સુરતી ઊંઘિયું
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

સામગ્રી :
વાટેલાં લીલાં મરચાં સ્વાદ અનુસાર,
500 ગ્રામ પાપડી,
આદુની પેસ્ટ અડધી ચમચી,
200 ગ્રામ રતાળુ,
કોથમીર સો ગ્રામ,
200 ગ્રામ શક્કરિયાં,
લીલું લસણ 50 ગ્રામ,
200 ગ્રામ બટાકા,
ધાણા પાઉડર 2 ટેબલ સ્પૂન,
100 ગ્રામ રીંગણ (નાનાં),
મીઠું સ્વાદ અનુસાર,
3 નંગ પાકાં કેળાં,
અધકચરા વાટેલા તલ 50 ગ્રામ,
100 ગ્રામ લીલા વટાણા (વાટેલા),
500 ગ્રામ લીલા કોપરાનું ખમણ,
બે ચમચી ખાંડ,
એક ચમચી અજમો,
એક ચપટી સોડા બાયકાર્બ,
અડધી ચમચી શાકનો ગરમ મસાલો.
રીત :
સૌ પ્રથમ વાટેલા લીલાં મરચાં, જરા વાટેલું આદુ, કોથમીર, સમારેલું લીલું લસણ, થોડો ધાણા પાવડર, સ્વાદ અનુસાર મીઠું, વાટેલા તલ, લીલા નાળિયેરનું ખમણ, થોડી ખાંડ, ગરમ મસાલો – આ બધી સામગ્રી એક બાઉલમાં મિક્સ કરવી. એક તપેલામાં થોડું તેલ મૂકી, ગરમ થયા બાદ અજમાનો વઘાર કરવો. વઘાર થાય એટલે તેમાં પાપડીને ધોઈ લીધા બાદ અંદર નાખવી. થોડો સોડા બાય કાર્બ અને થોડું મીઠું નાખીને ચૂલા પર પાંચ મિનિટ સુધી ખદબદવા દેવું. ત્યારબાદ તેની અંદર સમારેલાં શક્કરિયાં-બટાકા-રીંગણ-રતાળુમાં બાઉલમાં પ્રથમથી તૈયાર કરેલો મસાલો ભરવો અને પાપડીની અંદર ગોઠવીને મૂકી દેવું. ત્યારબાદ તેની ઉપર એક થાળીમાં થોડું પાણી મૂકીને ઢાંકી દેવું, જેથી તપેલામાં ચોંટી ન જાય. થોડી થોડી વારે આને હલાવી લેવું. શાક ચઢી જાય ત્યારબાદ ગેસ બંધ કર્યા પછી કાપેલાં કેળામાં અંદર મસાલો ભરી ઉપર મૂકીને તપેલાને ઢાંકણું ઢાંકી દેવું. 15 મિનિટ આ શાકને તપેલામાં જ ઢાંકેલું રાખીને કોપરું-કોથમીર-લીલું લસણ ઉપરથી ભભરાવીને પીરસવુ.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors