Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 1,393 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » ઔષધ આયુર્વેદ

રોગોમાં ઉપયોગી આયુર્વેદ

by on June 14, 2013 – 10:27 am No Comment | 1,675 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

રોગોમાં ઉપયોગી આયુર્વેદ

આયુર્વેદમાં મનના મુખ્ય બે રોગ બતાવવામાં આવ્યા છે. ઇચ્છા અને દ્વેષ. શરીરમાં રોગ થવાનાં ત્રણ દોષ કારણભૂત છે. વાયુ, પિત્ત અને કફ. મનના રોગ થવામાં બે દોષ કારણભૂત છે. રજ અને તમ. આનો સીધો અર્થ એ જ થાય છે કે કોઇપણ રોગ થાય રોગ કોઇપણ અપવાદ વિના કાં તો શરીરને લાગુ પડે છે.
કેટલાક રોગોમાં આપવામાં આવેલી ઔષધિથી માનસિક બિમારીઓ જન્મે છે. રોગો મટાડતાં દર્દીની માનસિક સ્થિતિ બગડી જાય છે. આ પરિસ્થિતિ લાંબા સમય સુધી રહેવાથી શરીરમાં તૂટ હાથપગમાં કળતર માથાનો દુખાવો કમરનો દુખાવો માથું ભારે લાગવું, વાંસો ફાટવો વગેરે તકલીફો ઉદભવે છે.
અહીં કેટલીક ઔષધિઓ આપવામાં આવી છે જેના સેવનથી માનસિક નબળાઇ દૂર થાય છે, મન મજબૂત બને છે. મનના વિકારો દૂર થાય છે. બુદ્ધિ શક્તિ ખીલી ઊઠે છે, યાદશક્તિમાં વધારો થાય છે, મગજ સતેજ બને છે. આ ઔષધિ મોટેભાગે ઘરમાં અથવા બજારમાંથી ઉપલબ્ધ થઇ શકે છે.
૧. બદામ
બદામ સર્વોત્તમ સૂકો મેવો છે. તે મીઠી અને કડવી એમ બે જાતની હોય છે. કડવી બદામ ન ખાવી. મીઠી ચાખી લેવી. બદામનો આકાર આંખ જેવો છે તેથી તે આંખ માટે સારી ગણાય છે. બદામ સ્વાદે મીઠી તાસીરે ગરમ, પચવામાં ભારે,ગુણમાં ચીકાશવાળી, વીર્યવર્ધક અને જાતીય શક્તિ વધારનાર છે. તેને ખૂબ ચાવીને ખાવી જોઇએ જેથી તે સારી રીતે પચી શકે. અને તેનો ફાયદો થાય. બદામ બુદ્ધિ, આંખનું તેજ, આંખની શક્તિ, યાદશક્તિ વગેરેનો વિકાસ કરે છે.

૨. અખરોટ
અખરોટનો આંતરિક આકાર મગજને આબેહૂબ મળતો આવે છે. તેથી તેને બુદ્ધિવર્ધક માનવામાં આવે છે. તેના ઉપરનું કડક પડ દૂર કરતાં અંદર મગજને મળતી કરચલી-વાળો સ્વાદિષ્ટ ગર્ભ મળે છે. અખરોટ સ્વાદે મીઠા છે, કોઇવાર સહેજ ચીકણાં, મળને રોકનાર, વાત – પિત્તનાશક અને કફકર છે. તે બળવર્ધક, વૃષ્ય, દાહનાશક અને પથ્ય છે.

૩. દાડમ
દાડમના સફેદ, રસાળ ચમકતાં એકબીજાને અડી ગોઠવાયેલા ખટમીઠા રસથી ભરપૂર દાણા જ દાડમનું આકર્ષણ છે. તે સહેજ ચીકણું, પચવામાં હલકું, અગ્નિદીપક, ગ્રાહી, ત્રિદોષનાશક અને પથ્ય છે તે કંઠના રોગો, ઊલટી, મંદબુદ્ધિ, તાવ, તરસ, મોંની દુર્ગંધતા, હ્ર્દયરોગ વગેરેમાં દાડમ ગુણકારી છે.

૪. જામફળ
જામફળનો ગર્ભ ખૂબ પોચો અને મિઠો હોય છે. પરંતુ તેની અંદરનાં કઠણ બી તેની ખાવાની મજા બગાડે છે. જામફળ મીઠાં, દહેજ ખાટાં અને તૂરા હોય છે. તે ઠંડા, પચવામાં ભારે, સહેજ ચીકણાં, મળને રોકનાર, વાત-પિત્તશામક અને કફવર્ધક, પોષક, સ્વાદિષ્ટ, રોચક અને હિતકર છે. કૃમિ, શોષ, તરસ, દાહ, મૂર્છા, તાવ વગેરે મટાડનાર છે.

૫. માખણ
માખણને ‘નવનીત’ કહેવામાં આવે છે. છાશને ખૂબ વલોવવાથી જે સારો ભાગ નીકળે છે, તેને માખણ કહેવાય છે. ભગવાન શ્રીકૃષ્ણનો મનભાવતો આહાર છે. માખણ સ્વાદે મીઠું, ચીકણું, ભારે, મળને બાંધનાર, વાત્ત પિત્તનાશક, કફકર છે. પરમ પૌષ્ટિક, આંખો માટે અત્યંત હિતકારી, હ્ર્દયને બળ આપનાર, સ્મરણશક્તિ વધારનાર છે. ઉધરસ, છાતીમાં ક્ષત, ક્ષય, મૂર્છા, ચકકર, પેશાબની તકલીફ, દુર્બળતા, થાક, જાતીય ક્ષતિ, કૃશતા, વગેરે દૂર કરે છે. મંદબુદ્ધિવાળા માટે ખૂબ જ લાભપ્રદ છે. બુદ્ધિજીવી, વિદ્યાર્થી અને વૈજ્ઞાનિકોએ માખણનું નિત્ય સેવન કરવું જોઇએ.

૬. માલકાંકડી
ચોમાસામાં માલકાંકડીના વેલા થાય છે, તેને પીળાશ પડતાં લીલા મધુર વાસવાળા ફળ વૈશાખ મહિનામાં આવે છે. ફળમાં રાતા રંગ ૩-૩ બી હોય છે. માલકાંકડી તીખી અને કડવી, જલદ, ચીકણી, ઉત્તમ બુદ્ધિવર્ધક, વાર્ધશામક, મેધ્ય અને અગ્નિવર્ધક છે. માલ-કાંકડીનું તેલ લાલ રંગનું અને તીવ્ર વાસવાળું હોય છે. તેના ૨-૨ ટીપાં દૂધમાં લેવાથી યાદશક્તિ, ધારણાશક્તિ અને બુદ્ધિબળ વધે છે. રીટાર્ડેટ ચાઇલ્ડ માટે આર્શીવાદ સમાન છે.

 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )

Get Articles in your Inbox: