શ્રી હનુમાન ચાલીસા

(દોહરા)

શ્રી ગુરુચરન સરોજ રજ,નિજ મન મિકિરુ સુધારિ,

બરનઊ રધુવર વિમલ જસુ,જો દયકુ ફલ ચારિ

બુધ્ધિહીન તનુ જનિકે,સુમિરૌ પવનકુમાર

બલ બુધ્ધિ વિધા દેહુ મોહિં,હરહુ કલેશવિકાર

ગુજરાતી અનિવાદઃ હું મારી જાતને બુધ્ધિહીન ગણીને શ્રી હનુમાનજી! આપનું સ્મરણ કરુ છું.હે

પ્રભુ આપ મને બુધ્ધિ,બળ તથા વિધા આપો અને મારા વિકારો  નાશ કરો.

(ચોપાઈ)

જય હનુમાન જ્ઞાન ગુનસાગર,જય કપીલ તિહું લોક ઉજાગર

ગુજરાતી અનિવાદઃ જ્ઞાન અને ગુણોના સાગર શ્રી હનુમાનજી! આપનો જયજયકાર હો! ત્રણેય લોકમાં  કીર્તિમાન કપીશ્વર હનુમાનજી!આપનો જય હો !

રામદુત અતુલિત બલધામા અંજનિપુત્ર પવનસુત નામા

ગુજરાતી અનિવાદઃશ્રી રામજીના દુત! આપનામાં અનંત  શક્તિ છે આપનું અંજનિપુત્ર અને પવનપુત્ર નામ જગપ્રસિધ્ધ છે

મહાવીર બિક્રમ બજરંગી ,કુમતિ નિવાર સુમતિ કે સંગી.

ગુજરાતી અનિવાદઃ આપ મહાવીર તથામહાપરાક્રમી છો.આપનું શરીર વ્રજ્ર સમાન છે.આપ કુબુધ્ધિનો  નાશ કરનાર છો,અને સુબુધ્ધિને સહાયક છે.

કંચન બરન બિરાજ સુબેસા,કાનન કુંડલ કુચિત કેસા

ગુજરાતી અનિવાદઃ હે કપિશ્રેષ્ઠ,આપના દેહનો વર્ણ કંચન જેવો છે.કાનમાં કુડળ છે અને મસ્તક પર

વાંકળયા વાળ છે.આપનું આ સરૂપ અતિ સોહામણું છે.

હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજે,કાંધે મિંજ જનેઉ સાજૈ.

ગુજરાતી અનિવાદઃ આપના હાથમાં ગદા અને ધ્વજા છે, ખભા પર જનોઈ અને મુંજની કરધની શોભાયમાન  છે.

શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહા જગ બંદન.

ગુજરાતી અનિવાદઃ કેસરીનંદન !આપ શંકરના અવતાર છે,આપનું મહાપ્રતાપી અને તેજ્સ્વી સ્વરૂપ

સમસ્ત વિશ્ર્વમાં પૂજનીય છે.

વિધાવાન ગુની અતિ ચાતુર, રામ કાજ કરિબે કો આતુર.

ગુજરાતી અનિવાદઃ હે કપિશ્રેષ્ઠ!આપ વિધાવાન,ગુણવાન અને ચતુર છો.સદા રામજીનું કાર્ય પૂર્ણ

કરવા આતુર રહો છો.

પ્રભુ ચરિત્ર સુનુબે કો રસિયા,રામ લખન સીતા મન બસિયા.

ગુજરાતી અનિવાદઃ પ્રભુ રમજીનું ચરિત્ર સાંભળવામાં આપને ધણી આસક્તિ છે,શ્રી રામ, શ્રી

લક્ષ્મણ અને સીતા મૈયા આપના હ્રદયમાં કયમ નિવાસ કરે છે.

સૂક્ષ્મ રૂપ ધરી સિયહી દિખાવા,બિકટ રુપ ધરી લંક જરાવા.

ગુજરાતી અનિવાદઃ સીતામૈયાને સૂક્ષ્મરૂપ ધારણ કરી બતાવ્યું અને વિકરાળ રૂપ ધરી લંકાને આપે

જ બાળી હતી.

ભીમ રૂપ ધરી અસુર સંહારે,રામચંદ્ર કે કાજ સંવારે.

ગુજરાતી અનિવાદઃઆપે અત્યંત વિશાળ અને ભયાનક રૂપ ધારણ કરીને રક્ષસોનો સંહાર

કર્યો.આમ,પ્રભુ રામચંદ્રનું કાર્ય પૂરું કર્યુ.

કાય સજીવન લખન જિયાયે,શ્રી રધુવર હરષિ ઉપર લાયે.
ગુજરાતી અનિવાદઃ સંજીવની બુટ્ટી લાવીને તમે લક્ષ્મણજીના પ્રાણ બચાવ્યા.પ્રેમથી ભગવાન શ્રી

રામે આપને ગળે લગાડયા.

રધુપતિ કિન્હીં બહિત બડઈ,તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ.

ગુજરાતી અનિવાદઃ ભગવાને શ્રી રામે આપની ધણિ જ પ્રસંશા કરીને કહ્યુ  કે ,ભરત જેટલો જ તુ

મારો પ્રિય ભાઈ છે

સહસ્ર બદન તુમ્હારો જસ ગાવે,અસ કહિ શ્રીપતિ કંઠ લગાવે.

ગુજરાતી અનિવાદઃ સહ્ત્રમુખવાળા શેષનાગ આપના યશગાન ગાય છે એમ કહેતાં પ્રેમથી ભગવાન શ્રી રામ તમને ભેટયા.

સનકાદિક બ્રહહ્માદિ મુનીસા,નારદ શારદ સહીત અહીસા.

ગુજરાતી અનિવાદઃ સનકાદિક ઋષિ,બ્રહ્મા,નારદ,સરસ્વતી,શેષનાગ આપની કિર્તિનું વર્ણન કરતાં થાકતાં નથી.

યમ કુબેર દિગપાલ જહ્રા તે,કબિ કોબિદ કહી સકે કહં તે

ગુજરાતી અનિવાદઃ યમરાજ,કુબેર,દિગપાલ જેવા દેવતા પણ આપનો મહિમા પૂર્ણ રૂપે વર્ણન કરી શકતા

નથી તો પ્રુથ્વી પરના કવિ અને વિદ્વાનો  રીતે કરી શકે?

તુમ ઉપકાર સુગ્રીવહિ કીન્હા,રામ મિલાય રાજપદ દીન્હા

ગુજરાતી અનિવાદઃ આપે સુગ્રીવ પર ઉપકાર કર્યો અને સહઔઅ કરી,ભગવાન શ્રી રામ સાથે તેમનો મેળાપ કરાવ્યો અને એમને રાજા બનાવ્યા.

તુમ્હરો મંત્ર બિભીષન માના,લંકેશ્ર્વર ભયે સબ જાના.

ગુજરાતી અનિવાદઃ આપનો મંત્ર વિભીષણે સ્વીકાર્યો અને તે લંકાનો રાજા થયો,આવાત સમસ્ત વિશ્વ જાણે છે.

જાુગ સહસ્ત્ર જોજન પર ભોનુ, લીલ્યો તાહિ મધુર ફલ જાનુ.

ગુજરાતી અનિવાદઃ વાદળાથી હજારો જોજન દુર સૂર્યને મધુર ફળ માનીને આપ ગળી ગયા હતા.

પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં, જલધિલાંધી ગયે અચરજ નાહીં.

ગુજરાતી અનિવાદઃ શ્રી રામની વીટીં મોઢામાં રાખી આપ વિશાળ સમુદ્રને પાર કરી ગયા,એમાં કંઈ

ખાસ આશ્ચર્ય નથી.

દુર્ગમ કાજ જગત કે જેતે,  સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે.

ગુજરાતી અનિવાદઃ હે કેસરીનંદન ! સંસારમાં જે કઠિન કાર્યો છે તે આપની ક્રુપાથી સરળ બની જાય છે.

રામ દુઆરે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિનુ પૈસારે.

ગુજરાતી અનિવાદઃ આપ શ્રી રામના દ્રારપાળ છો,આપની આજ્ઞા વિના કોઈ અંદરા પ્રવેશ કરી શકતો નથી.

સબસુખ લહૈ તુમ્હારી સરના,તુમ રક્ષક કાહુ કો ડરના

ગુજરાતી અનિવાદઃ પની શરણ જે કોઈ આવે છે એ બધા આનણ્દ સુખ પ્રાપ્ત કરે છે.તમે અમારા રક્ષક

છો તેય્હી અમને કોઈ જ ડર નથી.

આપન તેજ સમ્હારૌ આપે, તીનો લોક હાંક તે કાંપે.

ગુજરાતી અનિવાદઃ હે અંજનીપુત્ર ! આપ જ આપનું તેજ સહન કરી શકો છો.આપના હુંકારથી ત્રણેય લોક

કાંપવા લાગે છે

ભુત પિસાચ નિકટ નહિં આવૈ,મહા બીર જબ નામ સુનાવૈ.

ગુજરાતી અનિવાદઃ ભક્તજન જયારે આપના નામનું રટન કરે છે ત્યારે ભુતપ્રેત એમની પાસે આવતા નથી.

નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બિરા.

ગુજરાતી અનિવાદઃ હે કેસરીનણ્દન ! આપનું નામ સતત જપવાથી બધા રોગો દુર થઈ જાય છે અને બધી પીડા દુર થઈ જાય છે.

સંકટ સે હનુમાન છુડાવૈ મન કર્મ વચન ધ્યાન જો લાવૈ.

ગુજરાતી અનિવાદઃ હે અંજનીપુત્ર ! જે ભક્ત મન,વાણી અને કર્મથી આપ્નું એકચિત્તે ધ્યાન કરે છ

એને આપ બધી વિપત્તિથી બચાવો છો.

સબ પર કામ તપસ્વી રાજા,તિન કે કાજ સકલ તુમ સાજા.

ગુજરાતી અનિવાદઃ સર્વોપરિ શ્રીરામ એક શ્રેષ્ઠ તપસ્વી રાજા છે,તેમના કાર્ય સફળ કરવામાં આપે

ધણું યોગદાન આપ્યું છે.

ઔર મનોરથ જો કોઈ લાવે,સોઈ અમિત જીવન ફલ પાવે.

ગુજરાતી અનિવાદઃ હે કેસરીનંદન ! આપની સમક્ષ મનોરથ લઈને જે કોઈ આવે એ તેના બધા જ મનોરથ આ જન્મમાં પૂર્ણ થાય છે.

ચારો જુગ પરતાપ તુમ્હારા,હૈ પ્રસિધ્ધ જગત ઉજીયારા.

ગુજરાતી અનિવાદઃ આપના પ્રતાપે ચારે યુગમાં પ્રસિધ્ધ છે વિશ્વમાં આપની કિર્તી,યશ, પ્રકાશમાન છે.

સાધુ સંત કે તુમ રખવારે,અસુર નિકંદન રામ દુલારે.

ગુજરાતી અનિવાદઃ સાધુ,સંતના આપ રક્ષક છો,આપ રાક્ષસોના સંહાર કરનાર છો અને આપ શ્રીરામને પ્રિય છો.

અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા,અસ બર દીન જાનકી માતા.

ગુજરાતી અનિવાદઃ સીતામૈયાએ આપને વરદાન આપ્યં છે કે આપ અષ્ટસિધ્ધિ અને નવનિધિ ઇચ્છો એને  પ્રદાન કરી શકો છો.

રામ રસાયન તુમ્હરે પાસા,સદા રહો રઘુપતિ કે દાસા.

ગુજરાતી અનિવાદઃ હે બજરંગબલી ! \’શ્રીરામ\’નામરૂપી રસાયણ આપની પાસે છે.આપ સદાય શ્રીરામની સેવામાં તપ્પર રહો છો.

તુમ્હરે ભજન રામકો પાવે,જનમ જનમ કે દુઃખ બિસરાવૈ.

ગુજરાતી અનિવાદઃ આપનું ભજન કએઅનારને શ્રીરામનું દર્શન થાય છે.અને જન્મ જન્માંતરનાં દુઃખો કાયમ માટે નષ્ટ થઈ જાય છે.

અન્ત કાલ રઘુબર પુર જાઈ,જહાં જન્મ હરી ભકત કહાઈ.

ગુજરાતી અનિવાદઃ તે અંતકાલે સાકેતધામમાં જાય છે.કદાચ મૃત્યુલોકમાં જન્મે તો તેને

શ્રીહરિના ભક્ત તરીકે પ્રસિધ્ધિ મળે છે.

ઔર દેવતા ચિત ન ધરઈ,હનુમંત સેઈ સર્વ સુખ કરઈ.

ગુજરાતી અનિવાદઃ જે ભક્ત અન્ય દેવતાઓનું હ્રદયમાં સ્થાન ન રાખી શ્રીહનુમાનની સેવા કરે તે

સર્વ સુખ સંપન્ન થાય છે.

સંકટ કટે મિટૈ સબ પીરા,જો સુમરિ હનુમંત બલવીરા.

ગુજરાતી અનિવાદઃ અતિ બળવાન વીર બજરંગબલીનું જે સ્મરણ કરે છે તેના બધાં સંકટો દુર થાય છે.

જૈ, જૈ, જૈ, હનુમાન ગોસાઈ,કૃપા કરહુ ગુરુ દેવકી નાઈ.

ગુજરાતી અનિવાદઃ શ્રી હનુમાનજી ! આપનો જયજયકાર હો,આપ મારા પર કૃપાલુ ગુરુદેવની જેમ કૃપા વરસાવો.

જો સતબાર પાઠ કર કોઈ,છુટહિ બન્દિ મહા સુખ હોઈ.

ગુજરાતી અનિવાદઃ જે કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો સો વખત પાઠ કરશે તે સર્વ બંધનમાંથી

મુક્તિ પામશે અને પરમ સુખને પામશે.

જો યહ પઢૌ હનુમાન ચાલીસા,હોય સિધ્ધિ સાખી ગૌરીસા.

ગુજરાતી અનિવાદઃ જે ભક્ત\’હનુમાન ચાલીસા\’નો નિત્ય પાઠ કરશે તેને ચોક્કસ સફળતામળશે.સાક્ષાત ભગવાન શંકર તેના સાક્ષી છે.

તુલસીદાસ સદા હરિ ચેરા,કીજે નાથ હદય મહં ડેરા.

ગુજરાતી અનિવાદઃ સંત તુલસીદાસ કહે છે કે \’સદા સર્વદા હું શ્રી જનુમાનનો સેવક છું હે નાથ !

આપ મારા હ્રદયમાં નિત્ય બિરાજો.\’

પવન તનય સંકટ હરણ મંગલ મૂરત રુપરામલખનસીતા સહિત હદયબસહુ સુરભૂપ

ગુજરાતી અનિવાદઃ હે પવનપુત્ર શ્રી હનુમાનજી,સર્વ સંકટોનો નાશ કરનારાઆપ મંગલમુર્તિરૂપ

છો.આપ શ્રીરામ,લક્ષ્મણ અને સીતામૈયા સહિત અમારા હ્રદયમાં નિત્ય બિરાજો.

 

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors