Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 1,200 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » Archive by Category

Articles in ઓખાહરણ

ઓખાહરણ-કડવું-૬૩

February 28, 2014 – 6:51 pm | 442 views

ઓખાહરણ-કડવું-૬૩   (રાગ-રામકલી)
ઓખાનો વિલાપ
મધુરે ને સાદે રે હો, ઓખા રુવે માળિયે રે હો;
બાઇ મારા પિયુને લઇ જાય, મારા વતી નવ ખમાય,
હમણાં કહેશે રે હો, પિયુજીને મારીઆ રે.
બાઇ મારાં પેલાં તે ભવનાં પાપ, બાઇ મારો આવડો સો સંતાપ;
શે નથી મરતો પાપી બાપ, માથેથી આભ તૂટો રે,
હો પડજો સગા બાપને રે.
હારે મારા કંથની કોમળ કાય, એવા તે માર કેમ ખમાય;
આ પેલા દુષ્ટને ના …

ઓખાહરણ-કડવું-૬૨

February 28, 2014 – 6:51 pm | 735 views

ઓખાહરણ-કડવું-૬૨   (રાગ-ગેડી)
બાણાસુર બાણ વડે અનિરુદ્ધને બાંધ્યો
અશ્વ કુંવર રથે ભાથા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી;
જોધ્ધાને નવ માયે શૂર, ચઢી આવ્યું એમ સાગરપૂર.
વાજે પંચ શબ્દ રણતુર, મારી જોધ્ધા કર્યા ચકચુર;
બાણાસુરનાં છૂટે બાણ, છાઇ લીધો આભલીઆમાં ભાણ.
થયું કટક દળ ભેળાભેળ; જેમ કાપે કોવાડે કેળ;
આવ્યા એટલા ધરણી ઢળ્યા, તેમાં કોઇ પાછા નવ વળ્યા.
આવી ગદા તે વાગી શીશ, નાઠો હસ્તી પાડી ચીસ;
બાણાસુર પર ભોંગળ પડી, …

ઓખાહરણ-કડવું-૬૧

February 28, 2014 – 6:50 pm | 509 views

ઓખાહરણ-કડવું-૬૧   (રાગ-સિંધુ)
અનિરુદ્ધ-બાણાસુર વચ્ચે વાર્તાલાપ
આવી સેન્યા અસુરની, અનિરુધ્ધ લીધો ઘેરી;
કામકુંવરને મધ્યે લાવી, વીંટી વળ્યો ચોફેરી.
અમર કહે શું નીપજશે, ઇચ્છા પરમેશ્વરી;
રિપુના દૈત્યના જુથ માંહે, અનિરુધ્ધ લઘુ કેસરી.
બાણરાયને શું કરૂં, જો ભોંગળ ધરી ફોગટ;
વેરી વાયસ કોટી મળ્યા, હવે કેમ જીવશે પોપટ.
બાણાસુરે સુભટ વાર્યા, નવ કરશો કો ઘાત;
વીંટો ચો દિશ સહુ મળીને, હું પૂછું એને વાત.
માળિયેથી ઓખાબાઇએ, રુદન મૂક્યું છોડી;
પિતા પાસે જોધ્ધા સરવે, હાથ …

ઓખાહરણ-કડવું-૬૦

February 28, 2014 – 6:49 pm | 436 views

ઓખાહરણ-કડવું-૬૦   (રાગ-વેરાડી)
ઓખા અનિરુદ્ધને યુધ્ધ ન કરવા વિનવે છે.
ઓખા કરતી કંથને સાદ રે, હો હઠીલા રાણા;
એ શા સારું ઉન્માદ, હો હઠીલા રાણા.
હું તો લાગું તમારે પાય, હો હઠીલા રાણા;
આવી બેસો માળિયા માંય, હો હઠીલા રાણા.
હું તો બાણને કરું પ્રણામ, હો હઠીલા રાણા;
છે કાલાવાલાનું કામ, હો હઠીલા રાણા. ૩.
એ તો બળીયા સાથે બાથ, હો હઠીલા રાણા;
એ તો જોઇને ભરીએ નાથ, હો હઠીલા …

ઓખાહરણ-કડવું-૫૯

February 28, 2014 – 6:48 pm | 341 views

ઓખાહરણ-કડવું-૫૯   (રાગ-સામગ્રી)
ઓખા – અનિરુદ્ધ વાર્તાલાપ- અસુરો સાથે અનિરુદ્ધનું યુધ્ધ
મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણદળ આવ્યું રે, જાદવજી;
દિસે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે. જાદવજી.
એવા બળીયા સાથે બાથ, નાથ કેમ ભીડો રે, જાદવજી;
સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હીંડો રે. જાદવજી.
એ દળ આવ્યું બલવંત, દિશે રીસે રાતા રે, જાદવજી;
એકલડા અસુરને મુખે, રખે તમે જાતા રે, જાદવજી.
ઓ ગજ આવે બલવંત, દંત …

ઓખાહરણ-કડવું-૫૮

February 28, 2014 – 6:47 pm | 368 views

ઓખાહરણ-કડવું-૫૮   (રાગ-ભુપાળ)
ઓખા – અનિરુદ્ધ વાર્તાલાપ- અસુરો સાથે અનિરુદ્ધનું યુધ્ધ
ઓખા કહે કંથને એમ ન કીજે રે, બળીયાશું વઢતાં બીજે.
એ ઘણા ને તમો એક, તાતે મોકલ્યા જોધ્ધા અનેક.
દૈત્યને અનેક વાહન તમો પાળા, એ કઠણ તમો સુંવાળા.
એને ટોપ કવચ બખ્તર, તમારે અંગે પીતાંબર.
દૈત્યને સાંગ બહુ ભાલા, પ્રભુ તમો છો ઠાલામાલા.
આ તો મસ્તાના બહુ બળિયા, તમો સુકોમળ પાતળિયા.
પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને …

ઓખાહરણ-કડવું-૫૭

February 28, 2014 – 6:45 pm | 389 views

ઓખાહરણ-કડવું-૫૭  (રાગ-સોરઠ)
કોભાંડ-બાણાસુર વચ્ચે વાર્તાલાપ- અનિરુદ્ધ ઉપર આક્રમણ
કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ;
એ ભોંગળે દસ લાખ માર્યા, તેણે ન રહ્યો તારો ધર્મ.
અચરજ એક લાગે છે મુજને, પડી અસંગે વાત;
એક ભોંગળે દસ લાખ માર્યા, કીધો મહા ઉત્પાત.
પૂરવે મેં તેને પ્રિછવ્યો, અહંકારે થયો તું અંધ;
અહંકારે લંકા ગઇ, રામે માર્યો દસસ્કંધ.
અહંકાર ચંદ્રમાએ કર્યો, તેને રોહીણીશું સંજોગ;
છવ્વીસ નારી પરહરી, માટે ભોગવે ક્ષય …

ઓખાહરણ-કડવું-૫૬

February 28, 2014 – 6:44 pm | 358 views

ઓખાહરણ-કડવું-૫૬  (રાગ-ઢાળ)
બાણાસુરના સૈન્યનો  અનિરુદ્ધ નાશ કર્યો
ઘેલી નારી કાલાવાલા, જે કરે તે ફોક;
અમે એવું જુદ્ધ કરીએ, તે જાણે નગરના લોક.
તું જાણે પિયુ એકલાને, હાથ નહીં હથિયાર;
તારા બાપે ચાર લાખ મોકલ્યા, તે મારે માના છે ચાર.
તું જાણે પિયુ એકલાને, કર નહિ ધનુષ ને બાણ;
એક ગદા જ્યારે ફરશે ત્યારે, લઈશ સર્વના પ્રાણ.
ચિત્રલેખા ચતુરા નારી, વિધાત્રીનો અવતાર;
ઓખાએ તે ધ્યાન ધરિયું, આવી માળિયા મોઝાર.
એવું એમ …

ઓખાહરણ-કડવું-૫૫

February 28, 2014 – 6:43 pm | 385 views

ઓખાહરણ-કડવું-૫૫  (રાગ-પરજ)
બાણાસુરનું સૈન્ય જોઈ ઓખા નિરાશ થાય છે.
કામની એ જ્યારે કટક દીઠું , ઓખા થઈ નિરાશ,
અરે ! દેવ આ શું કીધું, મારા મનમાં હતી મોટી આશ.
વાલા કેમ વઢશો રે, મારા પાતળિયા ભરથાર. વાલા…
અરે પિયુ તમે એકલા, કરમાં નથી ધનુષ ને બાણ;
એ પાપી કોપીઓ, લેશે તમારા પ્રાણ. વાલા…
આછી પોળી ઘીએ ઝબોળી; માંહે આંબારસ ઘોળી
તમે જમતા હું વીસરતી, ભરી કનક કટોરી.વાલા…
આળોટે- પાલોટે …

ઓખાહરણ-કડવું-૫૪

February 28, 2014 – 6:42 pm | 327 views

ઓખાહરણ-કડવું-૫૪  (રાગ-રામકલી)
કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટ થાય છે
જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી, ઓખા બેસારી અનિરૂદ્ધે ખોળેજી,
કંઠમાં બાવલડી ઘાલી બાળાજી; દેખી કૌભાંડને લાગી જ્વાળાજી.
(ઢાળ)
જ્વાળા પ્રગટી ઝાળ પ્રગટી, સુભટ દોડ્યા સબળા;
મંત્રી કહે ભાઈ સબળ શોભે, જેમ હરી ઉછંગે કમળા.
લઘુ સ્વરૂપને લક્ષણવંતો, આવી સૂતા સંગ બેઠો;
જ્યાં સ્પર્શ નહીં પંખીતણા, તે માળિયામાં કેમ પેઠો ?
નિશંક થઈને છાજે બેઠા, નિર્લજ નર ને નારી;
હાસ્ય વિનોદ કરે ઘણો, …