જળ એ જ જીવન

જળ એ જ જીવન

 

આપણું શરીર પંચમહાભૂતાત્મા છે. આ પાંચમાંથી એક તત્વ છે જળ. શ્રાવણી વર્ષામાં ઝરમરતા જળમાં જે તાજગી, શીતળતા અને આલ્હાદકતા છે, એ પંચમહાભૂતના બીજા કોઈ તત્વમાં નથી. આયુર્વેદમાં કહેવાયું છે કે, આપણું શરીર – દેહ પંચમહાભૂતોથી બનેલું છે. આ પંચ મહાભૂતો તે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. તમને ખબર છે, આ પાંચમાંથી માત્ર પાણીને જ જીવનનું નામ અપાયું છે એટલે કે પાણી એ જ જીવન છે. આપણી પૃથ્વીની ચારે બાજુ વાતાવરણ ભલે ગમે એટલું ઘેરાયેલું હોય અને વાયુ વગર ભલે આપણે એક પળ પણ જીવી ના શકીએ. છતાં પૃથ્વીની ઉપર વાયુ કરતાં જળનું જ વધારે મહત્વ છે. પાણીમાં તાજગી છે, શીતળતા છે, જે જીવન તત્વ છે, તે નથી અગ્નિની જ્વાળામાં કે નથી વાયુના ઝંઝાવાતમાં.

આપણા સાહિત્યનાં ગ્રંથોમાં સ્થાન ભેદથી પાણીના અનેક પર્યાયો અથવા નામ દર્શાવ્યા છે. ગંગા, જમના, નર્મદા, કાવેરી, ગોદાવરી જેવી નદીઓના જળને નાદય કહેવાય છે. નીચેથી જમીન તોડીને આવતા વહેતા પાણીને ઔદભિક કહેવાય છે. પર્વતના પેટાળમાં ખળખળ વહેતા જળના પ્રવાહને નિર્ઝર કહેવાય છે. સરોવરના પાણીને સારસ, તળાવના પાણીને તાડાગ, વાવના પાણીને વાપ્‍ય, મોટા ખાડાના પાણીને ચૌણ્ય, નાના તળાવના પાણીને પાલ્લવ, વિવડાના પાણીને વિકર જળ, કૂવાના પાણીને કૌપ્‍ય, અને ક્યારાના પાણીને કેદાર કહેવાય છે. આમ જળ તો એકનું એક પણ સ્થાન વિશેષ પ્રમાણે તેના નામ પડ્યા છે અને આ સ્થાન પ્રમાણે એ જળના ગુણોમાં પણ ફેર પડે છે.

પાણી જ્યાં જ્યાં વહે છે, ત્યાં ત્યાં શીતળતા અર્પે છે શૈત્ય અથવા શીતળતા એ પાણીનો સર્વશ્રેષ્‍ઠ ગુણ છે, સ્વભાવ છે પાણી જીવન છે એટલે એના વિના માનવી રહી શકે નહી. આ માનવીને જ્યાં જ્યાં પાણીની સગવડ જોઈ, ત્યાં ત્યાં પોતાનો વસવાટ સ્થિર કર્યો. જગતની મોટી સંસ્કૃતિઓ પાણીવાળા પ્રદેશોમાં જ પાંગરી. નદીઓના કાંઠે નગરો અને તીર્થો સ્થપાયા એ સૂચવે છે કે, જળ એ જ જીવન છે. રણને જો નદીઓના મોટા મોટા બંધની નહેરા દ્વારા લીલાછમ બનાવવામાં આવે, તો એ પણ માનવોથી ભરાવા લાગે. સ્નાન દ્વારા બાહ્ય શુદ્ધિ અને પાન દ્વારા આંતરિક તુપ્તિ આપનાર પાણી, એમના દર્શન માત્રથી માણસને આનંદ આપે છે. પ્રાતઃકાળના શૌચ વિધિથી આરંભી ડગલે ને પગલે આપણને પાણીની જરૂર પડે છે. આપણાં શરીરમાં આહારને પચાવવા તેમજ તેનાથી લાગતી તુષા – તરસને શાંત પાડવા વારંવાર જળની જરૂર પડે છે. શરીરની સ્વચ્છતા પાણી વગર શક્ય નથી. પાણી ત્વચાના અનેક રોગોથી મનુષ્‍યને બચાવે છે. તેથી ઋતુ વિશેષને અનુસરીને માણસ શીત કે ઉષ્‍ણ પાણીનો આશરો લે છે. વળી શ્રમિત મનુષ્‍યોના શ્રમને દૂર કરનારું હોવાથી શ્રમકર ઉપયોગમાં એને અગ્રસ્થાન અપાયું છે. નિદ્રા, તંદ્રા, આળસ, સુસ્તી, થાક વગેરેને નિવારણ પણ જળસ્થાનથી થઈ શકે. એટલે તો નદી સ્નાન અને સમુદ્ર સ્નાનના પુણ્યોના સૂત્રો આપણા દેશમાં અસ્તિત્વમાં આવ્યા છે. બહોળા પાણીના અને તે પણ વહેતા પાણીના સ્નાન દ્વારા મનુષ્‍ય ગમે તે પુણ્ય કમાતો હોય, પણ શારીરિક અને માનસિક તાજગી તો જરૂર કમાય છે.

પ્રાતઃકાળના પાણીમાં નિર્મળતા અને શીતળતા અધિક રહે છે. એટલે જ તો બધા ભૂમિ જળોનો ઉષી કાળે ભરી લેવાનું કહેવામાં આવે છે. દિવસે સૂર્યના કિરણોથી અને રાતે ચંદ્રના કિરણોથી સ્પષ્‍ટ જળ રૂક્ષતા તથા અભિષ્‍યાંદિ ગુણોથી રહિત હોય છે. એ ગગનાંબૂ જેવું ગણાય છે. વરસાદમાં સ્વચ્છ પાત્રમાં એકઠું કરેલું આંતરિક્ષ જળ ત્રિદોષનાશક, બળવર્ધક, મેઘાર્વધક, રસાયન અને શીતળ છે. સામાન્ય જળના ગુણો માત્ર પેક્ષી હોય છે. આકાશ ગુણ ભૂપિ‍ષ્‍ટ ભૂમિ પરનું પાણી આંતરિક્ષ જળ જેવું જ છે એવું શુદ્ધ જળ શ્રમને દૂર કરનાર, કલાન્તિનાશક, મૂર્છા તથા તૃષાને દૂર કરનાર, તંદ્રા, વમન અને વિબંધ કબજીયાતને મટાડનાર. બળ આપનાર, તૃપ્તિકારક, હ્રદય, અવ્યક્ત રસવાળું, અજીર્ણ શામક, સદાહિતકર શીતળ, લઘુ, સ્વચ્છ, બધા રસોનું કારણ અને અમૃત સમાન જીવનદાયી છે.

આપણા શરીરમાં જળનો અંશ અધિક છે. શરીર જ નહીં, પૃથ્વી ઉપર પણ જમીનથી જળ અધિક છે. જળનો જીવન સાથે અપરિહાર્ય સંબંધ છે. જળ જ અંગોનું નિર્માણ કરે છે અને સ્વસ્થ બનાવે છે તથા શરીરની અંદરથી મળ, મૂત્ર અને સ્વેદ દ્વારા કચરો બહાર કાઢે છે. શરીરની રક્તવાહિનીઓ, મેદ, પેટ અને મસ્તિષ્‍ક કચરાને બહાર કાઢવાનું પ્રમુખ કાર્ય જળ જ કરે છે.

આપણાં શરીરનાં વજનમાં લગભગ ૬૦ થી ૭૦ ટકા જળ જ છે. શરીરમાં જે આગ અથવા શારીરિક દહન ક્રિયાઓ, નિરંતર પ્રજવળતી રહે છે. તેનાથી જળ આપણી રક્ષા કરે છે. આપણાં શરીરની અંદર સતત ચાલતી રારાયણિક પ્રક્રિયા અને શારીરિક પરિશ્રમ વગેરેથી એટલી ઉષ્‍મા – ગરમી ઉત્પન્ન થાય છે કે, આ ઉષ્‍માથી આપણું શરીર બળને ભસ્મ જ થઈ જાય. પરંતુ આપણા શરીરના જીવ કોષોમાં રહેલું જળ આવશ્યકતાથી અધિક તાપ – ઉષ્‍માનું શોષણ કરી લે છે. આહારની જેમ જળ પણ શરીરને માટે અત્યંત આવશ્યક છે. સામાન્ય મનુષ્‍ય એક દિવસમાં લગભગ ચારથી છ લીટર જળ અથવા અન્ય પેય પીવે છે. ખાદ્ય પદાર્થો દ્વારા પણ લગભગ એક લીટર જળ શરીર પ્રાપ્‍ત કરે છે. એવી જ રીતે ચોવીસ કલાકમાં લગભગ બે થી ચાર લિટર મૂત્ર રૂપે જળ બહાર ફેંકાય છે તથા એક થી બે લિટર જળ ત્વચાના છિદ્રો દ્વારા બહાર ફેંકાય છે. તે પરસેવારૂપી જળ જ છે.

આપણને જળની કેટલી અને ક્યારે આવશ્યકતા છે ? એ સ્વયં જણાય આવે છે. ગળુ સુકાવાથી તૃષા લાગે, વાસ્તવમાં એનો સંકેત રક્ત – લોહીમાંથી મળે છે. તુષાનો અનુભવ આપણને શીરાઓ અને જ્ઞાનતંતુઓ દ્વારા થાય છે. તુષાના શમન માટે આપણે જળ પીએ છીએ અને આ રીતે પરસેવા સ્વેદના રૂપે નીકળેલા જળની પૂર્તિ થાય છે. આ ક્રિયા જીવનપર્યંત ચાલે છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors