Headline »

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?

August 23, 2018 – 10:00 am | 1,238 views

આપણી આસપાસ બનતી ધટનાઓની ચિંતા કરવી ખરી?
* ચિંતા કરવાથી ધટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરી વાજબી ગણાય; પણ ધટનાઓમાં રૂપાંતર ન થતુ હોય તો ચિંતા કરવાને બદલે કાંઈ નક્કર થઈ શકતું હોય તો કરવું પુરુષાર્થ કરતો રહેવો.ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતુ નથી; ઊલટુ કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » આધ્યાત્મિક જીવનશૈલી, બિઝનેશ જીવનશૈલી

મહાત્મા ગાંધીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ સારાંશ-નારાયણ હેમચંદ્ર

by on September 30, 2011 – 10:07 am No Comment | 746 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

નારાયણ હેમચંદ્ર
આ જ અરસામાં સ્વ. નારાયણ હેમચંદ્ર વિલાયતમાં આવ્યા હતા. લેખક તરીકે તેમનું નામ મેં સાંભળ્યું હતું. તેમને હું નૅશનલ ઇન્ડિયન ઍસોસિયેશનવાળાં મિસ મૅનિંગને ત્યાં� મળ્યો. મિસ મૅનિંગ જાણતાં હતાં કે મને બધાની સાથે ભળતાં નહોતું આવડતું. હું તેમને ત્યાં જતો ત્યારે મૂંગે મોઢે બેઠો રહેતો; કોઇ બોલાવે તો જ બોલું.
તેમણે નારાયણ હેમચંદ્રની ઓળખાણ કરાવી.
નારાયણ હેમચંદ્રને અંગ્રેજી નહોતું આવડતું. તેમનો પોશાક વિચિત્ર હતો. બેડોળ પાટલૂન પહેર્યું હતું. ઉપર ચોળાઇ ગયેલો, કાંઠલે મેલો, બદામી રંગનો કોટ હતો. નેકટાઇ કે કૉલર નહોતાં. કોટ પારસી ઘાટનો પણ ડોળ વિનાનો. માથે ફૂમતાવાળી ઊનની ગૂંથેલી ટોપી હતી. તેમણે લાંબી દાઢી રાખી હતી. કદ એકવડિયું ઠીંગણું કહીએ તો ચાલે. મોં ઉપર શીળીના ડૉ હતા. ચહેરો ગોળ. નાક નહીં અણીદાર, નહીં ચીબું. દાઢી ઉપર હાથ ફર્યા કરે.
બધા ફૂલફટાક લોકો વચ્ચે નારાયણ હેમચંદ્ર વિચિત્ર લાગતા હતા અને બધાથી નોખા પડી જતા હતા.
‘આપનું નામ મેં બહું સાંભળ્યું છે. આપનાં કંઇ લખાણો પણ વાંચ્યા છે. આપ મારે ત્યાં� આવશો ? ’
નારાયણ હેમચંદ્રનો સાદ ભાંભરો હતો. તેમણે હસમુખે ચહેરે જવાબ આપ્યો :
‘તમે કયાં રહો છો ? ’
‘સ્ટોકર સ્ટ્રીટમાં. ’
‘ત્યારે તો આપણે પડોશી છીએ. મારે અંગ્રેજી શીખવું છે. તમે મને શીખવશો ? ’
મેં જવાબ આપ્યો, ‘જો આપને કંઇ મદદ દઇ શકું તો હું રાજી થાઉં. મારાથી બનતી મહેનત જરૂર કરીશ. આપ કહેશો તો હું આપને ત્યાં આવીશ. ’
‘ના ના, હું જ તમારે ત્યાં આવીશ. મારી કને પાઠમાળા છે તે હું લેતો આવીશ. ’
અમે વખત મુકરર કર્યો. અમારી વચ્ચેય ભારે સ્નેકહગાંઠ બંધાઇ.
નારાયણ હેમચંદ્રને વ્યાંકરણ મુદ્દલ નહોતું આવડતું. ‘ઘોડો’ ક્રિયાપદ બને ને ‘દોડવું’ નામ બને. આવા વિનોદી દાખલા તો મને કેટલાયે યાદ છે. પણ નારાયણ હેમચંદ્ર મને પી જાય તેવા હતા. મારા અલ્પ વ્યાકરણથી એ કંઇ મોહી જાય તેવા નહોતા. તેમને વ્‍યાકરણ ન આવડે તેની શરમ તો હતી જ નહીં.
‘હું કંઇ તમારી જેમ નિશાળમાં શીખ્યો� નથી. મને મારા વિચારો જણાવવામાં વ્યાકરણની જરૂર નથી જણાઇ. જુઓ, તમને બંગાળી આવડે છે ? મને તો બંગાળી આવડે. હું બંગાળમાં ફર્યો છું. મહર્ષી દેવેન્દ્રનાથ ટાગોરનાં પુસ્તકોનો તરજુમો તો ગુજરાતી પ્રજાને મેં જ આપ્યો છે ના ? મારે તો ઘણી ભાષામાંથી ગુજરાતી પ્રજાને તરજુમા આપવા છે. તે કરવામાંયે હું શબ્દાર્થને નથી વળગતો. ભાવાર્થ આપું એટલે મને સંતોષ. મારી પછી બીજાઓ ભલે વધારે આપે. હું તો વગર વ્યાકરણે મરાઠી જાણું, હિંદી જાણું, ને હવે અંગ્રેજી જાણતો થવા લાગ્યો. મારે તો શબ્દભંડોળ જોઇએ. તમે ન જાણતા કે એકલી અંગ્રેજીથી મને સંતોષ થવાનો છે. મારે તો ફ્રાંસ જવું છે, ને ફ્રેંચ પણ શીખી લેવું છે. હું જાણું છું કે ફ્રેંચ સાહિત્ય બહોળું છે. બનશે તો જર્મની પણ જઇશ ને જર્મન શીખી લઇશ.
આમ નારાયણ હેમચંદ્રની ધારા ચાલતી જ રહી. ભાષાઓ જાણવાનો ને મુસાફરી કરવાનો તેમનો લોભ અપાર હતો.
‘ત્યારે તમે અમેરિકા તો જવાના જ. ’
‘જરૂર. એ નવી દુનિયા જોયા વિના હું પાછો જાઉં કે ? ’
‘પણ તમારી પાસે એટલા બધા પૈસા કયાં છે ? ’
‘મારે પૈસાનું શું કામ ? મારે કયાં તમારા જેવી ટાપટીપ કરવી છે ? મારે ખાવું કેટલું ને પહેરવું કેટલું ? મારાં પુસ્તકોમાંથી મને કંઇક મળે છે તે અને થોડું મિત્રો આપે તે બસ થઇ જાય. હું તો બધે ત્રીજા વર્ગમાં જ જનારો રહ્યો. અમેરિકા ડેકમાં જઇશ. ’
નારાયણ હેમચંદ્રની સાદાઇ તો તેમની પોતાની જ હતી. તેમની નિખાલસતા પણ તેટલી જ હતી. અભિમાનનું નામ નહોતું. પોતાની લેખક તરીકેની શકિત વિશે જોઇએ તેના કરતાં પણ વધારે વિશ્ર્વાસ હતો.
અમે રોજ મળતા. અમારી વચ્ચે વિચાર તેમ જ આચારનું સામ્યે ઠીક હતું. બંને અન્નાહાર કરનારા હતા. બપોરના ઘણી વેળા સાથે જમીએ. આ મારો અઠવાડિયાના સત્તર શિલિંગમાં રહેવાનો ને સ્વાયંપાક કરવાનો કાળ હતો. હું કોઇ વેળા તેમની કોટડીએ જાઉં. તે કોઇ વેળા મારી કોટડીએ આવે. હું અંગ્રેજી ઢબની રસોઇ કરું. તેમને દેશી ઢબ વિના સંતોષ ન જ વળે. દાળ જોઇએ જ. હું ગાજર ઇત્યાદિનો સૂપ બનાવું તેથી મારી દયા ખાય. તેમણે મગ કયાંકથી શોધી કાઢયા હતા. એક દિવસ મારે સારુ મગ રાંધીને લાવ્યા� ને મેં અત્યંત સ્વાદથી ખાધા. પછી તો અમારે આવી આપલે કરવાનો વહેવાર વધ્યો. હું મારી વાનગી તેમને ચખાડું ને તે મને પોતાની ચખાડે.
આ સમયે કાર્ડિનલ મૅનિંગનું નામ સહુને મુખે હતું. ગોદીના મજૂરોની હડતાળ હતી. જૉન બર્ન્સી અને કાર્ડિનલ મૅનિંગના પ્રયત્નેથી હડતાળ વહેલી બંધ થઇ. કાર્ડિનલ મૅનિંગની સાદાઇ વિશે ડિઝારાયેલીએ લખ્યું હતું તે મેં નારાયણ હેમચંદ્રને સંભળાવ્યું.
‘ત્યારે મારે તો એ સાધુપુરુષને મળવું જોઇએ. ’
‘એ તો બહુ મોટા માણસ રહ્યા. તમને કેમ મળશે ? ’
‘હું બતાવું તેમ. તમારે મારે નામ કાગળ લખવો. હું લેખક છું એવી ઓળખાણ આપજો. તેમના પરોપકારી કાર્યનો ધન્યવાદ જાતે આપવ મારે મળવું છે એમ લખજો. ને એમ પણ લખજો કે, મને અંગ્રેજી વાત કરતાં ન આવડે તેથી મારે તમને દુભાષીયા તરીકે લઇ જવા પડશે. ’
મેં એવા પ્રકારનો કાગળ લખ્યો. કાર્ડિનલ મૅનિંગનો જવાબ બેત્રણ દહાડામાં એમ પત્તામાં આવ્યો. તેમણે મળવાનો સમય આપ્યો.
અમે બંને ગયા. મેં તો દસ્તૂર મુજબ મુલાકાતી કપડાં પહેર્યાં. નારાયણ હેમચંદ્ર તો જેવા હતા તેવા જ: એ જ કોટ ને એ જ પાટલૂન. મેં વિનોદ કર્યોં. તેમણે મને હસી કાઢયો ને બોલ્યા:
‘તમે સુધરેલા બધા બીકણ છો. મહાપુરુષો કોઇના પોશાક સામું નથી જોતા. તેઓ તો તેના હ્રદયને તપાસે છે. ’
અમે કાર્ડિનલના મહેલમાં પ્રવેશ કર્યોં. મકાન મહેલ જ હતું. અમે બેઠા� કે તુરત એમ સુકલકડી, બુઢ્ઢા, ઊંચા પુરુષે પ્રવેશ કર્યો. અમારી બંનેની સાથે હાત મેળવ્યા . નારાયણ હેમચંદ્રને આવકાર દીધો.
‘મારે આપનો વખત નથી લેવો. મેં તો આપને વિશે સાંભળ્યું હતું. આપે હડતાળમાં જે કામ કર્યું તેને સારુ આપનો ઉપકાર માનવો હતો. દુનિયાના સાધુપુરુષોનાં દર્શન કરવાનો મેં રિવાજ રાખ્યોળ છે. તેથી આપને મેં આટલી તસ્દી આપી. ’ આ વાકયોનો તરજુમો કરી દેવાનું મને નારાયણ હેમચંદ્રે ફરમાવ્યું .
‘તમે આવ્યા� તેથી હું રાજી થયો. હું ઉમીદ રાખું છું કે તમને અહીંનો વસવાટ અનુકૂળ આવશે, ને અહીંના લોકોની તમે ઓળખાણ કરશો. ઇશ્ર્વર તમારું ભલું કરો. ’ આમ કાર્ડિનલ બોલ્યા ને ઊભા થયા.
એક વેળા નારાયણ હેમચંદ્ર મારે ત્યાંજ ધોતિયું ને પહેરણ પહેરીને આવ્યા. ભલી ઘરધણિયાણીએ બાર ઉઘાડયાં ને બીની. મારી પાસે આવી (મારાં ઘર તો હું બદલ્યા� જ કરતો એ વાંચનારને યાદ હશે), ને બોલી: ‘કોઇ ગાંડા જેવો માણસ તમને મળવા માગે છે. ’ હું દરવાજે ગયો ને નારાયણ હેમચંદ્રને જોયા. હું આભો જ બની ગયો. તેમના મુખ ઉપર રોજના હાસ્યા સિવાય કાંઇ જ ન મળે.
‘પણ તમને છોકરાઓએ કનડગત ન કરી ? ’
‘મારી પાછળ દોડતાં હતાં. મેં કંઇ ધ્યા ન ન આપ્યું� એટલે તેઓ શાંત થઇ ગયા, ’ મને જવાબ મળ્યો.
નારાયણ હેમચંદ્ર થોડા માસ વિલાયતમાં રહી પૅરીસ ગયા. ત્યાં� ફ્રેંચ અભ્યાસ આદર્યો, ને ફ્રેંચ પુસ્તકોમાં તરજુમા શરૂ કર્યો. તેમનો તરજુમો તપાસવા પૂરતું ફ્રેંચ મને આવડતું હતું, તેથી તે જોઇ જવા કહ્યું. મેં જોયું કે તે તરજુમો નહોતો પણ કેવળ ભાવાર્થ હતો.
છેવટે, તેમણે અમેરિકા જવાનો પોતાનો નિશ્ર્ચય પાર પાડયો. મુસીબતે ડેકની કે ત્રીજા વર્ગની ટીકીટ મેળવી શકયા હતા. અમેરિકામાં તેમને ધોતિયું પહેરણ પહેરીને નીકળ્યાને સારું ‘અસભ્યો પોશાક’ ના તહોમત ઉપર પકડવામાં આવ્યા હતા. મારું સ્મરણ એવું છે કે પાછળથી તે છૂટી ગયા હતા.

Jitendra Ravia (1914 Posts)

Indian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.


 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )

Get Articles in your Inbox: