મહિલા રોગોમાં: આયુર્વેદ ઉપચાર

* ખજૂર થોડા મહિના નિયમિત ખાવાથી વારંવાર મૂર્છા આવતી હોય તેવી સ્‍ત્રીઓની હિસ્‍ટીરીયા મટે છે.

* લસણને પીસીને નાકથી સુંઘવાથી હિસ્‍ટીરિયાની મૂર્છા મટે છે.

* સ્‍ત્રીઓને માસિક વખતે ખૂબ પીડા થતી હોય કે માસિક બરાબર ન આવતું હોય તો તલ ખાવા, એક તોલા કાળા તલને વીસ તોલા પાણીમાં ઉકાળવું, પાંચ તોલા પાણી બાકી રહે એટલે તેમાં ગોળ નાખી ઉકાળી પીવાથી માસિક સાફ આવે છે.

* પાકાં કેળા, આમળાંનો રસ ને સાકર એકત્ર કરી પીવાથી સ્‍ત્રીઓના પ્રદર અને બહુમુત્ર રોગ મટે છે.
* જીરા અને સાકરનું ચૂર્ણ પચીસ પૈસાભાર, ચોખાના ધોવાણમાં પીવાથી સ્‍ત્રીઓનું સ્‍વતપ્રદર મટે છે.
* એક પાકું કેળું અર્ધા તોલા ઘી સાથે સવાર-સાંજ ખાવાથી પ્રદર રોગ મટે છે.હિંગનું સેવન કરવાથી ગર્ભાશય સંકોચાય છે. માસિક સાફ આવે છે અને પેટનો દુઃખાવો મટે છે.

* આમળાનાં રસ મધ સાથે લેવાથી સ્‍ત્રીઓની યોનિનો દાહ મટે છે.
* કાચો કાંદો ખાવાથી માસિક સાફ આવે છે અને દુઃખાવો થતો નથી.
* માસિક સમયે વધારે રક્તસ્ત્રાવ થતો હોય અને ચક્કર આવતાં હોય તો તુલસીના રસને મધમાં મેળવીને પીવાથી ફાયદો થાય છે.
* ત્રણ તોલા મેથીનો લોટ લઈ રાત્રે વીસ તોલા દૂધમાં પલાળી રાખવો. સવારે પાંચ તોલા ઘી ગરમ કરી તેમાં દૂધમાં ભીંજવેલો મેથીનો લોટ નાખી એકરસ કરી ઉતારી લેવું. પછી તેમાં બે તોલા ગોળ નાખી બરાબર મિક્સ કરી પ્રસૂતા સ્‍ત્રીને એકવીસ દિવસ સુધી ખવડાવવાથી ધાવણ છૂટથી આવે છે.
* જીરાની ફાકી લેવાથી સ્‍ત્રીનું ધાવણ વધે છે.
* ધીમાં શેકેલી હિંગ ઘી સાથે ખાવાથી સુવાવડી સ્‍ત્રીને ચક્કર ને સૂળ મટે છે.સુવાવડમાં સ્‍ત્રીઓએ સુવાનો ઉપયોગ છૂટથી કરવો જેથી ધાવણ સારું આવે છે, કમર દુઃખતી નથી અને ખાધેલું પાચન થાય છે.

* તાંદળજાનાં મૂળ વાટીને ચોખાના ઓસામણમાં પીવાથી સુવાવડી અને સગર્ભાનો રક્તસ્ત્રાવ મટે છે.
* સુવાવડી સ્‍ત્રીને ભૂખ ન લાગતી હોય તો પા ચમચી અજમાનું ચૂર્ણ, બે ચમચી આદુનો રસ અને સોપારી જેટલો ગોળ મેળવી સવારે અને રાત્રે ખાવાથી ખૂબ ભૂખ લાગે છે.
* સુવાવડના તાવમાં અને સુવાવડ પછી થતા કમરના દુઃખાવામાં અજમો અડધી ચમચી, સૂંઠ અડધી ચમચી અને ઘી બે ચમચી ભેગું કરી સવારે અને રાત્રે ખાવાથી તાવ અને કમરનો દુઃખાવો મટે છે.
* ઊલટી, ઉબકા, અપચો, આફરો, કફના રોગો, ઉદરશૂળ વગેરે સુવાવડી સ્‍ત્રીની ફરિયાદોમાં અડધી ચમચી જેટલું અજમાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે નવશેકા પાણી સાથે લેવાથી આરામ થાય છે.
* લવિંગને ગરમ પાણીમાં ભીંજવી એ પાણી પીવાથી સગર્ભા સ્‍ત્રીઓની ઊલટી મટે છે.
* ધાણાનું ચૂર્ણ પા તોલો અને સાકર એક તોલો ચોખાના ધોવાણમાં પીવાથી સગર્ભા સ્ત્રીની ઊલટી મટે છે.
* નારંગી ખાવાથી સગર્ભા સ્‍ત્રીઓના ઊબકા અને ઊલટી મટે છે.
* હિંગની ધુમાડી પ્રસવ સમયે જનન અવયવને આપવાથી પ્રસવ સરળતાથી થાય છે.
* તલ, જવ અને સાકરનું ચૂર્ણ મધ સાથે ખાવાથી સગર્ભા અને સુવાવડી સ્‍ત્રીઓનો રક્તસ્‍ત્રાવ બંધ થાય છે.
* સુવાવડી સ્‍ત્રીને ક્યારેક ધાવણનો વેગ ચડી જતાં, કોઈ વાર સ્‍તનને સોજો આવે છે અને વેદના થાય છે. તેના પર નાગરવેલનું પાન ગરમ કરી બાંધવાથી એકઠું થયેલું ધાવણ છૂટું પડી જાય છે અને સોજો ઊતરી જાય છે ને પીડા મટે છે.
* ઘઉંની સેવને પાણીમાં બાફી, તે પાણી કપડાંથી ગાળી લઈને, ૨૦૦ ગ્રામ પાણીમાં ૩ થી ૪ ચમચી ચોખ્‍ખું ઘી નાખી પ્રસવ થનાર સ્‍ત્રીને પાવાથી પ્રસૂતી સરળતાથી અને જલદી થાય છે.
* જે સ્‍ત્રીઓને પૂરતું ધાવણ ન આવતું હોય તેમણે ચોળાનું શાક વધુ તેલમાં બનાવી ખાવાથી ધાવણ આવે છે.તુવેરની દાળનો સૂપ બનાવી ૨ થી ૩ ચમચી ઘી નાખીને પીવાથી ધાવણ વધે છે.
* સ્‍ત્રીઓને ઘણીવાર પ્રસૂતિમાં વિલંબ થાય છે. દર્દ જેવું ઊપડવું જોઈએ તેવું ઊપડતું નથી. તે વખતે બને તેટલો જૂનો ગોળ ૩૦ થી ૪૦ ગ્રામ લઈ, ૧૦૦ ગ્રામ પાણીમાં નાખી, ગરમ કરી, ઓગાળી લઈ તેમાં ફુલાવેલો ટંકણખાર ૨ ગ્રામ જેટલો મેળવીને પાવાથી જલદીથી અને સુખથી પ્રસવ થાય છે.
* તુલસીનાં પાનનો રસ પીવાથી પ્રસવની પીડા ઓછી થઈ જાય છે.
અર્ધી ચમચી સૂંઠનું ચૂર્ણ અને એક ચમચી ગોળ સવારે અને રાત્રે લેવાથી ગર્ભાશયના દોષ મટે છે અને ગર્ભાશય મજબૂત બને છે.
* રોજ સવારમાં એક લવિંગ ૪૦ દિવસ સુધી ખાવાથી ગર્ભ રહેવાની સંભાવના રહેતી નથી.
પાકું કેળું ઘી અને સાકર સાથે લેવાથી લોહીવા મટે છે.
* કળથીનો ઉકાળો પીવાથી ગર્ભપાત કે પ્રસવ પછી સ્‍ત્રીઓના ગર્ભાશયની પૂરેપૂરી શુદ્ધિ થાય છે.
* દરરોજ ગાજરનો ૧૦૦ ગ્રામ રસ પીવાથી સ્‍ત્રીઓને લોહીવા (રક્તપ્રદર)માં તરત જ ફાયદો થાય છે.

* આમળાં, હરડે, સુકો ફુદીનો, પીપરીમૂળ, સૂંઠ, મેથી દસ ગ્રામને મીઠું પાંચ ગ્રામ લઈ, બધાંને સાથે લસોટી, ચૂર્ણ બનાવી, તેમાં ૧૦ ગ્રામ ગુગળ મેળવી, લસણના રસમાં પાંચ પાંચ ગ્રામની ગોળીઓ બનાવી, પાણી સાથે લેવાથી પ્રસૂતિ બાદ સ્‍ત્રીઓને થતો કમરની નીચેનો ભાગનો દુઃખાવો ઓછો થાય છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors