શિવજીનું રુદ્રાષ્ટકમ

શિવજીનું રુદ્રાષ્ટકમ
नमामीशमीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् ।
निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहम् ॥१॥
ગુજરાતી ભાષાંતરઃ હે મોક્ષ સ્વરૂપ, વિભુ, વ્યાપક, બ્રહ્મ અને વેદ સ્વરૂપ, ઈશાન દિશાના ઈશ્વર તથા સૌના સ્વામી શ્રી શિવજી! હું આપને નમસ્કાર કરું છું. નિજસ્વરૂપમાં સ્થિત (અર્થાત્ માયા આદિ રહિત), (માયા આદિ) ગુણોથી રહિત, ભેદ રહિત, ઇચ્છા રહિત, ચેતન આકાશ સ્વરૂપ તથા આકાશને જ વસ્ત્ર રૂપ ધારણ કરનાર (અથવા આકાશને પણ આચ્છાદિત કરનાર) હે દિગંબર, હું આપને ભજુ છું.
निराकारमोंकारमूलं तुरीयं गिरा ज्ञान गोतीतमीशं गिरीशम् ।
करालं महाकाल कालं कृपालं गुणागार संसारपारं नतोऽहम् ॥२॥
ગુજરાતી ભાષાંતરઃ નિરાકાર, ૐ-કારના મૂળ, તુરીય (ત્રણ ગુણોથી અતીત), વાણી, જ્ઞાન અને ઇન્દ્રિયોથી શ્રેષ્ઠ, કૈલાસપતિ, વિકરાલ, મહાકાલથી પણ કાલ, કૃપાળુ, ગુણોના ધામ, સંસારથી શ્રેષ્ઠ હે પરમેશ્વર, હું આપને નમસ્કાર કરું છું.
तुषाराद्रि संकाश गौरं गभीरं मनोभूत कोटिप्रभा श्री शरीरम् ।
स्फुरन्मौलि कल्लोलिनी चारु गङ्गा लसद्भालबालेन्दु कण्ठे भुजङ्गा ॥३॥
ગુજરાતી ભાષાંતરઃ જે હિમાચલની સમાન ગૌરવર્ણ તથા ગંભીર છે, જેમના શરીરમાં કરોડોં કામદેવોની જ્યોતિ તથા શોભા છે, જેમના મસ્તક પર સુંદર નદી ગંગાજી વિરાજમાન છે, જેમના લલાટ પર બાળ ચંદ્રમા (બીજનો ચંદ્ર) અને ગળામાં સર્પ સુશોભિત છે.
चलत्कुण्डलं भ्रू सुनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालम् ।
मृगाधीशचर्माम्बरं मुण्डमालं प्रियं शंकरं सर्वनाथं भजामि ॥४॥
ગુજરાતી ભાષાંતરઃ જેમના કાનોમાં કુંડળ ઝૂમી રહ્યા છે, સુંદર ભ્રુકુટી અને વિશાળ નેત્ર છે; જે પ્રસન્ન મુખ, નીલકંઠ અને દયાળું છે; સિંહચર્મનું વસ્ત્ર ધારણ કર્યું છે અને મુંડમાળા પહેરી છે, સૌના પ્રિય અને સૌના નાથ, કલ્યાણ કરનાર, શ્રી શિવજીને હું ભજુ છું.
प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशं अखण्डं अजं भानुकोटिप्रकाशम् ।
त्रयः शूल निर्मूलनं शूलपाणिं भजेऽहं भवानीपतिं भावगम्यम् ॥५॥
ગુજરાતી ભાષાંતરઃ પ્રચંડ (રુદ્રરૂપ), શ્રેષ્ઠ, તેજસ્વી, પરમેશ્વર, અખંડ, અજન્મા, કરોડોં સૂર્યો સમાન પ્રકાશ વાળા, ત્રણે પ્રકારના શૂળો (દુઃખો) ને નિર્મૂળ કરનાર, હાથમાં ત્રિશૂલ ધારણ કરેલ, ભાવ-પ્રેમ દ્વારા પ્રાપ્ત થવાવાળા, હે ભવાનીપતિ શ્રી શિવ શંકર, હું આપને ભજુ છું.

कलातीत कल्याण कल्पान्तकारी सदा सज्जनानन्ददाता पुरारी ।
चिदानन्द संदोह मोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी ॥६॥
ગુજરાતી ભાષાંતરઃ કલાઓથી શ્રેષ્ઠ, કલ્યાણ સ્વરૂપ, કલ્પનો અંત (પ્રલય) કરનાર, સજ્જનોને સદા આનંદ આપનાર, ત્રિપુરના શત્રુ સચ્ચિદાનન્દઘન, મોહને હરનાર, મનને મથનાર કામદેવના શત્રુ, હે પ્રભુ! પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ.
न यावत् उमानाथ पादारविन्दं भजन्तीह लोके परे वा नराणाम् ।
न तावत् सुखं शान्ति सन्तापनाशं प्रसीद प्रभो सर्वभूताधिवासम् ॥७॥
ગુજરાતી ભાષાંતરઃ જ્યાર સુધી, હે પાર્વતી પતિ, મનુષ્ય તમારા ચરણકમળોને નથી ભજતા, ત્યાર સુધી તેને ઇહલોક (પૃથ્વી) અને પરલોકમાં સુખ-શાંતિ નથી મળતી અને ન તો એના તાપોનો નાશ થાય છે. તેથી હે સમસ્ત જીવોની અંદર (હ્રદયમાં) નિવાસ કરનાર પ્રભુ! પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ.

न जानामि योगं जपं नैव पूजां नतोऽहं सदा सर्वदा शम्भु तुभ्यम् ।
जरा जन्म दुःखौघ तातप्यमानं प्रभो पाहि आपन्नमामीश शम्भो ॥८॥
ગુજરાતી ભાષાંતરઃ હું ન તો યોગ જાણું છું, ન જપ અને ન પૂજા. હે શિવ શંભુ ! હું તો નિરંતર-હંમેશા આપને જ નમસ્કાર કરું છું. હે પ્રભુ! વૃદ્ધત્વ તથા જન્મ-મૃત્યુના દુઃખસમૂહોથી બળતા મુજ દુખીની દુઃખથી રક્ષા કરો. હે ઈશ્વર! હે શંભુ! હું આપને નમસ્કાર કરું છું.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors