નવરાત્રિમાં કરો નવદુર્ગાની આરાધના

શૈલપુત્રી : નવદુર્ગાનું પ્રથમ રૂપ
વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધ કૃત શેખરામ્ ।

દુર્ગા પૂજાના બીજા દિવસે આ જ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન \’સ્વાધિષ્ઠાન\’ ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં અવસ્થિત મનવા યોગી તેમની કૃપા અને ભક્તિ મેળવે છે.
બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે. તેમના જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડળ હોય છે.
પોતાના પૂર્વ જન્મમાં જ્યારે તે હિમાલયના ઘરે પુત્રી બનીને અવતર્યા હતા, ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરજીને પતિના રૂપમાં મેળવવાં માટે ખૂબ કડક તપસ્યા કરી હતી. આ કડક તપને કારણે તેમણે તપશ્ચારિણી એટલેકે બ્રહ્મ ચારિણીના નામથી ઓળખવામાં આવે છે.
એક હજાર વર્ષ તેમણે ફક્ત ફળ-ફૂલ ખાઈને જ વિતાવ્યા હતા. સો વર્ષો સુધી ફક્ત શાકભાજી ખાઈને ગુજારો કર્યો હતો. કેટલાક દિવસ સુધી કઠણ ઉપવાસ રાખીને ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાનું ભયંકર કષ્ટ સહન કર્યુ. આ કઠણ તપસ્યા પછી ત્રણ હજાર વર્ષો સુધી ફક્ત જમીન પર તૂટીને પડેલાં બિલિપત્રોને ખાઈને ભગવાન શંકરની આરાધના કરી હતી પછી તેમણે આ બિલિપત્રોને પણ ખાવાનું છોડી દીધુ જેને કારણે તેમનુ નામ \’અપર્ણા\’ પડી ગયુ.
કેટલાય હજાર વર્ષોની આ કઠણ તપસ્યા ને કારણે બ્રહ્મચારિણી દેવીનું એ પૂર્વ જન્મનું શરીર ક્ષીણ થવા માંડ્યુ. તે ખૂબ જ દૂબળા થઈ ગયા હતા. તેમની આ દશા જોઈને તેમની માતા મેના ખૂબ જ દુ:ખી થઈ ગઈ. તેમણે આ કઠણ તપસ્યાથી દેવીને મુક્ત કરવા માટે બૂમ પાડી \’ ઉમા, અરે !, ઓ નહી \’ ત્યારથી દેવી બ્રહ્મચારિણીના પૂર્વ જન્મનું એક નામ \’ઉમા\’ પણ પડી ગયું હતુ.
તેમની આ તપસ્યાથી ત્રણે લોકમાં હાહાકાર મચી ગયો. દેવતા, ઋષિ, સિધ્ધગણ, મુનિ બધા બ્રહ્મચારિણી દેવીની આ તપસ્યાને અભૂતપૂર્વનુ પુણ્યકૃત્ય બતાવતા તેમના વખાણ કરવા લાગ્યા.
છેવટે પિતામહ બ્રહ્માજીએ આકાશવાણી દ્રારા તેમણે સંબોધિત કરતાં પ્રસન્ન સ્વરોમાં કહ્યું – હે દેવી, આજ સુધી કોઈએ આવી કઠોર તપસ્યા નથી કરી. આવી તપસ્યા તમે જ કરી શકો છો. તમારા આ કામની ચારો લોકમાં પ્રશંસા થઈ રહી છે, તમારી મનોકામના જરૂર પૂરી થશે. ભગવાન ચન્દ્રમૌલિ શિવજી તમને પતિના રૂપમાં જરૂર પ્રાપ્ત થશે. હવે તમે તપસ્યાથી દૂર થઈને ઘર ચાલ્યા જાવ. બહુ જલ્દી જ તમારા પિતા તમને બોલાવવા આવી રહ્યાં છે.
માઁ બ્રહ્મચારિણી ભક્તો અને સિધ્ધ પુરૂષોને અનંત ફળ આપવાવાળી છે. તેમની ઉપાસનામાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમની વૃધ્ધિ થાય છે. જીવનના આવતા સંધર્ષો દરમિયાન પણ તેમનુ મન કર્તવ્ય-પથથી વિચલિત નથી થતુ. માઁ ની કૃપાથી તેને બધે જ સિધ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે.

ચંદ્રઘંટા : માઁ શક્તિનું ત્રીજુ રૂપ

માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ \’ચંદ્રઘંટા\’ છે. નવરત્રિ આરાધનમાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે તેમનાજ વિગ્રહનું પૂજન અને આરાધના કરવામાં આવે છે આ દિવસે સાધકનુ મન મણિપૂર\’ચક્રમાં પ્રવેશ પામે છે.
માઁ ચંદ્રઘટાની કૃપાથી અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે. દિવ્ય સુગંધોનો અનુભવ થાય છે. અને વિવિધ પ્રકારની દિવ્ય ધ્વનિયો સાંભળવા મળે છે. આ ક્ષણે સાધકે અત્યંત સાવધાન રહેવાની જરૂર હોય છે.
માઁ નુ આ રૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમના માથા પર ઘંટના આકારનો અર્ધચંદ્ર છે. તે જ કારણે તેમણે ચંદ્રઘટા દેવી કહેવામાં આવે છે. તેમના શરીરનો રંગ ચંદ્રની જેમ ચમકીલો છે. તેમના દસ હાથ છે. તેમના દસે હાથોમાં તલવાર વગેરે શસ્ત્ર અને બાણ વગેરે અસ્ત્ર શોભી રહ્યા છે. તેમનું વાહન સિંહ છે. તેમની મુદ્રા યુધ્ધને માટે તૈયાર રહેવાની હોય છે.
માઁ ચંદ્રઘટાની કૃપાથી સાધકના બધા પાપ અને મુશ્કેલીઓ દૂર થાય છે. તેમની આરાધના ફળદાયી છે. માઁ ભક્તોના કષ્ટનું નિવારણ તરતજ કરી દે છે. તેમની ઉપાસના કરનાર સિંહની જેમ પરાક્રમી અને નિર્ભયી થઈ જાય છે. તેમના ઘંટની ધ્વનિ હંમેશા પોતાના ભક્તોની પ્રેતબાધાથી રક્ષા કરે છે. તેમનું ધ્યાન કરતાંજ શરણે આવેલાની રક્ષા કરવા, આ ઘંટની ધ્વનિ રણકી ઉઠે છે.
માઁનું રૂપ અત્યંત મધુર, અને શાંતિથી પરિપૂર્ણ રહે છે. તેમની આરાધના કરવાથી વીરતા-નિર્ભયતાની સાથે જ સૌમ્યતા અને નિનમ્રતા નો વિકાસ થઈ મોઢું, આંખો અને સંપૂર્ણ શરીરમાં કાંતિ-ગુણની વૃધ્ધિ થાય છે. અવાજમાં દિવ્ય, અલૌકિક માધુર્યનો સમાવેશ થઈ જાય છે. માઁ ચંદ્રઘટાના ભક્ત અને ઉપાસક જ્યાં પણ જાય છે, લોકો તેમણે જોઈને શાંતિ અને સુખનો અનુભવ કરે છે.
આપણે આપણા મન, વચન અને કર્મને સંપૂર્ણ વિધિ વિધાન પૂર્વક, શુધ્ધ કરીને માઁ ચંદ્રઘટાના શરણે થઈને આરાધના કરવી જોઈએ. તેમની ઉપાસના થી અમે સમસ્ત સાંસારિક કષ્ટોથી દૂર થઈને સહનશીલ બની શકીએ છે.
આપણે હંમેશા તેમના પવિત્ર વિગ્રહને ધ્યાનમાં રાખીને સાધના તરફ અગ્રસર થવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમનું ધ્યાન આમારા આ લોક અને પરલોક બંને માટે પરમ કલ્યાણકારી અને સદગતિ આપનારું છે.

કૂષ્માંડા : માઁ શક્તિનું ચોથુ રૂપ
માઁ દુર્ગાજીના ચોથા સ્વરૂપનું નામ છે કૂષ્માંડા છે. પોતાના મંદ, હળવા હાસ્ય દ્વારા અંડ અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમણે કૂષ્માંડા દેવીને નામે ઓળખાય છે. સંસ્કૃત ભાષામાં કૂષ્માંડાને કુમ્હડ કહે છે. બલિમાં તેમને કોળાની બલિ સૌથી વધુ પ્રિય છે. તે કારણે પણ માઁ કૂષ્માંડા કહેવાય છે.
નવરાત્રી-પૂજનના ચોથા દિવસે કૂષ્માંડા દેવીના સ્વરૂપની જ ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન \’અદાહત\’ ચક્રમાં અવસ્થિત હોય છે. તેથી આ દિવસે તેણે ખૂબ પવિત્ર અને અચંચળ મનથી કૂષ્માંડા દેવીના સ્વરૂપને ધ્યાનમાં રાખીને પૂજા ઉપાસનાના કાર્યમાં લાગવું જોઈએ.
જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું, ત્યારે આ જ દેવીએ પોતાના \’ઈષત\’ હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી. તેથી આ જ સૃષ્ટિની આદિ સ્વરૂપા, આદિશક્તિ છે.
આમનો વાસ સૂર્યમંડળની અંદરના લોકમાં છે. ત્યાં રહેવાની શક્તિ અને ક્ષમતા ફક્ત તેમનામાં જ છે. તેમના શરીરની ક્રાંતિ અને પ્રભા પણ સૂર્યને સમાન જ દૈદીપ્યમાન અને પ્રકાશિત છે.
તેમના તેજ અને પ્રકાશથી દસે દિશાઓ પ્રકાશિત થઈ રહી છે. બ્રહ્માંડની બધી વસ્તુઓ અને પ્રાણીયોમાં અવસ્થિત તેજ તેમની જ છાયા છે.
માઁ ની આઠ ભૂજાઓ છે. તેથી તે અષ્ટભુજા દેવીના નામથી જ અવિખ્યાત છે. તેમના હાથોમાં ક્રમવાર કમંડળ, ધનુષ, બાણ, કમળનું ફૂલ, અમૃતથી ભરેલો કળશ, ચક્ર અને ગદા છે. આઠમાં હાથમાં બધી સિધ્ધિયો અને નિધિને આપનારી જપમાળા છે. તેમનું વાહન સિંહ છે.
માઁ કૂષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ-શોક નાશ પામે છે. તેમની ભક્તિથી ઉંમર, યશ, બળ, અને આરોગ્યની વૃધ્ધિ થાય છે. માઁ કૂષ્માંડા સેવા અને ભક્તિથી પ્રસન્ન થનારી છે. જો મનુષ્ય સાચા હૃદયથી તેમને શરણાગત થઈ જાય તો તેને અત્યંત સુગમતાથી પરમ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
વિધિ-વિધાનથી માઁ ના ભક્તિ-માર્ગ પર કેટલાંક પગલાં આગળ વધવાથી ભક્ત સાધકને તેમની કૃપાનો સૂક્ષ્મ અનુભવ થવા માંડે છે. આ દુ:ખ સ્વરૂપ સંસાર તેમને માટે અત્યંત સુખદ અને સુગમ બની જાય છે. માઁ ની ઉપાસના મનુષ્યને સહજ ભાવથી ભવસાગર પાર કરવાનો સૌથી સારો અને શ્રેષ્ઠ માર્ગ છે.
માઁ કૃષ્માંડાની ઉપાસના મનુષ્યને આધિ-વ્યાધિથી દૂર કરી તેને સુખ, સમૃધ્ધિ અને ઉન્નતિની તરફ લઈ જાય છે. આથી પોતાની લૌકિક, પારલૌકિક ઉન્નતિ ઈચ્છતા લોકોએ તેમની ઉપાસના માટે હંમેશા તત્પર રહેવુ જોઈએ.
ઓમ કૂષ્માંડે મમ ધનધાન્ય, પુત્ર દેહિ દેહિ સ્વાહા.

સ્કંદમાતા : માઁ દુર્ગાનું પાંચમું રૂપ
માઁ દુર્ગાજીના પાંચમાં સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે. તેમની ઉપાસના નવરાત્રિ-પૂજાના પાંચમા દિવસે કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન \’વિશુધ્ધ\’ ચક્રમાં અવસ્થિત થાય છે. તેમના વિગ્રહમાં ભગવાન સ્કંદજી બાળરૂપમાં તેમના ખોળામાં બેસેલા હોય છે.
ભગવાન સ્કંદ \’કુમાર કાર્તિકેય\’ ના નામે પણ ઓળખાય છે. આ પ્રસિધ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા. પુરાણોમાં તેમને કુમાર અને શક્તિ કહીને તેમની મહિમાનું વર્ણન કરવામા આવ્યું છે. આ જ ભગવાન સ્કંદની માતા હોવાને કારણે માઁ દુર્ગાજી આ સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે.
સ્કંદમાતાના ચાર હાથ હોય છે. તેમના જમણા હાથમા નીચેનો હાથ જે ઉપરની તરફ ઉઠેલો છે તેમાં કમળનું ફૂલ છે. ડાબા તરફના ઉપરનો હાથ આશીર્વાદ મુદ્રામાં અને નીચેનો હાથ જે ઉપરની બાજુ ઉઠેલો છે તેમાં પણ કમળનુ ફૂલ છે. તેમનું રંગ સંપૂર્ણ ગોરો છે. આ કમળના આસન પર વિરાજેલા રહે છે. તે જ કારણે તેમને પદમાસના દેવી પણ કહે છે. તેમનુ વાહન સિંહ પણ છે.
નવરાત્રિ-પૂજનના પાંચમાં દિવસનું શાસ્ત્રોમાં ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકોની સમસ્ત બાહ્ય ક્રિયાઓ અને ચિત્તવૃતિયોનો લોપ થઈ જાય છે. સાધકનું મન બધી લૌકિક, સંસારિક, બંધનોમાંથી મુક્ત થઈને સ્કંદમાતાના સ્વરૂપમાં પૂરી રીતે તલ્લીન થઈ જાય છે. આ સમયે સાધકે પૂરી સાવધાનીની સાથે ઉપાસનાની તરફ અગ્રેસર રહેવું જોઈએ. તેમણે પોતાની બધી ધ્યાન-પ્રવૃત્તિયોને એકાગ્ર રાખી સાધના ના રસ્તે આગળ વધવું જોઈએ.
માઁ સ્કંદમાતાની ઉપાસના થી ભક્તની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. આ મૃત્યુલોકમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડે છે. તેને માટે મોક્ષનો દરવાજો ખુલી જાય છે.
સ્કંદમાતાની ઉપાસનાથી બાળસ્વરૂપ સ્કંદ ભગવાનની ઉપાસના પણ આપમેળે થઈ જાય છે. આ વિશેષતા ફક્ત આમને જ મળી છે. આ માતાનું પૂજન-અર્ચન કરવાથી બધા મનોરથ સિધ્ધ થાય છે. અને પરિવારમાં સુખ, શાંતિની સ્થાપના થાય છે. પુત્ર-સંતાનની ઈચ્છા ધરાવનારને તે પણ થાય છે.
સૂર્ય મંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાને કારણે તેમનો ઉપાસક અલૌકિક તેજ અને ક્રાંતિથી સંપન્ન થઈ જાય છે. એક અલૌકિક પ્રભામંડળ અદ્રશ્ય રીતે હંમેશા તેની આસપાસ ફરતું રહે છે.
આપણે એકાગ્રભાવથી મનને પવિત્ર રાખીને માઁની શરણમાં જવું જોઈએ. આ ભવસાગરના દુ:ખોથી મુક્તિ મેળવી મોક્ષનો માર્ગ સરળ બનાવવા આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઈ નથી.
ઉપસના મંત્રો – ઓમ ઐં ક્લીં હીં સ્કંદમાતે હું હું ફટ સ્વાહા.
હીં ઐં ક્લીં, સ્કંદમાતે મમ પુત્રં દેહિ સ્વાહા.

કાત્યાયની : મા અંબાનું છઠ્ઠુ સ્વરૂપ

चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।
कात्यायनी शुभं दद्याद्देवी दानवघातिनी॥
માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક મા કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માના દર્શન થાય છે.
માનું નામ કાત્યાયની કેવી રીતે પડ્યું તેની પણ એક કથા છે- કત નામના એક પ્રસિધ્ધ મહર્ષિ હતાં. તેમના પુત્ર ઋષિ કાત્ય થયાં. આમના કાત્યના ગોત્રમાં જ વિશ્વપ્રસિધ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયાં હતાં. તેમણે ભગવતી પરામ્બાની ઉપાસના કરતાં ઘણાં વર્ષો સુધી ખુબ જ ઘોર તપસ્યા કરી હતી. તેમની ઇચ્છા હતી કે મા ભગવતી તેમના ઘરે પુત્રીના રૂપે અવતરે. મા ભગવતીએ તેમની આ પ્રાર્થના સ્વીકારી લીધી.
થોડાક સમય બાદ જ્યારે મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોએ પોત પોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે દેવીને ઉત્પન્ન કર્યાં. મહર્ષિ કાત્યાયને સૌથી પહેલાં આમની પુજા કરી. એટલા માટે તે કાત્યાયનીના નામથી ઓળખાઈ.
એવી પણ કથા મળી આવે છે કે મહર્ષિ કાત્યાયન ત્યાં તે પુત્રીના રૂપે જન્મ્યા હતાં. અશ્વિન કૃષ્ણ ચતુર્દશીના જન્મ લઈને શુક્ત સપ્તમી, અષ્ટમી તથા નવમી સુધી ત્રણ દિવસ આમને કાત્યાયન ઋષીની પુજા ગ્રહણ કરીને દશમીના દિવસે મહિષાસુરનો વધ કર્યો હતો.
ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે ગોપીઓએ આમની જ પુજા કાલિન્દી યમુનાના કિનારે કરી હતી. આ બ્રહ્મમંડલની અધિષ્ઠાત્રિ દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે.
મા કાત્યાયનીનું સ્વરૂપ ખુબ જ ચમકીલું છે. આમને ચાર ભુજાઓ છે. માતાજીની જમણી તરફનો ઉપરવાળો હાથ અભયમુદ્રામાં છે તેમજ નીચેવાળો હાથ વરમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ અને પુષ્પ સુશોભિત છે. આમનું વાહન સિંહ છે.
મા કાત્યાયનીની ભક્તિ કરવાથી મનુષ્યને ખુબ જ સરળતાથી અર્થ, કામ, ધર્મ અને મોક્ષ ચારો ફળોની પ્રાપ્તિ થાય છે. તેમને આ લોકમાં પણ અલૌકિક તેજ અને પ્રભાવ મળે છે.
માતાને જે સાચા મને યાદ કરે છે તેમના રોગ, ભય, સંતાપ, શોક વગેરે દૂર થઈ જાય છે. જન્મ જન્માંતરનાં પાપોને વિનષ્ટ કરવા માટે માના શરણે થઈને તેમની પુજા ઉપાસની કરવી જોઈએ.
ઉપાસના મંત્રો :-
ઓમ કાં કાં કાત્યાયની સ્વાહા.
ઓમ કાં કાં કાત્યાયની ઠ: ઠ:.
વિશ્વકર્ત્રી, વિશ્વભર્ત્રી, વિશ્વહર્ત્રી વિશ્વપ્રીત
વિશ્વરચિતા, વિશ્વાતીત્વ, કાત્યાયન સૂતે નમોસ્તુતે

કાલરાત્રિ : મા અંબાનું સાતમુ રૂ
एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता।
लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी॥
वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा।
वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयंकरी॥
एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता।
लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी॥
वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा।
वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयंकरी॥
આ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.
સહારા ચક્રમાં સ્થિર સાધકનું મન પૂર્ણત: મા કાલરાત્રિના સ્વરૂપમાં અવસ્થિત રહે છે. આમના સાક્ષાત્કારથી મળનાર પુણ્યનો તે સહભાગી બની જાય છે. તેના બધા જ પાપો અને વિધ્નોનો નાશ થઈ જાય છે. તેને અક્ષય પુણ્ય લોકોની પ્રાપ્તિ થાય છે.
આમના શરીરનો રંગ ઘોર અંધારી રાત્રીની જેમ એકદમ કાળો છે. માથાના વાળ વિખરાયેલા છે. ગળામાં ચમકતી માળા છે. આમના ત્રણ નેત્રો છે.
માની નાસિકાથી શ્વાસ અને ઉચ્છવાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ બહાર નીકળે છે. આમનું વાહન ગધેડું છે. આ ઉપર કરેલા જમણા હાથની વરમુદ્રાથી બદાને આશીર્વાદ આપે છે. જમણા હાથનો નીચેવાળો હાથ અભયમુદ્રામાં છે. ડાબી તરફના ઉપરવાળા હાથમાં લોખંડનો કાંટો તેમજ નીચેવાળા હાથમાં કટાર છે.
મા કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પરંતુ આ હંમેશા શુભફળ આપનારી છે. એટલા માટે તેમનું એક નામ શંભુકારી પણ છે. આમનાથી ભક્તોએ કોઇ પણ પ્રાકરનો ભય કે આતંકિત થવાની જરૂર નથી.
મા કાલરાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારી છે. દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત વગેરે આમનુંસ્મરણ કરવાથી જ ભયભીત થઈ જાય છે. આ ગ્રહબાધાઓને પણ દૂર કરનારી છે. આમના ઉપાસકોને અગ્નિ-ભય, જળ-ભય, જંતુ-ભય, રાત્રિ-ભય વગેરે ક્યારેય નથી હોતા. આમની કૃપાથી તે હંમેશા ભયમુક્ત થઈ જાય છે.
મા કાલરાત્રિના સ્વરૂપ-વિગ્રહને પોતાની અંદર સમાવીને મનુષ્યે એકનિષ્ઠભાવથી તેમની ઉપાસના કરવી જોઈએ. યમ, નિયમ, સંયમનું તેણે પુર્ણ પાલન કરવું જોઈએ. મન, વચન, કાયાની પવિત્રતા રાખવી જોઈએ. તે શંભુકારી દેવી છે. તેમની ઉપાસનાથી થનાર શુભોની અવગણના નથી કરી શકાતી. આપણે હંમેશા તેમનું ધ્યાન, પુજા અને સ્મરણ કરવું જોઈએ.

મહાગૌરી : મહાશક્તિનું આઠમું રૂપ
श्वेते वृषे समारूढा श्वेताम्बरधरा शुचिः।
महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा॥
માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા
મહાગૌરીનો રંગ ગોરો છે. આ રૂપની ઉપમા શંખ, ચંદ અને કુંદના ફૂલ સાથે કરવામાં આવી છે. તેમની આયુ આઠ વર્ષની માનવામાં આવે છે. \’અષ્ટવર્ષા ભવેદ ગૌરી\’ આમના બધા વસ્ત્ર અને ઘરેણા સફેદ છે.
મહાગૌરીના ચાર હાથ છે. તેમનુ વાહન વૃષભ છે. તેમના ઉપરના ડાબા હાથમાં મુદ્રા અને નીચેવાળા ડાબા હાથમાં ત્રિશૂલ છે. તેમના ઉપરના જમણા હાથમાં ડમરૂ અને નીચેના જમણા હાથ આશીર્વાદ-મુદ્રામાં છે.
પોતાના પાર્વત્રી રૂપમાં તેમણે ભગવાન શિવને પતિ-રૂપમાં પ્રાપ્ત કરવા માટે મોટી કઠોર તપસ્યા કરી હતી. તેમની પ્રતિજ્ઞા હતી કે
\’व्रियेऽहं वरदं शम्भुं नान्यं देवं महेश्वरात्‌।\’ (નારદ પાંચરાત્ર) ગોસ્વામી તુલસીદાસજીના અનુસાર પણ તેમણે ભગવાન શિવને પામવા માટે કઠોર સંકલ્પ લીધો હતો –
जन्म कोटि लगि रगर हमारी।
बरऊँ संभु न त रहऊँ कुँआरी॥
આ કઠોર તપને કારણે તેમનુ શરીર એકદમ કાળુ પડી ગયુ હતુ. તેમની આ તપસ્યાથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈ ભગવાન શિવજીએ તેમના શરીરને ગંગાજીના પવિત્ર પાણીથી ધીયુ ત્યારે તેઓ વિદ્યુત પ્રભાની જેમ ગોરા થઈ ગયા. ત્યારથી તેમનુ નામ મહાગૌરી પડ્યું.
માઁ મહાગૌરીનું ધ્યાન, સમરણ, પૂજન-અર્ચના ભક્તોને માટે બધી રૂપે કલ્યાણકારી છે. આપણે હંમેશા તેમનું ધ્યાન ધરવું જોઈએ. તેમની કૃપાથી અપાર સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. મનને અનંત ભાવથી એકનિષ્ઠ કરી મનુષ્યે હંમેશા તેમના પાદારચિન્હોનું ધ્યાન ધરવું જોઈએ.

સિધ્ધિદાત્રી : માઁ દુર્ગાનું નવમું સ્વરૂપ

सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि।
सेव्यमाना सदा भूयात्‌ सिद्धिदा सिद्धिदायिनी॥
માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિધ્ધિયોની પ્રાપ્તિ થઈ જાય છે. સૃષ્ટિમાં કશુ તેને માટે અગમ્ય નથી રહી જતુ. બ્રહ્માંડ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય તેમાં આવી જાય છે.
માર્કણ્ડેય પુરાણના મુજબ અળિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ – આ આઠ સિધ્ધિયો હોય છે. શ્રીકૃષ્ણ જન્મ ખંડમાં આ સંખ્યા અઢાર બતાવવામાં આવી છે. જેમના નામ આ પ્રકારના છે.
1. અણિમા 2. લધિમા 3. પ્રાપ્તિ 4. પ્રાકામ્ય 5. મહિમા 6. ઈશિત્વ, વાશિત્વ 7. સર્વકામાવસાયિતા 8. સર્વજ્ઞત્વ 9. દૂરશ્રવાણ 10. પરકાયપ્રવેશન 11. વાકસિધ્ધિ 12. કલ્પવૃક્ષત્વ 13. સૃષ્ટિ 14. સંહારકરણસામર્થ્ય 15. અમરત્વ 16. સર્વન્યાયકત્વ 17. ભાવના 18. સિધ્ધિ
માઁ સિધ્ધિદાત્રી ભક્તો અને સાધકોને આ બધી સિધ્ધિયો આપવામાં સમર્થ છે. દેવીપુરાણના અનુસાર ભગવાન શિવે દેવીની કૃપાથીજ આ સિધ્ધિયોને મેળવી હતી. એમના આશીર્વાદથી જ ભગવાન શિવનું અડધુ શરીર દેવીનું બન્યુ હતુ. આ જ કારણે તેઓ સમગ્ર લોકમાં \’અર્ધનારેશ્વર\’ ના નામે પ્રસિધ્ધિ થયા હતા.
માઁ સિધ્ધિદાત્રી ચાર હાથવાળી છે. તેમનુ વાહન સિંહ છે. તે કમળના ફૂલ પર બિરાજમાન છે. તેમના ડાબા બાજુના નીચેના હાથમાં કમળનું ફૂલ છે.
નવદુર્ગાઓમાં માઁ સિધ્ધિદાત્રી અંતિમ છે. અન્ય આઠ દુર્ગાઓની પૂજા ઉપાસના શાસ્ત્રીય વિધિ-વિધાનના મુજબ કરતા ભક્ત દુર્ગા પૂજાના નવમે દિવસે આ દેવીની ઉપાસના કરે છે. આ સિધ્ધિદાત્રી માઁ ની ઉપાસના પૂરી કર્યા પછી ભક્તો અને સાધકોની લૌકિક, પરલૌકિક બધા પ્રકારની ઈચ્છાઓ પૂરી કરે છે.
સિધ્ધિદાત્રી માઁના કૃપાપાત્ર ભક્તોની અંદર કોઈ એવી કામના શેષ બચતી જ નથી, જેને તેઓ પૂરી કરવા માગતા હોય. તે બધી સાંસારિક ઈચ્છાઓ, આવશ્યકતાઓ અને સ્પૃહાઓની ઉપર ઉઠીને માનસિક રૂપથી માઁ ભગવતીના દિવ્ય લોકોમાં વિચરણ કરતા તેમની કૃપા રસનું નિરંતર પાન કરતા, વિષય-ભોગ-શૂન્ય થઈ જાય છે.
માઁ ના ચરણોનું આ સાનિધ્ય મેળવવા આપણે સદા નિયમનિષ્ઠ રહીને તેમની ઉપાસના કરવી જોઈએ. માઁ ભગવતીનુ સ્મરણ ધ્યાન, પૂજન અમને આ સંસારની અસારતાનો બોધ કરાવતા વાસ્તવિક પરમ શાંતિદાયક અમૃત પદની તરફ લઈ જવાવાળી છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors