લીલા વટાણાની બરફી
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

સામગ્રી-
લીલા વટાણા-૫૦૦ ગ્રામ
ખાંડ-૭૫૦ ગ્રામ
ઘી-૨ ચમચા
ઇલાયચી પાવડર-૧/૨ ચમચી
ખાવાનો લીલો રંગ-જરાક
માવો-૨૫૦ ગ્રામ
કાજુ,બદામ,પીસ્તાનું કતરણ-૩ ચમચા
રીત-
*લીલા વટાણાને વાટી લો
*કઢાઇમાં માવાને શેકી લો અને તેને તાળીમાં કાઢીને છૂટો કરી દો
*કઢાઇમાં ઘી મૂકી વાટેલા વટાણાને શેકી દો
*તપેલીમાં ખાંડ લઇને તેમાં જરા પાણી નાંખી ચાસણી બનાવો.તેમાં જરાક ખાવાનો લીલો રંગ ઉમેરો
*ચાસણી કડક થાય એટલે તેમાં શેકેલો માવો, શેકેલો વટાણાનો પલ્પ નાંખો
*બરાબર હલાવતા રહો.
*ઘટ્ટ થાય અને ગોળા જેવું વળે એટલે ઇલાયઃઈ પાવડર નાંખી નીચે ઉતારી લો.
*તેને થાળીમાં ઠારી, ઉપર કાજુ,બદામ,પીસ્તાનું કતરણ દબાવી, ચોસલા પાડો.
*સૂકામેવાને બદલે જો ચાંદીનો વરખ પાથરવો હોય તો પણ વાપરી શકાય
જમવા માટે સરસ બરફી તૈયાર.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.