ગુજરાતની પ્રખ્યાત સિદ્ધિઓ

•સિમેન્ટ ઉદ્યોગમાં ગુજરાતઆગળ પડતું છે.

•ભારતમાં સિંહ માત્ર ગુજરાતના ગિરનાં જંગલોમાં જ છે.

•ચૂનાનો પથ્થર ગુજરાતમાં લગભગ દરેક સ્થળે મળી આવે છે.

•આયુર્વેદિકયુનિ ­વર્સિટી ભારતમાં ફક્ત ગુજરાત (જામનગર)માં છે.

•બોકસાઇટનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાત કરે છે.

•સંખેડાનું લાકડા પરની કલાકારીગરીનું ખરાદી કામ પ્રખ્યાત છે.

•મુંબઈ રાજ્યનું વિભાજન થતાં સને ૧૯૬૦ ના મેની પહેલી તારીખે ગુજરાતનું અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું.ભારતનું સૌ પ્રથમ ફ્રી પોર્ટ (મુક્ત બંદર) કંડલા ગુજરાતમાં છે.

•સુતરાઉ કાપડ સંશોધન માટેની એક માત્ર સંસ્થા ‘અટિરા‘ ગુજરાતમાં છે.

•ભારતના મીઠાના ઉદ્યોગમાં ગુજરાત મોખરે છે.

•ભારતના મુખ્ય બે અખાતો ખંભાતનો અખાત અને કચ્છનો અખાત ગુજરાતમાં છે.

•હડપ્પા સંસ્કૃતિને મળતા અવશેષ અહીં લોથલ અને રંગપુરમાં મળે છે.

•ગુજરાતી રાસ, ગરબા અને દુહાનું વિશિષ્ટ સાંસ્કૃતિક મહત્વ છે.

•ભારતના ભાગ્યવિધાતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ ગુજરાત છે.

•ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર‘ખાતરનું મોટું કારખાનું ગુજરાતમાં છે.

•ભારતમાં કોઈ પણ રાજ્ય કરતાં લાંબો દરિયાકિનારો ગુજરાતનો છે.

•ભારતમાં કોઈ પણ રાજ્ય કરતાં વધારે બંદરો ગુજરાતમાં છે.

•અંકલેશ્વરથી કચ્છ સુધીના પ્રદેશમાં કુદરતી તેલ-ગેસ ગુજરાતમાંથી મળ્યા છે.

•ભારતમાં ચોક અને ચૂનાના પથ્થરનું ઉત્પાદન ફક્ત ગુજરાતમાં થાય છે.

•સોડાએશના ભારતના ઉત્પાદનના ૯૫ ટકા ગુજરાતમાં ઉત્પન્ન થાય છે.

•મહાત્મા ગાંધી, સરદાર પટેલ, દયાનંદ સરસ્વતી જેવાં નરરત્નો ગુજરાતે આપ્યાં છે.

•સહેલાણીઓના સ્વર્ગ સમું ‘નળ સરોવર‘ દુનિયાભરનાં પક્ષીઓને આકર્ષે છે.

•ખાદ્યતેલ (સીંગતેલ)ના ઉત્પાદનમાં ગુજરાત મોખરે છે.

•કૃષ્ણની દ્વારકાનગરી અને આદ્ય શંકરાચાર્ય સ્થાપિત ચાર મઠો પૈકીનો એક શારદાપીઠ ગુજરાતમાં દ્વારકા ખાતે છે.

•સ્વામીનારાયરણ ધર્મના સ્થાપક સ્વાહી સહજાનંદની કર્મભૂમિગુજરાત છે.

•વ્યાપારી અને વ્યવહારુ ગુજરાતી વિશ્વના દરેક દેશમાં મળે છે.

•ગતસૈકાઓમાં બનાવાયેલી પથ્થરની વાવનું પ્રમાણ ગુજરાતમાં વિશેષ છે.

•અમદાવાદમાં આવેલા ‘ઝુલતા મિનારા‘ ઉત્કૃષ્ટ શિલ્પસ્થાપત્યનો ­ નમૂનો છે.

•શત્રુંજ્ય પર્વત પર અંદાજે ૯૮૦ નાનાં મોટાં જૈન મંદિરો ધરાવતું સ્થળ
પાલિતાણા ગુજરાતમાં છે.

•પાટણના પાદરે ખોદી કાઢવામાં આવેલી અખંડિત ઐતિહાસિક ‘રાણકી વાવ‘ જોવા જેવી છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors