સંશોધન – વૈજ્ઞાનીકનો પરિચય

મહાન પુરાતત્‍વવિદ – ડો. ભગવાનલાલ ઇન્‍દ્રજી

પ્રખર રસાયણશાસ્ત્રી – ત્રિભુવનદાસ ગજ્જર
જન્‍મ : ૧૮૬૩
મૃત્‍યુ : ૧૬-૭-૧૯૨૦
જન્‍મસ્‍થળ : સુરત
જીવનકાર્ય : વડોદરામાં ટેકનિકલ શિક્ષણની સંસ્‍થા ‘કલાભવન‘ની સ્‍થાપના કરી, મરકીના રોગની દવા શોધી, તેમની પ્રેરણા અને પુરુષાર્થના પરિણામે એલેમ્બિક કેમિકલ વર્કસ સ્થાપાયું.

મહાન સારસ્વત – મુનિશ્રી જિનવિજયજી
જન્‍મ : ૨૭-૧-૧૮૮૮
મૃત્‍યુ : ૩-૬-૧૯૭૬
જન્‍મસ્‍થળ : રૂપાહેલી (રાજસ્‍થાન)
જીવનકાર્ય : પ્રાચીન શિલાલેખો અને જૂના દસ્તાવેજો ઉકેલવામાં નિષ્ણાત, સો કરતાં વધુ ગ્રંથ પ્રગટ કર્યા. ગુજરાત વિદ્યાપીઠમાં પુરાતત્‍વ મંદિરના આચાર્ય તરીકે તથા ‘ભારતીય વિદ્યાભવન‘ના નિયામકપદે રહી ચૂકેલા.

અગમ પ્રભાકર – મુનિશ્રી પુણ્યવિજયજી
જન્‍મ : ૧૭-૧૦-૧૮૯૫
મૃત્‍યુ : ૨૪-૬-૧૯૭૧
જન્‍મસ્‍થળ : કપડવંજ
જીવનકાર્ય : દુષ્‍પ્રાપ્‍ય હસ્‍તપ્રતોની જાળવણી, અમૂલ્ય તાડપત્રીઓની માઇક્રો-ફિલ્‍મ બનાવડાવી, જૈન આગમોની પુનર્વાચનાઓ કરી.

ગુજરાતના ઇતિહાસ–સંશોધનમાં યોગદાન આપનાર રત્નમણિરાવ ભિમરાવ જોટે
જન્‍મ : ૧૯-૧૦-૧૮૯૫
મૃત્‍યુ : ૨૪-૯-૧૯૪૩
જન્‍મસ્‍થળ : ભૂજ
જીવનકાર્ય : ‘ગુજરાતનું પાટનગર અમદાવાદ‘, ખંભાતનો ઇતિહાસ, ગુજરાતનો સાંસ્‍કૃતિક ઇતિહાસ, ‘સોમનાથ‘, ‘અમદાવાદ‘, ‘શાહીબાગ‘ તથા ‘ગુજરાતનું વહાણવટું, નામના ઐતિહાસિક ગ્રંથ રચ્‍યા.
પક્ષીવિશારદ – સલીમ અલી
જન્‍મ : ૧૨-૧૧-૧૮૯૬
મૃત્‍યુ : ૨૦-૬-૧૯૮૪
જન્‍મસ્‍થળ : મુંબઈ (મૂળ વતન ખંભાત)
જીવનકાર્ય : પક્ષીઓનું નિરીક્ષણ, ભારત અને પાકિસ્‍તાનનાં પક્ષીઓ પર 10 ગ્રંથો પ્રગટ કર્યા, ‘ધ હોલ ઓફ એ સ્‍પેરો‘ આત્‍મકથા લખી.
પ્રકૃતિવિદ્દ – હરિનારાયણ આચાર્ય
જન્‍મ : ૨૫-૮-૧૮૯૭
મૃત્‍યુ : ૨૨-૫-૧૯૮૪
જન્‍મસ્‍થળ : ઊંઝા
જીવનકાર્ય : ગુજરાતના પ્રાણીઓની સર્વાનુક્રમણી તૈયાર કરી, વનવગડાં વાસી પુસ્‍તક પ્રગટ કર્યું.

પુરાતત્વક્ષેત્રે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા – ડો. હસમુખ સાંકળિયા
જન્‍મ : ૧૦-૧૨-૧૯૦૮
મૃત્‍યુ : ૨૧-૧-૧૯૮૯
જન્‍મસ્‍થળ : મુંબઈ
જીવનકાર્ય : પુરાતત્‍વ વિષય પર અંગ્રેજી, ગુજરાતી, મરાઠી તથા હિદીંમાં આશરે 325 જેટલા સંશોધાત્‍મક લેખો લખ્‍યા, વિદેશના ૪૮ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્‍યું.

ભારતમાં અણુશક્તિના પિતામહ – ડો. હોમી ભાભા
જન્‍મ : ૩૦-૧૦-૧૯૦૯
મૃત્‍યુ : ૨૪-૧-૧૯૬૬
જન્‍મસ્‍થળ : મુંબઈ
જીવનકાર્ય : વૈશ્વ કિરણો અંગે સંશોધન, એમના નેતૃત્‍વમાં ભારતની પ્રથમ અણુ ભઠ્ઠી ‘અપ્‍સરા‘ની રચના થઈ. અણુશક્તિ પંચના રાહબર તરીકે તારાપોર અને રાજસ્‍થાનમાં અણુવિદ્યુત મથકો સ્‍થાપ્‍યાં, ટ્રોમ્‍બેમાં અણુસંશોધન કેન્‍દ્ર ઊભું કર્યું, તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ ઊભું કર્યું, પ્લુટોનિયમ પ્‍લાન્ટ સફળ બનાવ્‍યો.

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર પ્રકૃતિવિદ – રૂબીન ડેવીડ
જન્‍મ : ૧૯-૯-૧૯૧૨
મૃત્‍યુ : ૨૩-૩-૧૯૮૯
જન્‍મસ્‍થળ : અમદાવાદ
જીવનકાર્ય : અમદાવાદમાં કાંકરિયા પાસેની ટેકરીઓ પર એક પ્રાણીબાગ અને બાળવાટિકા ઊભી કરી.

ભારતીય સ્પેસ વિજ્ઞાનનાં પિતામહ – ડો. વિક્રમ સારાભાઈ
જન્‍મ : ૧૨-૮-૧૯૧૯
મૃત્‍યુ : ૩૦-૧૨-૧૯૭૧
જન્‍મસ્‍થળ : અમદાવાદ
જીવનકાર્ય : અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અટીરા, ઈસરો તથા બીજી 30 જેટલી સંસ્‍થાઓ સ્‍થાપી.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors