Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 1,193 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » સુવિચાર

સુવિચાર

by on March 27, 2011 – 4:46 am No Comment | 1,331 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

*કુળને ખાતર એકને ત્યજવો, ગામને ખાતર કુળને ત્યજવું,
દેશને ખાતર ગામને ત્યજવું, પોતના આત્માને ખાતર પૃથ્વી ત્યજવી.
*વૃક્ષો ફળોના આવવાથી નીચા નમે છે, વાદળા નવા પાણી ભરાવવાથી ખુબજ નીચ નમી જાય છે,
સત્પુરૂષો સમૃધ્ધિ વડે વિનમ્ર બને છે, પરોપકારીઓનો આજ સ્વભાવ હોય છે.

*ગુસ્સો કરવો એટલે બીજાઓના દોષનો બદલો આપણી જાત ઉપર લેવો.

* માણસનું ધરેણુ રુપ છે, રુપનું ધરેણુ ગુણ છે,
ગુણનું ધરેણુ જ્ઞાન છે,  જ્ઞાનનું ધરેણુ  ક્ષમા છે.

* સાપના દાંતમાં ઝેર હોય છે, માખીના માથામાં ઝેર હોય છે,
વીંછીની પુછડીમાં ઝેર હોય છે,  દુર્જનના તો બધા અંગોમાં ઝેર હોય છે,

* પ્રેમન જુએ જાત-કજાત, ઉંધ ન જુએ તુટી ખટ,
ભુખ ન જુએ ટાઢો ભાત,  ગર્વ ન જુએ માબાપ.

* સંતાનોને નાણાનું મુલ્ય સમજાવો.

* કટું-વાણી કરે કુટુંબને ધુણ ધાણી.

* ધીરજ રાખો,પરમાત્માનાં શરણમાં છે.

* વધુ ધન કમાવાની લાલચમાં લોકો એ ભુલી જાય છે કે તેઓ વસ્તવમાં પોતાનું જીવન ગુમાવે છે.

* સમર્પણ એક અતિશુધ્ધ અંતઃકરણીય કર્મ છે

* અંદરની યોગ્યતાને પ્રકાશિત કરવા ગુરૂનો સ્પર્શ જરુરી છે.

* ત્યાગ અને મહેનતથી જ સાચા સમજનું નિર્માણ થાય છે

* જીવનમાં તક ગમે ત્યારે આવી શકે છે,વ્યકિત એ તકને પારખી શકતો નથી અન પાછળથી પસ્તાય છે

* આંખે છાલક દાંતે લૂણ, પેટ ન ભરી એ ચારે ખુણ,

ખાંડ, મીઠું.સોડા ને મેદો  સફેદ ઝેર કહેવાય,

નિત ખાવા-પીવામાં એ  વિવેક બુધ્ધિથી લેવા

* બુધ્ધિમાન તે છે જે વિચારે પહેલા અને બોલે પાછળથી,

જયારે મુર્ખ તે છે જે બોલે પહેલા અને વિચારે પાછળથી.

* મનુયનો સૌથી નજીકનો સગો અને ભયંકર શત્રુ જો કોઈ હોય તો તે છે-આળસ પ્રમાદ

*  જેમણે લાંબી જીદગી જીવવી હોય તેમણે ભુખ લાગ્યા સિવાય કાંઈ જ ખાવાની ટેવ ના પાડે.

* પોતાનો દોષ અને પરના ગુણ પારખવાની વિવેકદષ્ટિએ ઉન્નતિની ચાવી છે.

* ઊંધ અને આહારને જીતે તેના જીવનમાં ઉસ્સાહ કાયમ ટકે.

* પોતાને મનુષ્ય બનાવવાની કોષિશ કરો.જો તેમા સફળતા મળી ગઈ તો દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.

* ઉન્નતિ સંપતિથી નહિ પણ સદગુણ અને સદબુધ્ધિથી થાય છે.

* જે જેવું વિચારે છે અને કરે છે તે તેવા જ બની જાય છે.

સૌજ્ન્ય : http://brahmsamaj.org (Jitendra Ravia)

Jitendra Ravia (1914 Posts)

Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.


 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )

Get Articles in your Inbox: