મહાત્મા ગાંધીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ સારાંશ-ધાર્મિક પરિચયો

ધાર્મિક પરિચયો
વિષયોનું ચિંતન કરનારનો પ્રથમ તેને વિશે સંગ ઊપજે છે, સંગની કામના જન્મેલ છે. કામનાની પાછળ ક્રોધ આવે છે, ક્રોધમાંથી સંમોહ, સંમોહમાંથી સ્મૃતિભ્રમમાંથી બુદ્ધિનાશની થાય છે, ને અંતે તે પુરુષનો પોતાનો નાશ થઇ શકે છે.
એ શ્ર્લોકની મારા મન ઉપર ઊંડી અસર પડી. તેના ભણકારા મારા કાનમાં વાગ્યાં જ કરે. ભગવદગીતા અમૂલ્ય ગ્રંથ છે એમ મને તે વેળા ભાસ્યું. તે માન્યતા ધીમે ધીમે વધતી ગઇ અને આજે તત્વજ્ઞાનને સારુ તેને હું સર્વોતમ ગ્રંથ ગણું છું. મારા નિશાનના સમયે તે ગ્રંથે મને અમૂલ્ય સહાય કરી છે. તેના અંગ્રેજી તરજુમા લગભગ બધા વાંચી ગયો છું. પણ એડવિન આર્નલ્ડંનો અનુવાદ મને શ્રેષ્ઠ લાગે છે. મૂળ ગ્રંથના ભાવને જાળવ્યો છે, છતાં તે ગ્રંથ તરજુમા જેવો નથી જણાતો. મેં ભગવદગીતાનો આ વેળા અભ્યાસ કર્યો તો ન જ કહેવાય. તે મારા હમેશના વાચનનો ગ્રંથ તો કેટલાંક વર્ષો પછી થયો.
આ જ ભાઇઓએ મને આર્નલ્ડયનું બુદ્ધચરિત્ર વાંચવા ભલામણ કરી. અત્યાર સુધી તો સર એડવિન આર્નલ્ડના ગીતાના અનુવાદની જ મને ખબર હતી. બુદ્ધચરિત્ર મેં ભગવદગીતા કરતાં પણ વધારે રસથી વાંચ્યું. પુસ્તક હાથમાં લીધા પછી તે પૂરું કર્યે જ છોડી શકયો.
આ ભાઇઓ મને એક વખત બ્લૅ વૅટસ્કી લૉજમાં પણ લઇ ગયા. ત્યાંર મને મૅડમ બ્લૅ વૅટસ્કી નાં દર્શન કરાવ્યાં ને મિસિસ બેસંટનાં. મિસિસ બેસંટ તે વખતે તાજાં જ થિયૉસૉફિકલ સોસાયટીમાં દાખલ થયાં હતાં, એટલે તે વિશેની ચર્ચા અખબારોમાં ચાલતી તે હું રસપૂર્વક વાંચતો. આ ભાઇઓએ મને સોસાયટીમાં દાખલ થવા પણ સૂચવ્યું. મેં વિનયપૂર્વક ના પાડી ને કહ્યું, ‘મારું ધર્મજ્ઞાન કંઇ જ નથી, તેથી હું કોઇ પણ પંથમાં ભળી જવા નથી ઇચ્છાતો. ’ મને એવો ખ્યાલ છે તે જ ભાઇઓના કહેવાથી મેં મૅડમ બ્લૅકવૅટસ્કીનું પુસ્તબક ‘કી ટુ થિયૉસૉફી’ વાંચ્યું . તે ઉપરથી હિદું ધર્મનાં પુસ્તાકો વાંચવાની ઇચ્છા થઇ અને હિંદુ ધર્મ વહેમોથી જ ભર્યો છે એવો અભિપ્રાય પાદરીઓને મુખેથી સાંભળતો તે મનમાંથી ગયો.
આ જ અરસામાં એક અન્નાહારી વસતિગૃહમાં મને માંચેસ્ટ રના એક ભલા ખ્રિસ્તી મળ્યા. તેમણે મારી જોડે ખ્રિસ્તી ધર્મની વાત કાઢી. મેં તેમની પાસે મારું રાજકોટનું સ્મરણ વર્ણવ્યું. સાંભળીને તે દુઃખી થયા. તેમણે કહ્યું, ‘હું પોતે અન્નાહારી છું. મદ્યપાન પણ નથી કરતો. ઘણા ખ્રિસ્તીઓ માંસાહાર કરે છે, મદ્યપાન કરે છે, એ સાચું; પણ બેમાંથી એકે વસ્તુ્ લેવાની એ ધર્મમાં ફરજ નથી. તમે બાઇબલ વાંચો એવી ભલામણ કરું છું. ’ મેં એ સલાહ માની. બાઇબલ તેમણે જ ખરીદી આપ્યું. મને કંઇક એવો આભાસ છે કે આ ભાઇ પોતે જ બાઇબલ વેચતા. તેમણે નકશાઓ, અનુક્રમણિકા વગેરેવાળું બાઇબલ મને વેચ્યું. મેં તે શરૂ કર્યું. પણ હું ‘જૂનો કરાર’ વાંચી જ ન શકયો. ‘જેનેસિસ’ – સૃષ્ટિમંડાણ – ના પ્રકરણ પછી તો વાંચું એટલું મને ઉંઘ જ આવે. ‘વાંચ્યું ’ એમ કહી શકાય તે ખાતર, રસ વિના ને સમજયા વિના, મેં બીજા પ્રકરણો બહુ કષ્ટપૂર્વક વાંચ્યાં એમ સ્મંરણ છે. ‘નંબર્સ’ નામનું પ્રકરણ વાંચતા મને અણગમો થયો.
જયારે ‘નવા કરાર’ ઉપર આવ્યો ત્યારે જુદી જ અસર થઇ. ઇશુના ગિરિપ્રવચનની અસર બહુ સારી પડી. તે હ્રદયમાં ઉતાર્યું. બુદ્ધિએ ગીતાજીની સાથે તેની સરખામણી કરી. ‘તારું પહેરણ માગે તેને અંગરખું આપજે. ’ , ‘તેને જમણે ગાલે તમાચો મારે તેની આગળ ડાબો ધરજે. ’ , એ વાંચીને મને અપાર આનંદ થયો. શામળ ભટનો છપ્પોં યાદ આવ્યો. મારા બાળક મને ગીતા, આર્નલ્ડનકૃત બુદ્ધચરિત અને ઇશુના વચનોનું એકીકરણ કર્યું. ત્યાગમાં ધર્મ છે એ વાત મનને ગમી.
આ વાચનથી બીજા ધર્માચાર્યોનાં જીવન વાંચવાનું મન થયું. કાર્લાઇલનું ‘વિભૂતીઓ અને વિભૂતિપૂજા’ વાંચવાની કોઇ મિત્રે ભલામણ કરી. તેમાંથી પેગંબર વિશે વાંચી ગયો ને તેમની મહત્તાનો, વીરતાનો ને તેમની તપશ્ર્ચર્યાનો ખ્યાલ આવ્યો.
આટલા પરિચયથી આગળ હું ન વધી શકયો. મારાં પરીક્ષાનાં પુસ્તકો ઉપરાંત બીજું વાંચવાની નવરાશ હું ન મેળવી શકયો. પણ મારે ધર્મપુસ્તકો વાંચવા જોઇએ અને બધા મુખ્ય ધર્મોનો યોગ્ય પરિચય મેળવી લેવો જોઇએ એવી મારા મને નોંધ કરી.
નાસ્તિકતા વિશે પણ કંઇક જાણ્યા વિના કેમ ચાલે ? બ્રૅડલૉનું નામ બધા હિંદી જાણે જ. બ્રૅડલૉ નાસ્તિક ગણાય. તેથી તેમને વિશેનું કંઇક પુસ્ત ક વાંચ્યુંન. નામનું મને સ્મયરણ નથી રહ્યું. તેની મારા પર કંઇ જ છાપ ન પડી. નાસ્તિકતારૂપી સહરાનું રણ હું ઓળંગી ગયો હતો. મિસિસ બેસંટની કીર્તિ તો તે વેળા પણ ખૂબ હતી જ. તે નાસ્તિક મટી આસ્તિક થયાં છે એ વાતે પણ નાસ્તિકવાદ તરફ મને ઉદાસીન બનાવ્યો . ‘હું થિયૉસૉફિસ્ટિ કેમ બની ? ’ એ મિસિસ બેસંટનું ચોપાનિયું મેં વાંચી લીધું હતું. બ્રૅડલૉનો દેહાંત આ અરસામાં જ થયો. વોકિંગમાં તેમની અંતક્રિયા કરવામાં આવી હતી. હું પણ તેમાં હાજર રહેલો. મને લાગે છે કે હિંદી તો એક પણ બાકી નહીં રહેલ હોય. તેમને માન આપવાને સારુ કેટલાક પાદરીઓ પણ આવ્યા હતા. પાછા ફરતાં એક જગ્યાયએ અમે બધા ટ્રેનની રાહ જોતા હતા. ત્યાં આ ટોળામાંના કોઇ પહેલવાન નાસ્તિકવાદીએ આ પાદરીઓમાંના એકની ઊલટતપાસ શરૂ કરી :
‘કેમ સાહેબ, તમે કહો છો ના કે ઇશ્ર્વર છે ? ’
પેલા ભલા માણસે ધીમે સાદે જવાબ આપ્યો : ‘હા, હું કહું છું ખરો. ’
પેલા હસ્યો ને કેમ જાણે પોતે પાદરીને માત કરતો હોય તેમ કહ્યું: ‘વારુ, પૃથ્વીતનો પરિઘ ૨૮,૦૦૦ માઇલ છે એ તો કબૂલ કરો છો ને ? ’
‘અવશ્ય. ’
‘ત્યારે કહો જોઇએ ઇશ્ર્વરનું કદ કેવડુંક હશે ને તે કયાં હશે ? ’
‘આપણે સમજીને તો આપણાં બંનેનાં હ્રદયમાં તે વાસ કરે છે. ? ’
‘બાળકોને ફોસલાવો બાળકોને, ’ કહી પેલા યોદ્ધાએ અમે જેઓ આસપાસ ઊભા હતા તેમની સામે વિજયી નજરે જોયું. પાદરીએ નમ્ર મૌન ધારણ કર્યું.
આ સંવાદે વળી નાસ્તિકવાદ તરફ મારો અણગમો વધાર્યો.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors