મેદ ઉતારવા ભૂખ્યા રહેવું જરૂરી નથી
શરીર પરનો મેદ ઉતારવા ભૂખ્યા રહેવું જરૂરી નથી
આ વેકેશનમાં તો મારે ઉપવાસ કરીને વજન ઊતારવું છે. કોલેજ ખૂલશે ત્યારે તમે મને જોશો તો ઓળખી નહીં શકો તેવી સુડોળ હું બની જઈશ.
હવે સ્મિતાને ખાવાનું ઓછું આપો, તેને સમાજમાં બધા જાડી જાડી કહે છે, તેના માટે મૂરતિયો ગોતવો ભારી પડશે. જરા ખાવાનું ઓછું કર, જાડી-પાડી થઈ ગઈ છે…..
આ વાક્યો કાને પડતાં જ સમજી જવાય કે શરીર પર જામેલા ચરબીના થર ઓછા કરવા લાંઘણ કરવાની વાતો થઈ રહી છે. પરંતુ મેદસ્વી વ્યક્તિઓએ એક વાત સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે કે ખોરાક ઓછો કરવાથી પાતળા થવાતું નથી. પાતળી પરમાર બનવાની લ્હાયમાં આધુીનક પેઢી રોજીંદો આહાર ઓછો કરી નાખતા નબળાઈ આવી જાય છે. ભરપેટ ખાઈને પણ વજન ઉતારી શકાય છે તે પણ જાણી લો…..
રોજીંદા ભોજનમાં ફળ, શાક, પાંદડાયુક્ત ભાજી, સલાડ, રોટલીની માત્રા વધારી દેવી.
ખાવાનું પ્રમાણ ઓછું કરવું. એટલે કે એકસાથે ભરપેટ ભોજન કરવું નહીં. દિવસમાં ત્રણ-ચાર વખત થોડું થોડું ખાતા રહેવું.
પ્રવાહી પદાર્થોનું સેવન વધારવું. શાકભાજીનાં સૂપ, ટામેટાનું સૂપ, ઓસામણ તથા મોસમી ફળોના રસનું પ્રમાણ વધારવો.
રેષાયુક્ત ભોજનનું પ્રમાણ વધારો. રેષા આંતરડામાં જમા થઈને પેટ ખાલી ખરવાની ક્રિયાને ધીમી કરી નાખે છે. પરિણામે ભૂખ જલ્દી લાગતી નથી. રોજીંદા આહારમાં એક સફરજન, એક સંતરૂ, અને એક કપ મસૂરનો સમાવેશ કરાવાથી ફાયદો જણાશે. બાફેલા બટાટાની બદલે શેકેલા બટાટા ફાયદાકારક છે.
ભોજનને સ્વાદિષ્ટ બનાવવા વધારે મસાલાનો ઉપયોગ કરી શકાય છે. મસાલાનો ઉપયોગ ઓછી ચરબી અને ઓછી કેલરીવાળા પદાર્થો માટે જ કરવો. પ્રોટીનયુક્ત આહારનું પ્રમાણ વધારવું. મલાઈ કાઢેલું દૂધ – દહીં – છાશનું પ્રમાણ વધારો આ ખાદ્યપદાર્થોથી ચરબી વધશે નહીં તેમજ શરીરને પૂરતુ પ્રોટિન મળી રહેશે. નિયમિત વ્યાયામ કરો. જીમ્નેશિયમમાં ન જઈ શકતા હો તો ચિંતા નહીં કરો.? જીમમાં જવાનું દરેકના ગજવાને પોસાતું નથી હોતું. ઘરકામ કરીને વજન ઊતારો. ઘરમાં ઝાડુ-પોતાં કરી આરામથી વજન ઊતારી શકાય છે. કપડાં ધોવાથી શરદીની તકલીફ ન થતી હોય તો તમારા કપડાં જાતે ધુઓ. ચાલવાનું નિયમિત રાખો. ચાલતી વખતે વાતો કરવી નહીં. પગથિયાં ચડ-ઉતર કરો. દોરડાં કૂદો, ઊઠ – બેસ કરો. ઘરમાં જ આ રીતે વ્યાયામ કરવાથી શરીર પરનો મેદ સરળતાથી ઊતારી શકાય છે. જીમ્નેશિયમમાં ગયા વગર મેદ ઊતારવો એ પણ એક પડકાર છે.
Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )