ગરમીના દર્દોનું સસ્તું ઔષધ – મોથ (નાગરમોથ) નાગરમોથ સ્વાદે તીખી-તૂરી તથા ગુણે શીતળ અને કફ-પિત્ત દોષનાશક છે. તે કફ-પિત્તના દર્દો,

ઝાડા, મરડાનું ઔષધ – ઓજમીજીરું/ઈસબગુલ પરિચય : ઓથમીજીરું (સ્નિગ્ધ જીરક, ઈસબગોલ) મૂળ મિસર દેશનું વતની, હાલ ગુજરાતના ઊંઝા-મહેસાણા જિલ્લામાં તેની મોટા પાયે ખેતી થાય છે. એને ઊમતું જીરું કે ઘોડા જીરું પણ કહે છે. તેના છોડ એક ફુટની ઊંચાઈના, પાન-ચપટા, લાંબા અને અણીદાર થાય છે. તેની પર ઘઉંની જેવી ઉંબીઓ (ડૂંડા) થાય છે. તેમાં નાના હોડકા જેવા નાનાં, લાલ ભૂરા રંગના બી થાય છે. તેના આંતર્ગોળ ભાગમાં સફેદ પાતળું પડ, ભૂસીરૂપે અલગ કરાય છે. તેને જ ઈસબગુલ કે ઇસબગોળ કહે છે. જે આજકાલ ઝાડા-મરડાના દર્દમાં વૈદકમાં ખૂબ મોટા પાયે વપરાય […]

ખાંસી અને દમની અકસીર ઔષીધ – ભારંગી પરિચય : નગોડ કુળની આ બહુવર્ષાયુ વનસ્પતિ (ભારંગી)ના ઝાડ ૫ થી ૮ ફુટ ઊંચા ખાસ હિમાલયની તળેટી, નેપાળ, આસામ, પશ્ચિમ ઘાટ ને દક્ષિ‍ણ ભારતમાં થાય છે. ગુજરાતમાં તેનાં મૂળ (ભારીંગમૂળ) દવા તરીકે ગાંધીને ત્યાં ખાસ વેચાય છે, તે દમ, શરદી ખાંસીની અકસીર દવા છે. તેની પર બહુ ઓછી ડાળીઓ થાય છે. પાન ૭-૮ ઈંચ લાંબા, લંબગોળ અને ૧-૨ ઈંચ પહોળાં મહુવાનાં પાન જેવા અણીદાર, લૂખા અને ઉપલા ભાગે કાળા ધાબાયુક્ત થાય છે. તેની પર મંજરીરૂપે ગુચ્છામાં સુંદર બે શાખા પર પુષ્‍પો પ્‍યાલી આકારનાં […]

શિયાળામાં શ્રેષ્ઠ અશ્વગંધા આયુર્વેદમાં વનસ્પતિનાં મૂળ એવું અશ્વગંધા મહત્ત્વનું સ્થાન ધરાવતું ઔષધ છે. તેનો સ્વાદ તૂરો, કડવો છે. આ ઔષધ ઉષ્ણવીર્ય, વાયુ અને કફને મટાડનારી, વાજીકર, વય:સ્થાપન છે. શિયાળામાં અશ્વગંધા શ્રેષ્ઠ ઔષધ છે.

દેશ અને દુનિયાના સામાન્ય માનવીએ એવી ચિકિત્સા પદ્ધતિ અપનાવવી જોઈએ કે જેમાં એક રૂપિ‍યાનો પણ ખર્ચ કર્યા વગર તમામ આરોગ્ય પ્રાપ્‍ત કરી શકાય. અને આ પદ્ધતિ યોગ સિવાય બીજો કોઈ પણ નથી. પતંજલિ યોગપીઠ યોગ અને આયુર્વેદના અદ્દભુત સંગમ છે. જેઓ આર્થિક કારણોસર એલોપથીનો મોંઘો ઉપચાર મેળવી શકતા નથી તેઓને પણ યોગના માર્ગે સરળ, સહજ, પ્રામાણિક અને વૈજ્ઞાનિક ઉપચાર મળે છે. યોગ વિજ્ઞાન થી સંપૂર્ણ શરીરની ચિકિત્સા થાય છે. યોગના અભ્યાસથી આત્મા, મન અને ઇન્દ્રિયોને પ્રસન્નતા અને આરોગ્ય મળે છે.

•દોઢ-બે તોલા મેથી રોજ ફાંકવાથી વા મટે છે. •કોઈપણ પ્રકારના શૂળ-પડખાં, છાતી, હ્રદય કે માથામાં દુઃખાવો હોય ત્‍યારે તુલસીનો રસ ગરમ કરીને તેના પર માલિશ કરવાથી તરત આરામ થાય છે. આવા પ્રસંગે બે ચમચી તુલસીનો રસ પી જવો. •મેથીને થોડા ઘીમાં શેકી તેનો લોટ કરવો, તેમાં ગોળ, ઘી ઉમેરીને લાડુ બનાવી લેવા. આ લાડુ ૮-૧૦ દિવસ ખાવાથી કમરનો દુઃખાવો અને સંધિવા મટે છે. જકડાઈ ગયેલાં અંગો છૂટાં પડે છે અને હાથ-પગે થતી કળતર પણ મટે છે. •અજમો અને ગોળ સરખે ભાગે મેળવી સવાર-સાંજ ખાવાથી કમરનો દુઃખાવો મટે છે. •સૂંઠ અને […]

* કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે. *અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે. *દોઢથી બે તોલા આદુંના રસમાં મધ મેળવી ચાટવાથી કફ મટે છે. *તુલસીનો રસ ૩ ગ્રામ, આદુનો રસ ૩ ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે. *એલચી, સિંધવ, ઘી અને મધ ભેગાં કરીને ચાટવાથી કફ મટે છે. *દરરોજ થોડી ખજૂર ખાઈ ઉપર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે અને ફેફસાં સાફ બને છે. *આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ મેળવી જમતાં પહેલાં લેવાથી કફ, શ્વાસ અને […]

•કાંદાના રસમાં મધ મેળવીને પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે. •કાંદાનો ઉકાળો કરી પીવાથી કફ દૂર થઈ ઉધરસ મટે છે. •લીંબુના રસમાં તેનાથી ચારગણું મધ મેળવીને ચાટવાથી ઉધરસ મટે છે. •લવિંગને મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે. •મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળી પીવાથી ઉધરસ મટે છે. •મરીનું ચૂર્ણ સાકર, ઘી સાથે મેળવી ચાટવાથી ઉધરસ મટે છે. •એક ચમચી મધ અને બે ચમચી આદુનો રસ મેળવી પીવાથી ઉધરસ મટે છે. •થોડી હિંગ શેકી, તેને ગરમ પાણીમાં મેળવી, પીવાથી ઉધરસ મટે છે. દ્રાક્ષ અને સાકર મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.

ગરમાગરમ રેતીનો શેક કરવાથી શરદી મટે છે.ગરમા ગરમ ચણા સૂંઘવાથી શરદી મટે છે.સૂંઠ, કાળાં મરી અને તુલસીનાં પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.નાગરવેલનાં બે-ચાર પાન ચાવીને ખાવાથી શરદી મટે છે.રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે.આદુનો રસ અને મધ એક ચમચી સવાર-સાંજ પીવાથી શરદી મટે છે.રાઈને વાટી મધ સાથે મેળવીને ખાવાથી શરદી મટે છે.ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.અજમાને વાટી તેની પોટલી સૂંઘવાથી શરદી મટે છે.ગરમ દૂધમાં મરીની ભૂકી અને સાકર નાખીને પીવાથી શરદી મટે છે.મરી, તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે […]

કોઈપણ જાતનો તાવ આવ્‍ય હોય તો ફૂદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતરી જાય છે. સખત તાવમાં માથા પર ઠંડા પાણીના પોતા મૂકવાથી તાવ ઉતરે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી. કોફી બનાવતી વખતે તેમાં તુલસી અને ફૂદીનાના પાન નાખી ઉકાળી, નીચે ઉતારી, ૧૦ મિનિટ ઢાંકી રાખી પછી મધ નાખીને પીવાથી કોઈ પણ જાતનો તાવ મટે છે.લસણની કલી પાંચથી દસ ગ્રામ કાપીને તલના તેલ કે ઘીમાં સાંતળીને સિંધવ ભભરાવી ખાવાથી દરેક પ્રકારના તાવ મટે છે.તુલસી અને સુરજમુખીનાં પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે.ફલૂના તાવમાં કાંદાનો […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors