Headline »

આત્મજ્ઞાન કોને થતું નથી ?

December 26, 2016 – 9:46 pm |

આત્મજ્ઞાન કોને થતું નથી ?
* જેની દષ્ટિમાંથી દેહ અને જગત હટતા નથી તને.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » Headline, આધ્યાત્મિક પ્રશ્નોતરી

સંસારમાં કઈ બાબતો વિધ્નરૂપ છે ?

by on September 30, 2014 – 1:07 pm One Comment
[ssba]

સંસારમાં કઈ બાબતો વિધ્નરૂપ છે ?

* જ્ઞાની પુરૂષોએ વીસ વિધ્નો ગણાવ્યા છેઃ

(૧) સુખ

(૨) દુઃખ

(૩) શોક

(૪) ભુખ

(૫)તરસ

(૬)વાસના

(૭)અપમાન

(૮)મોહ

(૯)અભિમાન

(૧૦)ભય

(૧૧)દ્રેષ

(૧૨)પ્રમાદ

(૧૩)ઇર્ષા

(૧૪)માત્સર્ય

(૧૫)લોભ

(૧૬)ઉન્માદ

(૧૭)આધિ

(૧૮)વ્યાધિ

(૧૯)ધડપણ

(૨૦)મૃત્યુ

 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )

Get Articles in your Inbox:


 

One Comment »

  • ken says:

    નમસ્કાર,
    હું લેખક,કવિ કે સાહિત્યકાર નથી .પણ એક એક ગુજરાતી ભાષાના ચિંતક તરીકે મારા વિચારો અહી રજુ કરુ છું. મને ભાષાની સરળતામાં,રૂપાંતરમાં .અનુવાદ યોગ્ય ગુજરાતી માં અને ભાષા લિપિ પ્રચાર માં વધુ રસ છે.

    જો હિન્દી ભાષીઓ આપણને પ્રચાર કેન્દ્રો ધ્વારા હિન્દી શિખવાડી શકે તો આપણે તેમને નુક્તા અને શિરોરેખા મુક્ત લિપિ કેમ ન શીખવી શકીએ? હિન્દી જો રોમન અને ઉર્દુ લિપિ માં લખાય તો ગુજનાગરી લિપિમાં કેમ નહિ? ભારત ની બધીજ ભાષાઓ ગુજનાગરી લિપિમાં કેમ ન શિખાય ?

    ગુજરાતી ભાષા કક્કો રચનાર ને સંસ્કૃત પંડિતો ના કેટલા કટાક્ષો ઝીલવા પડ્યા હશે ? પંડિતો દેવનાગરી લીપી સિવાય અન્ય લીપીને પવિત્ર માનતા નથી ? કેમ ?ગુજરાતમાં બે લીપી શિક્ષણ નું કોઈ વિચારતું નથી. કેમ ?

    જો હિન્દી અને ઉર્દુ ભાષી બાળકો બે લિપિમાં શિક્ષણ(દેવનાગરી +રોમન ) લઇ શકે તો ગુજરાતી બાળકો કેમ નહિ?
    જો સંસ્કૃત ના ષ્લોકો ગુજરાતીમાં લખી શકાય તો હિન્દી કેમ નહિ ?ગુજરાતના હિન્દી પ્રચાર કેન્દ્રો ને એટલું જ કહેવાનું છે કે અમારી ગુજરાતી લિપિ સરળ છે અને અમે હિન્દી અને સંસ્કૃત અમારી લિપિ માં જ ભણીશું.બીજું ગુજરાતી શિક્ષણ ખાતાને આ જ નિતી અપનાવવાની જરૂર છે .આપણી ગુજનાગરી લિપિમાં એવી શું ખામી છે કે આ શક્ય નથી ? ગુજનાગરી લિપિ ને હિન્દીની જેમ પૂર્ણવિરામ,શીરોરેખા અને આંકડાઓનું કોઈ બંધન નથી.
    આધુનિક જમાના માં ભાષા વૈજ્ઞાનિક , ધંધાકીય,વિશેષ જ્ઞાનમય અને અનુવાદ યોગ્ય હોવી જરૂરી છે.

    બીજું ઘણી જ વેબ સાઈટ પર બધીજ જોબ્ઝ ની જાહેરાત અંગ્રેજીમાં આપેલ છે. જો ગુજરાતના વિદ્યાર્થીઓ હિન્દી ને બદલે અંગેજી શીખવામાં સમય પસાર કરે તો કેવું સારું? શું આ બધી જોબ્ઝ મોટે ભાગે અલ્પ અંગ્રેજી જાણતા ગુજરાતીઓને મળશે કે પછી ફ્લુઅન્ટ અંગ્રેજી બોલતા અન્ય રાજ્યજનોને ? ગુજરાતમાં ટોપ લેવલ ની જોબ્ઝ પર કેટલા ગુજરાતીઓ છે ? કેમ ? વીદ્યાર્થીઓને હીન્દી તો બોલીવૂડ જરૂર શીખવશે પણ ભારતની રાજકીય અને આન્તર રાષ્ટ્રીય ભાષા અંગ્રેજી?

    આધુનિક ગુજરાતી પ્રતિભાઓ ગુજરાત માં હિન્દી પ્રચાર કેન્દ્રો ને કેમ વેગ આપી રહ્યા છે ? હિન્દી ગુજનાગરી લિપિ માં લખવાનો અને શીખવાનો પ્રયત્ન કેમ નથી કરતા ?હિન્દી શીખે છે પણ ગુજરાતી અન્ય રાજ્યોને શીખવાડી શક્તા નથી.આમ કેમ?રાષ્ટ્રિય સ્તરે મહાત્મા ગાંધીજીના નામે હિન્દી પ્રચાર થઇ શકે છે પણ ગુજરાતમાં સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજીના નામે ગુજનાગરી લિપીનો અને ભાષાનો રાષ્ટ્રિય સ્તરે પ્રચારનો અભાવ છે.કેમ?

    ગુજરાતીઓ એ ફક્ત હીન્દી પ્રચાર કેન્દ્રો ગુજરાતમાં શું કરી રહ્યા છે , તેમનો ધ્યેય શું છે,તેમના હીન્દી પ્રચાર મંત્રો શું છે અને જે તેઓ કરેછે તે ભારતની સર્વ શ્રેષ્ટ નુક્તા અને શીરોરેખા મુક્ત ગુજનાગરી લીપીમાં માં શક્ય છે કે નહી તેનો અભ્યાસ કરવાની જરૂર છે.

    આ ઈન્ટરનેટ યુગમાં સર્વે ભારતીય ભાષાઓ સ્વલીપીમાં ,ભાષા લીપી રૂપાંતર દ્વારા શીખી શકાય છે.

    ભલે બોલો,શીખો હિન્દી પણ લખો ભારતની શ્રેષ્ટ સરળ ગુજનાગરી લિપિમાં! આટલો સુંદર સંદેશ આપના વાંચકોને જરૂર આપતા રહેશો..
    આભાર સાથે,
    કે એન પટેલ
    નિવૃત્તિ માં પ્રવુતિ સાથે…
    USA
    kenpatel.wordpress.com
    saralhindi.wordpress.com
    http://iastphoneticenglishalphabet.wordpress.com/

    હવે જુઓ પેન્સલવેનિઆ અને ન્યૂ જર્સી ,અમેરિકા માં કેટલા બધા ગુજરાતીઓ વસે છે પણ મુઠ્ઠીભર હિન્દીજનો હિન્દી ભાષાને કેવી રીતે આગળ ધપાવી રહ્યા છે ? અને તે પણ કદાચ ગુજરાતીઓના સહકાર સાથે……..આમ કેમ?

Leave a comment!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.

You can use these tags:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

This is a Gravatar-enabled weblog. To get your own globally-recognized-avatar, please register at Gravatar.