Articles in સુવિચાર
સુવિચાર
*કુળને ખાતર એકને ત્યજવો, ગામને ખાતર કુળને ત્યજવું,
દેશને ખાતર ગામને ત્યજવું, પોતના આત્માને ખાતર પૃથ્વી ત્યજવી.
*વૃક્ષો ફળોના આવવાથી નીચા નમે છે, વાદળા નવા પાણી ભરાવવાથી ખુબજ નીચ નમી જાય છે,
સત્પુરૂષો સમૃધ્ધિ વડે વિનમ્ર બને છે, પરોપકારીઓનો આજ સ્વભાવ હોય છે.
*ગુસ્સો કરવો એટલે બીજાઓના દોષનો બદલો આપણી જાત ઉપર લેવો.
* માણસનું ધરેણુ રુપ છે, રુપનું ધરેણુ ગુણ છે,
ગુણનું ધરેણુ જ્ઞાન છે, …
સુવિચાર
સ્વામી રામતીર્થે કહ્યું છે, “મનુષ્યના વિચાર જેવા હોય છે તેવું જ તેનું જીવન બને છે.
-સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, “સ્વર્ગ અને નરક બીજે ક્યાંય નથી. એમનો નિવાસ આ૫ણા વિચારોમાં જ છે.
“ભગવાન બુદ્ધે પોતાના શિષ્યોને ઉ૫દેશ આ૫તા કહ્યું હતું, -ભિક્ષાઓ, અત્યારે આ૫ણે જે કંઈ છીએ તે પોતાના વિચારોના કારણે છીએ અને ભવિષ્યમાં જેવા બનીશું તે ૫ણ આ૫ણા વિચારોને કારણે …
સુવિચાર
* મનુષ્યનું જીવન વિચારોથી જ ચાલે છે જો સારા વિચારો હોય તો જીવન સારું બનશે.જો વિચાર ખરાબ તો જીવન ખરાબ બની જશે.
* ઉન્નતિની પરખ કરવાની સાચી રીત છે તુલના. આ તુલના બીજાની સાથે ન કરવી, બલકે તમારા ગઈ કાલના દિવસ સાથે આજના દિવસની કરવી.
* જયારે તમે દુઃખી થાવ છો ત્યારે બીજાઓથી પ્રેમ ઇચ્છો છો.જયારે બીજા દુઃખી થાય છે ત્યારે શું …
જીવનના સાત પગલા
જીવનના સાત પગલા
(૧) જન્મ….
એક અણમોલ સોગાદ છે,
જે ભગવાનની ભેટ છે…..
(૨) બચપણ
મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે,
જે ડુબી શક્યો તે તરી ગયો છે….
(૩) તરુણાવસ્થા
કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે.
મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે.
તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ…
અને અનેક નવી મૂંઝવણો….
(૪) યુવાવસ્થા
બંધ આંખોનું એ આંધળુ સાહસ છે…
તેમા જોશ છે, ઝનુન છે, ફના થવાની ઉમ્મીદો ..
અને કુરબાન થવાની આશા છે.
(૫) પ્રૌઢાવસ્થા
ખુદને …
જાણવા જેવું.
* પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશા વાહક.
દયાનંદ સરસ્વતી
* દરરોજ ઇશ્વરની પ્રાર્થના કરવાથી અંતઃકરણ પવિત્ર બને છે.
સ્વામી રામતીર્થ.
* પ્રાર્થના ધર્મનો સ્તંભ અને સ્વર્ગની ચાવી છે.
મુહમ્મદ સાહેબ
* પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શકિતઓને જગાડનાર દૈવી બળ છે.
મહાભારત.
* નમ્રતા અભિમાનને ઓગાળી નાખે છે.
વિષ્ણુ પુરાણ
સાર્થક
દુઃખીને મદદ કરવા લંબાયેલો એક હાથ, પ્રાથના કરવા
જોડાયેલા બે હાથ કરતા વધુ સાર્થક છે.
-સ્વામી વિવેકાનંદ
અદેખાઈ
-\’ખાઈ\’માં પડેલો બચીને ઉપર આવી શકે પણ \’અદેખાઈ\”માં પડેલો માનવી કયારેય ઉપર આવી શકતો નથી.
સ્વામી પીયુષાનંદ સરસ્વતી
આત્મા સ્વામી વિવેકાનંદ
જયારે આત્મા કઈ કહે અને બુધ્ધિ સાવ બીજું જ કહે,
એવા સમયે તમે આત્માનું કહ્યું જ કરજો.
-સ્વામી વિવેકાનંદ
સજજનો કાલીદાસ
જેમ સૂર્ય સ્વયં ધરધરમાં પ્રકાશ ફેલાવે છે તે રીતે સજજનો કહ્યા વિના જ બીજાની આશા પૂરી કરે છે.કાલીદાસ