ચોટીલા – ચોટિલા ચોટીલા એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મહત્વનું યાત્રાધામ છે. આ ઉપરાંત ચોટીલા તાલુકાનું મુખ્ય મથક પણ છે. જે રાજકોટથી અમદાવાદ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ – બ (નેશનલ હાઈવે નં૮) ઉપર આવેલું નગર છે. અહીં આવેલા ડુંગર ઉપર શ્રી ચામુંડા માતાજીનું પ્રખ્યાત મંદીર આવેલું છે, જ્યાં પહોંચવા માટે નીચેથી ઉપર સુધી પગથીયાં પણ બનાવવામાં આવેલાં છે. શ્રદ્ધાળુ લોકો માતાજીનાં દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં આવતા હોય છે. ચોટીલા મંદીર ટ્રસ્ટ દ્વારા ચાલતા અન્નક્ષેત્રમાં જમવાની તથા રહેવાની નિ:શુલ્ક વ્યવસ્થા […]

સૌથી મોટામાં મોટી પીડા કઈ? * આશા અને તૃષ્ણાની. * વાસનાની પીડા

વિજયપ્રાપ્તિનો સાચો આનંદ કયારે મળે ? * વિજયનો અહંકાર ન આવે તો. * મનની ગતિ-વિધિ પર વિજય મેળવ્યો હોય ત્યારે.

* જે ગુણૉ બીજાને અને પોતાને આનંદમાં રાખે તે. * રૂપ. -આ આકર્ષણ મર્યાદિત સમય પુરતું હોય છે,રૂપ ટકે ત્યા સુધી જ ટકે છે. * વાસના. -એનું આકર્ષણ તત્ક્ષણ પૂરતું જ હોય છે,જો કે સામાન્ય મનુષ્યમાં આવી ક્ષણો આવ્યા જ કરતી હોય છે. * સદગુણૉ. -આ આકર્ષણ લાબા ગાળાઅનું હોય છે * રૂચિની કે આદર્શોની સમાનતા.

અત્યારે કાળ બગડયો હોય તેવું લાગે છે ? * કાળ એટલે સમય.સમય પોતે બગડે કે સુધરે નહિ,પણ વાતાવરણ બગડે કે સુધરે.વાતાવરણને માણસોના સમુહગત કર્મો સાથે સંબંધ હોવાથી મોટા ભાગના મનુષ્યો નિષિદ્ર કર્મો કરે ત્યારે વાતાવરણ બગડેલું દેખાય.વાતાવરણ ઉપર જ યુગોનું નિર્માણ છે.

દેવો પણ મનુષ્યનો અવતાર કેમ ઝંખે છે? * સર્જનમાં મનુષ્ય અવતાર શ્રેષ્ઠ છે,કારણકે તેમાં ચોવીસે ય તત્વો રહેલાં છે. -પંચ મહાભુત(આકાશ,વાયુ,અગ્નિ,જળ અને પૃથ્વી) -પંચ જ્ઞાનેન્દ્રિયો (ત્વચા,ચક્ષુ,કાન,જીભ અને નાક) -પંચ કર્મેન્દ્રિયો (વાચા,હાથ,પગ,ગુદા ગુહ્રેન્દ્રિય) -પંચ તન્માત્રાઓ (રૂપ,રસ,ગંધ,સ્પર્શ અને શબ્દ) -અન્તઃકરણના ચાર વિભાગ(મન,બુધ્ધિ,ચિત અને અહં) દેવમાં પંચ મહાભુત નથી,ઍટલે કે માત્ર ઓગણીસ તત્વો જ છે. મનુય કરતા દેવમાં આટલી ઊણપ છે.

કયાં ગુણ અન્ય ગુણોને ખેચી લાવે છે ? * ધીરજ તેમજ વિનય.

પુનર્જન્મનું કારણ શું ? * અતૃપ્ત વાસનાઓઅ. * મૃત્યુથી ભોતિક શરીર નાશ પામે છે,પણ સુક્ષ્મ સંસ્કારો ટકી રહે છે એ સંસ્કારો જે પુનર્જન્મનું કારણ બની રહે છે. * સુક્ષ્મ શરીર અકબંધ બની રહે છે,જીવ પ્રારબ્ધકર્મ અનુસાર સુક્ષ્મ શરીર દ્રારા અવો જન્મ ધારણ કરે છે.

કોઈના દોષ ટાળાવાની યુક્તિ કઈ? * એના દોષ ગાયાના કરવા. * ગુણૉ બતાવવા,દોષ કરતો હોય તો દોષના ફાયદા પણ ગણાવવા અને છેવટે તેને વિશ્વાસમાં લઈ દોષ બતાવવા.

* જે મનને બાંધે તે સંબંધ. * આમ જુઓ તો પૃથ્વી કયાં નથી? મકાનો કયાં નથી? બાળકો કયાં નથી? બધુ બધે જ છેપણ જયા મારાપણાનો સંબંધ નથી ત્યાં અભાવ વર્તાય છે. સહેલાઈથી તરી જવું હોય તો શું કરવું? * માનસિક બોજા રહિત બની જવું. * આશક્તિ અને પરિગ્રણના પોટાલા બાજુ પર મુકી દેવા.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors