મહાત્મા ગાંધીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ સારાંશ-નિર્બળ કે બળરામ
નિર્બળ કે બળરામ
આ બૌદ્ધિક ધર્મજ્ઞાનના મિથ્યાત્વકનો અનુભવ મને વિલાયતમાં મળ્યો. પૂર્વે એવા ભયમાંથી હું બચ્યો તેનું પૃથક્કરણ કરી શકાય તેમ નથી. મારી તે વેળા બહુ નાની ઉંમર ગણાય.
પણ હવે તો મારી ઉંમર વીસ વર્ષની હતી. ગૃહસ્થાશ્રમનો ઠીક અનુભવ મેળવ્યો હતો.
ઘણું કરીને મારા વિલાયતના વસવાટના છેલ્લા વર્ષમાં, એટલે ૧૮૯૦ની સાલમાં, પોર્ટસ્મથમાં અન્નાહારીઓનું સંમેલન હતું. તેમાં મને અને એક હિંદી મિત્રને આમંત્રણ હતું. અમે બન્નેં ત્યાં ગયાં. અમને બન્ને ને એક બાઇને ત્યાં ઉતારો આપવામાં આવ્યો હતો.
પોર્ટસ્મથ ખલાસીઓનું બંદર ગણાય છે. ત્યાં ઘણાં ઘરો દુરાચરણી સ્ત્રી ઓનાં હોય છે. તે સ્ત્રીઓ વેશ્યાઓ નહીં તેમ નિર્દોષ પણ નહી. આવા જ એક ઘરમાં અમારો ઉતારો હતો. સ્વાગતમંડળે ઇરાદાપૂર્વક એવાં ઘર શોધેલાં એમ કહેવાનો આશય નથી. પણ પોર્ટસ્મથ જેવા બંદરમાં જયારે મુસાફરોને રાખવા સારૂ ઉતારા શોધવામાં આવે ત્યારે કયાં ઘર સારાં અને કયાં નઠારાં એ કહેવું મુશ્કેલ જ થઇ પડે.
રાત પડી. અમે સભામાંથી ઘેર આવ્યા. જમીને પાનાં રમવા બેઠા. વિલાયતમાં સારાં ઘરોમાં પણ આમ મહેમાનોની સાથે ગૃહિણી પાનાં રમવાં બેસે. પાનાં રમતાં નિર્દોષ વિનોદ સહુ કરે. અહીં બીભત્સમ વિનોદ શરૂ થયો. મારા સાથી તેમાં નીપુણ હતા એ હું નહોતો જાણતો. મને આ વિનોદમાં રસ પડયો. હું પણ ભળ્યો. વાણીમાંથી ચેક્ષ્ટામાં ઊતરી પડવાની તૈયારી હતી. પાનાં એક કોરે રહેવાની તૈયારીમાં હતાં. પણ મારા ભલા સાથીના મનમાં રામ વસ્યા. તે બોલ્યા , ‘અલ્યા , તારામાં આ કળજુગ કેવો ! તારું એ કામ નહીં. તું ભાગ અહીંથી.’
હું શરમાયો. ચેત્યો હ્રદયમાં આ મિત્રનો ઉપકાર માન્યો. માતાની પાસે લીધેલી પ્રતિજ્ઞા યાદ આવી. હું ભાગ્યો. મારી કોટડીમાં ધ્રુજતો ધ્રુજતો પહોંચ્યો . છાતી થડકતી હતી. કાતિલના હાથમાંથી બચીને કોઇ શીકાર છૂટે ને તેની જેવી સ્થિતિ હોય તેવી મારી હતી.
પરસ્ત્રી ને જોઇને વિકારવશ થયાનો અને તેની સાતે રમત રમવાની ઇચ્છા? થયાનો આ પહેલો પ્રસંગ હતો એમ મને ભાન છે. મારી રાત્રી ઊંઘ વિનાની ગઇ. અનેક પ્રકારના વિચારોએ મારા ઉપર હુમલો કર્યો. ઘર છોડું ? ભાગું ? હું કયાં છું ? હું સાવધાન ન રહું તો મારા શા હાલ થાય ? મેં ખૂબ ચેતીને વર્તવાનો નિશ્ર્ચય કર્યો. ઘર ન છોડવું. પણ જેમ તેમ કરીને પોર્ટસ્માથ જટ છોડી દેવું એટલું ધાર્યું. સંમેલન બે દિવસથી વધારે લંબાવાનું ન હતું. એટલે મને સ્મરણ છે તે પ્રમાણે, મેં બીજે જ દિવસે પોર્ટસ્મથ છોડયું. મારા સાથી પોર્ટસ્મથમાં થોડા દહાડા રોકાયા.
ધર્મ શું છે, ઇશ્ર્વર શું છે, તે આપણામાં કેવી રીતે કામ કરે છે, તે કંઇ હું તે વખતે જાણતો નહોતો. ઇશ્ર્વરે મને બચાવ્યો એમ લૌકિક રીતે હું તે વખતે સમજયો. પણ મને વિવિધ ક્ષેત્રોના એવા અનુભવો થયા છે. ‘ઇશ્ર્વરે ઉગાર્યો’ એ વાકયનો અર્થ આજે હું બહુ સમજતો થયો છું. એમ જાણું છું. પણ સાથે એ પણ જાણું છું કે એ વાકયની પૂરી કિંમત હજી આંકી શકાયો નથી. અનુભવે જ તે અંકાય. પણ ઘણા આધ્યાત્મિક પ્રસંગોમાં, વકીલાતના પ્રસંગોમાં, સંસ્થાઓ ચલાવવામાં, રાજયપ્રકરણમાં, હું કહી શકું છું કે ‘મને ઇશ્ર્વરે બચાવ્યો, છે. ’ જયારે બધી આશા છોડીને બેસીએ, બંને હાથ હેઠા પડે, ત્યારે કયાંક ને કયાંકથી મદદ આવીને પડે છે એમ મેં અનુભવ્યું છે. સ્તુતિ, ઉપાસના, પ્રાર્થના એ વહેમ નથી, પણ આપણે ખાઇએ છીએ, પીએ છીએ, ચાલીએ બેસીએ છીએ, એ બધું જેટલું સાચું છે, તેના કરતાંયે એ વધારે સાચી વસ્તુ ઇ છે. એ જ સાચું છે, બીજું બધું ખોટું છે, એમ કહેવામાં અતિશયોકિત નથી.
આવી ઉપાસના, આવી પ્રાર્થના, એ કંઇ વાણીના વૈભવ નથી. તેનું મુળ કંઠ નથી પણ હ્રદય છે. તેથી જો આપણે હ્રદયની નિર્મળતાને પહોંચીએ, ત્યાં રહેલા તારોને સુસંગઠીત રાખીએ, તો તેમાંથી જે સૂર નીકળે છે તે સૂર ગગનગામી બને છે. તેને સારુ જીભની આવશ્ય કતા નથી, એ સ્વયભાવે જ અદભુત વસ્તુ છે. વિકારોરૂપી મળોની શુદ્ધિ કરવાને સારુ હાર્દિક ઉપાસના જડીબુટ્ટી છે, એ વિશે મને શંકા જ નથી. પણ તે પ્રસાદીને સારુ આપણામાં સંપૂર્ણ નમ્રતા જોઇએ
Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )