\”સાત ચિરંજીવી સ્મરણ\”

अश्वत्थामा बलिव्र्यासो हनूमांश्च विभीषण:।

कृप: परशुरामश्च सरतैते चिरजीविन:॥

અર્થાત અશ્વત્થાત્મા, રાજા બલિ, વ્યાસજી, હનુમાનજી, વિભિષણ,કૃપાચાર્ય અને પરશુરામ આ સાત ચિરંજીવી છે.

અશ્વત્થાત્મા:

 

જ્યારે ત્રીજો પગ રાખવા માટે કોઈ સ્થાન ન બચ્યું ત્યારે બલિએ ભગવાન વામને પોતાના માથા ઉપર પગ રાખવાનું કહ્યું. બલિના માથા ઉપર પગ રાખવાથી તે સુતલલોક પહોંચી ગયો. બલીની દાનવીરતા જોઈ ભગવાને તેને સુતલલોકનો સ્વામી બનાવી દીધો. આ પ્રકારે ભગવાન વામને દેવતાઓની સહાયતા કરી તેમને સ્વર્ગ પાછું અપાવ્યું.

વ્યાસજી:સત્યવતી(કે જે એક નાવચાલક કે માછીમારની પુત્રી હતાં)અને એક ભટકતાં સાધુ પરશારાના પુત્ર હતાં. તેઓનો જન્મ યમુના નદીના એક દ્વીપ પર થયો હતો. તે અત્યારના ઉત્તરપ્રદેશના જલાઉ જિલ્લામાં માનવામાં આવે છે. ઘણા એમ પણ માને છે કે તેઓ અત્યારના ઉત્તર ઓરિસ્સામાં આવેલી કોયલ શંખા અને બ્રામ્હણી નદીના સંગમ પર વસેલા રાઉરકેલામાં જન્મ્યાં હતાં તે જગ્યાનું નામ તેમના નામથી વેદવ્યાસ રાખવામાં આવ્યું હતું. તેઓ શ્યામ વર્ણના હોવાથી તેમને કૃષ્ણ અને દ્વીપ પર જન્મેલા હોવાથી દ્વૈપાયન એમ કૃષ્ણ દ્વૈપાયન તરીકે ઓળખાયા. વ્યાસ કૌરવઓ અને પાંડવોના દાદા હતાં. વિચિત્રવીર્ય દ્વારા દત્તક લીધેલા ધૃતરાષ્ટ્ર અને પાંડુ બનેંને તેમણે ઉછેર્યાં. દાસી થકી તેમને એક અન્ય પુત્ર પણ હતો જેનું નામ વિદુર હતું.
મહાભારતમાં એક પરંપરા એવે આવે છે જેમાં વ્યાસ તેમની રચનાને લખવા કે કોતરવા માંગતા હતાં બ્રહ્માજી આવીને વ્યાસને ગણપતિની મદદ લેવા કહ્યું. વ્યાસ દ્વારા વર્ણવેલાં પદોને ગણપતિ યાદ કરે કરી પત્ર પર ઉતારે છે. આવી રીતે મહાભારત લખાઈ.

હનુમાનજી:જેમણે રામની સેવા કરી.
હનુમાનજીનો જન્‍મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની આપણે હનુમાન જયંતી તરીકે ઉજવણી કરીએ છીએ. શ્રી હનુમાન એટલે વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ મુત્‍સદી, હનુમાન એટલે વકતૃત્‍વકળામાં નિપૂણ. હનુમાનજી વિદુત્રા બુધ્ધિ રાજનીતિ, માનસશાસ્‍ત્ર, તત્‍વસ્‍થાન સાહિત્‍ય વગેરે સર્વગુણોથી સં૫ન્‍ન હતા. આવી કલિકાલ સર્વજ્ઞ વ્‍યકિત જેની ભકત હોય તે ગુરુને કોઈ વિપતિઓનો સામનો કરવો પડે ખરો? તેથી જ શ્રી રામની સફળતાઓમાં મરુતનંદન હનુમાનજીનો ફાળો અદ્વિતીય હતો. તેઓ આવા સર્વગુણસંપન્‍ન હોવાં છતાં તેમનામાં લેશ માત્ર અભિમાનનો ભાવ નહોતો. તેઓ તો હંમેશા શ્રી રામની ભકિતમાં મગ્‍ન રહેતાં. રામને હનુમાનજીનો ભેટો એવા સમયે થયો હતો જયાંરે તેઓ જીવનનાં સૌથી વધુ વિ૫ત્તિ કાળમાં હતા. શ્રીરામે સીતાજીની શોધનું કપરું કાર્ય હનુમાનજીને સોંપ્‍યું હતું તે તેમણે બખૂબી નિભાવ્‍યું હતું.

શ્રી રામને હનુમાનજી ઉપર પૂર્ણ વિશ્‍વાસ હતો. તેથી જ જયાંરે રાવણનાં ભાઈ વિભીષણનો સ્‍વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા શ્રીરામે સુગ્રીવનાં અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્‍યનો સ્‍વીકાર કરેલો. કારણ કે શ્રીરામ હનુમાનજીને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. હનુમાનજીએ સીતાજીને અશોક વાટીકામાં આત્‍મહત્‍યાનાં માર્ગે જતા અટકાવ્‍યા હતા. તેઓ માત્ર એક વિદ્વાધાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. શ્રીરામના કોઈ પણ મહત્‍વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાનજી હંમેશા સાથે જ હતા. ઇન્‍દ્રજીતનાં બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્‍મણને ઔષધી લાવીને હનુમાનજીએ જ બચાવેલા. રાવણનો યુધ્‍ધમાં નાશ થયો તે સમાચાર સીતાજીને આપ‍વા શ્રીરામ હનુમાનજીને જ મોકલે છે. શ્રી હનુમાનજીનાં આવા કાર્યોથી ગદગદ થયેલા શ્રીરામે રામાયણમાં એક જગ્‍યાએ કહયું છે, મારુતી તમારા મારા ઉપરનાં અસંખ્‍ય ઉપકારનો બદલો માત્ર પ્રાણ ન્‍યોછાવર કરીને પણ હું વાળી શકુ તેમ નથી. હનુમાન શંકરનાં ૧૧મા અવતાર હતા. જે સાત અમર મહાનુભાવો પૈકીનાં એક છે અને આ કળીયુગમાં હાજરા હજુર છે.

વિભિષણ: મહર્ષિ વિશ્રવાઅનેકૈકસીના પુત્ર હતા.રાવણ ઉપરાંત કુમ્ભકર્ણનામનો ભાઈ અને શૂર્પણખા
નામની બહેન હતી.ગન્ધર્વરાજ મહાત્મા શૈલૂષ ની કન્યા સરમા સાથે વિભીષણ ના વિવાહ થયા
વિભીષણ  જેણે મોટા થઈને રાવણની વિદ્યા, ધન કે ઐશ્વર્યને મહત્વ ન આ૫તાં હંમેશાં ન્યાય અને ઔચિત્યનું જ સમર્થન કર્યું. એક માત્ર વિભીષણમાં જ એવું સાહસ હતું કે તેઓ ભર્યા દરબારમાં રાવણનાં અયોગ્ય કાર્યોની ટીકા કરવાનું ચૂકતા નહોતા. તેઓ રાવણના અત્યાચારોનો કાયમ વિરોધ કરતા હતા. જો કે તેમને ખબર હતી કે આવું કરવાથી ક્યારેય તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકશે.
સીતા જેવી દેવી  અ૫હરણ કર્યું ત્યારે વિભીષણ નિશ્ચય કર્યો કે તેઓ પોતાનો ભાઈ તો શું, પિતા કે સગો પુત્ર ૫ણ અધર્મ આચરતો હોય અને અન્યાય કરતો હોય તો તેની સામે અસહયોગ કરવો જ જોઈએ.

વિભીષણે રાવણને ખૂબ જ સમજાવ્યો કે તમે જે કરી રહ્યા છે તે અમાનવીય કૃત્ય અને અધર્મ છે, ૫રંતુ રાવણ તેની કોઈ વાત ના સાંભળી. શીખવવા અને સમજાવવાનાં તમામ પ્રયત્નો નિષ્ફળ જતાં વિભીષણે નિર્ણય કર્યો કે જયાં ન્યાય હોય તેનું જ સમર્થન કરવું જોઈએ,

વિભીષણ શ્રીરામની સેનામાં જોડાઈ ગયા અને અંત સુધી અનીતિ સામે ધર્મ યુદ્ધ કરતા રહ્યા.

કૃપાચાર્ય:મહાભારતમાં રાજકુમારોના શિક્ષક.
કૃપ હસ્તિનાપુરના રાજ પુરોહિત અને દ્રોણના સાળા હતા. તેમની સહોદર બહેન કૃપિના વિવાહ દ્રોણ સાથે કરવામાં આવ્યા હતા. તેમના પિતાનું નામ શરદવન તથા તેમની માતાનું નામ જનપદિ હતું. કુરુક્ષેત્રના યુદ્ધમાં તેઓ કૌરવો તરફથી લડ્યા હતા અને યુદ્ધ પછી તેઓ પરીક્ષિતના આચાર્ય બન્યા હતા.

જન્મ અને કાર્ય મહર્ષી ગૌતમને શરદવન નામે એક પુત્ર હતો. શરદવન તીર સાથે જન્મ્યો હતો અને જન્મજાત ધનુર્ધર હતો. પોતાના બાળપણથી જ વેદોના અભ્યાસ કરતાં તેમને ધનુર્વિધ્યામાં વધારે રુચિ હતી. તેઓ ધ્યાન કરતા અને તેમણે સર્વ પ્રકારના યુદ્ધ કૌશલમાં પ્રાવીણ્ય મેળવ્યું હતું. તે એટલા મહાન ધનુર્ધર હતા કે કોઈ તેમને હરાવી શકવા સમર્થ ન હતું. આથી દેવોમાં ભયની લાગની ફરી વળી ખાસ કરીને ઈંદ્ર ખૂબજ ભયગ્રસ્ત હતાં. તેમણે આ સક્ષમ ઋષીની સાધના ભંગ કરવા સ્વર્ગમાંથી એક સુંદર અપ્સરાને મોકલી. જનપદી નામની તે અપ્સરા તેમની પાસે આવી અને ભાત ભાતની કળા અજમાવી તેમને આકર્ષવા લાગી. આવી સુંદર અપ્સરાને જોઈ શરદવનપોતાના પર નિયંત્રણ ગુમાવવા લાગ્યાં. જેમકે તેઓ મહાન સંત હતા તેઓ પોતાના મનની ઈચ્છઓ અને ભાવનાઓ પર કાબુ જાળવી શક્યા પણ તેમની એકાગ્રતા તૂટી ગઈ અને તેમના હાથમાંથી ધનુષ્ય બાણ છટકી ગયાં. તેમનું વીર્ય રસ્તાની બાજુપર આવેલ ઝાંખરા પર પડી જેના બે ટુકડાં થયાં જેમાંથી એક બાળક અને એક કન્યા ઉત્પન્ન થયાં. ઋષી તે આશ્રમ છોડી વનમાં તપસ્યા કરવા ચાલ્યાં ગયાં. સંજોગવસાત- રાજા શંતનુ- પાંડવોના પરદાદા- તે સમયે ત્યાંથી પસાર થઈ રહ્યાં હતાં અને તેમણે રસ્તામાં બે બાળકોને પડેલાં જોયા. તેમને જોઈ- એક જ નજરે રાજા ઓળખી ગયાં કે આ મહાન ધનુર્ધારી બ્રાહ્મણની જ સંતાન છે. તેમને તેમને કૃપા અને કૃપી નામ આપ્યું અને તેમને પોતાના મહેલમાં લઈ જવાનો નિર્ણય કર્યો. જ્યારે આ વિષે શરદવનને ખબર પડી ત્યારે તે મહેલમાં આવ્યો- પોતાની ઓળખ આપી અને બાળકોના જે સંસ્કાર હોય તે કર્યાં. તેમણે બાળકોને ધનુર્વિધ્યા-વેદ અને અન્ય શાસ્ત્રોનો અને વિશ્વના રહસ્યોનું ગ્યાન આપ્યું. આ બાળકો મોટા થઈ યુદ્ધકળામાં પારંગત બન્યા- આ બાળક આગળ જઈ કૃપાચાર્ય નામે ઓળખાયા જેમને બાળ રાજ કુમારોને યુદ્ધકળા શીખવવાનું કાર્ય સોંપવામાં આવ્યું.

પરશુરામઃ વિષ્ણુનો એક અવતાર, જેણે પૃથ્વીને ક્ષત્રિય વિહોણી બનાવી હતી.
ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ (સંસ્કૃત परशुराम)એ જમદગ્નિ ઋષિ અને રેણુકા ના પુત્ર રુપે વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના રોજ પ્રગટ થયા હતા. તેઓ વિષ્ણુના અવતાર છે અને હૈહવકુળનો નાશ કરનાર છે. તેમણે પૃથ્વીને એકવીસ વાર નિ:ક્ષત્રિય કરી હતી.

પરશુરામ ભગવાને શિવજી નુ તપ કયુ્ અને વરદાન મા શિવજીએ પરશુ {કુહાડી}આપી હતી. ત્યાર થી તેમનુ નામ પરશુરામ પડ્યુ હતુ.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors