About: Jitendra Ravia

Jitendra Ravia

Bio:Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.
Website:


જીવનસાથી વચ્ચે પ્રેમ કાયમ રાખવાની ટિપ્સ   આજની જીવનશૈલીમાં સંબંધોમાં તણાવ બહુ સામાન્ય વાત છે. પણ જ્યારે વાત છૂટાછેડા સુધી પહોંચી જાય ત્યારે તેને સામાન્ય ન ગણાવી શકાય. કહેવાનો અર્થ એ છે કે દરેક સંબંધમાં ઝઘડા થતા હોય છે પછી તે પતિ-પત્નીનો સંબંધ હોય કે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડનો કે મિત્ર-મિત્ર વચ્ચેનો. જરૂરી નથી કે તમે તમારા સંબંધને બચાવવાનો બિલકુલ પ્રયાસ જ ન કરો. જો દિલથી સંબંધ બચાવવાની કોશિશ કરશો તો કામ બહુ સરળ બની જશે અને સફળતા પણ મળશે. તમે તમારા જીવનસાથી સાથેના સંબંધને મજબૂત અને ઉત્તમ બનાવવા માટે અનેક એવા ફંડા […]

સફળતા પ્રાપ્ત કરવાની ચાવીઓ કઈ? * અખુટ શ્રધ્ધા,જબરો આત્મવિશ્વાસ. * સાહસિક વૃતિ. * પરિસ્થિતિનો સરખો ખ્યાલ. * લક્ષ્ય ભણીની અવિરત ગતિ. * જે કાંઈ કરી રહ્યા હોઇએ તેનો મજબુત પાયો નાખવો. * આંતરિક અને બાહ્ય શક્તિઓનો પુરેપુરો ઉપયોગ. * ભયભીત દષ્ટિએ ભવિષ્ય ન જોવું.

આશ્રમજીવન કોને કહેવાય ? * જેમાં સાદાઈ,સરળતા અને નિર્દોષતા હોય. * જેમાં સ્વચ્છતા,શાંતી અને આનંદ હોય. * જેમાં નિષ્ઠા,સ્વાવલંબન અને અપેક્ષારહિત હોય. * ઉપાસના,ભગવત્સ્મરણ, અભ્યાસ,વૈરાગ્યવ્રુતિ અને સેવાભાવના હોય. * મનન-ચિંતન હોય. * સર્વનું ભલું કરવાનો નિરંતર ભાવ હોય. * પ્રાણીમાત્ર પ્રત્યે સમતા અને પ્રેમ હોય. * બેઠાડુ જીવન ન હોય.

પરમ પ્રેમનો અનુભવ કયારે થાય? * પરમાત્મા પ્રત્યે પુર્ણ સમર્પિત ભાવ હોય ત્યારે. * પોતાપણાનો ભાવ મટે ત્યારે. * અહંકારનું પુર્ણપણૅ વિસર્જન થાય ત્યારે. (અહંની હાજરી હોય છે ત્યાં સુધી પ્રેમની કુપણો ફુટતી નથી અહંનો લય થતાં પ્રેમનું પુષ્પ પરિપુર્ણ ખીલી ઊઠે છે) * સર્વ કોઈનો આપણામાં સમાવેશ થઈ જાય અને આપણે કોઈની બહાર રહીએ ત્યારે પ્રેમથી પુર્ણતાનો અનુભવ થાય છે.

ઓખાહરણ/કડવું-૯૧ આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે; જેણે વગડે ચાર્યા ઢોર,હાર્યો હાર્યો બાણાસુરરાય, કૃષ્ણરાય જીતિયા રે;વેગે આવ્યા દ્વારિકાની માંય, કેશવરાય જીતિયા રે.રાણી રુક્ષ્મણીએ વધાવીને લીધા, ત્રિકમરાય જીતિયા રે;તે તો પુરાણે પ્રસિદ્ધ, ઢીંગલમલ જીતિયા રે.તે તો ગોત્રજ આગળ જાય, કલ્યાણરાય જીતિયા રે;બંનેના હાથ કંકણ મીંઢળ છોડાય,

ઓખાહરણ-કડવું-૯૨ તારા બાપનો બાપ તેડાવ, છોગાળા દોરડો નવ છૂટે; તારો કૃષ્ણ વડવો તેડાવ, છબીલા દોરડો નવ છૂટે. તારી રૂક્ષ્મણી માત તેડાવ, છબીલા નવ છૂટે; બ્રહ્માએ વાળી ગાંઠ, છબીલા નવ છૂટે તારો બળભદ્ર કાકો તેડાવ, છબીલા નવ છૂટે; તારી રેવતી કાકી તેડાવ, છબીલા નવ છૂટે તેની રુદ્રે બાંધી ગાંઠ, છબીલા નવ છૂટે તારો બાણાસુર તાત તેડાવ, હો લાડી. તારી બાણમતી માત તેડાવ, હો લાડી. તારો શંકર તાત તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે. તારી પારવતી માત તેડાવ હો લાડી. તારો ગણપતિ ભ્રાત તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે. તારી શુધ બુધ […]

ઓખાહરણ-કડવું-૯૩ રીતભાત પરિપૂરણ કરી, ઊઠ્યા કૃષ્ણ તનજી; નવું રે મંદિર વસાવીને ત્યાં, આપ્યું રે ભુવનજી. એકવાર શ્રીકૃષ્ણે ઓખાને, ખોળા માંહે બેસારીજી; માંગવું હોય તે માંગી લેજે, તું છે વહુઅર અમારીજી. મારા-બાપને એક દીકરો, તમો આપો રે ભગવાનજી; ભગવાને આપ્યો દીકરો, તેનું ગયાસુર નામજી. બાણાસુરનો ગયાસુર વંશ ધારણ હારજી; કહી કથા ને સંદેહ ભાંગ્યો; પરીક્ષિત લાગ્યો પાયજી. શુકજી અમને પાવન કીધા, સંભળાવ્યો મહિમાયજી; આરાધું ઈષ્ટ ગુરૂદેવને, ગણપતિને લાગું પાયજી. શ્રોતા-વક્તા સમજતાં, કહે કવિ કરજોડજી; ભાવ ધરી સહુ બોલજો, જય જય શ્રી રણછોડજી. ઈતિશ્રી ભાગવત મહાપુરાણે દશમસ્કંધે શ્રીશુકદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદ કૃત […]

ઓખાહરણ/કડવું-૯૦ સાસરિયાના સાથમાં, તું ડાહી થાજે દીકરી, હું તુજને શિખામણ દઉં, તે રખે જાતી વીસરી. હળવે હળવે ચાલીએ;સાસરિયાના સાથમાં, ખોળે ખાવું ના ઘાલીએ.સાસરિયાના સાથમાં કંથ સારુ માલીએ;સાસરિયાના સાથમાં સૈડકો આઘો તાણીએ.સાસરિયાના સાથમાં કૂવે વાત ન કીજીએ; સાસરિયાના સાથમાં પરપુરુષ સાથે વાત કરતાં બીહીજીએ.સાસરિયાના સાથમાં ઢુંકી પાણી નવ લીજીએ,સાસરિયાના સાથમાં પરપુરુષથી હસી તાળી નવ લીજીએ રે.સાસરિયાના સાથમાં પિયુજીને પરમેશ્વર જાણી, સાસરિયાના સાથમાં પગ ધોઈ પીજીએ.,સાસરિયાના સાથમાં.

ઓખાહરણ-કડવું-૮૯ ઓખાબાઈ તો સાસરીએ હવે જાય રે, માનુની તો મળીને મંગળ ગાય રે. રથ અને શ્રીફળ તે સિંચાય રે, ઓખાબાઈને લાડુ કચોળુ અપાય રે. ઓખાબાઈનાં ગીત ગવાઈ રે. ઓખાબાઈને શિખામણ દે છે માય રે.

સૌથી સુંદર કોણ છે ? * જેના નેત્રોમાં પરમાત્માની ચમક છે અથવા પરમાત્માની ઝાંખી થાય છે. * જેને જોઈને પરમાત્માને પામવાની તીવ્ર ઝાંખના જાગે છે. * જેનાં અંગેઅંગમાં પરમાત્માનું સ્પંદન છે.જેના હલન-ચલનમાં ઊઠવા-બેસવામાં,બોલવામાં કહોકે એના પ્રત્યેક કર્મ- અકર્મમાં,એની હાજરીમાં પરમાત્માની ઉપસ્થિતિ વર્તાય છે.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors