ભગવાન શ્રી સ્વામીનારાયણનું ધામઃવડતાલ

પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણે જેને પોતાની લીલાભૂમિ અને કર્મભૂમિ બનાવીને સકળ તીર્થોમાં શિરોમણી બનાવેલું છે,એ વડતાલ ગુજરાતનું એક નાનું ગામ છે. વડતાલ જેવા તીર્થ રાજ ક્ષેત્રના મહિમાનું આલેખન કરવું એ મહાસાગરના જળનું પ્રમાણ કાઢવા જેટલું અધરૂ કાર્ય છે. બગવાન શ્રી સ્વામિનારાયણનું જ્યાં પ્રાગટ્ય થયું હતું તે વડતાલ ગામ,મહી વાત્રક અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલું ચરોતર નામના અનુપમ પ્રદેશમાં આવેલું છે.
આણંદથી આગળ મુખ્ય રેલ્વે લાઈનમાં ચાર માઈલ ઉપર બોરિયાવીનું સ્ટેશન આવે છે. ત્યાંથી ચાર માઈલ દૂર વડતાલ નામનું ગામ આવે છે.અથવા તો અત્યારના અમદાવાદ- વડોદરા હાઈવે ઉપર આણંદ પહેલા માત્ર ૧૦ કિલોમીટરે આ વડતાલનું મંદિર આવી જાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું આ સૌથી મોટું મંદિર માનવામાં આવે છે. આ મંદિરમાં ૧૮૪૨ માં સહજાનંદ સ્વામીએ પોતે લક્ષ્મીનારાયણની મૂર્તિની સ્થાપના કરી હતી.અહી લક્ષ્મીનારાણ ઉપરાંત નરનારાયણની અને ભગવાન સ્વામિનારાયણની પોતાની મૂર્તિઓ આવેલી છે. સ્વામિનારાયણના મંદિરમાં ઘણુખરૂં સ્વામિનારાયણની પોતાની મૂર્તિ જ હોય છે. તત્વજ્ઞાનની બાબતમાં સ્વામિનારાયણ સંપ્રદાયો રામાનુજનો વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત માન્ય કરે છે.સેવાનો વિવિધ પુષ્ટિમાર્ગને અનુસરતો માર્ગ સ્વીકાર્ય છે.એમ સહજાનંદ સ્વામીએ કહ્યું હતું.થતાં સ્વામિનારાયણ સંપ્રદાયના મૂર્તિઓ પ્રકારમાં દેવી મૂર્તિ સાથે સહજાનંદ સ્વામીની મૂર્તિ પૂજવાના રિવાજમાં રામાનુજ સંપ્રદાયનું અનુકરણ કરવામાં આવ્યું છે.
વડતાલમાં મુખ્ય મંદિરની આસપાસ ત્રણ માળની મોટી હલેવી આવેલી છે. જેમાં આચાર્યો સાધુઓ અને બ્રહ્મચારીઓ રહે છે. આ ઉપરાંત વડતાલમાં પથ્થરથી બાંધવામાં આવેલું એક તળાવ છે જેને ગોમતી તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઈસુની 18 મી સદીના ભારતમાં જ્યારે રાજકીય ધાર્મિક તથા સામાજિક ક્ષેત્રે અરાજક્તા અવ્ય વસ્થા અને અંધેર ફેલાયેલો હતો ત્યારે ધર્મક્ષેત્ર, અધમ ક્ષેત્ર બની ગયું હતું. તે વખતે પોતાના વ્યક્તિત્વ નામ અને ચારિત્ર્યથી લોકો ઉપર પ્રભાવ પાડી શકે તેવો ભારત ભરમાં કોઈ ધર્માચાર્ય નહોતો.એ વખતે સામાન્ય જનને અજ્ઞાનમાંથી બહાર લાવવા,અંધશ્રદ્ધા દૂર કરવા,સમાજને સંગઠિત કરવા અને ઉન્નમત કરવા રામાનંદ સ્વામી ભગવાનનો ઉદય વિક્રમસંવત ૧૭૫૫ ના શ્રાવણ વદ આઠમના રોજ થયો હતો.રામાનંદ સ્વામીએ ધર્મદેવનો પોતાનો અધિકારી આપીને વસંત ઋતુમાં ચૈત્ર માસમાં શુકલ પક્ષ નોમના દિવસે સર્વેશ્વર પુરષોત્તમનારાયણ પુત્ર રૂપે પ્રગટ્યા. ભગવાન શ્રી સ્વામિનારાયણપોતે સમાજ સુધારણા માટે નાનપણથી કાર્યો કરવા લાગ્યા. ભગવાન શ્રી સ્વામિનારાયણે કહ્યા પ્રમાણે મંત્રે, તીર્થે તીર્થ, બ્રાહ્મણ, દેવ, જશી, વૈદ્ય, અને ગુરૂ સંતપુરૂષ એમનામાં માણસના જેવી ભાવના અન્યત્ર કરેલા પાપો તીર્થમાં જવાથી બળી જાય છે.પણ શ્રદ્ધા,આદર અને પરમ ભાવથી તીર્થનું વિધિવત્ સ્મરણ કરવામાં આવે તો જ એ શક્ય બને છે.
તીર્થ એટલે જે સ્થળે જે સ્થળે ભગવાનનો પ્રાદુર્ભાવ થયો થયો મોટા સંત પુરૂષોએ ભગવત કથા કીર્તન કર્યા હોય જનકલ્યાણની ઉચ્ચ ભાવનાથી જ્યાં કંઈ યજ્ઞાદિક કાર્ય થયું હોય,ભગવાન અને ભગવાનના અવતારી સ્વરૂપોની જ્યાં વિધિવત્ પ્રતિષ્ઠા થઈ હોય અને નદી પર્વતના એકાંત સ્થળો આ બધાં તીર્થ કહેવાય છે. માતા પિતા અને પિતામહ એ કુળતીર્થ કહેવાય છે.સત્ય ક્ષમાં,દયા અને ઋજુતા આત્મતીર્થ કહેવાય છે.દાન,સંતોષ અને પ્રિયવાદિતા એ ગુણ તીર્થ કહેવાય છે. બ્રહ્મચર્ય એ પરમતીર્થ કહેવાય છે. સત્ શાસ્ત્રો સત્યતીર્થ કહેવાય છે. માનવશરીર,કુળ અને સમાજ તેમજ દેશ એ પણ તીર્થ કહેવામાં આવે છે.માણસને જે ભવસાગર માંથી તારે એ મહાતીર્થ કહેવાય છે. આવું જ એક મહાતીર્થ એટલે વડતાલ.
કેટલાક લેખકોએ ભગવાન શ્રી સ્વામિનારાયણને સુધારક ઘર્મ સુધારક છેલ્લા હિન્દુ ધર્મસુધારક જ્યોતિર્ધર ભારતના મહાન જ્યોતિર્ધર વગેરે નામે ઓળખાવેલા છે.ભગવાન શ્રી સ્વામિનારાયણ સુધારક,ક્રાંતિકારી,સુધારક હતાં એ હકીકત બરાબર છે,પરંતુ તેમણે સુધારણામાં સમાજનું આધ્યાત્મિક જૂવન સુધરે તેવી દ્રષ્ટિ રાખી હતી. તેમણે કરેલા મુખ્ય સુધારાઓ હતા. યાજ્ઞિક હિંસા બંધ કરવી,ભક્તિ એ જ એકમાત્ર સર્વશ્રેષ્ઠ સાધન અને કોઈની નિંદા ન કરવી. એમણે આધ્યાત્મિક જીક્ષેત્રે એકેશ્વરવાદ સ્વધર્મ સદાચાર અને સ્ત્રીપુરૂષ – સ્પર્શ વિવેકનું પાલન એ ત્રણ સુધારા કર્યા હતાં. આ સુધારાઓ સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી હતી. આ સંપ્રદાયના મુ્ખ્ય ચાર ધામમાં વડતાલને મુખ્ય ગણીને બીજા મંદિરો બાંધવાની છૂટ આપી હતી. વડતાલ એ ભગવાન શ્રી સ્વામિનારાયણની લીલાભૂમિ,કર્મભુમિ અને ઉત્સવભુમિ ગણાય છે.ભગવાન શ્રી સ્વામિનારાયણે વિક્રમસંવત ૧૮૬૨ માં જેમ ગઢડાના પ્રેમી ભક્તોને નિત્ય દર્શનનો લાભ મળે તે હેતુથી શ્રી રાધિકાની સાથે શ્રી વાસુદેવની મૂર્તિ દાદા ખાચરના દરબારમાં એક ઓરડામાં પધરાવી હતી. તેમ એ પથી બે વર્ષમાં વડતાલના પ્રેમી ભક્તોને લાભ મળશે એટલે વડતાલમાં પણ બદરી વૃક્ષની બાજુએ એક ઓરડીમાં શ્રી નરનારાયણની યુગલમૂર્તિ પધરાવી હતી, વડતાલ અને ગઢડાના મંદિરોનું ભગવાન સ્વામીનારાયણે જાતે પૂજન કર્યું હતું.
સ્વામિનારાયણ સંપ્રદાયનાં શિખર બંધ મંદિરો પૈકી વડતાલના મંદિરમાં જેવો વિશાળ કલાત્મક સભામંડપ છે. તેવો અન્યત્ર ક્યાંય બંધાયેલો નથી. મંદિર નિર્માણ માટે, સૌ પ્રથમ જમીન સંવત ૧૮૭૩માં ગામના ગરાસદારોએ ધર્માદામાં આપી હતી. સભામંડપ બે માળનો છે. પહેલો અને બીજો માળ સભાખંડ તરીકે ઓળખવામાં આવે છે. સભાખંડની માપણી જમીનથી પાંચ ફૂટ ઊંચી છે. બે સમાંતર ઠેકાણે મૂકેલા પાંચ પગથિયા ચઢીને તેમાં દાખલ થવાય છે. દરેક થાંભલાની ઉંચાઈ બરાબરની છે. તો વળી ગોળ થાંભલાઓ ઉપર બારીક નકશીકામ કરવામાં આવ્યું છે. સભામંડપ પૂર્વ પશ્ચિમ પહોળો અઠ્ઠાવન ફૂટ અને ઉત્તર દક્ષિણ લાંબો ૧૪૩ ફુટ છે.
સભામંડપનો ઉત્તર છેડો હરિમંડપના મકાન સાથે લાકડાના પુલથી જોડી દેવામાં આવ્યા છે. એ તરફ આ પગથિયા મુકાવેલા છે. બંધની ઊંચાઈ, પહોળાઈ તથા લંબાઈ એ બધું સભામા હવા પ્રકાશ અને પ્રતિધ્વનિ વૈજ્ઞાનિક યોજના મુજબ થયેલું છે. એટલે સભામાં થતી કથા અને પ્રવચન સભામંડપમાં વ્યાસપીઠથી દુર બેઠેલા શ્રોતાગણ વિના પ્રયાસે સાંભળી શકે છે. મંદિર આચાર્યનું સ્થાપનાનું સમારકસ્થાન,હરિમંડપ અને જ્ઞાનકુર સભામંડપનું થયેલું આયોજન દર્શનાર્થીઓને એકબીજા સાથે સંકળાયેલા રાખવાની દ્રષ્ટિએ થયેલું જણાય છે.
મંદિરની ઉત્તરે આવેલું બે માળનું અક્ષરભુવન પવિત્ર સ્થાન છે. એના પહેલા અને બીજા માળે ભગવાન શ્રી સ્વામિનારાયણના ભોગમાં આવેલી વસ્તુઓ ગાદલા,રજાઈઓ, વાસણ,વસ્ત્રો અલંકારો,માળીઓ,બેરખા,કંઠીઓ,ચિત્રો,પુસ્તકો,સિક્કા,લાકડીઓ વગેરે ભારે પરિશ્રમ કરીને ભેગા કરવામાં આવેલા છે. અને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. અક્ષરભુવનમાં શ્રીજી મહારાજ બે બારી બારણાના હિંડોળામાં ઉગમણા ઓટે ઝુલ્યા હતાં.તે પણ વચલા બારણાઓ વિનાની હાલતમાં સચવાયેલા છે.જે આરતી વડે ભગવાન સ્વામિનારાયણે શ્રી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠા વખતે આરતી ઉતારી હતી. તે આરતી જૂની શિક્ષાપત્રી મહાભારતનું ઐતિહાસીક પુસ્તક, જુદા જુદા પ્રસંગે પહેરેલી ચાખડીઓ શ્રીજી મહારાજને શરીરે ચર્ચેલું ચંદન ઉતારીને તેનો વાળેલો ગોળો,જેનાથઈ અભિષેક કરવામાં આવ્યો હતો તે ગાગર વગેરે રાખવામાં આવ્યા છે.જે રથમાં બેસીને શ્રીજી મહારાજ બોચાસણથી વડતાલ આવ્યા હતા તે રથ પણ હાજર છે.
ગામની દક્ષિણે ગોમતીજી તીર્થક્ષેત્ર આવેલુ છે. આ સરોવર ત્રીવેણી સંગમ કરતા પણ વધારે પવિત્ર તીર્થ સ્વરૂપ છે.તેમાં પરમાત્માએ જાતે ચોકડીઓ ખોદેલી છે.જાતે તેની માટી ઉપાડી છે. અને ભગવાન શ્રી સ્વામિનારાયણે જાતે એ તળાવ ખોદાવીને ગોમતી નામે પ્રસિદ્ધ કર્યું છે.
?વડતાલના સ્વામિનારાયણ મંદિરમાં પૂર્વ ઉત્તર અને દક્ષિણ દિશામાં આવેલા દરવાજાઓમાંથી મંદિરમાં દાખલ થઈને એટલે સૌથી પહેલા ધ્યાન ખેંચે છે ત્યાંના સૌથી બારીક નકશીકામ વાળા થાંભલાઓ. મંદિરમાં કુલ્લે મળીને 38 થાંભલાઓ આવેલા છે. મોટા શીખરો નીચે દેવધરો શોભે છે.દેવધરમાં સુવર્ણના સિંહાસન ઉપર શ્રી રણછોડજી શ્રી સ્વામિનારાયણ અને શ્રી લક્ષ્મીજીની પ્રાસાદિક મૂર્તિઓ છે.ઉત્તર શિખર નીચે આવેલા દેવધરમાં શ્રી વાસુદેવ શ્રી ધર્મદેવ અને શ્રી ભક્તિદેવી દર્શન આપે છે.દક્ષિણ શિખર નીચે આવેલા દેવધરમાં શ્રી હરિકૃષ્ણ મહાદેવ, શ્રી કૃષ્ણ અને શ્રી રાધિકાજી આશ્રીતોને દર્શન આપે છે. ચાર નાના નાના શિખરો નીચે આવેલા દેવધરોમાં મત્સ્ય નારાયણ કુર્મ નારાયણ નૃસિંહ નારાયણ વરાહ નારાયણ શેષ નારાયણ અને સૂર્ય નારાયણની સુંદર મૂર્તિઓ શોભે છે. ત્રણેય મોટા શિખરો નીચે આવેલા દેવ દરવાજા સુવર્ણના છે.ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ધર્મ અને ભક્તિની અવગણના કરીને એ બંન્નેને અળગા રાખીને મોક્ષ સિદ્ધ કરવાની આશા કદી ન રાખશો.આ મહાસત્ય સર્વને સમજાવવા માટે ભગવાન શ્રી સ્વામિનારાયણે સંપ્રદાયના મંદિરોમાં ધર્મભક્તિની પ્રતિષ્ઠા સૌ પ્રથમ વડતાલમાં કરેલી છે. આમ વડતાલ એ સ્વામિનારાયણ સંપ્રદાયનું મહાતીર્થ છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors