અત્‍યંત પ્રાચીન ઐતિહાસિક શહેર જૂનાગઢ

જૂનાગઢ અત્‍યંત પ્રાચીન તેમજ ઐતિહાસિક શહેર છે. જૂનાગઢને લગતો પ્રથમ ઐતિહાસિક ઉલ્‍લેખ ચંદ્રગુપ્‍ત મોર્યનો છે. (ઈ. પૂ. ૩૨૨-૨૯૮) અશોકના ગિરનારના લેખમાં જણાવ્‍યા મુજબ તેના રાષ્‍ટ્રીય વૈશ્‍ય પુષ્‍યમિત્રે સુવર્ણસિકતા નદી પર બંધ બાંધીને સુદર્શન સરોવરનું નિર્માણ કર્યું હતું. અશોકના રાપાલે સુદર્શન સરોવર ઈ. ૧૫૦માં પુનઃ નિર્માણ કર્યું હતું.
ઈસુની પ્રથમ સદીમાં અહીં ક્ષત્રપ રાજાઓએ ૪૦૦ વર્ષ રાજ કર્યું ત્‍યારે ગુજરાતમાં ગુપ્‍તવંશનું શાસન હતું. ત્‍યાર બાદ મૈત્રક વંશનું શાસન થયું. આ વંશનો સ્‍થાપક ભટ્ટારક હતો. આરબોએ આ વંશનો અંત આણ્યો. ત્‍યાર બાદ ૧૪૭૨ સુધી અહીં યાદવવંશી ચૂડાસમાઓનું રાજ્ય હતું પછી તો દિલ્‍હીથી મોગલોએ અને બાદમાં સુલતાનોએ અહીં રાજ કર્યું.
જૂનાગઢના અન્ય જોવાલાયક સ્થળોમાં એક પ્રસિદ્ધ સ્થાન છે ‘ઉપરકોટ’નો કિલ્લો. નવાબોના સમયનો આ કિલ્લો ગિરનારથી આશરે ૩-૪ કિ.મી. ના અંતરે આવેલો છે. વિશાળ મોટા પ્રવેશદ્વારમાંથી પસાર થતાં ઢોળાવવાળા રસ્તે બે તોપો મૂકવામાં આવેલી છે
ગિરિ તળેટી ને કુંડ દામોદર,ત્યાં મહેતાજી નાહવા જાય… એવા ભજનમાં આ તીર્થભૂમિ શ્રીકૃષ્ણ અને તેમના પરમભકત નરસિંહના નામ સાથે સંકળાયેલી છે.આ દામોદર કુંડ ગિરનાર જતા રસ્તામાં આવે છે. કહેવાય છે કે ભક્ત નરસિંહ અહીં રોજ સ્નાન કરવા આવતા. અહીં પ્રાચીન દામોદરનું મંદિર પણ છે.
જૂનાગઢ શહેરથી ગિરનાર જવાના માર્ગમાં સોનરખ નદીમાં આ પવિત્ર અને પ્રખ્યાત કુંડ છે.તેને કાંઠે દામોદરરાયજીનું સુપ્રસિદ્ધ મંદિર છે. સ્કંદ ગુપ્તના સૂબા ચક્રપાલિતે,ઈ.સ. ૪૫૭-૪૫૮માં ચક્રભૂત વિષ્ણુનું આ મંદિર બંધાવ્યાનો પર્વતીય શિલા લેખામાં ઉલ્લેખ છે. આમ આ મંદિર ઘણું જ પ્રાચીન છે.આ મંદિરની પૂર્વ તરફની દિવાલ તથા તેના શિખરના ભાગનો જીણોદ્ધાર થયો હોય તેવું લાગે છે.પૌરાણિક માન્યતા મુજબ આ મંદિર ભગવાન શ્રીકૃષ્ણના પૌત્ર વજ્રનાભે બંધાવ્યું હતું.
લોકાકિત મુજબ ભક્તકવિ નરસિંહ મહેતા અહીં દર્શને આવતા અને જૂનાગઢના માંડલિકે જયારે તેમની ભકિતની કસોટી કરવાનો પડકાર આપ્યો ત્યારે દામોદરરાયે અહીંથી જ હાર આપી હતી એમ કહેવાય છે.ગિરનાર માહાત્મ્યમાં એવી પણ વાર્તા છે કે આ કુંડમાં બ્રહ્માજીની આજ્ઞાથી ગંગાજી વહે છે. તદ્ઉપરાંત એમ કહેવાય છે કે આ કુંડના પાણીમાં હાડકાં આપમેળે ઓગળી જાય છે. તેમાં ચિતાભસ્મ નાખવામાં આવે છે છતાં તે પાણી શુદ્ધ રહે છે.
આ સ્થાને વિક્રમ સંવત ૧૪૭૩ના વર્ષનો એક શિલાલેખ પણ છે. તેમાં જણાવ્યા મુજબ દામોદર નામના કોઈ પરોપકારી સજ્જને યાત્રાળુઓ માટે બંધાવેલો મઠ છે.શ્રી મહાપ્રભુજીની બેઠક પણ અહીં છે.
ઈ.સ. ૧૮૨૬માં દીવના વ્યાપારી સંઘજીએ વાગીશ્વરી દરવાજાથી ગિરનાર સુધીનો માર્ગ બંધાવ્યો અને ઈ.સ. ૧૮૮૯માં દીવાન હરિદાસે દામોદરજીના મંદિરમાં જવા માટે પુલ બંધાવ્યો.
દામોદર કુંડની લંબાઈ ૨૭૫ ફૂટ અને પહોળાઈ ૫૦ ફૂટ છે.

ગરવો ગઢ ગિરનાર. ને તેની તળેટીમાં વસેલું જૂનાગઢ. જૂના-ગઢ એટલે ‘જીર્ણદુર્ગ‘ માત્ર ઐતિહાસિક જ નહીં પ્રાચીન-અતિ પ્રાચીન પૌરાણિક સ્‍થાન. એનો નજીકનો ઈતિહાસ ઉખેળવા બેસીએ તો પાછે પગલે જતાં – આઝાદી પહેલાની નવાબી રાજ્યની વાત ને તે પહેલાંની ચૂડાસમા રાજાઓની વાત – ને તેથીય આગળ ને આગળ જતાં રુદ્રદમન – અશોક – અહીં છેક ભગવાન શ્રીકૃષ્‍ણના સમય સુધી જવું પડે. બૌદ્ધ ગુફાઓ – અશોક – રુદ્રાદમનનો શિલાલેખ – જૈનમંદિરો ને પછી – જૈન રાસાઓમાંની કથાઓ – નરસિંહનો ચોરો ને દામોદરકુંડ તથા નવઘણ કૂવો ને ઉપરકોટ – થી માંડીને તે બાબી નવાબોની છત્રીઓ સુધીનાં સ્‍મારકો પરખાય છે.
અત્‍યારે જે છે તે આ જૂનાગઢ. ગિરનારની છાયામાં વિસ્‍તરેલું નગર. પ્રાચીન – મધ્યકાલીન અવશેષો અને અર્વાચીન રચનાઓવાળું મિશ્રનગર. નજીકમાં જ ઉપરકોટનો કિલ્‍લો છે, જેમાં રજપૂત રાજવીનો મહેલ ને વાવો છે. ઉપરકોટમાં ત્રણ ગંજાવર તોપો પણ મળી આવી છે. વિખ્‍યાત બહારવટિયા ખાપરા ને કોડિયાના ભોંયરા તરીકે ઓળખાતાં સ્‍થાનો બૌદ્ધ વિહારો હશે એમ લાગે છે. અહીં ખોદકામ કરતાં જૂના કોટની દીવાલો, કોઠારો, કોઠીઓ, ગુપ્‍ત લિપિ‍ કોતરેલી શિલાઓ, જૂની મૂર્તિઓ, પાત્રો તથા બૌદ્ધકાલીન અવશેષ મળી આવ્‍યાં છે. જૂનાગઢનો રા‘ખેંગાર પણ પાટણના સિદ્ધરાજની વાગ્‍દત્તા કુંભારકન્‍યા રાણકદેવીનું હરણ કરી તેને પરણી ગયો. આથી ક્રોધે ભરાયેલા સિદ્ધરાજે રાણકદેવીને પાછી ઉપડી જવાનો પ્રયત્‍ન કર્યો, પણ તે તો વઢવાણ પાસે ભોગાવાને તીરે સતી થઈ.
ગામમાં જોવાનું ઘણું છે. ગામ વચ્‍ચે ગઢ, ગઢના દરવાજા, અંદર ખેંગારના મહેલના અવશેષ, સાંકડી ઊંડી અડચડી વાવ, ને મહેમદાવાદના ભમ્‍મરિયા કૂવા જેવા સ્‍થાપત્‍યના વિસ્‍મયજનક નમૂનારૂપ નવઘણ કૂવો. કહેવત છે ને કે, ‘અડીચડી વાવ ને નવઘણ કૂવો, ના જુએ તે જીવતે મૂવો.‘ આ બાંધકામો ૧૦માં સૈકાનાં મનાય છે. ગામમાં બાબી નવાબોની છત્રીઓ – નરસિંહ મહેતાનો ચોરો – પ્રાણી સંગ્રહાલય – સક્કરબાગને નામે ઓળખાય છે. ૧૯મી સદીનો રાજમહેલ છે

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors