બાળકને પર્યાવરણલક્ષી જાણકારી આપો

પર્યાવરણ બચાવવા માટે અત્યારે બાળકોને સૌથી વધારે આગ્રહ કરવામાં આવે છે. કારણ કે આજની પેઢી આવતી કાલનું ભવિષ્ય સુધારશે.

આસપાસનાં વૃક્ષો-બગીચાઓથી માંડીને તમામ પર્યાવરણના પ્રશ્ર્નો સુધીની દરેક વાતો બાળકો સાથે કરવી જોઇએ.
કુદરતને ખરેખર મન અને આંખોથી જોતાં અને અનુભવતાં બાળકોને શીખવીએ.
તેમને ખેતરોમાં, હરિયાળા બાગ-બગીચાઓમાં ફુવારા પાસે, પહાડોની ગોદમાં ફરવા લઇ જઇએ. ઊભેલા પાક અંગેની જાણકારી પણ તેમને ઉપયોગી થઇ પડશે.
પાણીની વપરાશ અને અગત્‍ય અંગે તેમને ઊંડી સમજણ આપીએ. જીવન ઉપયોગી પાણી, હવા, વૃક્ષોને નુકસાન ન પહોંચે અને તેમનું જતન થાય તે માટે કયા રસ્‍તા અપનાવવા તે બાળકોને જણાવીએ.
પર્યાવરણના જતન માટે આટલુ ખાસ શીખવો :
– વૃક્ષોનું જતન કરીએ, છેદ ન રોકીએ. – પાણીનો બગાડ ન કરીએ.
– આસપાસ ગંદકી ન કરીએ.
– હવા કે વાતાવરણમાં પ્રદૂષણ ન ફેલાવીએ.
– અવાજ કે ઘોંઘાટ ન કરીએ.
– પર્યાવરણને નુકસાન પહોંચાડનાર દરેક તત્‍વોનો વિરોધ કરીએ.
ફળ, ફૂલ, વૃક્ષો, ઘાસ વગેરેને સ્‍પર્શ કરી તેમાં રહેલા ‘જીવન’ સાથે બાળકોને પરિચય કરાવીએ.
વૃક્ષો માનવજીવનને મળેલી અમૂલ્‍ય ભેટ છે. તેમના દ્વારા મનુષ્‍યજીવનને થતા ફાયદા બાળકોને સમજાવીએ.
લાકડું અને તેના વિવિધ ઉપયોગો, વૃક્ષોને સંભાળવા કયાંથી શરૂઆત કરવી વગેરે તેમને જરૂર બતાવીએ.
પ્રયોગશાળામાં દર્શાવેલા પ્રયોગ જેટલી સરસ રીતે યાદ નહીં રહે તેનાથી પણ વધુ સારી રીતે છોડ વાવીને પ્રત્‍યક્ષ બતાવીશું તો યાદ રહેશે. આમ કરવાથી તેના વિચારોમાં, આચરણમાં કેટલો ફરક પડે છે.
કદાચ, આપણી આવનાર પેઢીને આપણી ભૂલોના ભોગ ન બનવું પડે અને આ પ્રદૂષીત વાતાવરણ અને જોખમી હવા-પાણીની અસરોથી બચી જાય !

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors