જાગો ગ્રાહક જાગો,ગ્રાહકોનો હકક અને સુરક્ષા,ફરિયાદ

જાગો ગ્રાહક જાગો,ગ્રાહકોનો હકક અને સુરક્ષા,ફરિયાદ

ગ્રાહકોના અધિકાર

૧ સલામતીનો અધિકારઃ

જીવન તથા સ્વાસ્થ માટે નુકશાનકારક ઉત્પાદનો,ઉત્પાદન પ્રક્રિયાઓ અને સેવાઓ અંગે સંપૂર્ણ સુરક્ષાનો અધિકારઃસલામતીના અધિકારનું તાત્કાલોક કે નજીકનાકાળ માટૅ જ નહિ પણ ઉપભોગ બાદના લાબાં સમય સુધી વિસ્તરણ કરાયેલું છે

૨ માહિતિનો અધિકારઃ

યોગ્યનિર્ણય લેવા તથા માહોતોયુકત પસંદગી કરવા માટે જરૂરી હકીકતોની સંપુર્ણ માહિતિનો અધિકારઃમાત્ર છેતરામણી નિવારણ,ભ્રામક જાહેરાતો અને ગેરમાર્ગે દોરતા લેબલોથી આગળ વધી આ અધિકારથી ઉપભોકતાને બુધ્ધિપુર્વક માલ અને સેવાઓનો ઉપભોગ માટે શક્તિમાન બનાવે છે

૩ પસંદગીનો અધિકારઃ

વિવિધ ઉપભોકતા દ્રારઆ ઈચ્છીત માલ અને સેવાઓ યોગ્ય કિંમતે પ્રાપ્ત કરવાનો અને ઇજારાયુકત માલ અને સેવા વ્યાજબી કિંમતે પ્રાપ્ત કરવાનો અધિકારઃ આ અધિકારનો સુધારો કરી સર્વ જીવન જરૂરીમાલ -સેવા પાપ્તિના અધિકારથી અનિયંત્રિત અલ્પમત ધનિક ઉપભોકતાઓના પસંદગીના અધિકારથી બહુમતિ વંચિતોના યોગ્ય હિસ્સાની અવગણના ન થવી જોઈએ.

૪ રજૂઆતનો અધિકારઃ

ઉપભોકતા હિત રક્ષા માટે સહાનૂભુતિ પુર્વક અને વહિવતી નિતિ નિર્ધારત નિર્ણયો અને અમલ પ્રક્રિયામાં રજુઆત કરવાનો અધિકારઃ આ અધિકારનું માલ અને સેવાના વિકાશ,વૈવિધ્યકરણ અને ફેરફાર માટે લેવાના નિર્ણયો પ્રસંગે અસરકારક રજૂઆત તથા ઉપભોકતા પ્રતિનિધિત્વ સુધી વિસ્તાર કરવામાં આવે છે.જેમાં સરકારી તથા આર્થિક કાર્યક્ષેત્રનો સમાવેશ થાય છે.

૫ નુકશાન ભરપાઈ મેળવવાનો અધિકારઃ

ઉપભોકતાને થયેલ નુકશાનના ન્યાયયુકત દાવાને ભરપાઈ મેળવાનો અધિકારઃ સન ૧૯૬૪ થી આ અધિકારનો સાર્વત્રિક સ્વીકાર થયેલો છે.ખામીયુકત માલ,ક્ષતિયુકત સેવા કે છેતરામણી રજુઆતથી ઉપભોકતાને થયેલ નુકશાન ભરપાઈઅ મેળવવાનો અધિકાર છે.આ અધિકાર તેના ઉપયોગ માટે વિના મુલ્ય કાનુની સેવા અર્થે નાના દાવાનુ તુરંત નિરાકરણ થઈ શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ.

૬ ઉપભોકતા શિક્ષણનોધિકારઃ

ઉપભોકતા તરીકેના અધિકારોના જીવનભર ઉપયોગ માટૅનું જ્ઞાન તથા શક્તિ મેળવવાનો અધિકારઃઉપભોકતા મામલાઓના નિર્ણયોમાં અસરકારક પરિબળ બનવા માટૅના પૂર્ણજ્ઞાન અને શક્તિ પ્રાપ્તિનો સમાવેશ થાય છે

૭ સ્વસ્થ વાતાવરણનો અધિકારઃ

ઉપભોકતાના ભૌતિક વાતવરણની શુધ્ધતા અને ગુણતા પ્રાપ્ત કરવાનો અધિકારઃવ્યક્તિગત ઉપભિકતાનો જેના પર કાબુ નથી,તેવા ભૌતિક વાતવરણની સમસ્યા સામે સુરક્ષા તથા વર્તમાન તેમજ ભાવિ પેઢીમાટે પર્યાવરણની સુરક્ષા તથા તેમાં સુધારો અને વિકાશનો સમાવેશ થાય છે.પર્યાવરણને દુશિત કરતા ઉધૌગો પ્રક્રિયાઓ,પદાર્થો,રસાયણોથી બચાવની કાર્યવાહીના અધિકારનો સમાવેશ થાય છે.

૮ પ્રાથમિક જરૂરીયાતોનો અધિકારઃ

ઉપભોકતાની પ્રાથમિક જરૂરીયાતોની સર્વ વસ્તુઓ ઉપભોકતા સરળતાથી ખરીદી શકે તેવી કિંમતે નએ પ્રાપ્ત કરવાનો અધિકારઃકલ્યાણ રાજયમાંઆ રાજયની જવાબદારી છે.જેનો ઉપર સાર્વજનીક વિતરણા પ્રણાલી આધારીત છે.

૯ બહિષ્કારનો અધિકારઃ

ઉપભોકતાને હાની તથા ઉપેક્ષા કરતા ઉધોગ,માલ સેવાનો બહિષ્કાર કરવાનો અધિકાર.

——————————————————

ગ્રાહકોનો હકક અને સુરક્ષા,ફરિયાદ કેવી રીતે કરવી ?

ફરીયાદ કરી તેનો ઉકેલ મેળવવાની પ્રક્રિયા સરળ અને ઝડપી છે.

જીલ્લા ફોરમઃ Rs.૧૦ લાખ સુધી,રાજય આયોગઃ Rs.૨૦ લાખ સુધી તે ઉપર રાષ્ટ્રિય અયોગ સમક્ષ ફરિયાદ કરવા માટે કોઈ ફી નથી.

૧.ફરિયાદી અથવા તેનો અધીકૃત વ્યક્તિદગત રીતે ફરિયાદ કરી શકે છે.

૨. ફરિયાદ યોગ્ય ફોરમ અથવા આયોગને પોસ્ટ દ્રારા મોકલી શકાય છે.

૩.ફરિયાદમાં સાથેના ફોર્મમુજબ માહિતિ હોવી જોઈએ.

ગ્રાહકને મળનાર વળતરઃગ્રાહકે માગેલ વળતરનું સ્વરૂપ અને તથ્યોને જોઈ ફોરમ.આયોગ નીચેમાંથી કોઈ વળતર આપેઃ

૧.માલ/સેવામાંથી ખામી દુર કરવી/ખામીવાળો માલ બદલી આપવો/માલની કિંમત પાચી અપાવવી.

૨.માલ/સેવાની ખામીથી ગ્રાહકને સહન કરવી પડેલ હાનિ માટે મળતર.

નિર્ણયઃ        ગુજરાત સરકારે કરેલ નિયમો ૧૯૮૮ ના નિયમ ૫ (૯) ની જોગવાઈ મુજબ સામાન્ય રીતે માલનું પૃથ્થકરણ અથવા ટેસ્ટીંગ કરવાની જરૂર ન હોય તો સામા પક્ષકારને મળેલ નોટીસના ૯૦ દિવસની અંદર અને હોય તો ૧૫૦ દિવસની અંદર ફરિયાદનો નિર્ણય કરવો.કેન્દ્ર તથ  રાજય સરકારોએ આ સંબંધી ધડેલા નિયમોમાં વિના મૂલ્યે પક્ષકારોને હુકમની જાણ કારવા જોગવાઈ કરી છે.

ફોરમ/પંચમાં ફરિયાદ રજુ કરવાનું મોડલ ફોર્મ…..ખાતેના માન.જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ/

કમિશન સમક્ષ

ગ્રાહક ફરિયાદ નં.

ફરિયાદીની સંપુર્ણ વિગતોઃનામઃસંપૂર્ણ સરનામું વગેરેઃ

વિ.

સામા પક્ષકારની વિગતોઃનામ-સંપૂર્ણ સરનામું; વેપારી/દુકાન/પેઢીઃસંપૂર્ણ સરનામું

વગેરેઃ

ગ્રાહક સુરક્ષા ધારા ૧૯૮૬ની કલમ ૧૧(૧)/(કલમ ૧૮ કમિશન માટૅ)

અમારી ફરિયાદની વિગતો નીચે મુજબ છે.

૧.અમો ફરિયાફી…………..જિલ્લાના…………ગામમાં રહીએ છીએ. માલ/સેવા ખરીદીની અંગેની વિગત………….

૨. સામાવાળાનું નામ,સરનામું.ધંધો,કરોબાર વગેરે વિગતો જેની ફરિયાદ હોય ને માલ.કિંમત,જથ્થા/સેવાનો પ્રકાર વગેરે વિગતો.

૩.ગ્રાહકે ખર્ચેલી રકમ,અવેજ,બીલ,બીલનં.,તારીહ,વોરંટી,ગેરંટી,થયેલ નુકધાનીની વિગતોઃ

૪.ઉપભોકત ફરિયાદનું નિરાકરણ કરવા કરેલ પ્રયત્નોને અન્ય જરૂરી લાગતી વિગતો.

પત્ર વ્યવહારની ફોટૉ કોપી જોડવી.

૫. ફરિયાદના ટેકામાં રજુ કરવાના અન્ય દસ્તાવેજી પુરાવા તથા સાક્ષીઓની વિગતો.

૬ માગેલી દાદ (૧)માલની ખામી દુર કરવાની અને અથવા નવો માલ આપવાની/આપેલી કિંમત પરત કરવાની.(૨)સામા પક્ષકારોની બેદરકારીને કારણે નાણાંકીય અને માનસિક નુકશાન અથવા હાનિની રકમ (કારણૉ સાથે)

૭ તેથી સાદર વિનણ્તિ કરવામાં આવે છે કે ……………અધિકૃત પ્રતિનિધી/ગ્રાહક સુરક્ષા મંડળ/એડવોકેટને ફરિયાદ દાખલ કરવા,ચલાવવા અધિકૃત કરૂ છુ.

સ્થળ………………                                                                                  ફરિયાદીની સહી

તા.;………..

(ફોરમ સમક્ષ એફીડેવીટ કરવી)

સરનામુ:
ગુજરાત રાજ્ય
ગ્રાહક તકરાર નિવારણ કમિશન
બહુમાળી ભવન
૪થો માળ – \’અ\’ બ્લોક
લાલ દરવાજા
અમદાવાદ

કોઇ પણ પ્રકારની સહાયતા / સ્પષ્ટીકરણ માટે ફોન

રાષ્ટ્રીય ઉપભોક્તા હેલ્પલાઇન
ફોન  નંબર ૧૮૦૦-૧૧-૪૦૦૦ (જાણકારી માટે – બીએસએનએલ / એમટીએનએલની થી ફ્રી)
ફોન  નંબર 1800-180-4566 (ફરિયાદ નોંધાવવા માટે -બીએસએનએલ / એમટીએનએલની થી ફ્રી)
ફોન  નંબર ૦૧૧-૨૭૬૬૨૯૫૫-૫૮ સાધારણ શુલ્કથી
વેબ સાઇટ : www.core.nic.in

ઉપભોક્તા બાબતો, ખાધ અને વિતરણ વિભાગ મંત્રાલય
ઉપભોક્તા બાબતો વિભાગ (ભારત સરકાર)
કૃષિભવન
નવી દિલ્લી – ૧૧૦૦૦૧
વેબ સાઇટ : www.fcamin.nic.in

 

નેશનલ કંઝયુમર હેલ્પલાઈન નંબર ૧૮૦૦-૧૧-૪૦૦૦ (ટોલ ફ્રી)
૦૧૧-૨૩૦૦૬૫૦૦,૨૭૬૬૨૯૫૫,૫૬,૫૭,૫૮(સામાન્ય કોલ દર માન્ય)
આપના મોબાઈલમાં ૮૮૦૦૯૩૯૭૧૭ પર આપનું નામ અને શહેર એસ.એમ.એસ.કરો

 

ફરીયાદ કરવા હેતુ ઉપભોક્તા www.core.nic.in પર પણ લોગ ઓન કરી શકે છે.

સૌજ્ન્ય : http://rajtechnologies.com (Jitendra Ravia)

 

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors