સોન પાપડી
સોન પાપડી
સામગ્રી – ૧ ૧/૪ કપ ચણાનો લોટ, ૧ ૧/૪ કપ મેંદો, ૨૫૦ ગ્રામ ઘી, ૧ ૧/૨ કપ ખાંડ, ૧ ૧/૨ કપ પાણી, ૨ મોટી ચમચી દૂધ, ૧/૨ ચમચી ઈલાયચી
બનાવવાની રીત – બંને લોટને મિક્સ કરો. એક જાડા તળિયાની કઢાઈમાં ઘી નાખીને ગરમ કરો, હવે તેમા મિક્સ લોટ નાખીને સોનેરી થતા સુધી સેકો. હવે આ મિશ્રણને નીચે ઉતારી ઠંડુ થવા દો અને વચ્ચે વચ્ચે ઘીરેથી હલાવતા રહો. બીજી બાજુ પાણી, દૂધ અને ખાંડને મિક્સ કરી ગેસ પર ચઢાવો અને ૨ ૧/૨ (અઢી તાર)તારની ચાસણી બનાવી ઓ. આ ચાસણીને એકસાથે જ લોટના મિશ્રણમાં નાખી દો. હવે એક મોટા કાંટાવાળા ચમચીથી આ મિશ્રણ પર ત્યાં સુધી મારતા રહો જ્યા સુધી તે મિશ્રણ સોન પાપડી જેવુ ન દેખાવા લાગે. હવે તેને એક ઘી લગાવેલ થાળીમાં પાથરી તેના પર પ્લાસ્ટિક મુકીને રોલ કરો. તેમા ઘીરેથી ઈલાયચી પાવડર ભભરાવી દો. આ સોન રોલ કરેલ મિશ્રણને ધીરેથી દબાવો. હવે તેના ટુકડા કરીને એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો. તૈયાર છે સોન પાપડી.
Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )