Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 1,200 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » Archive by Category

Articles in ઓખાહરણ

ઓખાહરણ-કડવું-૫૩

February 28, 2014 – 6:41 pm | 376 views

ઓખાહરણ-કડવું-૫૩  (રાગ-સામગ્રી)
કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થાય છે
કન્યાએ ક્રોધ જણાવીઓ, હાકોટ્યો પ્રધાન;
લંપટ બોલતા લાજે નહિ, ઘડપણે ગઈ શાન. કન્યાએ
પાપી પ્રાણ લેવા ક્યાંથી આવિયો, બોલતો શુદ્ર વચન;
એ વાત સારુ કરવી જોઈશે, જીભલડી છેદન. કન્યાએ
હું તો ડાહ્યો દાનવ, તને જાણતી ભારેખમ કૌભાંડ;
એવું આળ કોને ન ચડાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ. કન્યાએ
કહેવા દેને તું મારી માતને, પછી તારી વાત;
હત્યા આપું તુજને, કરું દેહનો પાત. …

ઓખાહરણ-કડવું-૫૨

February 28, 2014 – 6:40 pm | 338 views

ઓખાહરણ-કડવું-૫૨   (રાગ-મલાર)
ઓખા ને આવાસે પ્રધાન કૌભાંડ તપાસ કરવા આવે છે
વર્ષાઋતુ વહી ગઈ રે, રમતાં રંગ વિલાસ;
સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ.
એક સમે સહિયર આવી, શરદ પુનમની રાત;
માણેકઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દીસે આસો માસ.
ચંદ્રમાને કિરણ બેઠાં, હિંડોળે નરનાર;
હસ્યવિનોદમાં રે, કરતાં વિવિધ વિલાસ.
રક્ષક રાયના રે, તેણે દીઠી રાજકુમારી;
કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દીસે મોટી નારી.
ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી …

ઓખાહરણ-કડવું-૫૧

February 28, 2014 – 6:39 pm | 375 views

ઓખાહરણ-કડવું-૫૧   (રાગ-ધોળ)
ઓખા ને અનિરુદ્ધ રંગવિલાસ માણે છે
બોલ્યા શુકજી પ્રેમે વચન, સાંભળ પરીક્ષિત રાજન;
મળી બેથી સૌ સહિયર નારી, બોલી વચન કૌભાંડ કુમારી.
સુખ ભોગવો શ્યામા ને સ્વામી, ચિત્રલેખા કહે શીર નામી;
બાઈ તું કરજે પિયુંના જતન, રાંક હાથે આવ્યું રતન.
વરકન્યા સુખે રહેજો, બાઈ મુજને જાવા દેજો;
અન્ન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય ?
તમે નરનારી ક્રીડા કીજે, હવે મુજને આજ્ઞા દિજે;
બોલી ઓખા વળતી …

ઓખાહરણ-કડવું-૫૦

February 28, 2014 – 6:38 pm | 343 views

ઓખાહરણ-કડવું-૫૦  (રાગ-ધોળ)
ઓખા અનિરુદ્ધને પરણે છે
માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે,
માળિયામાં દેવતા સાક્ષી લીધા રે;
માળિયામાં નારદ તંબુર વાય રે,
માળિયામાં કળશ ચોરી બંધાય રે.
માળિયામાં પહેલું મંગળ વરતાય રે,
પહેલે મંગળ શાં શાં દાન અપાય રે;
ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે,
દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે.
માળિયામાં બીજું મંગળ વરતાય રે,
બીજે મંગળ, શાં શાં દાન અપાય રે;
ચિત્રલેખા આપે છે સોળ શણગાર,
દાન લે છે કૃષ્ણ …

ઓખાહરણ-કડવું-૪૯

February 28, 2014 – 6:37 pm | 305 views

ઓખાહરણ-કડવું-૪૯ (રાગ-સિધુડો)
ઓખા અનિરુધ્ધને વિનવે છે
મારા સોરઠીઆ સુજાણ, મળ્યા મને મેલશો મા;
મારા જીવના જીવનપ્રાણ, મળ્યા મને મેલશો મા. (૧)
મારા હૈયા કેરા હાર, મળ્યા મને મેલશો મા;
સાસુડીના જાયા, મળ્યા મને મેલશો મા. (૨)
સ્વપ્ને શીદ ઝાલ્યોતો હાથ, ચાલો તો કાઢુ પ્રાણ;
તમને દાદાજી ની આણ, મળ્યા મને મેલશો મા.(૩)
ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ, સાંભળ સુંદરી. (૪)
એ અબળાએ નાખ્યા બોલ, અમશું લડી (૪)
મારા વડવાની વાત, કાઢી …

ઓખાહરણ-કડવું-૪૮

February 28, 2014 – 6:36 pm | 352 views

ઓખાહરણ-કડવું-૪૮ (રાગ-ઢાળ)
અનિરુધ્ધ ગુસ્સે થાય છે
અનિરુદ્ધ વળતો કોપીઓ, ક્યાં ગઈ મારી ગદાય;
બે જણના, મારી કરું કકડાય. (૧)
તમો જાણ્યું અહીંયાં લાવી, કર્યું ભલેરું કામ;
તમને બે જણને મારી, ઊડી જાઉં દ્વારિકા ગામ. (૨)
ઓખા ત્યારે થરથર ધ્રુજી, વેગે આવી આડ;
મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પાડ રે. (૩)

ઓખાહરણ-કડવું-૪૭

October 23, 2013 – 7:54 am | 590 views

ઓખાહરણ-કડવું-૪૭ (રાગ:વલણ)
અનિરુધ્ધ અને ચિત્રલેખા વચ્ચેનો વાર્તાલાપ
બાણાસુરની નગરમાં, ગડગડિયા નિશાન રે;
એણે રે શબ્દે અનિરુદ્ધ જાગીય્રા રે. (૧)
જાગ્યા જાદવરાય જુગતીથી દેખે રે;
આ તો ન હોય અમારી નગરી રે.(૨)
આ અસુરના માળિયાં રે અમારું ન હોય ગામ રે;
ન હોય કનકની દ્વારિકા રે. (૩)
હોય અમારી વાડી રે, અમે રમતાં દહાડી દહાડી રે;
ન હોય પુષ્પ કનકનો ઢોલિઓ રે (૪)
અહીંયાં નાદ ઘણા વાગે, રણતુર ઘણેરાં …

ઓખાહરણ-કડવું-૪૬

October 23, 2013 – 7:47 am | 547 views

ઓખાહરણ-કડવું-૪૬ (રાગ:સામગ્રી)
અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનથી ઓરડા દેખે;
કોણ કારણ અમને લાવીયા હો. (૧)
ચિત્રલેખા બોલે શિર નામી, તમને લાવી છું હું જાણી;
ઓખાને કરો પટરાણી, વર વરવાને અરથે હો, તમને લાવીયા હો. (૨)
તમે નારી ધન્ય, દીસો છો કુંવારી;
કન્યા પરણું તો થાય છે અન્યાય, કેમ પરણું ઓ અસુર નંદની હો. (૩)

ઓખાહરણ-કડવું-૪૫

October 3, 2013 – 9:30 am | 658 views

ઓખાહરણ-કડવું-૪૫ (રાગ:મારુ)
મહા બળીઓ તે જાગીઓ, તેના બળનો નાવે પાર રે;
હરડું હાક મારી, કીધો છે હોંકાર રે. (૧)
ધમક ધમક ડાકલાં વાગે, ઠારોઠાર રે;
આ તો ન હોય રે, મારા બાપનું ગામ રે. (૨)
દ્વારકામાં વસે, સઘળા વૈષ્ણવ જન રે;
અહો રાત્રી બેઠા કરે છે, ત્યાં સહુ કીરતન રે (૩)
ભજન નારદ કેરા કચરડા, તે હોય અપાર રે;
ભૂત ભૈરવ જોગણી, અસુર કોઈની નાર રે (૪)
ડાકણી …

ઓખાહરણ-કડવું-૪૪

October 3, 2013 – 9:29 am | 710 views

ઓખાહરણ-કડવું-૪૪ (રાગ-સાખી)
મંદિર માળીયામાં અનિરુધ્ધ જાગૃત થાય છે
(સાખી)
સ્ત્રી ચરિત્ર અનેરડાં, કોઈ તેનો ન લહે મર્મ,
સ્ત્રી શામને ભોળવે, પણ ખોયો પોતાનો ધરમ. (૧)
(રાગ:ઢાળ)
ઓખા કહે છે ચિત્રલેખાને, હાવે ના બોલીશ આડું;
તું કહે તો મારા પિયુને, પગ ચાંપી જગાડું. (૧)
ચિત્રલેખા કહે ઓખાબાઈ, આવડી ઉતાવળી શું થાય;
એ મોટાનો કુંવર કહાવે, કાંઈક હશે હથિયાર. (૨)
ઓશીકે જઈ જોવા લાગી તો, મોટી એક ગદાય;
ઉપાડીને અળગી કીધી, ઓખા …