Headline »

આત્મજ્ઞાન કોને થતું નથી ?

December 26, 2016 – 9:46 pm |

આત્મજ્ઞાન કોને થતું નથી ?
* જેની દષ્ટિમાંથી દેહ અને જગત હટતા નથી તને.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » સ્ત્રી જીવનશૈલી

સગર્ભાવસ્થા દરમિયાન…

by on April 3, 2012 – 9:45 am No Comment
[ssba]

(૧) સગર્ભાવસ્થા દરમિયાન કોન્ટેક લેન્સમાં તકલીફ થાય છે ?
– સગર્ભાવસ્થા દરમિયાન આંખના ડોળાની સપાટીનો ભાગ સહેજ બદલાય છે. જે પ્રવાહી શરીરમાં હોય છે, રહે છે તેના કારણે આ ફેરફાર થાય છે. જેથી અડચણ પેદા કરે છે. સ્ત્રીઓએ આ કારણે વધુ વજન-તેમનું વજન વધવું ન જોઈએ. (ખાસ જે સ્ત્રીઓ લેન્સ પહેરે છે.) બાળક જન્મ પછી આ તકલીફ દૂર થાય છે અને આંખના ડોળાની સપાટી સામાન્ય થઈ જાય છે. જો તમે કોન્ટેક્ટ લેન્સ પહેરતા હોય તો તે ડૉકટરને જણાવો જેથી તે જ્યારે આંખનું પરીક્ષણ કરતા હોય ત્યારે તે સાચવે, જ્યારે પ્રસવ થવાનો સમય આવે ત્યારે તમે લેન્સ કાઢી નાખો.
(૨) હોસ્પિ‍ટલ જવાનો સમય થયો, તે કેવી રીતે નક્કી કરી શકાય ?
– મોટાભાગની સ્ત્રીઓ પ્રથમ આજ પ્રશ્ન પૂછે છે. અમારા પર શ્રધ્ધા – વિશ્વાસ રાખો, આની ખબર તમને પડી જ જશે. અમુક નોંધપાત્ર મુદ્દાઓ શિશુ ફરતી ગર્ભની કોથળીનું ગર્ભાશયના આગળનો ભાગ તૂટે છે અને થોડા પ્રમાણમાં લોહી-રક્ત સ્ત્રાવ થાય છે અને સ્ત્રીઓને ગર્ભાશય સંકોચાય છે તે પ્રથમ ચિહ્ન છે. એક વખત જો આમાંનું કાંઈ થાય તો તરત જ હોસ્પિ‍ટલ તરફ પ્રયાણ કરો. આ પહેલાં જ્યારે તમે ડૉકટરને મળ્યા હોય ત્યારે તમે ડૉકટરને આવા ચિહ્નો જણાય ત્યારે કેટલા સમયમાં હો્સ્પિ‍ટલમાં પહોંચવું તે પૂછી લો, અલબત્ત આનો આધાર આપને આ અગાઉ કેટલા બાળક થયેલ છે, તેના પર રહેલ છે. સામાન્ય રીતે જ્યારે ગર્ભાશયનું સંકોચન દર પાંચ મિનિટે થાય ત્યારે તમારે હોસ્પિ‍ટલમાં પહોંચી જવું જરૂરી છે.
(૩) ચાર મહિના થયા હોય (ગર્ભાધાન થયાના) અને પરદેશ જવાનું હોય, તો કોલેરા કે ટાઈફોઈડની દવા લેવી જોઈએ ?
– ટાઈફોઈડ તથા કોલેરાની રસી ૧૪ અઠવાડિયા સુધી લઈ શકાય છે, તે અત્‍યંત જરૂરી હોય તો તેવી લેવી જોઈએ.
(૪) શું સગર્ભાવસ્થામાં દર સમય દાંત પડી જાય ?
– સગર્ભા હોવ ત્યારે નહીં, પરંતુ તમે જો દાંતની સામાન્ય કાળજી તથા દેખરેખ રાખતા હોવ તો દાંત પડવાનો પશ્ન ઉપસ્થિત સગર્ભા હોવ ત્યારે થતો નથી.
(૫) સગર્ભાવસ્થા દરમિયાન ટેનીસ રમત રમવાનું ક્યારે છોડવું જોઈએ ?
– જો તમે દરરોજ શ્રમજનક કસરત કરવાથી ટેવાયેલા હોવ તો તમારા ડૉકટરની સલાહ પ્રમાણે સૂચન મુજબ તમે તે ચાલુ રાખી શકો છો. જ્યારે તે બંધ કરવાનું સૂચન કરે ત્યારે કસરત બંધ કરી દો. છતાં પણ તમારે શરીરને વધુ પડતો શ્રમ ન આપવો તથા પરિશ્રમ ન કરવો જેથી શરીરને વધુ થાક લાગે. તમારે સગર્ભાવસ્થા દરમિયાન નવી રમતો કે કસરતો શરૂ ન કરવી જોઈએ.
(૬) નજીકના સગાંનું મૃત્યુ થયું હોય તો શું તે આવનાર બાળક પર અસરકર્તા છે ?
– જે બાળક સગર્ભાશયમાં વૃધ્ધિ પામી રહ્યું છે તેને માતાના માનસિક પરિતાપની જાણ કે ખબર હોતી નથી.
(૭) ક્યારે કામ કરવાનું કાર્ય છોડવું ?
– આ તમારે કેવું કામ કરવાનું છે તે પર આધાર રાખે છે. જો સ્ત્રીએ આખો દિવસ ઊભા ઊભા જ કામ કરવાનું હોય તો તેણે નોકરી – કામ છોડી દેવું જોઈએ. અથવા બેસીને કામ થાય હોય તેવા કામની માગણી પાંચ મહિના પછી કરવી જોઈએ. જો આપને બેઠા બેઠા જ કામ કરવાનું હોય તો યોગ્ય લાગે ત્યાં સુધી કામ – નોકરી ચાલુ રાખી શકો છો. જ્યારે તમને થાક કે વધુ શ્રમ લાગે ત્યારથી તમે રજા માગી શકો છો.
(૮) યોનિમાંથી વધુ પડતું પ્રવાહી ઉત્સર્જીત થવાનું કારણ ?
– જ્યાં સુધી પ્રવાહીમાં લોહી ન હોય કે પ્રવાહીમાં કોઈ પણ પ્રકારની ગંધ ન આવતી હોય તો તેથી ગભરાવાની જરૂર નથી. તે સામાન્ય રીતે થાય છે જ. (હા, બળતરા પણ ઉત્સર્જન વખતે ન થતી હોય તો). જો તમને આ ન ગમતું હોય તો દિવસમાં વારે વારે નિકર કે અંડરવિયર બદલતા રહો. પ્રસવના નજીકના સમયના ગાળામાં આવા પ્રવાહીનું ઉત્સર્જન વધુ થાય છે. કેમ કે ગર્ભાશયનું દ્વાર મુખ ધીરે ધીમે ખૂલવા માંડે છે.
(૯) સખત શરદી થઈ હોય અને એન્ટીબાયોટીક દવાઓ કે જે હું સગર્ભાવસ્થા ન હોય ત્યારે લેતા હોય તે લઈ શકાય ?
– પ્રથમ નિયમ ડોકટરની સલાહ લીધા સિવાય કોઈ પણ દેશી દવા લેશો નહી, અમુક એન્ટીબાયોટીક દવાઓ સગર્ભાવસ્થાને નુકસાનકર્તા નથી. વધારાની દવાઓ કે જેની જરૂર નથી હોતી તે દવાઓ કોઈ પણ રીતે શરીરમાં ઉત્સર્જન દ્વારા બહાર નીકળી જ જાય છે. ઘણા ઓછા લોકોને ખબર હોય છે કે એન્ટીબાયોટીક દવાઓનો કોર્સ તેની અસર કર્યા પછી પણ રોગ મટ્યા પછી પણ ચાલુ રહે તે પણ તે ચાલુ રહે તેવી રીતે દર્દીને આપવામાં આવે છે. જો આપ સગર્ભા હોવ તો આ નિયતિ માટે આપને ચિંતા કરવાની જરૂર રહેતી નથી. જો દવા શરૂ કર્યા પછી (એન્ટીબાયોટીક દવાના કોર્સ પછી.) ખબર પડે કે તમે સગર્ભા છો તો તે ડોકટરને જણાવો.
(૧૦) કામ કરવામાં રસ ન રહેતો હોય, કાંઈ પણ કરવામાં શું વિટામીન લેવા જોઈએ ?
– ઘણા સ્વાસ્થ્ય જિજ્ઞાસુઓ વિટામીન લેવાની સલાહ આપે છે, પરંતુ આપ આ અંગે ડૉકટરની સાથે વાત કર્યા પહેલાં વિટામીન લેવાની શરૂઆત ન કરશો. મોટા ભાગના ડૉકટર્સ જે દવા લખે છે તેમાં લોહતત્વ અને ફોલીક એસિડ (વિટામીન સી) હોય છે. આને બાજુ પર મૂકીને જો આપને અન્ય કોઈ તત્વ, વિટામીનની ખામી ન હોય તો એક સામાન્ય પોષણવાળો આહાર તમને સંપૂર્ણ શક્તિ જે જરૂરી છે તે આપે છે. જો તમને ચિંતા રહેતી હોય તો ડોકટરની એનીમીઆ માટે સલાહ લો.
(૧૧) કબજિયાતથી મુંઝવણ થતી હોય તો પેટ – ક‍બજિયાત માટેની દવા લઈ શકાય ?
– તમે શું કુદરતી રીતે કબજિયાત ન થાય, પેટ સાફ હોય તેવો ખોરાક જેવાં કે તાજાં ફળો, રેસાવાળા શાકભાજી અને પ્રવાહીજન્ય ખોરાક લીધો છે ? જો આ તમામની કોઈ જ અસર ન થાય તો દવા લઈ શકો છો. છતાં પણ ડૉકટરની સલાહ પ્રમાણે આ દવાને લેવી જોઈએ.
(૧૨) ગર્ભનિરોધક ગોળીઓ અમુક સમય લીધા પછી સગર્ભાવસ્થાની ખબર પડે તો, શું બાળકને નુકસાનકર્તા છે ?
– આપ જો ગર્ભનિરોધક ગોળી લેતા હોવ તો તેમાં થોડુંક નુકસાન ઘણા જ ઓછા પ્રમાણમાં થાય છે. અલબત્ત, આપને જ્યારે ખબર પડે કે તમે સગર્ભા છો ત્યારથી જ ગર્ભનિરોધક ગોળી લેવાનું બંધ કરો.
(૧૩) સગર્ભાવસ્થામાં વાળને ડાઈ કરી શકાય ?
– વાળને તમે જે ડાઈ કરો છો તે ડાઈમાં અમુક રસાયણ રહેલા હોય છે. જેથી રીએકશન થાય છે. ખાસ કરીને આપ જ્યારે સગર્ભા હોવ ત્યારે, આ સમયે તમારે તમારા હેરડ્રેસરને જણાવવું જોઈએ કે તમે સગર્ભા છો, કેમ કે વાળ આવી સ્થિતિમાં સૂકા થાય છે, જે વાળની સ્થિરતા કે ટકાઉપણા માટે અસરકર્તા છે. જેથી વાળને નુકશાન થાય છે.

 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )

Get Articles in your Inbox:


 

Leave a comment!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.

You can use these tags:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

This is a Gravatar-enabled weblog. To get your own globally-recognized-avatar, please register at Gravatar.