About: Jitendra Ravia

Jitendra Ravia

Bio:Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.
Website:


વાંઝીઓ પામે પુત્રને રે, નિરધનીઓ પામે ધન. ઓખાહરણ-કડવું-૮૫ બાણાસુર પખાળે ચરણ, શોભા ઘણેરી રે; ત્યાં તો બાણમતી ગાય મંગળ ગીત, શોભા ઘણેરી રે… ૧. ત્યાં તો પહેલું મંગળ વરતાય, શોભા ઘણેરી રે; પહેલે મંગળ સોનાના દાન અપાય. શોભા… ૨. દાન લેશે કૃષ્ણનો સંતાન, શોભા ઘણેરી રે; ત્યાં તો બીજું મંગળ વરતાય, શોભા… ૩. બીજે મંગળ ઘેનુનાં દાન અપાય, શોભા ઘણેરી રે; ત્યાં તો ત્રીજું મંગળ વરતાય, શોભા… ૪. ત્રીજે મંગળ હસ્તીનાં દાન અપાય. શોભા ઘણેરી રે; દાન લે છે કૃષ્ણ તણો સંતાન, શોભા… ૫. ત્યાં તો ચોથું મંગળ વરતાય, શોભા […]

વડીલોનિ હાજરીમાં ઓખા-અનિરુદ્ધનાં થતા લગ્ન ઓખાહરણ-કડવું-૮૪ અનિરુદ્ધ લગ્ન કરવા ધોડેસવાર થઈને જાય છે ( રાગ ધોડલીના) હાંરે અનિરુદ્ધની ઘોડલી, અંત્રિક્ષથી ઘોડી ઉતરી રે, પૂજીએ કુમકુમ ફૂલ; ચંચળ ચરણે ચાલતી રે, એનું કોઈ ન કરી શકે મૂલ. મોરડો મોતી જડ્યા રે, હિરા જડિત પલાણ; રત્ન જડિત જેનાં પેગડાં રે, તેના વેદો કરે છે વખાણ. અંગ જેનું અવનવું, ઝળકે તે ઝાકમઝાળ; ઝબુકે જેમ વીજળી રે, તેને કંઠે છે ઘુઘરમાળ. દેવ દાનવ માનવી રે, જોઈ હરખ્યા તે સુંદર શ્યામ, થનક થનક ચાલતી રે, એનું પંચકલ્યાણી છે નામ. રૂપવંતી ઘોડી ઉપર, અનિરુદ્ધ થયા સવાર; […]

અનિરુદ્ધને લગ્ન માટે તેયાર કર્યો ઓખાહરણ-કડવું-૮૩ હલહલ હાથણી શણગારી રે, ઉપર ફરતી સોનાની અંબાડી રે. તેના પર બેસે વરજીની માડી રે, સોનેરી કોર કસુંબલ સાડી રે. માથે મોડ ભમરીયાળો ઝળકે રે, ઉષ્ણોદકે વરને કરાવ્યું સ્નાન રે. નાનાંવિધનાં વસ્ત્ર પહેરાવ્યાં પરિધાન રે, કનક મેખલા પોંચીઓ બાજુબંધ રે, અનુપમ ઉપન્યો આનંદ રે. મુગટ મણીધર ધર્યો અનિરુધ્ધ શીશ રે, ઝળકે ઝળકે ઉદય જ જેવો દીસે રે. કસ્તુરીનું તિલક કર્યું છે લાલ રે, વળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલ રે. હળધરનો જશ બોલે બધા જન રે, જાદવ સહીત શોભે છે જુગજીવન રે. સાત […]

ઓખાહરણ-કડવું-૮૨   (રાગ-ગુર્જરી) ઓખાબાઈને લઇ સંચરો કૃષ્ણ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો, રેવંતી જાગવું રે. બળીભદ્ર કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો, રુક્ષ્મણી જાગવું રે. મહાદેવ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો, પાર્વતી જાગવું રે. ગણપતિ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો, શુધબુધ જાગવું રે. બાણાસુર કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો, બાણમતી જાગવું રે. કૌભાંડ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે; ઓખાબાઈને તે લઈ સંચરો, રૂપવતી જાગવું રે.

ઓખાહરણ-કડવું-૮૧  (રાગ-ધોળ) અનિરુદ્ધને સ્નાન ને પીઠી ચોળાય છે પારવતીને પિયરનાં નોતરડાં રે, બેસવા તો રૂડા લાવજો પાથરણાં રે; તેડાવોને ઉદિયાચળ અસ્તાચળ રે, તેડાવોને વિંધ્યાચળ પીનાચળ રે; વરરાયને નાવણ વેળા થાય રે, વરરાયને પીઠી ત્યાં ચોળાય રે.

સાતપડી પૂરી સામગ્રીઃ ૧ કપ ઘઉંનો લોટ,૧ કપ મેંદો,૧ ચમચી શેકેલું જીરુ અને અજમો,૧ ચમચો તેલ મોણ માટે,૧ ચમચી અધકચરા ખાંડેલા મરી,મીઠું  સ્વાદ પ્રમાણે,તળવા માટે તેલ રીતઃ સૌ પ્રથમ લોટ અને મેંદાને સાથે ચાળી લો. તેમાં મીઠું, મરી, શેકેલું જીરુ અને અજમો નાખી સારી રીતે મિક્સ કરી લો. હવે મોણ માટે તેલ ઉમેરી અને પાણી વડે લોટ બાંધી લો. રોટલીના લોટથી સહેજ કડક લોટ બાંધો.બાંધેલા લોટમાંથી મોટા મોટા રોટલા વણી લો. હવે ચોખાનો લોટ અને ઘી ભેળવીને બનાવેલો સાટો આખા રોટલા પર લગાવી રોટલાનો રોલ વાળી દો.  આ રોલને નાના […]

અનાથ કોને કહેવો? * જેને પરમાત્મા ઉપર વિશ્વાસ નથી તેને. * સંસારમાં રચ્ચોપચ્યો રહે તેને. * જેનો આત્મવિશ્વાસ ડગી ગયો છે તેને.

નરકમાં ખેચી જનાર ત્રિપુટી કઈ? * કામ,ક્રોધ અને લોભ. -આ ત્રિપુટીને આળસ-પ્રમાદ સહાયરુપ થાય છે

નમસ્કાર એટલે શું ? * નમ્રતાનું દર્શન, * મમતા અને અહંકારની નિવૃતિ. * જે વસ્તુને આપણે આપણી માનીએ છીએ તે ખરેખર ભગવનની છે અને આપણે પણ તેમના છીએ એવા ભાવ સહિતની વંદના.

પોતાનું અને પારકુ કોને ગણવું? * મૃત્યુને કારણે જે કાંઈ આપણી પાસેથી ઝુટાવાઈ જાય તે પારકું અને મૃત્યુ પછી પણ આપણી પાસે રહે તે પોતાનું. * પોતનું શુ અને પારકુ શુ તે નક્કી કરવું હોય તો શરીરના અને લાગણીના સંબંધો બીજા કોઈ ત્રાજવે તોળવાને બદલે મૃત્યુને ત્રાજવે તોળવા આ સંબંધો જો મૃત્યુની કસોટીએ ટકી રહે તો પોતના ગણાય.એવું બનતું નથી. – એ રીત મનુષ્યનો આત્મા સાથે જ પોતીકો સંબંધ હોઈ શકે.આત્મા સાથે સંબંધ બાધવાથી વ્યાપક અને નિર્મળ થવાય છે.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors