બાળકોને સમજણ આપો તેમની મરજીથી…

આલ્બર્ટ આઈસસ્ટાઈને કહ્યુછે કે વિજ્ઞાન એ ઝીણવટપુર્વકની ખોજ અને મજાનોવિષય છે
પણ ખુબ ઓછી શાળાઓમાં આ વિષયને અપીલીગ બનાવી ભણાવાય છે એટલુ જ નહિ પણ બાળાકોને તેના માતાપિતા પણ વિજ્ઞાનને લગતી માહિતી ગમ્મત સાથે જ્ઞાનના ધોરણે આપતા નથી.પરંતુ મોટાભાગના બાળકો એવું માનવા પ્રરાય છે કે વિજ્ઞાનએ આઈસ્ટાઈન જેવા પ્રખર બુધ્ધિશાળી વ્યક્તિઓમાટેનો વિષય છે.
શૈશવકાળથી પસાર થતા બાળકને આખી દુનિયા અચંબા ભરી લાગે છે તેની નાનકટી આખોમાં દરેક વસ્તુ જોઈને વિસ્મય ઉભરાય છે અને તે તેની જિજ્ઞાસા સંતોષવા તેના નાનકડા મગજથી મથે છેને છેવટે ન સમજાય એટલે પાસે રહેલા મોટા પર પ્રશ્નોની ઝ્ડી વરસાવવા લાગે છે
આ પ્રશ્નોને તેની ભાષામાં સમજાવવા તે ય એક કળા છે અને એ રીતે તેને મદદ કરી વિજ્ઞાનની મજા માણતા શીખવવાથી કાર્ય તદન સરળ બની જશે આ માટે વેજ્ઞાનિક શબ્દોની કોઈ જરુર નથી.કે કોઈ ખર્ચાળ પ્રયોગોની પણ જરુર નથી માતા-પિતાએ બસ બાળકની જિજ્ઞાસામાં ભાગ લેવાનો છેતે માટે સાવ સાદા છ ઉપાયો અજમાવવાના છે
તેમના પ્રશ્નોને ધ્યાનથી સાભળૉ

તમારી ભાષા પર પણ ખાસ ધ્યાન આપો.
જયારે બાળાક વિજ્ઞાન વિષચક્રપર ચર્ચા કરતુ હોય ત્યારે વચ્ચે વચ્ચે તેની વાત કાપીને ઉત્સાહમાં આવી જઈને ખુબ સરસ એકદમ સાચુ એવુ બધુ કહેવા ના લાગો.આવા મૌખિક પ્રોત્સાહનવાળા શબ્દો બાળકને સદભાવ ભર્યુ વર્તન કરવા માટે ઉત્સાહિત કરવા વધુ સારો ભાવ ભજવે છે પરંતુ વિજ્ઞાન વિશેની વતો કરતી વખતે આવા પ્રસંશા શબ્દો એવું સુચવે છે કે જે તે ચર્ચા પુરી થઈ ગઈ છે
આના બદલે ચર્ચા કરતા એવું કહેતા જાવ કે વાહ આતો ખુબ રસપ્રદ વાત છે વેરી ઇન્ટરેસ્ટીગ મે તો પહેલા આવુ વિચાર્યુ જ નહોતુ આવા ઉત્સાહ અને રસ કેળવતા વાક્યો બોલવાથી ચર્ચાનો દોર જળવાશે
બાળકને વિચારવા માટે કયારેક દબાણના લાવો.એનો કોઈ અર્થ જ નથી કારણકે બાળકો તમારા કહ્યા વગર પણા વિચારતા હોય છે અને પછી જે બને છે તે ચર્ચા અને વાતચિત તેના પરફોર્મન્સમાં પરિણમે છે બાળક તમાઆ પુછેલા પ્રશ્નોનો જવાબ થોડા ઓઅછા શબ્દોમાં આપશે નાનકડા બાળક જવાબ તમે અસ્વીકાર ન કરી શકો કારણ કે વિસ્તૃત જવાબ આપવા માટે તે ધણો નાનો કહેવાય

તમારી ભાષાનું ખુબ ધ્યાન રાખીને ગોઠવીને પ્રશ્ન પુછો \’આવુ શા માટે ?\’શુ કારણ? એવુ ના પુછો તેનાથી બાળક ગુચવાય છે અને પછી એજ આપણને દરેક બાબતમાં આવું કેમ? એ અર્થમાં પુછતો થઈ જાય છે તેના બદલે આવુ કેવી બન્યુ ?એવો પ્રશ્ન વધુ સરળ પડશે
બાળકની ભાષા તેના પ્રશ્નાર્થ,ઉદગાર વગેરે પર પણ ધ્યાન આપી બાળક્નું મન જાણી શકાય છે
પ્રત્યક્ષ દેખાડો ફકત કહેવાનું જ રાખો.
બાળકને જોવા મળતા ટેલિવિઝન કાર્યક્રમો કે ભણાવવમાં આવતા પાઠ કરતા વાસ્તવિક જીવનમાં કુદરતના પ્રભાવો વધુ ગાઢ અને સ્મુતિ સભર હોય છે
દા.ત બાળક જમતા પહેલા હાથ ધોતુ ના હોય તો તેને માત્ર એટલુ કહોને વાત પુરી કરી ના ધ્યો.કે હાથમાં સુક્ષ્મ જંતુ ચોડેલા હોય છે જે ખોરાક સાથે પેટમાં જાય તો નુકશાન કર પરંતુ મેગ્નિફઐન ગ્લાસ (બિલોરી કાચ )વડે તેને તેની આગળીઓ બતાઓ જોઇને તેને તરત જ સમજાશે કે શા માટે તમે તેને હાથ ધોવાનું કહો છો શક્ય હોય ત્યા નાના નાના પ્રયોગો કરીને દેખાડો.ત્તો તેની સમજવાની ઝડપ વધશે .જયારે બાળકને મ્યુઝિયમ કે પ્રાણીસંગ્રહાલયમાં લઈ જાવ ત્યારે તમે તેને તમારી રીતે ના દોરશો.બાળકને જ આગળ અધવા દ્યો અને તેના રસરુચિને ઝિણવડ પુર્વક નોધો.
કયારેક પતંગ ઊડાડવા જેવી પ્રવૃતિ પણ કરો
બાળક ફિઝીકસ અને એન્જીયરીગ જેવા વિષયોમાં પતંગ ઊડાડવાની પ્રક્રિયા દ્રારા ધણુ જાણી શકે પતંગ પણ જાતે જ બનાવો જેથી તેને પતંગ ઊડી સકવાનું કારણ અને તેના પાયાનો સિધ્ધાંત મળી જાય તેઓ જાતેજ શોધી કાઢશે કે કે પવનની દિશા અને તીવ્રતા જુદીજુદી ઊચાઈ એ કેવી રીતે બદલાઈ છે?અને આમ તેને વધુ સારી રીતે સમજાવી શકાશે આમ ઊપરાંત છોડ રોપવાની પ્રવૃતિ કરીને તેને પાણી અને સુર્યપ્રકાશ ની અસરોનો ખ્યાલ આવે.નાના ચોરસ ધન આકારો વડે બહુમાળી બિલ્ડિગ બનાવી તેને સમજાવી સકશો કે કઈ રીતે ગોઠવી તો તે નમુનાનું બિલ્ડિગ વધુ સ્થિર રહિ શકે.રમકડા પસંદ કરવામાં ધ્યાન રાખો.પ્લાસ્ટિક કે સાદા લાકડાનાં એવા રમકડા ખરીદો કે જે ફોલ્ડીગ હોય બાળક જાતે જ તેને છુટુ પાડી પછી ફરીથી ગોઠવી શકે
પરંતુ બાળકની જિજ્ઞાસાવૃતિમાં સહભાગી બનતી વખતે તમે તેને જ મુલ્યવાન પાઠ શીખવો છો તે વિજ્ઞાનના ક્ષેત્રથી પણ આગળ કયાંય સુધી વિસ્તરે છે
અને આમ બાળકો સ્પષ્ટ પણે જોઈ શકશે કે શીખવુ એ શાળાઓમાં જેમ બને છે તેમ વૈતરુ નથી.પરંતુ શીખવું એ એવી વસ્તુ છે કે જીવનપર્યત રોજરોજ આનંદિત કરતી પ્રવૃતિ છે

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors