શ્રી સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી ભાગ-૫

સંતો-પાર્ષદો માટે નિયમો :
145. ત્યાગીએ સ્ત્રીમાત્રનો સ્પર્શ ન કરવો, સ્ત્રીઓ સંગાથે બોલવું નહિ અને જાણીને સ્ત્રીઓ સન્મુખ જોવું નહિ.
146. સ્ત્રીઓની વાત ક્યારેય ન કરવી અને ન સાંભળવી.
147. જે સ્થાનમાં સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાને સ્નાનાદિક ક્રિયા કરવા ન જવું
148. દેવતાની પ્રતિમા વિના બીજી સ્ત્રીની ચિત્રની અથવા કાષ્ઠાદિકની પ્રતિમાનો સ્પર્શ ન કરવો. જાણીને તે પ્રતિમાને જોવી પણ નહિ.
149. સ્ત્રીની પ્રતિમા ન કરવી.
150. સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારીને ઉતારેલા વસ્ત્રને અડવું નહિ.
151. મૈથુનાસક્ત પશુપક્ષીને જાણીને જોવાં નહિ.
152. સ્ત્રીના વેષધારી પુરુષને અડવું નહિ, તેની સામું જોવું નહિ અને તે સાથે બોલવું નહિ.
153. સ્ત્રીને ઉદ્દેશીને ભગવાનની કથા-વાર્તા કીર્તન પણ ન કરવાં.
154. પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ થાય એવું વચન પોતાના ગુરુનું હોય તો પણ ન માનવું.
155. સદાકાળ ધીરજવાન, સંતોષે યુક્ત ને માને રહિત રહેવું.
156. બળાકાત્કારે કરીને પોતાને સમીપે આવતી સ્ત્રીને બોલીને અથવા તિરસ્કાર કરીને પણ તરત વારવી, પણ સમીપે આવવા દેવી નહિ.
157. જો ક્યારેય સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણ નાશ થાય એવો આપત્તકાળ આવી પડે ત્યારે તો તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની અને પોતાની રક્ષા કરવી.
158. શરીરે તૈલમર્દન ન કરવું.
159. શસ્ત્ર તથા ભયંકર વેષ ન ધારવાં.
160. જે ઘર સ્ત્રી પીરસનારી હોય ત્યાં ભિક્ષા લેવા જવું નહિ.
161. જે ગૃહસ્થના ઘરે પીરસનારો પુરુષ જ હોય, તથા સ્ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઈ રીતે થાય એમ ન હોય તેવા ગૃહસ્થના ઘરે ત્યાગીઓએ જમવા જવું અને તેવું ન હોય તો કાચું અન્ન માગીને પોતાના હાથે રસોઈ કરવી ને ભગવાનને નૈવેદ્ય ધરીને જમવું.
162. વેદ આદિ શાસ્ત્રોનો અભ્યાસ કરવો ને ગુરુની સેવા કરવી.
163. સ્ત્રીઓની પેઠે સ્ત્રેણ (સ્ત્રીના સંગમાં રાચનાર) પુરુષનો સંગ સર્વકાળે ત્યાગવો.
164. સર્વે સાધુઓએ સ્ત્રીઓનાં દર્શન-ભાષણાદિક પ્રસંગનો ત્યાગ કરવો.
165. કામ, ક્રોધ, લોભ અને માન આદિક અંતઃશત્રુને જીતવા.
166. સર્વે ઇન્દ્રિયોને જીતવી અને રસના ઇન્દ્રિયને તો વિશેષે કરીને જીતવી.
167. ધન-દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહિ ને કોઈ બીજા પાસે પણ કરાવવો નહિ.
168. કોઈની થાપણ ન રાખવી.
169. ક્યારેય પણ ધીરજનો ત્યાગ ન કરવો.
170. પોતાના ઉતારાની જગ્યામાં ક્યારેય પણ સ્ત્રીનો પ્રવેશ થવા દેવો નહિ.
171. આપત્કાળ પડ્યા વિના, સંઘ-સોબત વિના ક્યારેય એકલા ચાલવું નહિ.
172. જે વસ્ત્ર બહુ મુલ્યવાળું હોય, ચિત્ર વિચિત્ર ભાતનું હોય, કસુંબાદિક રંગથી રંગેલું હોય, શાલ-દુશાલા હોય વળી, બીજાની ઇચ્છાથી પોતાને પ્રાપ્ત થયું હોય, તો પણ તેવું વસ્ત્ર પહેરવું-ઓઢવું નહિ.
173. ભિક્ષા તથા સભાપ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘરે જવું નહિ.
174. ભગવાનની નવ પ્રકારની ભક્તિ વિના વ્યર્થ સમય વિતાવવો નહિ. નિરંતર ભક્તિ કરીને જ સમય વિતાવવો.
175. ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજી જડ બ્રાહ્મણ તરીકે જેમ વર્તતા હતા તેમ પરમહંસ એવા અમારા સાધુઓએ વર્તવું.
176. તાંબૂલ (પાન-પાનબીડું) તથા અફીણ તથા તમાકુ ઇત્યાદિકનું ભક્ષણ ન કરવું.
177. ગ્રામ્યવાર્તા કરવી નહિ ને જાણીને સાંભળવી નહિ.
178. રોગાદિક આપત્કાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહિ.
179. મોટા સંતની આગળ નિરંતર નિષ્કપટપણે વર્તવું.
180. કુમતિવાળા દુષ્ટજન ગાળ દે અથવા મારે, તો તેને ક્ષમા આપવી, પણ તેને સામી ગાળ ન દેવી ને મારવું નહિ; અને તેનું જેમ હિત થાય તેમજ મનમાં ચિંતવન કરવું, પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો.
181. કોઈનું દૂતપણું ન કરવું; ચાડિયાપણું ન કરવું, કોઈના ચારચક્ષુ(ગુપ્તચર) ન થવું.
182. દેહને વિષે અહંબુદ્ધિ ન કરવી ને સ્વજનાદિકને વિષે મમતા ન કરવી.
183. સૂર્ય ને ચંદ્રમાના ગ્રહણ વખતે બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને ભગવાનના મંત્રનો જપ કરવો.
184. ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્રસહિત સ્નાન કરીને ત્યાગીઓએ ભગવાનની પૂજા કરવી.
વ્રત, પ્રાયશ્ચિત અને અભ્યાસ :
185. નિત્ય સાયંકાળે ભગવાનના મંદિરે જવું અને ભગવાનના નામનું ઉચ્ચ સ્વરે કીર્તન કરવું.
186. ઉત્સવને દિવસે મંદિરમાં વાજિંત્રે સહિત ભગવાનનાં કીર્તન કરવાં.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors