ. એક મારી વિનંતી, તમે સાંભળો જુગદીશ; સાંભળી કોપે ભરાયા, પોતે ઉમિયાઈશ. (વલણ) મનમાં રીસ ચઢી ઘણી, તમે સાંભળો રાજકુમાર રે; સદાશિવ યુદ્ધે ચઢ્યા, તેણે ધ્રુજી ધરા […]

ઓખાહરણ-કડવું-૭૮    (રાગ: સાગર) એ ભરવાડો એ પીંઢારો, ગોકુળમાં ચારી ગાય; મારા આપ્યા હાથને, તે છેદીને ક્યાં જાય ?) બડબડતા ગણેશ ચાલ્યા, ઉંદરડે અસવાર; મોર ઉપર સ્વામી કારતિક, ચાલ્યા શંકરના કુમાર. સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય; સેના બહુ ભેળી કરી, કહું તેહ તણો મહિમાય. ડાકણ શાકણ ભૂત પ્રેત, પિશાચ વંતર માત્ર; દડુક ચાલે ભૂતડાં, જેનાં હાલ્લાં સરખાં ગાત્ર. હરિ જઈ કૃતવર્માને કહે છે, મહાદેવને સમજાવો; આ શું ઉપરાણું કરી, જોગીડો વઢવા આવ્યો. શંકર મુખેથી બોલ્યા; આવી લાગી ઝાળ; સન્મુખ આવી ઊભા રહી, માંહે ભાંડે ગાળ. હે કાળા અરજુનના સાળા, […]

ઓખાહરણ-કડવું-૭૬  (રાગ-ગુર્જરી) બાણાસુરની પત્નિનું વર્ણન શુકદેવ કહે તે વાત, વેવાણ આવિયાં રે, જેની જોવા સરખી જાત, વેવાણ આવિયાં રે. માથે કેશ વાંસની જાળ, વેવાણ… જેનું નેત્ર સરોવર પાળ,વેવાણ… જેના સુપડા જેવા કાન, વેવાણ… જેનું મસ્તક ગિરિ સમાન, વેવાણ… એની આંખ અંધારો કુપ, વેવાણ… જેનું મુખ દીસે છે કદરૂપ, વેવાણ… હળદાંડી જેવા દંત, વેવાણ… દીઠે જાએ ન એનો અંત, વેવાણ… એનાં સ્નત ડુંગર શાં ડોઝાં, વેવાણ… કાને ઘાલ્યા છે હાથીના હોજાં, વેવાણ… કોટે ખજુરાના તનમનીઆં, વેવાણ… કાને ઊંટના ઓગનીયા, વેવાણ… પગે રીંછ કલ્લાં વિકરાળ,વેવાણ… કહેડે પાડાની ઘુઘરમાળ, વેવાણ… વાંકડા સરપ એને […]

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors