અભ્યાસ કોને કહેવાય ?

અભ્યાસ કોને કહેવાય ? * જે વસ્તુ જાણાવી કે સમજવી છે તે નિત્ય,નિયમિતપણે અને ખંતપુર્વક કરવી. * એકની એક બાબતને વારંવાર કરવી. * ચિતને અન્ય સ્થાનો પરથી ખસેડી લઈ એક જ સ્થાનમાં સ્થિર કરવું,જોડાવું.

ધર્મ કોના જીવનમાં સ્થિરતા ધારણ કરે છે ?

ધર્મ કોના જીવનમાં સ્થિરતા ધારણ કરે છે ? * જેના જીવનમાં સર્વ પ્રકારની સમતુલા છે. -જે વ્યક્તિ મન અને બુધ્ધિની સમતુલા જાળાવી રાખે છે જેના મન અને બુધ્ધિ સંપીને એક જ લક્ષ્ય ભણી ગતિ કરે છે તે ધર્મને ધારણ કરે છે. -ધર્મમાં માત્ર તત્વ કે સત્યને સમજીને સંતોષ માની લેવાનો નથી ધર્મમાં સમજીને સ્વીકારવાની,ગ્રહણ કરવાની બાબત પણ આવી જાય છે બુધ્ધિ સમજી લે અને મન તત્વને સ્વીકારી લે પછી ધર્મ દઢ બની શકે છે

ચિંતામાંથી  મુકત થવાનો ઉત્તમ ઉપાય કયો?

ચિંતામાંથી  મુકત થવાનો ઉત્તમ ઉપાય કયો? * કર્મ કરતા રહેવું પણ કર્તાભાવ ન રાખવો, નારાયણ કર્તા છે આપણે માત્ર નિમિત છીએ એવી સ્પષ્ટ સમજણ કેળવવી. * ભગવાનને જ કર્તા અને ભોકતા તરીકે પુર્ણ પણે સ્વીકારી લેવા. * આપણો એકડો કાઢી નાખવો અને પરમાત્માને રહેવા દેવા તેનું કારણ સરળ છે જે સમગ્ર વિરાટનું સંચાલન કરે છે તે આપણું ધ્યાન રાખશે જ એટલે સારથિસ્થાને તેમને રાખવા ઇષ્ટ છે.

આ શરીરમાં આત્મા કેવી રીતે રહેલો છે ?

આ શરીરમાં આત્મા કેવી રીતે રહેલો છે ? * લાકડામાં અગ્નિ અને તલમાં રહેલા તેલની જેમ. * દુધમાં ગુપ્ત રીતે ધી રહેલું છે તેમ.દુધમાથી દહિ.દહીમાથી માખણ અન્ર માખણમાથી તપનક્રિયા બાદ જેમ ધીનો અનુભવ થાય છે.તેવું જ શરીરમાં રહેલ તત્વોનું મંથન કરવાથી,તેમને વિવિધ પ્રકારની સાધના કે તપશ્ચર્યઆમાથી પસાર કરવથી અખંડ,નિર્મળ અને શાંત તેમજ અવર્ણનીય આત્મતત્વનો અનુભવ થાય છે.

આ જગતમાં કઈ બાબત અનિવાર્ય છે?

આ જગતમાં કઈ બાબત અનિવાર્ય છે? * શારીરિક અવસ્થાઓ તેમજ ફળ આપવાને તૈયાર થયેલું કર્મ. * જન્મેલાનું મૃત્યુ અને મોક્ષ પ્રાત્પ ન કર્યો હોય તો મરેલાનો જન્મ.

લક્ષ્મીને કયાં લોકો પ્રિય છે?

લક્ષ્મીને કયાં લોકો પ્રિય છે? * ઉધમી,આસ્તિક,દક્ષ,કૃતજ્ઞ,જિતેન્દ્રિય, અક્રોધી સત્યનિષ્ઠ,શાંત અને સદાચારી લોકો.

શરીરમાં કાર્યરત મહત્વની શક્તિઓ કઈ ?

શરીરમાં કાર્યરત મહત્વની શક્તિઓ કઈ ? * વીર્યશક્તિ. -તેનું પ્રતિક સરસ્વતી છે;સત્વગુણ સાથે આ શક્તિ સંકળાઅયેલી છે * લોહીશક્તિ. -તેનું પ્રતિક અંબાજી છે આ શક્તિ રજોગુણ સાથે સંકળાયેલી છે * મળશક્તિ. તેનું પ્રતિક મહાકાલી છે અને આ શક્તિ તમોગુણ સાથે સંકળાયેલી છે જીવનના પોષકતત્વોને બચાવી લઈ તે નકામાં તત્વોનું વિસર્જન કરે છે.

સંસારમાં કઈ બાબતો વિધ્નરૂપ છે ?

સંસારમાં કઈ બાબતો વિધ્નરૂપ છે ? * જ્ઞાની પુરૂષોએ વીસ વિધ્નો ગણાવ્યા છેઃ (૧) સુખ (૨) દુઃખ (૩) શોક (૪) ભુખ (૫)તરસ (૬)વાસના (૭)અપમાન (૮)મોહ (૯)અભિમાન (૧૦)ભય (૧૧)દ્રેષ (૧૨)પ્રમાદ (૧૩)ઇર્ષા (૧૪)માત્સર્ય (૧૫)લોભ (૧૬)ઉન્માદ (૧૭)આધિ (૧૮)વ્યાધિ (૧૯)ધડપણ (૨૦)મૃત્યુ

ખરો મિત્ર કોણ?

ખરો મિત્ર કોણ? * અનુચુત કાર્ય કરતા અટકાવે તે. * આપણને સન્માર્ગેથી હટવા ન દે તે. * સંકટ સમયે ખડે પગે ઉભો રહે તે. * જેના હ્રદયમાં કરુણા નથી તેને.

કોઈ કાર્ય અધ્રુરું હોય તેને સહેલું કરવાનો ઇલાજ શું ?

કોઈ કાર્ય અધ્રુરું હોય તેને સહેલું કરવાનો ઇલાજ શું ? * અધરા કાર્યને છોડી દેવાને બદલે તેને અવારનવાર કર્યા કરવું એને એટલી બધી વાર કરવું કે એનું અધરાપણૂં ના લાગે. * એ કાર્યની જેની પાસે જાણકારી હોય તેની સલાહ લેવી. * એ કાર્ય સહેલું કેમ થાય તે વિશે ચિંતન કરતા રહેવું,અને સંપર્કમાં આવતા પુછતા રહેવું,

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors